Mrugjadni Mamat - 2 books and stories free download online pdf in Gujarati

મૃગજળની મમત-2

પ્રસ્તાવના:

આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..
છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..
કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..
મિનલ ક્રિશ્ચન "જીયા"
સાબીરખાન પઠાણ "પ્રીત"


ગરમીનો ઉકળાટ વધતો હતો પવન લૂ બની વાતો હતો.
ચામડી દાજી જાય એવા તાપમાં બહાર નીકળવુ દુષ્કર હતુ.
આવા જ અસહ્ય ઉકળાટને વેઢારતા એક પ્રોઢ વયની વ્યક્તિએ પોતાના શહેરી વિસ્તારના પોલિસ હેડક્વાર્ટર પર બજાજ સ્કૂટર થોભાવ્યુ.
સ્કૂટરને પાર્ક કરી ધોડી ચડાવતાં પણ એમનુ શરીર હોંફવા લાગેલુ.
જાડા ફ્રેમના ચશ્મામાંથી એમણે પોલિસ ચોકીના ડોર ભણી આશાભરી મીટ માંડી.
અને ઉતાવળાં પગલે ચોકીનાં પગથિયાં ચડવા લાગ્યા.
પાંચ પગથિયાં ચડવામાં એમણે ઘણો થાક લાગ્યો.
એમણે ભીતરે પ્રવેશ કર્યો.
ત્યારે ત્યાંના ઇન્ચાર્જ પોપટ ખટપટીયાનો અવાજ એમના કાને અથડાયો.
"બેટા... તું આ ખટપટીયાને જાણતો નથી વર્ષોનું ખાધેલું પણ ઓકાવી નાંખે એમ છે
તુ એમ ના માનતો કે મૂંગો રઈશ એટલે છૂટી જઈશ..! ચલ ખાવા મંડ..!
સાહેબ કોઈનો ઉધડો લઈ રહ્યા હતા.
સામેની ચેર પર ગોળમટોળ મોટા પેટવાળો અફસર એક સ્ત્રીની કંપ્લેન લખી રહ્યો હતો.
એની બાજુના સોફા પર ત્રણેક જણ વેઈટિંગમાં બેઠાં હતાં. એની સામેનુ ટેબલ અને ચેર ખાલી પડેલી.
આધેડને જોતાંજ પેલો દડા આકારનો અફસર વિસ્મયથી બોલી ઉઠ્યો.
"માસ્ટરજી તમે અહીં..?"
માસ્ટરજીએ પણ એને ઓળખી લીધો.
એ સબઈસ્પેક્ટર જગદિશ હતો.
પોતાના એરિયાના એક લક્ઝરી ફ્લેટમાં રહેતો હોઈ એનાં સંતાનો માસ્ટરજી જોડે શિક્ષણ લઈ ચૂકેલાં. માસ્ટરજીને પોલિસ સ્ટેશનમાં જોવાની કલ્પના નહોતી એટલે જ
હેરાની સાથે એણે પૂછી લીધુ.
બધુ હેમ-ખેમ તો છેને..? કેમ ધક્કો ખાવો પડ્યો..?"
"મારે મારા દિકરા સમિર માટે વાત કરવી છે..!" માસ્ટરજીએ ઓશિયાળી મીટ જગદીશ તરફ માંડી.
બેસો-બેસો ત્યાં સોફા પર બેસો.!
નારંગ જરા સ્પે. ચાનુ કહી દે..માસ્ટરજી છે અમારા એરિયાના..!
એમણે ખૂણામા ઉભા કાંન્સ્ટેબલને ક્હ્યુ.
"ચાલ પૂરૂ કર ખાવાનુ.. એક મિનિટ પણ ઉભો રહ્યો તો.. ચામડી ઉતારી નાખિશ..!
શુ સમજે છે ખટપટિયાને.. તારી જાતના..!"
પોપટ સર ખૂબ ગુસ્સામાં હતા.
જગદિશ માટે આ બધુ સહજ હોય એમ એણે ધીમેથી માસ્ટરજીને કહ્યુ.
"સર.. મહેમાનની ખાતિરદારી કરે છે..!" હમણાં આવી જશે..!
જગદિશે ફટાફટ બાકીના વ્યકતિઓની કમ્પેન લઈ રવાના કર્યા.
પછી માસ્ટરજી ને એ ટગરટગર જોવા લાગ્યો.
નારંગે ચા સર્વ કરી.
નારંગ એક કપ રીંમાન્ડ રૂમમા લેતો ગયો.
પોપટ સર પોતાની પૂળા જેવી મૂછો પર તાવ દેતા શિકારની સામે બેઠા હતા.
નારંગ જાણતો હતો સરના ફંદામાં પડ્યો એ ગયો. જો કોઈ ખોટુ બોલ્યુ તો સજા આકારી હતી.
હમણાં જ એ દાળભાતનુ ત્રીજુ ટીફીન લઈ આવેલો. સર મોટો ધોકો લઈ કાલે પકડેલા ચોર સામે બેઠા તા.. જો એ ખાવાનુ બંધ કરે તો સરના ડંડા ખાવાના.. કે પછી ગુનો કબૂલી લેવાનો..
નારંગે આજ સુધી પોતાની લાઇફમાં ખવડાવી ખવડાવી ટોર્ચર કરનારો પોલિસવાળો જોયો નહોતો.
ચા લઈ પ્રવેશેલો નારંગ ગોળમટોળ ચહેરાની જાડી મૂછોને જોતો રહ્યો. પૂળા જેવી મૂછો વાઢીને બકરાને નાખી હોયતો એનુ પેટ ભરાઈ જાય.. નારંગને પોતાના વિચાર પર હસવુ આવી ગયુ.
બસ કરો સર મારૂ પેટ ફૂટી જશે..!
પેલાએ પોપટસર સામે એઠા હાથ જોડી કાકલૂદી કરી.
તો ભસી મર.. કાલે મહોલ્લામા ચોરી થઈ એમાં મૂખ્ય સૂત્રધાર તુ હતોને..?
ખટપટીયા જોડે બાતમીદારોની કમી નથી.
પાકુ હોય તો જ પોપટ ગુનેગારને ઠોકે ..! બાકી નહી.. બોલ બેટા.. માની જા..!
પોપટ સરનો લાલધૂમ ચહેરો જોઈ પેલાનાં મોતિયાં મરી ગયેલાં.. અને પેટપણ હવે ફાટવાની તૈયારીમા હતુ.. એણે હથિયાર હેઠાં નાખી દીધાં.. બસ..સર.. હવે નથી સહન થતુ.. મેં જ એ ચોરી કરી છે.. મને હવે ના ખવડાવો.. હુ મારો ગુનો કબૂલુ છુ..
લાવ નારંગ ..ચા નો કપ લાવ.. આને કબૂલાતના મોકે ચા પાઈએ..
પેલો સીધો પોપટસરના પગમાં લાંબો થઈ ગયો..
ખટપટિયાસર અને નારંગ ખખડીને હસતા હસતા. બહાર નિકળ્યા.
"બોલો માસ્ટરજી કેમ આવવુ પડ્યુ...?
એકના એક દિકરાની ચિંતામા અડધા થઈ ગયેલા માસ્ટરજીને જોતાં જ પોપટસરે
પૂછી લીધુ.
દિકરાના ગુમ થયા પછી અનેક જાતના અમંગળ વિચારોએ એમને હતાશ કરી નાખેલા.
એમણે ગળગળા અવાજે કહ્યુ.
"સાહેબ.. મારો સમિર ચાર દિવસ પહેલાં મારી સાળીના ધરે કાશ્મિર જવા નિકળેલો.
એ હજુ સુધી ત્યાં પહોચ્યો નથી.
સામે ફોન કરી મેં ખાતરી કરી લીધી છે
એનો ફોન પણ બંધ આવે છે.
એની સાથે જરુર કંઈ અજુગતુ બન્યુ છે..
મારા દિકરાને ગોતી આપો સાહેબ..
તમારો જિંદગીભર હુ રૂણી રહીશ..!"
માસ્ટરજી એકધારુ બોલી ગયા.
"એના મિત્રોને પૂછ્યુ કોઈની સાથે વાત થઈ હોય..તો..!"
"બધાને હુ પૂછી વળ્યો છું..! ના છૂટકે તમારા શરણે આવ્યો છુ..!"
એની 'મા' રોઈ-રોઈને અધમૂઈ થઈ ગઈ છે. મારાથી એનુ કલ્પાંત જોયુ જતુ નથી સાહેબ..
આશ્વાસનો અને દિલાસાના બંધ બાંધીને મારી પણ ધીરજ ખૂટી ગઈ છે..!'
પોપટ સરે ધરપત દેતાં માસ્ટરજીને કહ્યુ..
તમારો દિકરો દુનિયાને છેડે હશે તો પણ ગોતી કાઢશુ..!
તમે બેફીકર થઈ જાઓ..!
અને આમ પણ આ પોપટ જ્યારે કોઈ કેસની પાછળ પડી જાય..
પછી છેડો ના મળે ત્યાં લગી મૂકે નઈ...
હવે હું પૂછુ એટલા જવાબ આપો..!"
"પૂછો..!"
માસ્ટરજીને હૈયાધારણા બંધાઈ. કેમકે તેઓ પોપટસરના કારનામાઓથી સારી પેઠે વાકેફ હતા.
મને એ કહો માસ્ટરજી .. કે સમિરની તાજેતરમાં કોઈ સાથે બબાલ કે બોલાચાલી જેવુ કંઈ થયેલુ..?
ના સર.. એનુ ફ્રેન્ડ સર્કલ બઉ મોટુ નથી. ગણ્યાગાંઠ્યા મિત્રો છે.. એમની સાથે સમિરને સારુ બને છે..!"
"અચ્છા ... એની કોઈ ગર્લફ્રેન્ડ છે ..?"
ના નથી..! એવુ કંઈ હોયતો સમિર ધરમાં જાણ જરુર કરે કારણ કે અમારુ ફેમિલી એવી સાવ સંકૂચિત મનોવૃતિ વાળુ નથી..!"
ઠીક છે તમે કંમ્લેન લખાવી દો. સમિરનો ફૂલસાઈઝ ફોટો આપી દો.
એનો પર્સનલ મોબાઇલ નમ્બર લખાવી દેજો અને.. સમિર અહિથી કઈ ગાડી પકડીને ગયો.. છેલ્લે એની સાથે તમારે ક્યારે વાત થઈ એ પણ કહી દેજો..
જગદિશ..! માસ્ટરજીની કંમ્પ્લેન લઈ એની કેસ ફાઈલ રેડી કરો.. ત્વરિત એક્શન લઈશુ...!"
"ઓકે સર..!"
જગદિશે પોતાની મોટી મોટી આંખો ધ્વારા માસ્ટરજીને પોતાની સામે બેસી જવાનુ આહવાન કર્યુ.
ક્ષણનાય વિલંબ વિના માસ્ટરજી એની સામે ગોઠવાઈ ગયા..
*** **** *** ****

કોઈનો પગરવ સાંભળી સમિર પાછો બેડપર લપાઈ ગયો .
એણે ફ્રીઝનો નજારો જોયા પછી એની ધડકનો તેજ થઈ ગઈ હતી. અડધી રાતનો સમય હતો એટલે સ્વાભાવિક છે ગમે તેવાને આવી પરિસ્થિતીમાં ગભરામણ થાય..
પદચાપ ડોર આગળ આવી અટકી ગયો.
સમિરના હ્રદયમાં છૂપો ફફડાટ વ્યાપી વળેલો.
સિલિંગ ફેનનો અવાજ અત્યારે એને અરૂચિકર લાગ્યો.
એક પળ માટે એને લાગ્યુ કોઈના આગમનનો એને ભ્રમ થયો લાગે છે બાકી આટલી રાત્રે કોણ આવે..?
આમતો પેલી બિલાડી પ્રિયાનુ નક્કી ના કેવાય.. અડધી રાતે આવીને પડખે સૂઈ જાય એવી છે. કેવી ધૂરકિયાં મારતી રહે છે એ મારા પર... એના ડોળા.. લોભામણી મીટે મંડાયેલા રહે.. અને હોઠ અતૃપ્ત બની લાળ પાડતા હોય..
સમિર જેમ જેમ વિચારતો ગયો એમ એનુ મન ભ્રમિત બનતુ ગયુ.
એ ધીમેથી ઉભો થયો. ઉંધ એને આવવાની નહોતી. જો પોતાને આવો ભ્રમ થયો હોયતો એની ખાતરી કરવી જરુરી હતી.. પણ કેવી રીતે..? એ જ એની સમજમાં નહોતુ આવતુ..
દરવાજો આ લોકો હમેશાં બહારથી બંધ રાખતા..
સમિર ભાગી શકે એમજ નહોતો કદાચ આ કમરામાંથી ભાગવામાં સફળ થાય તોય ધરના બધાજ દરવાજા બહારથી બંધ રહેતા..
સમિરનેય ખબર નહોતી કે આ મકાનમાં કેટલા ખંડ હતા અને પોતે કયા કમરામાં હતો એ..
એણે દરવાજે હાથ મૂક્યો..
અરે..!
એને આશ્ચર્ય થયુ દરવાજો ખૂલ્લો જ હતો.. પેલી લાલચુ બિલાડી(પ્રિયા)થી આવડી મોટી ભૂલ શાને થઈ એજ તેને સમજાયુ નહી.
પોતાને ભાગવાનો મોકો છે એમ માની એણે દરવાજો ધીમેથી ખોલ્યો. બહાર ડોકીયુ કરી પડસાળમાં જોયુ.. લાઈનસર દસેક જેટલા કમરા હતા..
છેલ્લા કમરાને બાદ કરતાં બધાજ ડોર પર અંધકાર હતો.
છેલ્લો કમરો રોશનીથી છલોછલ લાગતો હતો. હવે જ એને સંભળાયુ એ કમરામાંથી ધીમા સંગીતના સૂરો રેલાતા હતા. સંગીતનો સ્વર માદક બનાવી દેતો હતો..
સમિર પોતાના કમરાનો દરવાજો અઢેલી હળવાં ડગ માંડતો એક પછી એક ડોર વટાવતો આગળ વધ્યો..
એનુ મન એ જાણવા માટે અધિર હતુ આટલી રાતે આ સંગીતના સૂર..?
કોણ જાગતુ હતુ..? શાનો કોલાહલ હતો. એ ધીમા ગણગણાટ જેવા અવાજો કેવા હતા..?
બધુ નજરમાં ભરી લેવા એ માગતો હતો.
આજુ બાજુ નજર કરતો ઉતાવળે એ ચાલતો રહ્યો.
એના બદનમાં ધીમે ધીમે ડર ફેલાઇ રહ્યો હતો. બદન કોઈ છૂપા ભયથી ધ્રૂજી રહ્યુ હતુ.
સમિરને ખાત્રી થઈ ગઈ એક નહી ધણા બધા લોકો જાગતા હતા કદાચ એ લોકોનો કોઈ પારિવારિક શુભપ્રસંગ હોઈ શકે..
છેક કમરાની નજીક પહોચી બારી આગળ એ ઉભો રહ્યો.
ભીતરનુ દ્રશ્ય આંખોમાં જીલી લેવા એણે બારી નો પરદો ધીમેથી સરકાવી એક આંખના ખૂણા જેટલી જગ્યા બનાવી.. સમિરની ધડકનો તેજ બની ગયેલી હ્રદય ઉછળીને પસળીઓને ટકરાઈ રહ્યુ હતુ.
ધીમેથી એણે પોતાની આંખ નાના છીદ્ર પર ઠેરવી..
ભીતરનુ દ્રશ્યએ જોતો જ રહ્યો. એના મનમગજ માં ખળભળાટ મચી ગયેલો..
પોતે આ શુ જોઈ રહ્યો હતો.. આ દ્શ્ય સાચુ જ હતુ કે પછી પોતે નિદંરમાં હતો..
પોતાના હાથ પર ચૂટી ખણી જોઈ.
બધુ સાચુ જ હતુ.
ભીતરે વીસેક સ્ત્રી પુરૂષો ઉન્માદના આહલાદક કેફમાં ઝૂમી રહ્યાં હતાં. દરેકના હાથમાં કાચના બાઉલ હતાં..
કમરામાં ભય પમાડે એવુ સંગીત રેલાતુ હતુ.
બધાંની નજર એક નાનકડા સ્ટેજ સામે હતી.
એ સ્ટેજ પર એક મોટુ બેડ આકારનુ ટેબલ ગોઠવેલુ હતુ. એ ટેબર પર સમિરે જોયુ કે પોતાનીજ ઉમરનો કોઈ યુવાન બેહોશ પડ્યો હતો. એનુ બદન હષ્ટપૂષ્ટ અને લાલચટક હતુ. એ સાવ નિર્વસ્ત્ર દશામા બેશુધ પડ્યો હતો.
એની ગરદન નીચેના ભાગે વાસણ જેવુ કોઈ પાત્ર ગોઠવેલુ હતુ..
દરેક જણ ની નજર અત્યારે... એક ધારદાર છરી લઈ પેલા યુવાનની ગરદન તરફ આગળ વધી રહેલી પ્રિયા તરફ હતી.
રોશનીમાં એનાં શરીર સાથે ચિપકેલુ નાઈટી જેવુ વસ્ત્ર ઝગારા મારતુ હતુ. એની આંખોમાં લાલસા હતી.
ધીમે ધીમે સંગીત વધતુ ગયુ.
હવે શુ થવાનુ હતુ એ સમિર સમજી ગયો હતો. જોકે એ પૂરૂ દ્રશ્ય જોવા માગતો હતો કે
એના ખભે કોઈનો હાથ પડતાં એ ચમકી ગયો.
ઝડપી ફેફસાંમાં ભરેલો શ્વાસ ભીતર જ રોકાઈ ગયો.. એક ક્ષણમાટે જીવ નિકળી ગયો હોય એવુ એને લાગ્યુ.
એણે ઝબકીને પાછળ જોયુ.
( ક્રમશ:)

મિનલ ક્રિશ્યન 'જિયા'
-સાબીરખાન


પોતાનો અભિપ્રાય જરૂર આપો