artificial intelligence books and stories free download online pdf in Gujarati

આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) – સોફિયા એક માનવીય રોબોટ

આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) – સોફિયા એક માનવીય રોબોટ

મૌલિક ઝવેરી

શીરી, ગુગલ અસીસટન્ટ, કોર્ટાના જેવા શબ્દો તમે સાંભળ્યા ન હોય તો તમે કદાચ હજુ ૨૧મી સદીમાં પહોચ્યા નથી. પણ એનીવે વેલકમ ટુ ૨૧સ્ટ સેન્ચુરી. આ સદી અત્યંત જડપી વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. એપલ ફોનમાં પર્સનલ અસીસટન્ટ તરીકે શીરી (એપલ ફોન ન વાપરતા હોય એ લોકો એપલ ફોનની જાહેરાતમાં પણ જોઈ શકે), ગુગલ કોર્પોરેસન દ્વારા ગુગલ અસીસટન્ટ (હેલ્લો ગુગલ) અને માઈક્રોસોફ્ટ કોર્પોરેસન દ્વારા વિન્ડોઝ ફોન તથા કમ્પ્યુટર વિન્ડોઝ સીસ્ટમમાં કોર્ટાના, યોંર પર્સનલ અસીસટન્ટ ની ટેકનોલોજી આપવામાં આવે છે. આ ટેકનોલોજી મશીન ઈન્ટેલીજન્સના નામથી પણ પ્રચલિત છે.

ધ ટર્મીનેટર, ધ ટ્રાન્સપોર્ટર, અઈરન-મેન, રોબોકોપ, ટ્રાન્સફોર્મરસ, સ્ટાર વોરસ, એવેન્જર્સ વગેરે જેવા ઢગલો હોલીવુડ ધમાકેદાર મુવી જેમાં રોબોટીક્સનો ઉત્તમ નમુનો દર્શવેલો છે અને બોલીવુડમાં પણ રા-વન અને રોબોટ જેવા મુવી દ્વારા, માનવશક્તિ કરતા વધારે શક્તિ અને બુદ્ધિ ધરાવતા માનવ શરીરવાળા રોબોટ જોયા જ હશે. આ ફિલ્મના માધ્યમથી દિગ્દર્શકે પોતાની કલ્પનાઓ દર્શાવી. પણ ઘણા ચિંતકો, વિચારકો, તથા વૈજ્ઞાનિકો આ બાબતે કામ કરી રહ્યા હતા અને એમાના એક, અમેરિકામાં રહેતા એક કમ્પ્યુટર વૈજ્ઞાનિક ‘John Mccarthy’ દ્વારા માનવીય રોબોટ બની શકે એ માટે જરૂરી આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સની સૌ-પ્રથમ શોધ કરવામાં આવી. આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) આ શબ્દ પણ એના દ્વારા જ આપવામાં આવ્યો છે.

John Mccarthy ને આ રચના કર્યા બદલ ઘણાં બધા પુરસ્કારો પણ મળ્યા જેમ કે, Turing Award – આ અવોર્ડ અસોસીયેસન ઓફ કમ્પ્યુટીંગ મશીનરી દ્વારા વર્ષ ૧૯૭૧માં આપવામાં આવ્યો જે કમ્પ્યુટર વિજ્ઞાન ક્ષેત્રનો સૌથી ઉત્તમ અવોર્ડ ગણાય છે તથા અમેરિકા દ્વારા National Medal of Science અમેરિકાના પ્રેસિડેન્ટના હાથે એનાયત થયો અને જાપાન તરફથી શ્રેષ્ઠ અવોર્ડ Kyoto Prize આપવામાં આવ્યો જે વિશ્વમાં નોબલ પ્રાઈઝ સાથે સરખાવામાં આવે છે.

આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) એ મશીન ઈન્ટેલીજન્સ (MI) થી પણ ઓળખાય છે.

આ એક એવું વિજ્ઞાન છે જેમાં નેચરલ ઈન્ટેલીજન્સ, જે સામાન્ય રીતે જીવીત વ્યક્તીઓ અને પશુ-પક્ષીઓ માં હોય છે, તે હવે એક મશીનમાં પણ જોવા મળશે. સામાન્ય રીતે મશીન પોતાની રીતે કામ ના કરી શકે, કેમ કે તે કૃત્રિમ છે, માનવસર્જિત છે, કોઈ એક કે વધારે વ્યક્તિઓ મશીન ચલાવવા માટે જોઈએ. પણ આ મશીન, એટલે કે આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ, માનવની જેમ જ પોતાની રીતે એક્ટીવ છે, વાત-ચીત કરી શકે, કોઈપણ કાર્ય કરી શકે, ચાલી-દોડી-હરી-ફરી શકે, લડી-જગડી શકે, યાદ રાખી શકે, વિચારી પણ શકે અને બીજાને વિચાર કરતા કરી પણ શકે. જે માનવ શરીર કરી શકે એ બધું જ આ ઇન્ટેલિજન્સ પણ કરી શકે.

સોફિયા-રોબોટ (Sophia - Robot)

આ એક સામાજિક અમાનવીય રોબોટ છે જે ચીનમાં, હોંગકોંગમાં આવેલી એક કંપની ‘Hanson Robotics’ દ્વારા નિર્માણ પામી છે. સોફિયા-રોબોટ ને સૌ-પ્રથમ વખત એપ્રિલ,૧૯ – ૨૦૧૫ ના રોજ એક્ટીવ કરવામાં આવેલી તથા માર્ચ, ૨૦૧૬ માં South by Southwest Festival, Austin, અમેરિકામાં સોફિયાનું પ્રથમ વખત પ્રદર્શન કરવામાં આવ્યું. સોફિયા પંચાસ કરતા વધારે ચહેરાઓ અભિવ્યક્ત કરી શકે છે જે સામાન્ય રીતે કોઈ માણસ માટે પણ અઘરું બની શકે! સોફિયાના ઘણા બધા ગ્લોબલ ઈન્ટરવ્યું લેવામાં આવેલા છે અને અત્યાર સુધીમાં ઘણા બધા લોકો સોફિયાથી અને એના દ્વારા આપવામાં આવતા જવાબોથી પ્રભાવિત પણ થયા છે.

ઓક્ટોબર, ૨૦૧૭ ના રોજ સોફિયાને અમેરિકાની નોન હ્યુમન, મતલબ અમાનવીય રોબોટ તરીકેની નાગરિકતા આપવામાં આવી છે જે ઇતિહાસમાં પ્રથમ વખત બનેલું હશે.

સોફિયા ના અમુક કાર્યો તથા લક્ષણોની વાત કરીએ તો –

કેમેરાની આખો દ્વારા તે બધું જોઈ શકે છે, ચહેરાઓ ઓળખી શકે છે, આંખ મિલાવી શકે છે, ચહેરાઓની તપાસ પણ કરી શકે છે.

સોફિયાને ઘણી બધી ભાષાઓ શીખવી હોવાથી તે અલગ અલગ ભાષાઓ માં વાત કરી શકે છે, સમજી શકે છે.

જાન્યુઆરી, ૨૦૧૮ થી સોફિયા હવે ચાલી પણ શકે છે. દોડશે પણ, ક્યારે એની હવે ખબર પડશે!

ઘણા બધા સુધારાઓ અને નવા પ્રયોગો આ રોબોટ સાથે કરવામાં આવે છે અને વધુ ને વધુ વિકસિત બનાવાય છે. માણસ સમકક્ષ આ રોબોટ બની જશે, પછી માણસનું શું થશે એ તો માણસ જ જાણે.

વિજ્ઞાન કેટલું વિકસિત થઇ ગયું કે માણસ દ્વારા જ માણસ બનાવવાના પ્રયત્નો થાય છે અને બનાવવાની કોશિશ પણ ખુબ સરસ છે. ભવિષ્યમાં આપણી પૃથ્વી કૈક અલગ જ દેખાતી હશે! રોબોટ્સ થી ભરેલી. કોઈપણ માણસ સામાન્ય નહિ રહે અને જે સામાન્ય રહી જશે તે રહી જ જશે!

આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) ની બજાર પર અસર-

જેમ કમ્પ્યુટર આવતા બજારોમાં ધરખમ ફેરફારો આવી ગયા હતા, જેમ કે, ટાઇપીસ્ટ ની નોકરીઓ વાળા હેરાન થઇ ગયા હતા, અચાનક દરેક બિઝનેસમાં કમ્પ્યુટરની જરૂરિયાતો આવવા લાગી અને ધીરે-ધીરે આખી બજાર કમ્પ્યુટર સાથે જોડાઈ ગઈ. એમ જ આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) આવતા બજારમાં ઘણા બધા ફેરફારો થઇ શકે છે.

ઘણું બધું કામ એકીસાથે એક રોબોટ દ્વારા થઇ જતું હોવાથી ઉદ્યોગપતિઓને વધારે માણસો કામ પર રાખવાની જરૂર નહિ પડે અને કામ અત્યંત ઝડપથી અને વ્યવસ્થિત થઇ શકશે.

રોજગાર ઉપર ખરાબ અસર થઇ શકે છે. આવું થાતા ૧૨૦ કરોડની જનસંખ્યાવાળા દેશમાં બની શકે કે બેરોજગારીનું પ્રમાણ જે પહેલેથી જ વધુ છે તે હજુ પણ વધી જાય અને બીજી સામાજિક મુશ્કેલીઓ જેમ કે ભૂખમરો, કુપોષણ ઈત્યાદી પણ વધી જાય.

બેરોજગારી, વસ્તી, ગરીબી, આવકની અસામાન વહેચણી જેવી મુશ્કેલીઓ કેવી રીત્તે દુર થશે તે એક સવાલ બની ને જ રહી જાય જે અત્યારે પણ આઝાદીના ૭૦ વર્ષ પછી એક સળગતો સવાલ જ છે.

ધંધા, વ્યવસાયો અને ઉદ્યોગોનો વિકાસ વધશે, ઉદ્યોગપતિઓ પોતાના સ્ત્રોતો માંથી મહતમ ફાયદો મેળવી શકાશે, ઉર્જાના સ્ત્રોતો અને પૈસાનો બગાડ ઘટી જશે, કુલ ઉત્પાદનમાં વધારો થઇ શકે છે, ઉત્પાદન વધતા જો વસ્તુ કે સેવાની માંગ પણ રહે તો વેચાણ તથા નફાના પ્રમાણ પણ વધી શકે અને રાષ્ટ્ર એક અલગ ઉચાઇઓ સુધી પહોચી શકે છે.

આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) થી કઈ નોકરીઓ જોખમમાં?

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ઓબામાએ એક ભાસણમાં કહેલું કે અમેરિકાના ભવિષ્યમાં, ૫૦% કરતા વધુ નોકરીઓ ખાલી થઇ જશે અને એની જગ્યાએ આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ આવી જશે.

કામનું રીપીટેસન થતી હોય એવી નોકરીઓ, જેમ કે કમ્પ્યુટર ઓપરેટર, રિસેપ્શનિસ્ટ, ડેટા-એન્ટ્રી વર્કર, પ્યુન, વોચમેન, ડીલેવરી બોય, કુરિયર બોય, ડેટા કલેકટર, ફેકટરીમાં કામ કરતા મજુરો, ડ્રાઈવર તથા રોજ એકનું એક જ કામ કરતા લોકોની નોકરીઓ જોખમમાં આવી શકે કેમકે આ બધું જ કામ હવે માત્ર એક રોબોટને આપી દેવામાં આવશે અને રોબોટ માનવીય ઝડપ કરતા વધારે ઝડપી અને સારું કામ કરીને આપશે.

જેફ બેઝોસ, Amazon કંપનીના કર્તાધર્તા, દ્વારા અમેરિકામાં ફર્સ્ટ ડીલેવરી રોબોટ લોન્ચ કરી દેવામાં પણ આવ્યો છે. એટલે આ ટેકનોલોજી હવે નવી રહી નથી, જેમ કે ભારત માટે હજુ નવું છે. ડ્રાઈવર વગરની કાર તો ઘણા સમયથી આપળે જોય છે અને બજારમાં ચાલે પણ છે. ભારતની ટાટા કંપની, ટાટા નેનો કારને ડ્રાઈવર વગરની કાર બનાવવા જઈ રહી છે જે ભારતની પ્રથમ કંપની હશે જે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સમાં પોતાનો ફાળો નોંધાવી રહી છે.

જે લોકો પોતાના કામમાં માહિર નથી અથવા પોતાની જાતને વધુ વિકસીત કરવામાં રસ ધરાવતા નથી એવા લોકોની નોકરી જોખમમાં છે. જે લોકો પોતાની નોકરીઓ માંથી શીખીને આગળ વધવાના પ્રયાસો કરે છે એવા લોકોની નોકરીઓ બચી શકે છે. જે નોકરીઓમાં બુદ્ધિ વાપરવાની નથી એવી નોકરીઓ હવે રોબોટ્સ લઇ લેશે અને માણસ બેરોજગાર બની રહેશે.

આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) - એજ્યુકેશન પર અસર –

આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) એક ચોક્કસ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા માગે છે. ભારતીય શિક્ષણ વ્યવસ્થા માત્ર એક સામાન્ય ક્લાર્ક બનાવવા માટેની વ્યવસ્થા છે જે હવે મૂળથી ઉખાડીને ફેકી દેવી જોઈએ, જો ભારતને પણ વિકાસ કરવો હોય તો!

આજની શિક્ષણ વ્યવસ્થા આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) સાથે મેચ થતી નથી. ટીચર એક ક્લાસમાં બેસીને બધી વસ્તુ લેકચર દ્વારા શીખાડી શકતા નથી, સોફિયા રોબોટને ક્લાસમાં બુકમાંથી વાંચીને સમજાવી દેવાથી સોફિયા વિષે કઈજ જ્ઞાન મળતું નથી, બસ ખોટે ખોટું કહી શકાય કે અમારા વિદ્યાર્થીઓને સોફિયા ધ રોબોટ વિષે ખ્યાલ છે.

દુનિયામાં પ્રેક્ટીકલ જ્ઞાનનું મહત્વ વધારે છે નહિ કે પુસ્તકિયા જ્ઞાનનું. પેપરમાં ઉલટી કરીને આવવાથી માર્કસ અને ડીગ્રીઓના ઢગલાં થઇ શકે છે પણ જ્ઞાન મળી શકતું નથી. આજના એન્જીનીયરને વ્યાખ્યાઓ ખબર હશે પણ વસ્તુ બને કઈ રીતે? કૈક નવું સર્જન કઈ રીતે કરવું એ આવડતું નહિ હોય, કેમ કે કોલેજોમાં પણ ક્યારેય શીખવાડ્યું નહિ. માટે જ તો બેરોજગારની સંખ્યામાં વધારે એન્જિનિયર છે.

એજ્યુકેશન સિસ્ટમમાં રીસર્ચ બેસ્ડ સ્ટડી, કેસ-સ્ટડી, બજારનું વાતાવરણ, ઉદ્યોગનું જ્ઞાન અને બધી જ વસ્તુઓના પ્રયોગો દ્વારા ભણતર લાવવાની જરૂર છે. આમ ઘણા બધા પાસાઓ ઉપર સારી અને ખરાબ અસર આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સના કારણે આવશે.

***