Second choice - 4 in Gujarati Love Stories by Mahemud H. books and stories PDF | સેકન્ડ ચોઇસ - (પાર્ટ-4)

Featured Books
Categories
Share

સેકન્ડ ચોઇસ - (પાર્ટ-4)


પાર્ટ-4

રિયાનના રેલાયેલા હાસ્યથી બગીચો છલકાઈ ગયો.
પોતે કરેલા વિસ્ફોટથી રિયાન હતપ્રભ થશે એવું માનતી પાયલને આંચકો લાગ્યો.
ખડખડાટ હસી રહેલા રિયાન પર તાજ્જુબ ભરી નજરે જોતી રહી ,' તમને મારી વાત હસવા જેવી કેમ લાગી?'

હસવાનું અટકાવી રિયાને પાયલની આંખોમાં આંખો પરોવી, ' એટલાં માટે કે તમે જ્યારે શબ્દોની ગોઠવણી કરી બોલવામાં વાર લગાડી રહ્યાં હતાં ત્યારે જ તમારી આ  વાતનો મને અંદેશો  આવી ગયો હતો...'

આ માણસ ફિજીયોથૅરેપિસ્ટ છે કે સાયકોલોજીસ્ટ..!પાયલ મનમાં વિચારી રહી.

'..And no wonder.તમારા જેવી બ્યૂટીક્વિનને પસંદ કરવાવાળા તો સેંકડો  મળી આવશે. તમારી જાણ બહાર તમે ઘણાની ધડકન બની ચૂક્યાં હશો.એટલે બીજાની ચોઈસ છોડો....પણ વાત માયને એ રાખે છે કે તમે કોને ચાહો છો!'

'રોહિત  નામ છે .મારો ક્લાસમૅટ છે. મને ખુબ જ ચાહે છે. પણ એની કોઈ મજબૂરી છે જે અમારી  રિલેશનશિપને આજ સુધી જાહેર થતી અટકાવતી આવી છે.' પાયલ સપાટ સ્વરે રોહિત સાથેની પોતાની છ મહિના પહેલાં શરુ થયેલી અને ગઈકાલ સુધીની પ્રેમકહાનીને સંક્ષિપ્તમાં બોલી ગઈ. 
પણ જે વાત માટે પોતે રિયાનને અહીં સુધી લાવી હતી એ વાતથી હવે દૂર ભાગવાની પ્રબળ ઈચ્છા  પાયલને થઈ રહી હતી.

'મેં તમને સવાલ નહોતો કર્યો મારો એ રાઈટ પણ નથી પણ તમારી આખી લવસ્ટોરી પરથી એક વાતમાં હું શ્યોર થયો છું કે  તમે રોહિતને એટલો નથી ચાહી રહ્યાં જેટલો એ તમને ચાહતો હોય.' રિયાને સહજતાથી વાત કરી પણ પાયલ થોડી ઉશ્કેરાઈ ગઈ.
'Isn't it stunning?..તમે હજું મને મળ્યાં બાદ સમજી શક્યાં નથી તો રોહિતને મળ્યાં વગર તમે આવો અભિપ્રાય કેમ બાંધી શકો ?' સહેજ અટકીને ..,' નો વન્ડર, તમે ભલે હસીને વાત કરી પણ પુરુષોમાં જન્મથી જે જેલસી હોય એ   તમને થઈ આવી.' સહેજ  હાથ પહોળા કરી ઉમેર્યું,'ઈટ્સ નેચરલ.'

'ના જરા પણ નહીં. બલ્કે તમારા શબ્દોમાં જ તમે અવઢવમાં છો એ સાબિત થતું હતું.' રિયાનના અવાજમાં રહેલી બરફ જેવી ઠંડકથી પાયલ ચોંકી ગઈ.

' પણ તમારા શબ્દોમાં તો તમે ફિઝીયો કરતા સાયકોલોજીસ્ટ વધારે સાબિત થાવ છો.' ઉપહાસ કરતી હોય એમ પાયલ બબડી.

'આ મારી ધારણા છે એ પણ પૂર્વગ્રહ વગરની. સમય મળ્યે સાબિત કરી આપીશ.' રિયાન ઉંડાણથી બોલતો હોય એમ ઉમેરી રહ્યો..,'તમારા મનમાં નજીવો ગુસ્સો ઉદભવી ગયો એનું કારણ પણ એ જ છે કે તમને પુછ્યાં વગર તમારાં અંતરમનને સ્પર્શી ગયો, સમજી ગયો એ તમારાથી સહન ના થયું...'
પાયલ કાંઈક કહેવા માટે હોઠ ખોલ્યા તો એને રિયાને હાથના ઈશારેથી  અટકાવી,' let me finish..તમારી કોઈ વાત તમને આ એક્સેપ્ટ કરતાં અટકાવે છે. શું છે એ મને ખબર નથી પણ એ તમારે શોધવાનું છે.'

 પાયલે કટાક્ષથી બે હાથ હવામાં પહોળાં કર્યાં,' યાર, કુછ ભી..?'

રિયાન હસી પડ્યો,' મારી વાત સાબિત થવામાં થોડો સમય લેશે.'

 રિયાનની પીઠ પાછળથી અવાજ આવ્યો.'બોલો બૅટ લગાવવી છે? તો અત્યારે જ , હમણાં જ તમારી વાતને ખોટી સાબિત કરી આપું .'

રિયાન થોડો ચોંકી ગયો તેણે પાછળ નજર કરી તો બ્લેક જીન્સ પર લાઈટ ક્રિમ કલરનું  ટિ શર્ટ પહેરેલો એક બેફીકરો દેખાતો યુવાન હસીને પાયલ તરફ આંખ મીંચકારી રહ્યોં હતો.
રિયાને ક્ષણોમાં જ તાળો મેળવી લીધો. જમણા હાથની એક ચપટી બોલાવી એણે એ યુવાન તરીફ અંગૂલીનિર્દેશ કર્યો,' If I not wrong. you must be Rohit .'

સંમતિ સૂચક હાસ્ય સાથે રોહિતે તરત ઉમેર્યુ,' અને તમે NRI મુરતિયા. રાઈટ? ' 

શૅક હેન્ડ માટે લંબાયેલા રિયાનના હાથ સાથે હાથ મીલાવી રોહિતે  તરત સ્પષ્ટતા કરી.,' થોડો મોડો પડ્યો એટલે પાયલ તમારી સાથે કઈ દલીલ કરતી હતી એ ખબર ના પડી પણ પણ પાયલનો પક્ષ લઈને તમારી વાત ખોટી સાબિત કરવા તરત તૈયાર થઈ ગયો છું. કારણ કે મારી પાયલ ખોટી ના હોય.'

રિયાન પોતાના રિમલેશ  ચશ્માની આરપાર રોહિતના ચહેરા પર આવેલા માલિકીભાવને નીહાળી રહ્યો.

'મેં આજે જીદ્ કરીને રોહિતને અહીંયા બોલાવ્યો છે.' પાયલ અજાણપણે થોડી સાવધાન મુદ્રામાં આવી ગઈ.
'આજે નહીં તો કાલે મારે પપ્પાને આ વાત તો કરવાની જ છે
એટલે પહેલાં તમારી સમક્ષ ચોખવટ કરી અને હવે ઘરે 
જઈને પપ્પાને જાણ કરવી છે.'

રોહિતને આ વાત પર વાંધો હતો એટલે એણે નારાજગી બતાવવા ખભા ઉછાળ્યા અને ચાર દિવસની વધી ગયેલી દાઢી પર કારણ વગર ઉંધી હથેળી ઘસી.

'શ્યોર , તમારી વાત સાથે સહમત છું.'રિયાન જરાય અચકાયા વગર બોલી ઉઠ્યો , 'બસ, તમે પપ્પા સાથે વાતો વાતોમાં એકવાર કબુલ કરી લેજો કે રોહિત કરતાં રિયાન તમને વધારે ચાહતો હતો છતાં તમે રોહિત પર પસંદગી ઉતારી છે.'

નજીકમાં જ ક્યાંક વિજળીનો કડાકો બોલી ગયો  હોય એમ રોહિત ચમકી ગયો.પાયલ પણ વિસ્ફારીત નયનોથી રિયાનને તાકી રહી અને એક અજાણ્યા ડરથી વિહ્વળ થઈ ઉઠી.

શબ્દોમાં કડવાશને બની શકે એટલી ઓછી રાખી રોહિત ગીન્નાયેલા સ્વરે બોલ્યો,' તમને મિત્રદાવે બધી સ્પષ્ટતા કરવા છતાં હક્ક જતાવી રહ્યાં છો ?'
રોહિતની વાતમાં સુર પુરાવતી હોય એમ પાયલે માથું ધુણાવ્યું.' I'm awfully shoked..આવી બેકાર કબુલાત કરાવાનું તમને કેમ સુજી આવ્યું એ પણ મારા માટે કોયડો છે.'

રિયાનના અવાજમાં ફરીથી એ જ બરફ જેવી ઠંડક આવી.' જુઓ રોહિત, હું કોઈ હક્ક નથી જતાવતો મેં તો ફક્ત મારી પાયલ પ્રત્યેની જે ફિલિંગ હતી એ દર્શાવી છે એન્ડ આઈ'મ શ્યોર કે મારી એ ફિલિન્ઞઝ તમારા પ્રેમ કરતાં વધારે છે અને એક સ્ટેપ આગળ પણ છે..કારણ કે પ્રેમ આજાદી આપે છે હું પાયલને કોઈ બંદીશમાં રાખવા ઈચ્છતો નથી...' રિયાને પોતાની ગરદન પાયલ તરફ ઘુમાવી.., 'અને પાયલ, આ કબુલાત બેકાર નથી.તમારા પપ્પા પાસે બોલતા પહેલા તમારે એ વાત ખુદ કબુલ કરવી પડે એટલાં માટે તો મેં આખી વાત રચી છે.'

પાયલ એક ડગલું પાછળ હટી ગઈ. તેના મનમાં એકવાર જે વાતનો ડર આવી ગયો હતો તે સાચો પડવા લાગ્યો જે વાતથી દુર ભાગવાની ઈચ્છા થઈ આવી હતી તે વાતને હવે ફેસ કરવાની ઘડી આવી ગઈ હતી.

' પાયલ ક્યારેય આવું કબુલ ના કરે.' રોહિતનો અવાજ થોડો ઉંચો થયો.,' મેં પહેલાં પણ કહ્યું હતુ  પાયલને ચાહવાવાળો કદાચ બીજો હોઈ પણ શકે પણ પાયલ મને છોડીને બીજા કોઈને ચાહી શક્શે?'રોહિતે આત્મવિશ્વાસથી  પાયલ પર નજર ખોડી પોતાના બન્ને હાથ પાયલ તરફ લંબાવ્યાં.

'અને હું કોઈ પણ જાતનો માલિકીભાવ દર્શાવ્યા વગર પાયલ શું ઈચ્છે છે એના પર તવજ્જો આપું છું ખરો પ્રેમ આજાદી આપે.ગુલામી નહીં. પાયલ શું ઈચ્છે છે એ જ મારી ઈચ્છા રહેશે ભલેને એ મારી અગૈન્સ્ટ હોય.' રિયાને પોતાનો જમણો હાથ મિત્રદાવે પાયલને ધર્યો.

પાયલને મગજમાં હથોડા અફળાતા હોય એવું અનૂભવાયું .  દૂરથી પસાર થતાં વાહનોનો ઘોંઘાટ ઘણો વધી ગયેલો સંભળાયો, પાર્કમાં રમતાં બાળકો અને ત્યાથી પસાર થતાં ફેરિયાઓ ચીસો પાડતા હોય એવું લાગ્યું.. સામેજ દેખાતા હરણના પાંજરામાં બધા હરણોએ સામુહિક આક્રંદ ચાલું કર્યું એમ ભસી રહ્યાં દેખાતા હતાં. 
પાયલના પગ પાણી પાણી થઈ ગયાં ..પગની તાકાત જતી રહેતી લાગી એટલે ટેકો શોધવા હાથને હવામાં ફેલાવ્યા.  ટેકો મળે એ પહેલાં  પાયલ ફસડાઈ પડી. 
ચાર મજબુત હાથ પાયલને સંભાળવા માટે ધસી ગયાં.

ત્યાથી પસાર થઈ રહેલા એક વડિલના હાથમાં રહેલા રેડિયામાંથી બશીર બન્દ્રના શબ્દો ગુંજતા હતા....

"પરખના મત પરખને મેં કોઈ અપના નહીં રહેતા
કિસી ભી આઈને મેં દેર તક ચહેરા નહીં રહેતા
તુમ્હારા શહર તો બીલકુલ નયે અંદાજ વાલા હૈ
હમારે શહર મેં ભી અબ કોઈ હમસા નહીં રહેતા.

(ક્રમશઃ)
********************************************