નથણી ખોવાણી

"વક્રતુન્ડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,
નિર્વિદ્ધમ કુુુુરુમેદેવ સર્વકાર્યે‌ષુ‌  સર્વદા!"
"હે! ગણેશજી, કોઈપણ  શુભકાર્ય તમારા આશીર્વાદ વગર શક્ય નથી.આજે આ શુભ પ્રસંગે તમારા આશીર્વાદ આપો."
ફૂલ ને ગણેશજી ના ચરણોમાં અર્પણ કરી દો." 
બ્રાહ્મણ બોલ્યા.
"ગણેશ સ્થાપન! હા ;ત્યારે ગણેશ સ્થાપન ચાલી રહ્યું હતું લગ્ન પ્રસંગની અનેક વિધિઓ માં ની એક વિધિ. બધાં ખૂબ જ ઉત્સાહમાં હતાં. સુંદર સાડીઓ અને ઘરેણાં સુસજ્જિત સ્ત્રીઓ અને પારંપરિક વસ્ત્રોમાં પુરુષો. ઘરનું માહોલ હર્યુભર્યું .ક્યાંક વાતો ક્યાંક ગીતો, ક્યાંક જોર જોરથી હસવા ના અવાજ ,આ બધામાંં આકાંક્ષાને ખૂબ જ એકલવાયું લાગતું હતું.  મમ્મી પપ્પા ની મરજી ના લીધે લગ્ન તો કરી રહી હતી પણ પછી.... મનમાં લાખો સવાલો હતા ,ડર હતો ,ગભરાહટ હતી જાણે એ જમીનના એ છેડા પર  હતી  કે બીજી બાજુ કશું જ દેખાતું નહોતું.
       આંખમાં ઝળહળ્યા આવી ગયા. બધા જ તો આજુબાજુ હતા! એકલવાયું લાગવાનું કોઈ પ્રશ્ન જ ન હતો તો પછી  શાનુ એકલુ લાગે છે?  હ્રદય પર આ ભાર શાનો લાગેે છે? હું શું નવું કરી  છું ?આ તબક્કો તો દરેક સ્ત્રીના જીવનમાં આવે જ છે અને આવવાનો જ હોય છે  તો પછી?"
   કેટલાક લગ્ન પ્રસંગ માં ગયી હતી પણ... પોતાના લગ્ન સમયે આવી લાગણી થશે એની ખબર જ નહોતી.રોશની ના ઝળહળાટ માં પણ જાણે આંખો સામે અંધારું આવતું હતું.
     નાનપણમાં જ્યારે થી જયા- પાર્વતી વ્રત કરવાનું ચાલુ કર્યું  અને સમજણ આવી કે  શિવલિંગ ની પૂજા કરી સરસ પતિ માંગવો! ત્યારથી સરસ પતિ ના સ્વપ્નાં જોયા હતા. પણ સરસ પતિ એટલે શું? એ કોને ખબર હતી? દેખાવ સરસ કે સારી કમાણી કરનાર કે પછી સારું ઘર હોય  કે પછી બધું જ.... હા! આ બધું જ તો હતું અમોલ પાસે.તો પછી ડર શાનો હતો? વિચારો ઉભા રહેવા નુ નામ જ નહોતા રહેતા અને એટલા માં અવાજ આવ્યો  , આકાંક્ષા!
   "પ્રથા! મને ખબર હતી તું ચોક્કસ આવીશ! કહી એને ભેટી પડી."તો આવવું જ પડે ને તે આમંત્રણ ના આપ્યું હોત તો પણ હું તો આવવા ની જ હતી."પ્રથા બોલી. આકાંક્ષા અને પ્રથા વચ્ચે દસ વર્ષ નો તફાવત હતો, ફક્ત ઉંમર માં..પણ મન ખૂબ જ મળેલા હતા.કદાચ આકાંક્ષા જેટલી પ્રથા આગળ ખુલ્લા મન થી વાત કરતી હતી એવી કોઈ ની આગળ નહોતી કરી શકતી.
   પ્રથા નજર ભરી આકાંક્ષા ને નિહાળી રહી.અને એ પણ કળી લીધું કે આકાંક્ષા વ્યતિત લાગે છે. બન્ને હાથ માં એનો ચહેરો પકડી ચુમી લીધો અને  બન્ને એક બીજાને ભેટીને ચોધાર આંસુડે રડી પડ્યા. લગ્ન પ્રસંગની અમુક ક્ષણો ખુબ જ હ્દય ભીની હોય છે અને આ પણ એમાં ની જ એક ક્ષણ હતી. એટલા માં કાકી આવ્યાં ," ચલો! જમણ માટે ." કાકી ની આંખો માં પણ પાણી આવી ગયા. આંસુ લુછી સ્વસ્થ થવા નો પ્રયત્ન કર્યો અને જમણવારમાં ગયા.
      "સારું થયું તું વહેલી આવી ,બહુ વાતો કરવી છે તારી સાથે, ખબર નહીં પછી ક્યારે થશે? કેવી રીતે મળીશું? આકાંક્ષા બોલી. "મળીશું કેમ નહીં?" પ્રથા એ વળતો જવાબ આપ્યો અને બન્ને થાળી લઈને જમવા લાગ્યા.
સગાં સંબંધીઓ બધા પોતપોતાની વાતો માં મસ્ત હતા.આ એવો લ્હાવો હોય છે જ્યાં બધા જ એક સાથે મળી શકે છે. રાત્રે ગરબા પણ રાખ્યાં હતાં. આકાંક્ષા અને પ્રથા મન મૂકીને ગરબા રમ્યા.રાત નાં એક વાગી ગયા હતા."બહુ થાકી ગયા ક્યારે સુઈ જઈએ એવું થાય છે!"પ્રથા બોલી." ના.. હો! મારી સાથે વાતો કર એમ તને નહીં ઊંઘવા થવું." આકાંક્ષા એ મીઠા અવાજ માં ટકોર કરતાં કહ્યું "અરે! હું તો તને પણ કહું છું સુઈ જા, કાલ થી ઉજાગરા જ ઉજાગરા છે.." પ્રથા ની ટીખળ  થી  આકાંક્ષા હજુ અકળામણ અનુભવતી હતી..

***

Rate & Review

Jasmina Divyesh 6 months ago

Joshi Dhruti 4 months ago

KulDeep Raval 2 months ago

great

Abhishek Patalia 5 months ago

Saroj Bhagat 2 months ago