નથણી ખોવાણી - પ્રકરણ - ૫

આકાંક્ષા એ શર્મિલુ    સ્મિત  આપ્યું. અને હાર  પહેરાવા માટે હાથ ઊંચો કર્યો એટલા માં તો અમોલના ભાઈબંધો એ  એને ઊંચકી લીધો અને  બોલવા માંડ્યા  ,"  હવે પહેરાવો હાર  ! અમોલ જરાય ઝુકતો  નહીં હો !  અને જોરજોરથી હસવા લાગ્યા . 
     આ બાજુ આકાંક્ષાના કાકા  , મામા  અને ભાઇઓ એ  એને ઊંચકી લીધી અનેઆકાંક્ષા એ હાર  છુટ્ટો  અમોલ નાં  ગળામાં નાખ્યો .હાર પણ બરાબર અમોલ ના ગળામાં આવીને અટક્યો.    અમોલ ના મિત્રો એ આશ્ચર્યથી કહ્યું  ," અરે ભાભી નું નિશાન તો પાક્કું  છે હો  !!!  ત્યાં તો ઘાયલ થયો છે આપણો   ભાઈબંધ  !!!"   અને  ચારોતરફ થી  હાસ્ય  રેલાયું.

          અમોલ ને આગળ ની વિધિઓ માટે લગ્ન મંડપ તરફ લઈ જવામાં આવ્યો. અને આકાંક્ષા ને રુમ તરફ.  આકાંક્ષા ખુરશી પર બેસવા જ જતી હતી ત્યાં  એની બાળપણ ની સહેલી  નેત્રા આવી અને આવીને આકાંક્ષા ને ભેટી પડી.   " ખૂબ જ સુંદર લાગે છે !  ભગવાન કરે નજર ના લાગે !"  એટલું બોલીને નેત્રા ની આંખો માં પાણી આવી ગયા. આકાંક્ષા એ નેત્રા ની આંસુ લુછવા અને કહ્યું ," મને પણ રડાવીશ કે શું ? મેક-અપ ખરાબ થઈ જશે મારો !" અને બંને હસવા લાગ્યા.   
         " બહુ જ આનંદ થયો તું આવી તો !  દસ દિવસ પછી તારા પણ લગ્ન છે. તો પણ તું આવી." આકાંક્ષા એ ખુશી વ્યક્ત કરતાં કહ્યું.
         " હા ! તો.. આવી ને જોવું તો પડે ને તું કેવી લાગુ છું ? !  પછી તારા કરતાં સરસ  તૈયાર થવાનું છે મારે , મારા મેરેજ માં  ! " મસ્તી કરતા  નેત્રા એ કહ્યું. આકાંક્ષા અને નેત્રા જ્યારે પણ મળે  ત્યારે આવી મસ્તી અચૂક  કરી લેતા ; બંને બહુ મળતા નહીં  પણ  મિત્રતા  તો એ બાળપણની નિખાલસતા વાળી  જ હતી  .

      " પછી તો  હું  લંડન   જતી રહેવાની  તો  આપણે કેવી રીતે મળીશું ? એટલે ખાસ મમ્મીની પરમિશન લઈ  ને આવી છું ! ",  નેત્રા બોલી .   

      " આપણે બધા. કેટલા  અલગ  થઈ જઈશું  નહીં ?  "  આકાંક્ષા થોડી  દુઃખી થઈ ગઈ.  

    " આપણા  બધા ફ્રેન્ડ્સ  આવ્યા  નહીં હજી સુધી  ?  નેત્રા એ પૂછ્યું.

      " બધા ને મેં ગરબામાં પણ બોલાવ્યા હતા ! ખાલી પ્રથા જ હતી કાલે  ! આવતા જ હશે… નહીં આવે એવું ના બને !…" આકાંક્ષા એ હ્દય માં આશા ભરતાં કહ્યું. 

       પ્રથા આવી ને હાથે  મીઢણ   બાંધતા  કહ્યું  , "  આ સમયે એક જ  સલાહ આપીશ ; બધું ભૂલી ને  નવી જિંદગી  જીવજે.! બધું સરસ થશે.   Think positive !! !!  "         આકાંક્ષા એ  હકારમાં ડોકું ધુણાવ્યું અને  પ્રથા નો હાથ પકડી  એને નિશ્ર્ચિત રહેવા  કહ્યું. 

            અને એટલામાં મામા આવ્યા ,  આકાંક્ષા ને મોયરા માં લઇ જવા.    ' શુભ મંગલ સાવધાન '. !!!! બ્રાહ્મણ   જોરથી  બોલ્યા. 
 અને એક પછી એક  વિધીઓ ની ‌શરૂઆત થઈ ગઈ .
      
            આમ જોવા જઈએ તો લગ્નની બધી વિધિઓ  માં  સ્ત્રી સન્માન અને   સમાનતા  નું  મહત્વ  હોય  છે .અગ્નિ ની સાક્ષી એ પતિ-પત્ની જ્યારે ફેરા ફરે છે ત્યારે ત્રણ ફેરામાં પત્ની ને  પતિથી  આગળ ચાલવા નું હોય છે  ;  'ધર્મ '  ,   ' અર્થ '  (ધન)  અને  'કામ' (રતિ )  આ ત્રણેમાં  પતિ  પત્ની  ની  ઇચ્છા ને  પ્રાધાન્ય આપવાનું વચન આપે છે. અને છેલ્લા અને ચોથા ફેરામાં  પતિ  આગળ ચાલે છે એટલે કે  ' મોક્ષ'  ; જેમાં પતિ  પત્ની ની રક્ષા માટે મોક્ષ પણ પામવા માટે વચન આપે છે . 
             ' સપ્તપદી  ' - સાત જન્મ સુધી નાં  સાત  વચન ,  
  બીજી ભાષામાં કહીએ તો  ' long term  relationship  beyond this birth  ,  in  each birth of human being ' .

    બહુ અઘરું છે નહીં ???   આજકાલ   તો આ જન્મમાં પણ સાથે રહેવું મુશ્કેલ છે તો સાત જન્મ  ની વાત  તો દૂરની  છે …  અમોલ નું   પણ એવું જ માનવુ  હતું .  એ આ જન્મ- જન્માંતર ની વાતો માં માનતો  જ‌ નહતો .  આમ તો એ આ વિધિ ઓ માં પણ માનતો નહોતો,   પણ એની મમ્મી દમયંતીબેન  ની ઇચ્છા ને માન આપવા માટે તૈયાર થયો  હતો . આ બાજુ આકાંક્ષા એકની એક છોકરી હતી  અને  માતાપિતા ને કન્યાદાનનો લાહવો  તો લેવાનો  જ હોય ને  !!

         બધી વિધિઓ પછી છેલ્લે વિદાયની વસમી વેળા   આવી જ ગઈ . ' દીકરી ની  વિદાય '  એ  શબ્દોથી જ આંખમાં નમી પડી જાય.. અહીં પણ કંઈક એવો જ માહોલ હતો . બધાં  ની આંખમાં આંસુ હતા !   એની સખીઓ પણ ભેટીને  આકાંક્ષા ને ભીની આંખે વિદાય આપવા ઊભી હતી  ..  આકાંક્ષાની આંખમાંથી આંસુની ધાર વહેતી હતી અને ગળે જાણે ડૂમો ભરાયેલો હતો ! એકદમ નિ:શબ્દ  થઈ  ગઈ  હતી  !!! 

         બસ એ ફક્ત બધાં  આગળ પગે લાગી ,  હાથ જોડી રહી હતી અને જાણે કહી રહી હતી કે;   ' વડીલો જો મારાથી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો !!!  તમારું  ઋણ  સદાય મારા માથા પર રહેશે. આજથી આ શરીર પર પરાયુ થઈ ગયું  પણ મારા હૃદયનો એક ટુકડો સદાય  અહીં જ રહેશે !!!' 

         અને આગળ વધી એ કારમાં  બેઠી. અને પાછળ વળી ને પોતાના લોકો  અને ઘર તરફ નજર કરી  અને જાણે  ત્રેવીસ વર્ષ  ની  જિંદગીનો જોડાયેલો  તાર  એક પળમાં જ તૂટી  ગયો   ! ‌ બધું જ બદલાઈ  ગયું  ..નામ , માણસો  ,  ઘર , જગ્યા.…..


           થોડી ક્ષણો માટે જાણે આકાંક્ષાને લાગ્યું કે એ બેહોશ થઈ જશે .  પણ જેમ  અમોલે  એના હાથ  પર હાથ  મુકયો , આંસુ  જાણે અટકી ગયા .   
        કેટલી મામૂલી અભિવ્યક્તિ ! પણ કેટલો ઊંડો પ્રભાવ  !     આકાંક્ષા હવે થોડી સામાન્ય થવા માંડી  હતી. ચહેરા પર સ્મિત હતું.   પિયર  એનું ભૂતકાળ થયું અને સાસરી વર્તમાન .. અને હવે આકાંક્ષા એ  વર્તમાન માં જીવવા પગલાં માંડવા ની શરૂઆત કરી દીધી હતી .

      સ્ત્રી નું  આ એક આગવું લક્ષણ છે એ જ્યાં જાય ત્યાંની  થવાનો પૂરો પ્રયત્ન કરે છે … અમુક દાખલા બાદ કર્યા બાદ ……!!!!  હા! મોટા ભાગની સ્ત્રીઓ એ નિભાવતી  જ હોય છે!  અને એ  પણ  નજર અંદાજ ના કરી શકાય એટલી મોટી સંખ્યામાં……..

     સાસરુ આવી ગયું  અને  વર- વધુ ને  પોંખી ને ગૃહપ્રવેશ પણ  થયો.   અને હવે લગ્ન પછી ની અમુક વિધિઓ.  ગણેશજી ના આશિર્વાદ લઈ  ,  બંનેને એકબીજાની હાથે બાંધેલી નાડાછડી છોડવા કહ્યું.   આ વિધિ નો આશ્રય  વર વધુ  નું ધૈર્ય  માપવાનું  હોય છે  અને પછી એકી-બેકી જેમાં એક મોટા વાસણમાં દૂધ , કંકુ, થોડા રુપિયા અને એક વીંટી  નાખવા માં   આવે છે  . આ વિધિ માં પતિ-પત્નીની જતું કરવાની મનોવૃત્તિ અંકાય  છે .  બેમાંથી એક જીતે તો બીજાને  કેટલી ખુશી  થાય છે  . ઝુટવા ની નહીં આપવાની વૃત્તિ.  સમય ને માન આપીને વિધિઓ જલ્દી થી પતાવી દીધી . તો પણ બધી વિધિઓ પતાવતા પતાવતા રાતના દોઢ એક વાગી ચૂક્યા હતા.

            આકાંક્ષા અને અમોલ માટે નજીકની હોટલમાં ઊંઘવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.  અમોલ નાં મમ્મી દમયંતીબહેને  ડ્રાઈવરને  હોટલ પર મુકવા જવા માટે આદેશ કર્યો અને આકાંક્ષા ને કહ્યું , " વહુરાણી ! કાલે સવારે સાત  વાગે તૈયાર થઈને આવી જજો. કુળદેવી  એ  પગે લાગવા જવાનું છે.  " જી મમ્મી !  " સ્મિત કરતા  આકાંક્ષા કહ્યું અને અમોલ અને આકાંક્ષા કારમાં બેસીને હોટલ પર પહોંચ્યા.

 (ક્રમશઃ)

***

Rate & Review

Sudhirbhai Patel

Sudhirbhai Patel 4 months ago

Shabnam Sumra

Shabnam Sumra 7 months ago

mili

mili 7 months ago

Khevna Zala

Khevna Zala 8 months ago

Jagruti Godhani