મિસિંગ-ધી માફિયા સ્ટોરી - 1

આસપાસ ઓઈલની ગંધ આવી રહી હતી જે ખૂબ તીવ્ર હતી. આખા ઓરડામાં એક જ લેમ્પ હતો, જેનો પ્રકાશ  તેના માથે પડતો  હતો. આસપાસ કોઈ જાતનો શોર-શરાબો નોહતો. દર વીસ-ત્રીસ મિનિટે દૂરથી અથડાઈ અથડાઈને ટ્રેનના ભોપુનો અવાજ આવતો હતો, સાથે સાથે પૈડાં સાથે લોખંડના વ્હીલ અથડાતા. ટ્રેનના કર્કશ અવાજ સાથે જ લાકડાના છાપરાઓ પણ હલચલ  થતા હતા. લાકડાની ખુરશીમાં જહાજ  લંગરવાના રસ્સાઓથી તેનું શરીર બાંધ્યું હતું. રસ્સાઓના કારણે ખુલ્લા શરીર પર રસ્સીઓના કારણે ઉખડી ગયેલી ચામડી જોઈ શકાતી હતી. ઓરડામાં ઓઈલના ખાલી કેન પડ્યા હતા  તો લાકડાના બોક્સની પણ એક મોટી કતાર આસપાસ જોઈ શકાતી હતી. તેના ચેહરા પર લોહીના ડાઘા જામી ગયા હતા. ચેહરાની ચામડી ઉખડી ગઈ‌ હતી તો અમુક જગ્યાએ માંસના લોચા દેખાતા હતા. તે મૂર્છિત અવસ્થામાં સૂતો હતો. સખત મારથી તેનો શરીર હવે જવાબ દઈ ચુક્યો હતો!અંધારામાં એક વ્યક્તિ બેઠેલો હતો. તેનો ચેહરો નઝરે નોહતો પડતો, હવામાં હલી રહેલા લેમ્પના પ્રકાશમાં પડછાયો હલનચલન કરતો હતો. તે કોઈ જોડે ફોનમાં વાત કરી રહ્યો હતો.

"હોશ મેં આયા ક્યા?"

"નહિ સા'બ...."

"મર તો નહીં ગયા ના ?"

"સાંસ  તો ચલ રહી હૈ!" તેણે હાથની નસ ચેક કરતા કહ્યું.

"ઠીક હૈ,હોસ મેં આતે હી.."

"સમજ ગયા સા'બ.."


                     ★કાંકરિયા ઉપરથી ઠંડા પવનો અથડાઈને આવતા હતા.જાનકી હવામાં ફરફરી રહેલી લટને વારંવાર નઝાકતથી પાછળ લઈને જતી હતી. જે ખૂબ આકર્ષક લાગતું હતું. વાદળોથી ભરેલા નભમાં સૂર્યનારાયણ નાદારદ હતા. કેટલાક લોકો વોક કરી રહ્યા હતા તો  મોટી ઉંમરના લોકો થાકીને બેઠા હતા.

"કેટલાક ટાઈમથી તું બદલાઈ ગયો હોય એવું લાગે છે." જાનકીએ તીરની જેમ પ્રશ્ન છોડ્યો.

"એવું કંઈ નથી. કામનો લોડ થોડો વધારે હોય છે!"

"નીલ, કામ કોને નથી હોતું ? શુ બધા તારી જેમ તેની ગર્લફ્રેંડને ભૂલી જતા હશે ?  તને યાદ પણ છે તે મને લાસ્ટ કોલ સામેથી ક્યારે કર્યો હતો ?"

"એવું કંઈ ના હોય, તું કર હું કરું બધું એક જ છે."

"તારા માટે આ બધું સરળ છે. નહિ?"

"જાનકી, હું  ટાઈમ કાઢીને તને મળવાં  આવી ગયો ને ?"

બચ્ચાઓ ની રેલગાડી પસાર થઈ, બેઠેલા નાના-મોટા સહુ ચિચિયારીઓ કરી રહ્યા હતા એટલે  નિલનો અવાજ જાણે દબાઈ ગયો.

"હા, આવી ગયો અને થોડા કલાકોમાં ફુરર પણ થઈ જાઈશ...."

"ફુરર થઈ જઈશ.. પણ ફરી તને આવતા અઠવાડિયામાં ફુરરર કરીને ફરવા લઈ જઈશ."

"હું જરા પણ મજાકના મૂડમાં નથી!"

"હું મજાક નથી કરતો! આ જો ટિકિટ. "

"ઉદયપુર.. ઓહ માય ગોડ.. આપણે આ મોંન્સુન ઉદયપુરમાં ઍન્જોય કરીશું ! થેન્ક યુ.. થેન્ક યુ સો મચ જાનું." કહેતા જ તે ભેટી પડી.

"શુ કરે છે?આ રિવરફ્રન્ટ નથી. કાંકરિયા છે. બધા આપણી તરફ જ જોવે છે."

" ફટ્ટ.... સાવ ફટ્ટ..."

"ખોપચામાં આવ બતાવું, કોણ કેટલું ફટ્ટ છે!"

"ફટ્ટ...ફટ્ટ.. ફટ્ટ... સાવ ફટ્ટ જ રહીશ." કહેતા જ જાનકી જોરજોરથી અટ્ટહાસ્ય કરવા લાગી. તે બને હાથની આંગળીઓને માથા પર મૂકી શિંગડા બનાવી ચિડાવા લાગી.. હસતાં હસતાં ક્યારે તેની આંખોમાંથી ગંગા-યમુના વહેવાનું શુરું થઈ ગયું  ખબર જ ન રહી.

"શું થયું.... કેમ રડે છે ?"
તેણે નિલને છાતીએ ચાંપી લીધો.

"આ દિવસ ક્યારેય પણ ન ખૂટે, આમ જ પુરી જિંદગી તારી સાથે ગુજરી જાય. હું અહી જ તારી બાંહોમાં દમ તોડું." જાનકીએ કહ્યું."વેવલી વાતો નહિ કર, પ્રેમમાં મરીને નહિ જીવી બતાવાનું હોય પાગલ.... તું જ હમેશા કહે છે.માનવ અવતાર ખૂબ અમૂલ્ય છે. હર ક્ષણ હર પળ ઇન્જોય કરો, ખૂબ ખાવ, ખૂબ ફરો, દરેક ક્ષણને પોતાના હિસાબથી જીવો...."

"મારા સરવાળા,બાદબાકી, ભાગાકાર,ગુણાકાર બધું જ તો તું છો, નિલ...." કહેતા તેણે પોતાની જાતને નિલને સમર્પિત કરી દીધી...


ક્રમશ

***

Rate & Review

nihi honey 1 month ago

Jadeja Aksharajsinh 2 months ago

Ruchi Patel 3 months ago

Nita Mehta 4 months ago

Rajendra Vekaria 4 months ago