મિસિંગ-ધી માફિયા સ્ટોરી - 3

રાજેસ્થાન, ઉદયપુર વિશે જે સાંભળ્યું હતું. રાજા રજવાડા, રોયલ કલચરથી ભરેલા ઉદયપુર શહેરનો ભવ્ય સીટી પેલ્સ. અલગ અલગ સમય રાજવીઓ દ્વારા નિર્માણ પામેલા મહેલના પ્રારંભમાં વિશાળ પ્રવેશદ્વાર આવેલા છે. જે વાસ્તુશાસ્ત્રનો ઉત્તમ નમૂના છે. મહેલની અંદર મુબારક મહેલ, પ્રીતમ નિવાસ ચોક, દીવાને ખાસ, દીવાને આમ ચંદ્ર મહેલ, મહારાણી મહેલ, બગી ખાના, મહેલની વાસ્તુકલા, રાજાઓના પોશાક, કિંમતી મૂર્તિઓ, ચિત્રો,પૌરાણિક લિપિ, મહેલના ઉપરના કક્ષમાંથી દેખાતો ફતેહસાગર તળાવ, તેની પાછળ દેખાતા હરિયાળા પર્વતો. ફતેહસાગરના વચ્ચે આવેલો સફેદ આરશ પથ્થરનો સુંદર મહેલ, જેને ફક્ત દુરથી જોઈ શકાતો હતો. ફતેહસાગર ચાલતી નાવો, સ્પીડ બોટ્સ ખૂબ જ અધુભૂત હતું.

"તે ઇનજોય કર્યું?" નિલે કહ્યુ.

"હા, ખૂબ જ મજા પડી, રાણીઓના કપડાઓ તો ખૂબ જ મનમોહક હતા. તે સમયે પણ શું? ફેશન ડિઝાઇનર હશે?"

"અફકોર્સ હા, તેની વગર આટલા સુંદર વસ્ત્રો બનાવા અસંભવ છે. તું કહેતી હોય તો તારા માટે પણ તેવા જ પોષક બનાવવા આપી દઉં."

"હું સોર્ટસમાં જ બારાબર છું." કહેતા જાનકી મંદમંદ હસી..

સીટી પેલેસ, ફતેહસાગર તળાવ, ગંગૌરઘાટ પાસે પીચોલામાં બોટીંગમાં મજા આવી ગઈ, સંધ્યાનો સૂર્યની લાલ,આછી પીળી રોશનીમાં આસપાસની રજવાડી હોટેલ, સીટી.પેલ્સનો ભવ્ય મહેલ ખૂબ આકર્ષક લાગતો હતો. એક સમય તો જાનકી ધડક ફિલ્મની પાર્થવી બની ગઈ, અને નિલ મધુ, બનેનું પ્રેમ અહીં વધુ ખીલી ગયું હતું. બોટ એક મોટું ચકર મારી વચ્ચે એક નાનકડા પૌરાણિક સમય તે નાના હવા મહેલ, જે પીચોલાની એકદમ વચ્ચે હતું. તેનો ચકર મારી ગંગૌર ઘાટ તરફ વધી ગયું. સૂર્યાસ્ત થઈ ચૂક્યું હતું. સૂર્ય પોતાની કુદરતી રોશની સમેટી, હવે ચારે તરફ શહેરમાં રંગેબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું. કિનારે ઉતરી ત્યાં પગઠિયાઓ પર મન બેસવા મજબૂર થઈ ગયું. સામે પ્રકાશના નાના નાના બિધુંઓમાં ચમકતું તળાવમાં અસ્તથીર પાણીમાં હાલકડોલક થતું પ્રતિબિંબિ જોવા લાયક હતો.  તો પીચોલામાં  તરતા દીવાઓના વર્ણન માટે કોઈ શબ્દ નથી, આટલું પૂરતું હતું, ત્યાં જ રાજેસ્થાની ફાટેલા પોશાકમાં બેઠેલો સફેદ દાઢીવાળો વૃદ્ધ આંખો બંધ કરી, લાકડાના સંગીત ઉપકરણથી મધુર રાજેસ્થાની ફોક સોંગની ધૂન રેલાવી રહ્યો હતો. ત્યાં બેઠેલા દેશ-વિદેશના યાત્રીઓ આ ધૂન તરફ ખોવાઈ ગયા.

                  ★

ચંચળ, મસ્કરા સ્વભાવની જાનકી, નિલની મસ્તી કરી રહી હતી. વરસાદ સવારથી બંધ થવાનું નામ નોહતો લઈ રહ્યો. જાનકી નિલના આલિંગનમાં વીંટળાઈ તેના હદયપાસે માથું મૂકીને સૂતી હતી. વાતાવરણ ઠંડું હતું.પણ બનેના શરીરના ગરમ સ્પર્શથી ઠડું વાતાવરણ પણ ગરમ લાગતું હતું.

"આવી રીતે જ તારી બાંહોમાં સુતા સુતા મારી જિંદગી નીકળી જાય." ઓછા બોલો, શરમાળ સ્વભાવનો નિલ મોઢથી ચૂપ રહેતો. હમેશા તેની ઉંડી આંખો જ જવાબ આપતી હતી.

"તને યાદ છે. આપણી પહેલી મુલાકાત."

"હા, તું ચાંદની સાથે આવી હતી. મને તો પહેલી નજરે જ ગમી ગઈ હતી."

"તો પછી તે કીધું કેમ નહિ મને કે તું મને ગમે છે?"

"પહેલી મૂલાકાતમાં જ?  ના મને તારા નામની ખબર હતી. ના તારા સરનામાની, તું કોણ છે?  શુ છે?  કઈ જ ખબર નોહતી!" જાનકી હસી.

"તે કવિતાઓ લખવાનું કેમ બંધ કર્યું ? આપણા બંનેના મળવાનું કારણ પણ તારી કવિતાઓ જ  હતી. હું તારી કવિતો તારા શબ્દોથી જ પ્રભાવિત થઈ હતી."

"હોઈ શકે, મારા જીવનમાં કવિતા, શબ્દો તારા આવ્યા સુધી જ સાથ હશે !"

"મને કોઈ કવિતા સંભળાવને."

"થાકી ગયો છુ."

"હમેશા આવું જ કરે છે."

રાત પડખો ફરીને સુઈ ગઈ.વાદળો ભરાયેલા નભમાં મોટા મોટા ગાજણનો અવાજ શાંતિનો ભંગ કરતો હતો. વીજળીના કડાકા સાથે જ અંધારો ઓરડો ચમકી ઉઠતો હતો. બંને પ્રેમી જોડલાઓ મીઠી ઉંઘમાં સરી ગયા.

ક્રમશ...

***

Rate & Review

Verified icon

nihi honey 3 months ago

Verified icon
Verified icon

Ruchi Patel 6 months ago

Verified icon

Nita Mehta 6 months ago

Verified icon

J.d Joshi 6 months ago