Missing - The Mafia story - 4 books and stories free download online pdf in Gujarati

મિસિંગ- ધી માફિયા સ્ટોરી (૪)

નિલનો ફોન વાઇબ્રેટ થઈ રહ્યો હતો. નિલ બાથરૂમમાં નાહવા માટે ગયો હતો. ફોનના વાઇબ્રેશનથી જાનકી આસપાસ ફોન શોધી રહી હતી. નિલનો આઈફોન એક્સ મેજ પર હતો.  જાનવી ઉભી થઈને, ફોન સુધી ગઇ, પણ તેમાં કોઈ જ જાતનો કોઈ કોલ આવ્યો જ નોહતો! હજુ પણ વાઇબ્રેશન ચાલુ હતું.  અવાજ નિલના જીન્સના પોકેટમાંથી આવી રહ્યો હતો. કોઈ આંતરરાષ્ટ્રીય કોલ હતો  મને તો ક્યારે પણ નિલે કહ્યું નથી, તેનો જર્મનીમાં પણ કોઈ દોસ્ત છે.
ન તો ક્યારે પણ તેના બીજા મોબાઈલ અંગે મને કંઈ કહ્યું હોય!  ખેર., ભૂલી ગયો હશે! 



"શું પ્લાન છે આજનો?" નિલે પૂછ્યું.

" સજ્જન ગઢ જઈએ."

"હું કારવાળા પેલા સંજયને કોલ કરી દઉં છું. આપણને હોટેલથી  પિક અપ કરી લે.."

"ઠીક છે."  જાનકીએ ફિક્કા અવાજમાં જવાબ આપ્યો.

"શુ થયું! તબિયત તો ઠીક છે ને?"

"હા ઠીક છે."


"મૂડ નથી?"


"એવુ કઈ નથી... હું ઠીક છું" જાનકીએ કહ્યું.



હોટેલની નીચે સુધી કાર આવી ચૂકી હતી. 

"આજ ક્યાં દેખના હૈ સર?"

"સજ્જનગઢ લેલો..." નિલે કહ્યું.


"સર ઉસકે અલાવા ભી બહોત સી જગાએ હૈ, મહારણા પ્રતાપ સ્મારક, બાગોર કી હવેલી, ભારતીય લોકકલા મંડળ હૈ,આહડ મ્યુઝીયમ, બળી લેક, સહેલી કી બાડી.. સબ કી સબ અચ્છી જગાયે હૈ.."

"ઠીક હૈ, હમેં એક એક કર સબ દિખાવ..."જાનકી એ કહ્યું.



ભારતીય લોક કલા મંડળ પર વિવિધ જ્ઞાતિઓ ના પોશાક,તેમના નૃત્ય, તેમની રહેણીકરણી, તેમના ઉત્સવોના ફોટા, ચિત્રો, મૂર્તિઓનું એક મ્યુઝીયમ જોઈને અમે કઠપુતળીનું નૃત્ય જોવા ગયા! પરદા પર એક રાજા,રાણી, કેટલાક મંત્રીઓ વચ્ચે એક સ્ત્રી અને પુરુષની કતપુટલી નૃત્ય કરવા લાગી, વચ્ચે વચ્ચે રાજા ખૂબ ઉત્સાહમાં આવી જતો હતો. આ બધું એક વ્યક્તિના એક જ હાથનું કમાલ હતું.




"બહાર રાહ જોઉં છું. એમ કહીને આ સંજય કયાં મરી ગયો?"

"આવી જશે, અહીં જ હશે, કોલ કરને.." જાનકીએ કહ્યું.

"સર દશ મિનિટ મેં આયા...ટ્રાફિક મેં ફસા હું.." ફોનની પેલી પારથી અવાજ આવ્યો..


"વેવેલા તને જવાનું કોણે કહ્યું હતું?"

"ક્યાં કહા સર?"

"તું જલ્દી આજા ના ભાઈ..." ગુજરાતી સટાઇલમાં હિંદી બોલતા નિલે કહ્યું.



કારમાંથી લગાતાર, નિલ બહાર કઈ જોઈ રહ્યો હતો. સતત પાછળ વળીને  કાઈ શોધી રહ્યો હોય, તેમ તેની આંખો પરથી  લાગતું હતું.


"શુ જોવે છે. કેમ આટલું અનકમ્ફર્ટેબલ ફિલ કરે છે?"

"ના કહી નહિ. જોઈ રહ્યો હતો કે ઉપર કાળા ઘનઘોર વાદળો મંડરાઈ રહ્યા છે. કોઈ પણ ક્ષણે વરસાદ શરૂ થઈ શકે છે."

"એમાં ક્યાં નવાઈ જ છે. આ જો,  મારો ફોન કહી રહ્યો છે કે આવતા પાંચ સાત દિવસ તો અહીં આવું જ રહેશે... મજા આવશે નહિ?"

નિલ બારી બહાર જોઈ રહ્યો હતો. કોઈ વિચારોમાં ડૂબેલો હોય તેવું લાગતું હતું. તેણે જાનકીના શબ્દો સાંભળ્યા નહિ, જેથી તે કારની બારથી અથડાઈ જાનકીના હૈયે વાગ્યા!


જાનકીએ તેનો હાથ પકડીને કહ્યું" નિલ...નિલ...." જાણે તેની વર્ષોની તપસ્યા ભંગ થઈ હોય તેમ તે બોલ્યો...

"હા...હન...જા.નકી શુ થયું?"

"તને શુ થયું નિલ? તબિયત તો ઠીક છે ને?"

"હું ઠીક છું. જાનું.."


મોન્સૂન મહેલ કહો કે સજ્જનગઢ ઉપર જવા માટે ગેટથી ટિકિટ લઈ, કાર ઉપર તરફ વધી રહી હતી.વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. સામેના કાંચમાં ફક્ત ડ્રાઈવર જ વાઈપરની મદદથી જોઈ શકતો હતો. રસ્તો ખૂબ વણાંકવાળો હતો. આસપાસ નીચે જોતા જ ઊંડી ખાઈ જોઈ શકાતી હતી. ઉપરથી કાર પુરપાટ ઝડપે નીચે આવતા બન્ને કાર વચ્ચે અમુક ઇંચનો જ અંતર રહી જતો હતો. સજ્જનગઢના અડધા રસ્તે પોહચતા જ નીચે વિશાળ ફતેહસાગર દેખાઈ રહ્યો હતો. સીટી પેલેસની ચાલુ વરસાદમાં ધૂંધળી ઝલક દેખાતી હતી.


"જન્નત" જાનકીના મોઢામાંથી આ સુંદર દ્રશ્યો જોતા શબ્દ નીકળી ગયો.


"જન્નત કોઈએ જોયું નહિ હોય! પણ આ જગ્યા જન્નતથી પણ વિશેષ છે. પાણીથી ભરેલા કાળા ડીબાંગ વાદળો, શહેરની એકદમ ઉપર મંડરાઈ રહ્યા હોય, તો કોઈ કોઈ વાદળની વચ્ચેથી જ આપણે પસાર થઈ ગયા હોઈએ... હરિયાળા જંગલમાંથી સતત ટહુકાઓ કરી રહેલા મોરલાઓનો અવાજ વાતાવરણમાં સંગીત પરોવી, રોમેન્ટિક માહોલ બનાવી દીધું હતું. નિલે હળવેથી હાથ જાનકીની પાછળ લઈને, ભેટી પડ્યો...


" ઓહો સાહેબ શુ વાત છે? અહીં આવીને તમે પણ જાહેરમાં લાગણીઓને વહેતી મૂકી જ દીધી....."

"તેની ઉપર  ક્યાં કોઈનું કન્ટ્રોલ હોય છે." નિલે 
કહેતા જાનકીના ગાલ પર એક ચુંબન ધરી દીધો


ક્રમશ