પ્રકરણ - ૧૧

તન્વી ના આગમન થી દમયંતીબહેન  ખુબ જ ખુશ હતા. એમને મનમાં આશા હતી કે હવે ગૌતમ કોઈ ને કોઈ  રીતે લગ્ન  માટે માની જ  જશે . તન્વી દેખાવે ખૂબ જ સુંદર ,   સ્માર્ટ  ,  મોડર્ન  અને થોડી ચુલબુલી હતી.   કોઈ નું પણ  મન જીતવા માં એને  સમય નહોતો લાગતો. 

                   ભરતભાઈ અને મનહરભાઈ નાનપણના મિત્ર હતા તેથી તન્વી ને ખાસ અજુગતું નહોતું લાગતું . બધા જ લોકો જાણીતા અને પોતાના  હતા ,  તેથી તન્વી ને  એડજસ્ટ થવામાં ખાસ તકલીફ થઈ નહોતી . આકાંક્ષા પણ ખુબ જ ખુશ હતી.  એને થોડો અંદાજ હતો કે  ગૌતમ જલ્દી થી નહિ માને. પરંતુ તન્વી  કોઈ ને પણ આકર્ષિત કરવા માટે સક્ષમ હતી. 


 " કૃતિ ! એક્સ્ટ્રા કરિકલમ માં શું કરે છે ? " તન્વી એ પૂછ્યું.

" ગીટાર ! ગીટાર  શીખુ છું. " કૃતિ એ  ખુશ થઈ ને જવાબ આપ્યો.

"સરસ !  હું કેશિઓ શીખતી હતી પણ ક્લાસ વચ્ચે થી જ છોડવા પડ્યા. "  તન્વી એ કહ્યું.

"તન્વી થોડા દિવસ અહીંયા જ રહેવા નું છે.હો ! પછી શાંતિ થી શોધજે ઘર - બર. !!" દમયંતી બહેને આગ્રહ કરતા કહ્યું.

" નેકી ઔર પૂછ પૂછ. " કહી તન્વી ઠહાકા સાથે હસી પડી.

" કાલે મોલ માં જવું છે? ગૌતમ તારે કાલ નું  કેવુ સ્કેડ્યુઅલ છે? "  અમોલે પૂછ્યું.

" કાલે ફાવશે . પછી થોડું હેકટીક છે. ટાઈમ મળવો મુશ્કેલ થઈ જશે." ગૌતમે ક્હ્યું.

                બીજે દિવસે સવાર થી જ મોલ માં જવા નીકળી ગયા.  શોપિંગ , મસ્તી અને  પછી લન્ચ  એમ  જ આખો દિવસ નીકળી ગયો.થાકી ને ઘરે આવ્યા અને   જોયું તો  ભરતભાઈ ને પેટ માં ખૂબ જ દુખાવો થતો હતો. દમયંતીબહેન ખૂબ‌ જ ડરી ગયા હતાં. એમણે જણાવ્યું કે જો તમે અત્યારે ના આવ્યા હોત તો એ  પડોશી ની મદદ માગવા જવા ના જ હતા.

              તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં દાખલ કર્યા થોડાક ટેસ્ટ કરવાનું કહ્યું અને રીપોર્ટ ચેક કર્યા પછી એમને આંતરડાનું કેન્સર હોવાનું જણાવ્યું અને સર્જરીની સલાહ આપી. 

" See ! Dr . Siddharth is famous surgical oncologist .
 I would suggest his name,  else is your choice."  ડૉક્ટરે જણાવ્યું.

"   અમે એમને ઓળખીયે છીએ.   થૅન્ક યુ! આગળ ની શું પ્રોસેજર છે? "  ગૌતમે પૂછ્યું .  

ડૉક્ટરે એમને   વિગતવાર બધુ સમજાવ્યું.  ગૌતમ અને  અમોલ  કેબીન માં થી બહાર આવ્યા.

" પૈસા ની વ્યવસ્થા કરી આવું! " અમોલે કહ્યું.

"   કંઈ  વ્યવસ્થા કરવા ની હોય તો કહેજે. ફિક્સ તોડાવી  લઈશ. સહેજેય ચિંતા ના કરતો . " ગૌતમે અમોલ નાં ખભા પર હાથ મુકતા કહ્યું.

" ના  ! ના  !  પૈસા ની વ્યવસ્થા થઈ જશે. પણ તું હવે ઘરે જા. આપણે વારા ફરતી રોકાઈશુ. " અમોલે ગૌતમ ને કહ્યું.

         ગૌતમ ને પણ એ યોગ્ય લાગ્યું અને તેથી એ ઘર તરફ ગયો. ઘરે પહોંચ્યા પછી ગૌતમ ને ડૉકટર  સિદ્ધાર્થ સાથે જાતે જ વાત કરવા ની ઈચ્છા થઈ. તેણે ફોન કર્યો પરંતુ ફક્ત રીંગ જ વાગતી હતી.  પછી એની  જૉબ પર કૉલ કરી અઠવાડિયા ની રજા મંજુર કરવી લીધી. રાત્રે હોસ્પિટલ માં  રોકાવા નું  હતુ  તેથી જમી ને  રુમ માં આરામ કરવા ગયો.

         થોડી વાર માં ફોન ની રીંગ વાગી . આકાંક્ષા એ ફોન ઉપાડ્યો.
" આ નંબર પર થી મને કૉલ આવ્યો હતો. " સિદ્ધાર્થ બોલ્યો.
આકાંક્ષા ને કાંઈ સમજાઈ નહોતું રહ્યું પણ‌ પછી એને યાદ આવ્યું કે  ગૌતમ ફોન કરતો હતો , તો કદાચ એણે જ કરો હશે.  સિદ્ધાર્થે આકાંક્ષા નો અવાજ ઓળખી લીધો  અને બોલ્યો , 
"આકાંક્ષા ! "   અને  આકાંક્ષા ની હ્દય ની ધડકન થોડીક વધી ગઈ. એ કશું જ ના બોલી શકી. 

        એટલા માં ગૌતમ રુમ ની બહાર આવ્યો અને પૂછ્યું , 
" ડોક્ટર સિદ્ધાર્થ છે? "  આકાંક્ષા એ ' હા  ' કહ્યું અને ફોન ગૌતમ ને આપી દીધો. 

" સોરી તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? " ગૌતમે ક્હ્યું.

"ના ! હું ઓપરેશન માં હતો. એમ પણ મારો મોબાઈલ નંબર હું બહુ ઓછાં  લોકો ને આપુ છુ.તો થોડો અંદાજો તો આવી ગયો. બોલ ! શું મદદ કરી શકું? " સિદ્ધાર્થે  મિત્રતા ના ભાવ થી જ વાત કરી.

ગૌતમે એમને બધી વિગત જણાવી અને ડૉ. સિદ્ધાર્થે એને આશ્વાસન આપી ચિંતા ના કરવા કહ્યું. જેમ  ગૌતમે  ફોન મૂક્યો એમ જ દમયંતીબહેને  પૂછ્યું , "  શું કહેતા હતા ડૉક્ટર ? " 

" સર્જરી જ એક ઓપ્શન છે . ડૉ.સિદ્ધાર્થ કરશે . ખુબ  જ નામી  ડૉક્ટર છે.  હું પર્સનલી ઓળખું છું. ચિંતા કરવાની જરૂર નથી. " ગૌતમે ક્હ્યું.

" ચિંતા તો  થાય જ ને?  કહેવા ના કહેવા થી  ચિંતા ક્યાં જાય  છે .બધું પાર પડી જશે પછી જ  દિલ ને  કળ વળશે.  અનન્યા ને જણાવી દઈએ ? કહી દઈશુ , આવવા ની મચ ના કરીશ. બસ જણાવીએ છીએ." દમયંતી બહેને કહ્યું.

 " ફોઈ! મારા ખ્યાલ થી ઑપરેશન થઈ જાય પછી જણાવીએ તો સારું. છતાં હું અમોલ સાથે વાત કરી લઉ છું." ગૌતમે પોતાનું મંતવ્ય આપ્યું.

         ઓપરેશન નો  દિવસ આવી ગયો.  ઘર માં ખુબ જ તંગ વાતાવરણ હતું.   ભરતભાઈ નું ઓપરેશન  બે થી અઢી કલાક  ચાલ્યા  બાદ ઓપરેશન વ્યવસ્થિત રીતે પતી ગયું.  એક-બે દિવસ એમને  આઈસીયુ માં અને પછી  સ્પેશિયલ વોર્ડ માં ખસેડયા.  અને  ઘર નું વાતાવરણ  હળવું  થયું. અમોલે અનન્યા ને ફોન કરી ઑપરેશન વિશે જણાવ્યું.  અને સાથે સાથે દોડધામ કરી ના આવવા જણાવ્યું.

         થોડા દિવસ પછી હોસ્પિટલ માં થી રજા આપી અને ભરતભાઈ ને  અમુક દિવસ પછી ફરી  બતાવવા માટે   કહ્યું . આ બાજુ અમોલને  હોંગકોંગ  બિઝનેસ નાં કામ માટે  જવું જરૂરી હતું અને ગૌતમ પણ  તેના  પ્રોજેક્ટ  માં બિઝી હતો. તેથી દમયંતીબેન અને આકાંક્ષા  ભરતભાઈ ને લઈને હોસ્પિટલ માં  બતાવવા ગયા. એમનો  નંબર  આવ્યો અને  ડૉકટર ની કેબિન માં ગયા. 

        ડૉક્ટરે ચેક કર્યું અને આકાંક્ષા ને સમજાવતા  કહ્યું ,  "  બધુ બરાબર  છે.   પહેલાં ની આ બે   દવા ચાલુ રાખવા ની  અને આ એક જે નવી લખી છે એ રોજ  સાંજે જમ્યા પછી લેવા ની. "   આભાર માની  દમયંતીબેન ભરતભાઈ ને  લઈને બહાર જતા  જ હતા  અને  
આકાંક્ષા ખુરશી માં થી ઉઠવા ગઈ અને થોડું ચક્કર જેવું આવી ગયું અને પાછી ખુરશી માં બેસી ગઈ.

 સિદ્ધાર્થે પૂછ્યું , " શું થયું ? કોઈ પ્રોબ્લેમ ? "    

" ખબર નહિ થોડી બેચેની જેવું થાય છે , થોડી ગભરામણ પણ  થાય છે.  " આકાંક્ષા એ કહ્યું.  સિદ્ધાર્થે  એને પાણી પીવા માટે આપ્યુ  પરંતુ એ પાણી પણ પી ના શકી. 

 "  આટલા દિવસ ની દોડધામ નો થાક   લાગ્યો હશે કદાચ .  " દમયંતીબહેને કહ્યું.   

" હવે બધું બરાબર થઈ ગયું છે,  તો ઘરે જઈને  વ્યવસ્થિત આરામ કરજે.  Take care ! " સિદ્ધાર્થે કહ્યું

        આકાંક્ષા એ સ્મિત આપી ' થેન્ક્યુ '  કહ્યું અને  કેબિન માં થી બહાર નીકળી  ઘરે ગયા . ઘરે ગયા પછી પણ  આકાંક્ષા ને   ઠીક નહોતું લાગતુ.  દમયંતી બહેને  ગ્લુકોઝ નું  પાણી બનાવી ને આપ્યું અને  ફેમિલી ડૉક્ટર ને  ફોન કર્યો.  ડૉક્ટરે પણ આરામ કરવા ની સલાહ આપી અને અમુક ટેસ્ટ કરાવવા કહ્યું.

         અમોલ  હોંગકોંગ થી પાછો આવ્યો. બૅગ ખાલી કરી. અને એમાં થી એક મોબાઇલ કાઢી ને કૃતિ ને આપ્યો. કૃતિ મોબાઇલ જોઈને  ખુશી થી નાચવા લાગી. દમયંતી બહેને થોડું ટકોર કરતા કહ્યું, " મોબાઇલ તો કેટલો મોંઘો આવે છે. કેમ લાવ્યો?" 

" મમ્મી ! જ્યારે પપ્પા ની તબિયત ખરાબ થઈ ગઈ હતી ત્યારે મોબાઇલ ના હોવા ના લીધે કેટલો પ્રોબ્લેમ  થઈ ગયો હતો?  કૃતિ કૉલેજ થી ઘરે આવતા ટ્રાફિકમાં ફસાઈ જાય તો મોબાઈલ હોય તો ફર્ક પડે ને? " અમોલે કહ્યું.

" આ તન્વી એ મંગાવ્યો હતો તો એને આપી આવું છું અને  રિપોર્ટસ પણ લઈ ને આવીશ. " કહી અમોલ નીકળી ગયો.દમયંતી બહેન જ્યાં સુધી રિપોર્ટ ના આવ્યા ,  ત્યાં સુધી જમ્યા પણ નહીં.બૅલ વાગ્યો. કૃતિ એ દોડી ને દરવાજો ખોલ્યો. જોયું તો  અમોલ નાં હાથ માં મિઠાઈ નું બોક્સ હતું. 

  " મિઠાઈ કેમ ? આજે કયો તહેવાર છે ?"  કૃતિ એ ખુશ થઈ છતા પ્રશ્ન   તો પૂછી જ લીધો.  

"તું મજા કર ને ? પ્રશ્નો પૂછ્યા વગર!!" અમોલે કહ્યું. દમયંતી બહેને આશ્વર્ય થી અમોલ ની સામુ જોયુ , તો અમોલ બોલ્યો ,  "  તે જ કહ્યું હતું ને  કે ખુશી નાં સમાચાર મિઠાઈ વગર અધૂરાં કહેવાય !!!!" 

અને ઘર માં  નવા મહેમાન આવવા ની ખુશી થી ખુશહાલી છવાઈ ગઈ.

  (ક્રમશઃ)

***

Rate & Review

mili 6 days ago

Jagruti Godhani 6 months ago

Bhavin 1 month ago

AKSHAY PAMBHAR 1 month ago

Bhaval 1 month ago