The Bullet books and stories free download online pdf in Gujarati

ધ બુલેટ

ધ બુલેટ

" હેલો મી. દેસાઈ ?"
" હા બોલો "
" સાહેબ હું વિજય ગોહિલ. હું સેટેલાઈટમાં પાર્થ ફ્લેટમાં રહુ છું અને અહીં એક આત્મહત્યા થઈ છે."
" ઓકે હું આવી પહોંચ્યો બસ તરત જ " ફોન મુકતા જ ઇન્સ્પેક્ટર અર્જુન દેસાઈએ ભેમાંભાઈ ને જીપ નીકળવા કહ્યું.
પાર્થ ફ્લેટ આગળ જીપ ઉભી રહી. દેસાઈ દાદરા ચડીને બીજે માળે ચડી ગયો. ત્યાં લોકોનું ટોળું હતું.
" વિજય ભાઈ ગોહિલ કોણ ?" દેસાઈ એ પૂછ્યું.
" જી સાહેબ હું " એક વૃદ્ધ કાકા આગળ આવ્યા.
" હવે કહો બધું "
" સાહેબ રમણ ભાઈ રિટાયર્ડ શિક્ષક હતા. પરમ દિવસે સાંજે મને નીચે મળ્યા હતા. મેં એમને તબિયત પૂછી. મારે વાત તો થઈ એમનાથી પણ એ કોઈ ચિંતામાં હતા. અને કાલે આખો દિવસ એ બહાર નીકળ્યા જ નઈ એટલે આજે અમે બધાએ ભેગા થઈને આ દરવાજો તોડી ને જોયું તો રમણ ભાઈ ......"
" ઓકે " કહી દેસાઈ અંદર ગયો.
રમણ ભાઈના કાન પાસે માથામાં ગોળી લાગેલી હતી. દેસાઈએ રૂમ માં તપાસ કરી પણ એને કોઈ રિવોલ્વલ મળી નહિ.
" દરવાજો અંદરથી બન્ધ હતો ને ?"
" હા સાહેબ"
" તો જો રમણ ભાઈએ આત્મહત્યા કરી હોય તો રિવોલ્વલ તો હોવી જ જોઈને. અહીં તો કોઈ રિવોલ્વલ નથી. અને દરવાજો અંદરથી બન્ધ હતો એટલે કોઈ એ ખૂન પણ નથી કર્યું. " દેસાઈ ખુદ મૂંઝાઈ ગયો હતો.
" પરમ દિવસે 23 જૂન ના દિવસે સાંજે તમને રમણ ભાઈ મળ્યા હતા એ તમને ચોક્કસ યાદ છે ?"
" હા સાહેબ એક દમ પાક્કું "
" કેટલા વાગ્યા હશે ? કાઈ યાદ ખરું?"
" સમય તો સાહેબ મેં નોંધ્યો નહોતો પણ હું શિક્ષક છું અને મારી શાળાનો સમય 12 થી 5 છે. મને યાદ છે કે પરમદિવસે 5 વાગ્યે શાળા છૂટી એટલે હું સીધો જ ઘરે આયો હતો અને મને નીચે રમણ ભાઈ મળ્યા હતા. એટલે એ સમયે 5:30 થઈ હશે."
"ઓકે "
" એમને કોઈથી કોઈ અદાવત ?"
"ના સાહેબ અમે વર્ષોથી અહીં સાથે રહીએ છીએ ભલા માણસ હતા કોઈને કડવો બોલ કહ્યો નથી એને કોણ દુશ્મન હોય....!"
" તમે કહ્યું કે એ કંઈક ચિંતામાં હતા "
" હા સાહેબ ચિંતા તો હતી એમના દીકરા આશુતોષ લગન માટે દેવું કર્યું હતું. લગભગ બે લાખ નું દેવું હતું એમના ઉપર."
" તો આશુતોષ ક્યાં છે ?"
" એ તો મુંબઈ એસોટિંગ માં છે. એની વાઈફ સાથે ત્યાં જ રહે છે."
"મુંબઇ માં રહે છે તો એની સેલેરી તો સારી જ હશે . તો પછી બે લાખ ના દેવા માટે રમણ ભાઈ આત્મહત્યા કરે જ નહીં જો આશુતોષ પૈસા ન આપતો હોય તો જ એમને ચિંતા હોય એટલા દેવાની"
" ના સાહેબ આશુતોષ તો સંસ્કારી અને પિતૃભક્ત છે. એ દિવાળી ના તહેવારે અહીં આવે એની વાઈફ પણ સારી છે."
" તો રમણ ભાઈ કેમ અહીં એકલા રહે છે ?"
" આશુતોષએ રમનભાઈને બઉ સમજાયા હતા પણ એમને આ ગુજરાત અને અમદાવાદની જમીન છોડીને ક્યાંય જવું જ નહોતું એક ન માની દીકરાની"
દેસાઈને લાગ્યું હવે કોઈ સવાલ કરવાનો અર્થ નથી. ફ્લેટની ખુલ્લી વિન્ડો પાસે જઈને દેસાઈએ ઘડી ભર કાંઈક જોયું અને સંત્રીને બોડી પી.એમ. માટે ખસેડવા કહ્યું.
દેસાઈ સ્ટેશને પહોંચીને ફ્લેટમાં થયેલા મર્ડર વિશે વિચારવા લાગ્યા. કોણ મારે એ ગરીબ શિક્ષક ને ? એને કોઈ થી શુ દુસમની હોય ? અને હોય તો પણ બંધ રૂમમાં કોઈ કઇ રીતે મારી શકે ? ખૂની બહાર નીકળીને તો રૂમ અંદરથી લોક ન જ કરી શકે ને .....! તો શું સામેના બ્રિજ ઉપરથી કોઈએ રમનભાઈને શૂટ કર્યા હશે ? પણ બ્રિજથી ફ્લેટની બારી નું અંતર ..... ના રિવોલ્વલથી એટલે દૂરથી ઇકજેટલી માથાનું નિશાન ન લઈ શકાય...સૂર્યાસ્તના સમયે તો એ શક્ય જ નથી. આ તો પરફેક્ટ હેડ શોટ છે. જો બ્રિજ ઉપરથી હેડ શોટ ટાર્ગેટ કરવું હોય તો સનાઈપર જોઈએ. પણ રમનભાઈ જેવા શિક્ષકને મારવા માટે સનાઈપરનો ઉપયોગ ? એ પણ શક્ય નથી......
દેસાઈએ ટેબલ ઉપર હાથ પછાડ્યો.... ટેબલ ઉપર છાપું હજુ અસ્તવ્યસ્ત પડ્યું હતું....
" રામુ..." દેસાઈ બરાડયો.
" જી સાહેબ " ગભરાતો રામુ અંદર આવીને ઉભો રહયો.
" આ ટેબલ ની હાલત જો ? ચા ના મગ અને સવારના છાપા હજુ અહીં રખડે છે " દેસાઈએ બધો ગુસ્સો રામુ ઉપર ઉતાર્યો.
વિસ વર્ષનો રામુ ગભરાઈને ટેબલને જોઈ રહ્યો... ટેબલ પાસે જઈને છાપું અને મગ ઉઠાવી લેવાની એની હિંમત ન ચાલી.
દેસાઈને પણ દયા આવી અફસોસ થવા લાગ્યો. આજ સુધી ક્યારેય રામુ ને એમણે ધમકાવ્યો નહોતો.
" અહીં આવ " હસીને એ બોલ્યા
રામુ નજીક જઈને નીચું જોઈને ઉભો રહ્યો
" લે " કહી દેસાઈએ પર્સ માંથી સો ની એક નોટ નીકાળી રામુ ને આપી. ખુશ થતો રામુ એની આદત મુજબ ચાલુ થઈ ગયો
" મને રોજ આમ ધમકવો ને મહિને ત્રણ હજાર આપી દેજો સાહેબ"
દેસાઈ ખડખડાટ હસી પડ્યો. " નોટી બોય "
" પણ સાહેબ એક વાત કહું આજ કાલ તો અમદાવાદમાં ગુંડાઓ નો ત્રાસ થઈ ગયો છે."
"કેમ ?"
" અરે સાહેબ કાલે કાલુપુર થી એક તેર વર્ષનો છોકરો ગાયબ થઈ ગયો છે અને આજનું છાપું તમે વાંચ્યું ?
" ના ... નથી વાંચ્યું કેમ ?"
" લો ત્યારે આજનું તો ખાસ વાંચવા જેવું હતું "
" કેમ શુ હતું આજે ?"
" અરે સાહેબ અમદાવાદથી ગોવા જતી ટ્રેનમાં ....." મનુ ને આગળ કશું સુજ્યું નહિ
" શુ ટ્રેનમાં શુ ?"
" અરે પેલું મોંઘું ડાટ આવે ને સાહેબ"
" સોનુ ?"
" ના એ નઇ "
" તો હીરા ?"
" અરે એ નઇ સાહેબ " રામુએ ખુલાસો કરતા કહ્યું પેલા હિન્દી ફિલ્મોમાં અમુક વિલન કલબમાં નાકથી ખેંચે ને એ "
" ડ્રગ્સ ?"
" હા " શબ્દને લાંબો ખેંચતા રામુ બોલ્યો " એજ સાલું આ અંગ્રેજી મને ...."
" તો શું હતું ડ્રગ્સ નું ?"
" અમદાવાદથી ગોવા જતી ટ્રેનમા એ ડ્રગ્સ ડીલર હતા અને અંદરો અંદર જ એ લોકો ઝઘડીને મરી ગયા. એતો સારું થયું એ ડબ્બામાં બીજી કોઈ આમ પ્રજા નહોતી નઇ તો લેવા દેવા વગર જ બિચારા નિર્દોષ માર્યા જાઓત ને સાહેબ. સાહેબ આજ કાલ તો ..."
રામુ બોલ્યે જતો હતો પણ દેસાઈ નું મન ક્યાંક બીજે જ ખેંચાઈ ગયું હતું. એને ખૂનની કડી મળી ગઈ હતી. એણે તરત રેલવે સ્ટેશન ફોન કર્યો.....
" હેલો "
" મી. દેસાઈ ફ્રોમ સેટેલાઇટ પોલિશ સ્ટેશન"
" જી સાહેબ બોલો "
" અમદાવાદ ગોવા જતી ટ્રેનનું 23 અને 24 જુનનું શિડયુલ મને ફેક્સ કરો"
" જી સાહેબ "
" ડુ ઇટ ફાસ્ટ " કહી દેસાઈએ ફોન મૂકી દીધો.
થોડીવારમાં ફેક્સ આવ્યો. દેસાઈએ શિડયુલ જોયું અને ટેબલ ઉપરથી કેપ ઉઠાવી ડ્રાઇવરને લઈ પાર્થ ફ્લેટ પહોંચ્યા.
ફ્લેટમાં ગયા ત્યારે આશુતોષ અને એની પત્ની પણ આવી પહોંચ્યા હતા. દેસાઈને જોતા જ આશુતોષ ઉભો થઈને પૂછવા લાગ્યો
" ઇન્સ્પેક્ટર મારા ડેડને ....."
એને વચ્ચે જ રોકી દેસાઈ બોલ્યા " રમણભાઈનું ખુન નથી થયું "
" તો ? મારા ડેડ આત્મહત્યા કરે જ નહીં ઇન્સ્પેક્ટર " આશુતોષ લાગણી માં વહેતો હતો
" મેં ક્યાં કહ્યું કે રમણ ભાઈએ આત્મહત્યા કરી છે "
"તો ?"
" મારી સાથે નીચે આવો અને મને ફ્લેટના પાછળના ભાગે લઇ જાઓ."
આશુતોષ ને કઈ સમજાતું નહોતું પણ દેસાઈએ કહ્યા મુજબ એ એને ત્યાં લઈ ગયો.
દેસાઈએ ડ્રાઇવરને ગાડીમાંથી દૂરબીન લાવવા કહ્યું. ડ્રાઇવર તરત દૂરબીન લઈ આવ્યો.
દેસાઈએ દુરબીનથી રમનભાઈના ફ્લેટ આસપાસ જોયું પણ જે જોવું હતું એ દેખાયું નહિ એટલે દૂરબીન ને મેક્સિમમ જૂમ કરીને ફરી એકવાર જોયું અને એની ધારણા મુજબ જ દ્રશ્ય દેખાયું
" તમે શું દેખો છો ઇન્સ્પેક્ટર ?" અશુતોષ સમજી નહોતો શકતો.
દેસાઈએ અશુતોષને દુરબીન આપી જોવા કહ્યું. અશુતોષે દૂરબીનમાં ફ્લેટ તરફ જોયું
" વિન્ડો ની ઉપરની જમણી ધાર ઉપર એક નિશાન છે ?"
"હા "
" હવે દેખો એની નીચે બે ફૂટ નીચે પણ એવું જ એક નિશાન હશે "
અશુતોષે દૂરબીન ફેરવી જોયું " હા પણ આ બધું શુ છે ?"
" એ બુલેટના નિશાન છે આશુતોષ "
" મતલબ ?"
" હું બધું સમજાવું તમને " દેસાઈએ ડ્રાઇવરને ઈશારો કરી કહ્યું " ટીમને બોલવો અને એ દિવલમાંથી બુલેટ નીકળવાનો બંદોબસ્ત કરો અને મેડિકલ રિપોર્ટમાં રમણભાઈ ની બોડી માંથી જે બુલેટ નીકળી મને લાવી આપો અહીં "
" જી સાહેબ" ડ્રાઇવર ગયો એટલે દેસાઈએ અશુતોષને બધું સમજાવા માંડ્યું.
" દેખો આશુતોષ પરમ દિવસે તમારા ફાધર જ્યારે ઘરે આવ્યા ત્યારે એ કંઈક ચિંતામાં હતા એટલે મારુ માનવું છે કે એ 5 : 30 ઘરે આવ્યા ત્યારે એ બારી પાસેની ખુરશીમાં બેઠા હશે. "
આશુતોષ ધ્યાનથી સાંભળી રહ્યો હતો
" હવે એજ સમયે ત્યાંથી ગોવા જતી ટ્રેન નીકળી હતી અને એ ટ્રેનમા ડ્રગ્સ ડીલર ની સામ સામે ફાયરિંગ થઈ હતી. તમને એમ થશે કે ટ્રેનમાં એ ફાયરિંગ નો અવાજ કોઈએ કેમ ન સાંભળ્યો પણ એ બધી ગનને સાયલેન્સર હતા. એ ડીલર ની ગોળીઓ ટ્રેન ની બારી માંથી આવી અને રમણભાઈ ને વાગી છે." કહી દેસાઈએ અશુતોષને એ છાપું આપ્યું .
ડ્રાઇવર ટિમ અને રિપોર્ટ લઈને આવ્યો. ટીમે થોડી જ વારમાં દિવાલ માંથી બુલેટ નીકાળી આપી.
દેસાઈએ પંચનામું કર્યું... રમણભાઈની બોડી માંથી નીકળેલી અને દિવલમાંથી નીકળેલી બુલેટ એક જ હતી.
આશુતોષ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો " ડેડ તમે મારી સાથે આવી ગયા હોત તો આ બધું ન થાઓત. "
" આશુતોષ મૃત્યુ ને કોઈ અટકાવી શકતું નથી દેખો આ બધા કુદરતના ખેલ છે અને એઝ એ ઇન્સ્પેક્ટર નથી કહેતો પણ એઝ એ ફ્રેન્ડ કહું છુ " દેસાઈએ એને આસ્વાશન આપ્યું અને નીકળી પડ્યો.

© વિકી ત્રિવેદી