Vikruti - 9 books and stories free download online pdf in Gujarati

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-9

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-9
પ્રસ્તાવના
        મેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે.
  વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફ.સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે.
*
(‘હું છેલ્લીવાર વિહાનને હેરાન કરીશ’એમ કહી ઈશા વિહાનને કેન્ટીનમાં લઈ જાય છે અને ત્યાં છેલ્લીવાર તેની ઇન્સલ્ટ કરે છે.ખુશી આ બધું જોઈ રહી હોય છે.એ વિહાન પાસે આવી દલીલ કરતી હોય છે ત્યાં કોઈ જાણીતો અવાજ વિહાનને કાને સંભળાય છે)
*
“અને એ હું કેવી રીતે કરું?,આકૃતિ સાથે આ વાત ન કરી શકું અને તેના ગ્રુપમાં બીજું કોઈ મને ઓળખતું નથી”ખુરશી નીચે ઢોળાયેલી ચિપ્સ મેં પેકેટમાં નાખી ત્યાં સુધી ખુશી મને તાંકતી રહી.
“મારી પાસે છે આઈડિયા”પાછળથી એક જાણીતો અવાજ મારા કાને અથડાયો.
“વિરાજ?”ખુશીએ આશ્ચર્યવશ કહ્યું.હું પાછળ ઘૂમ્યો.
“સૉરી બ્રો..”કહી વિરાજ ખુશીના બાજુના સ્ટુલ પર બેઠો.ખુશીએ મોં ફેરવી લીધું.
“કમોન યાર,હું ઇશાને બચપનથી ઓળખું છું અને વિહાન સાથે આવા રુડ બીહેવીઅરનું કારણ પણ મને ખબર છે કદાચ.”ખુશી તરફ ફરી વિરાજ બોલ્યો, “હું જ તમને હેલ્પ કરી શકું છું”
“તું શા માટે અમારી હેલ્પ કરે?” ખુશીએ નસકોરા ફુલાવી વિરાજ સામે જોઈ કહ્યું, “તું તો તેનો ભાઈ છો,ગેંગનો ખાસ મેમ્બર”
“હું મારી બહેનને આવી રીતે નથી જોઈ શકતો અને વિહાન કારણ વિના પીસાઈ એ પણ.માન્યું કે મેં તને ખોટી રીતે હેરાન કરી પણ અંદર એક સારો વિરાજ પણ જીવે છે”
      થોડીવાર ચૂપકીદી છવાઈ ગઈ.મેં ચૂપ રહેવાનું જ પસંદ કર્યું.અંતે મૌન તોડતા ખુશી બોલી, “ફાઇન,શું હેલ્પ કરી શકીશ બોલ”
વિરાજે સ્માઈલ કરી.
“પહેલા વિહાન સાથે ઈશા શા માટે આવું બિહેવ કરે છે એ જાણી લો,પછી તેનું સોલ્યુશન વિચારીશું”વિરાજે વાત શરૂ કરી.મેં એક ચિપ્સ મોંમાં રાખી.
“એક વર્ષ પહેલાંની વાત છે,લાસ્ટયરમાં ઇશાની બેસ્ટી કૃપાલી હતી.અત્યારે તું અને આકૃતિ છોને તેમ”વિરાજે ખુશી તરફ ઈશારો કરતા કહ્યું, “બંને સ્કૂલ ફ્રેન્ડ હતી.કૉલેજના ફર્સ્ટયરમાં પણ બંને સાથે જ રહેતી પણ સેકેન્ડયરમાં કૃપાલી એક છોકરાના કોન્ટેક્ટમાં આવી અને એ જ કારણે તે ઇશાને ઓછો ટાઈમ આપવા લાગી.ઇશાએ તેની ફ્રેન્ડશીપ બચાવવા કેટલી ટ્રાય કરી પણ કૃપાલી એ છોકરા સાથે વધુ સમય પસાર કરવા લાગી.છેલ્લે એ છોકરાને લઈને બંને બેસ્ટી વચ્ચે ઝઘડો થયો અને છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે કોઈ વાત નથી થઈ.લવ રિલેશનને કારણે ફ્રેન્ડશીપ પર તો અસર ના પડવી જોઈએને યાર.”
“વેઇટ..વેઇટ..તો ઇશાને એ ડર છે કે મારા કારણે..?..હાહાહા”હું જોરજોરથી હસવા લાગ્યો.
“મે બી”વિરાજે કહ્યું, “બીજુ કોઈ કારણ પણ હોઈ શકે પણ નાઇન્ટી નાઇન પર્સન્ટ એ હોવું જોઈએ”
“તો હવે આગળ?”ખુશીએ પૂછ્યું.
“વિહાને આકૃતિથી દૂર રહેવું અથવા ઇશાની જોડે વાત કરવી.ચોઇસ ઇઝ યોર”વિરાજે ખભા ઉછાળી કહ્યું.ખુશીને કદાચ વિરાજની વાતો પર વિશ્વાસ આવ્યો હશે પણ હું તો દુધનો બળેલો છું,છાશ પણ ફૂંકી ફૂંકીને પીશ.ઇશાનો ભાઈ છે.ઇશાએ મને હેરાન કરવા કોઈ નવી તરકીબ કાઢી હોય તો.
“હું ઈશા સાથે વાત કરીશ”એક ઊંડો શ્વાસ લઈ મેં કહ્યું, “હું તેને સમજાવીશ”
“પણ કેવી રીતે??”થોડીવાર પછી વાળ ખંજવાળતા મેં જ કહ્યું, “એ ક્યાં સમજવા તૈયાર છે”
“તું સવારે કોઈ ના હોય ત્યારે વાત કરી શકે”ખુશીએ સલાહ આપતા કહ્યું.
“ના,સવારે એ લેક્ચર શરૂ થાય પછી જ આવે છે”વિરાજે ખુશીને રોકતા કહ્યું.
“તો બ્રેકટાઈમમાં?”મેં કહ્યું.
“બ્રેકટાઈમમાં તેની બહેનપણીઓ સાથે હોય”વિરાજે કહ્યું.
      થોડીવાર અમે ત્રણેય વિચારમાં પડી ગયા.છેલ્લે વિરાજે જ સોલ્યુશન આપતા કહ્યું, “લાઈબ્રેરી.. યસ..કલાસ પુરા થાય પછી લાઈબ્રેરીમાં”
“પણ ત્યાં બધા હોય”મેં કહ્યું.
“જૂની લાઈબ્રેરીમાં કોઈ ના હોય અને મારા પપ્પા ટ્રસ્ટી છે સો મારું થોડું ચાલે છે”ધીમેથી છાતી ફુલાવી વિરાજ બોલ્યો.
“ઑકે..લાઇબ્રેરી ડન.. પણ ઇશાને લાઈબ્રેરીમાં કોણ લાવશે?”મેં કહ્યું.
“આકૃતિ,હું આકૃતિને પટાવી લઈશ.”ખુશીએ સ્માઈલ કરતા કહ્યું.
“પણ મારે તેને કહેવાનું શું છે એ તો કહો”મેં પૂછ્યું.
“બે યાર,બધું શીખવવું પડશે?...આમ આવ”વિરાજે મારી કૉલર ખેંચી તેની નજીક ખેંચ્યો અને કાનમાં વાત કહી.એ સાંભળી હું હસી પડ્યો.
“ઑકે..એક કલાક પછી આપણે અહીંયા જ મળીએ”વિરાજે કહ્યું અને વારાફરતી અમે કલાસ તરફ આગળ વધ્યા.
***
      ઈશા મારા પર ચિપ્સ ઢોળી આકૃતિ પાસે પહોંચી હતી.આકૃતિએ બેચેનીથી પૂછ્યું, “હવે શું કર્યું તે?”
“જે થવાનું હતું થઈ ગયું,હું હવે તેને હેરાન નહિ કરું બસ”ઇશાએ નેણ નચાવતા કહ્યું.
“પ્રોમિસ ને?”આકૃતિએ પૂછ્યું.
“ગૉડ પ્રોમિસ બસ”આંખ મારી ઇશાએ કહ્યું, “પણ બીજી રીતે તો આપણે મજા લઈ શકીએ ને?”
“મિન્સ?”આકૃતિએ ફરી પૂછ્યું.ઈશા આકૃતિને ખેંચી મારી બેન્ચ પાસે લાવી અને મારા બૅગ તરફ ઈશારો કરી બોલી, “આપણે વિહાનનું બૅગ જોઈએ”
“ના યાર આમ કોઈની પરમિશન વિના બૅગ તપાસવું સારું મેનર્સ ના કહેવાય”આકૃતિએ ઇશાને રોકતા કહ્યું.
“મારી પાસે કંઈક છે તને દેખાડવા માટે”કહી ઇશાએ મારું બૅગ હાથમાં લીધું અને ચેઈન ખોલી બૅગ ફંફોળવા લાગી.
“શું છે યાર તેના બેગમાં?”આકૃતિએ ઈરીટેટ થઈ કહ્યું.
“કાલે આના બેગમાં ટિફિન હતું યાર”
      આજે મારે ઑફિસ નોહતું જવાનું એટલે હું ટિફિન નોહતો લાવ્યો જે ઇશાને નોહતી ખબર.
“છોડને યાર,કોઈ આવી જશે.”બારણાં તરફ નજર કરતા આકૃતિ બોલી.
“વેઇટ વેઇટ..ચૅક કરવા દે.આ ભણેશ્વરી બેગમાં શું શું રાખે છે એ”ઇશાએ બધી ચેઈન ખોળી અને છેલ્લે તેમાંથી મારી ડ્રોઈંગ બુક કાઢી.
“વાવ યાર,જો તો સહી આકૃતિ.તારો ફ્રેન્ડ તો પેઈન્ટર છે”ઇશાએ ડ્રોઈંગબુક ચૅક કરી એટલે આકૃતિ જિજ્ઞાસાવશ તેની પાસે જઈ ઉભી રહી ગઈ.એક પછી એક બંને ડ્રોઈંગબૂકના પૅજ ઉથલાવતી જતી હતી.
     એક પૅજ પર આકૃતિની નજર અટકી,તેણે ઇશાનો હાથ પકડ્યો અને પૅજ ફેરવતા અટકાવી.
“શું થયું?”ઇશાએ પૂછ્યું.
“આ દ્રશ્ય મેં જોયું છે પણ યાદ નહિ આવતું”આકૃતિએ મગજ કસતા કહ્યું.તેણે એ ચિત્રનો ફોટો પાડી લીધો.અચાનક વિરાજ રૂમમાં એન્ટર થયો એટલે બંનેએ બુક બંધ કરી,બૅગ ત્યાં જ છોડ્યું અને જગ્યા પર બેસી ગઈ.
     થોડીવાર પછી હું રૂમમાં એન્ટર થયો.મેં જોયું કે મારું બૅગ તેની જગ્યા પર નોહતું.મેં બૅગ ચૅક કર્યું.બધું વસ્તુ સહી સલામત હતું. મેં આકૃતિ તરફ નજર કરી તો એ શંકાની નિગાહથી મારી તરફ જોતી હતી.એ ઉભી થઇ અને મારી તરફ આવી.
“ઑય વિહાન”મારી પાસે ઉભી રહી એ બોલી, “તારો નંબર તો આપ યાર,આટલા બધા દિવસ થયા આપણે મળ્યા તેને હજુ આપણે નંબર એક્સચેન્જ નથી કર્યા બોલ”એ પોતાની જ વાત પર હસી.અમે નંબર એક્સચેન્જ કર્યા.
        મને આશા હતી કે એ ઈશા વિશે પૂછશે પણ એવું કંઈ ન થયું અને કલાસ શરૂ થઈ ગયો.
      લાસ્ટ લેક્ચર પૂરો થયો એટલે મેં ખુશીને કોણી મારી અને આકૃતી પાસે જવા ઈશારો કરી હું બહાર નીકળી જૂની લાઈબ્રેરી તરફ ચાલતો થયો.ત્યાં વિરાજ એકલો ઉભો હતો.લાઈબ્રેરી પુરી ખાલી હતી.લાઇબ્રેરિયન પણ નોહતો.
“ઑલ સેટ?”વિરાજે પૂછ્યું.
“યસ બ્રો”મેં પણ યો બનતા કહ્યું.
“શું કરવાનું સમજાય ગયું ને?”વિરાજે ફરી પૂછ્યું.
“બસ હવે ઈશા આવે આટલી વાર છે”મેં કહ્યું.થોડીવાર પછી લાઈબ્રેરી તરફ કોઈના આવવાની આહટ સંભળાય એટલે હું એક શૅલ્ફ પાછળ જઇ ઉભો રહી ગયા અને વિરાજ બારણાં પાછળ છુપાઈ ગયો.
      હું બે બૂકની તિરાડમાંથી બારણાં તરફ મીટ માંડી ઉભો રહ્યો.થોડીવાર પછી આકૃતિ,ઈશા અને ખુશી બારણાં પાસે આવી ઉભા રહ્યા.ઈશા અને આકૃતિ સાથે હતા જ્યારે ખુશી પાછળ હતી.ઈશા લાઈબ્રેરીમાં એટન્ટર થાય એ પહેલાં ખુશીએ આકૃતિને રોકી અને ઇશાને અંદર આવવા દીધી.ઈશા અંદર આવી એટલે વિરાજ ચોરીછુપે બહાર નીકળી ગયો અને બહારથી બારણું વાસી દીધું.
     ઈશા પાછળ ફરી અને બારણાં તરફ ચાલી.બારણાંને ધક્કો માર્યો પણ બારણું ના ખુલ્યું.
“આકૃતિ,ડૉર ઑપન કર પ્લીઝ”ઇશાએ આકૃતિને અવાજ આપ્યો.
“તમે બંને પહેલાં તમારી પ્રૉબ્લેમ સોલ્વ કરી લો,પછી જ ડૉર ઑપન થશે”બહારથી ખુશીનો અવાજ આવ્યો.
“તમે બંને મતલબ? બીજું કોણ છે?”ઇશાએ પૂછ્યું.એ સમય દરમિયાન વિરાજ ઇલેક્ટ્રિસીટી પાસે પહોંચ્યો અને લાઈબ્રેરીની બધી જ લાઈટો બંધ કરી દીધી.વિરાજે મને કહ્યું હતું ઇશાને અંધારથી ડર લાગે છે અને મારે એ જ વાતનો ફાયદો ઉઠાવી ઈશા સાથે વાત કરવાની હતી.
       મેં એક બુક હાથમાં લીધી અને ઉંચી કરી મૂકી દીધી.બુક નીચે અથડાઈ એટલે અવાજ થયો.ઇશાએ ચીસ પાડી એટલે હું શૅલ્ફ પાછળથી બહાર આવ્યો.
“કોણ છે ત્યાં?”ડરથી કાંપતી ઈશા બોલી.
“હું છું વિહાન”ફ્લેશ ઑન કરી હું બોલ્યો.
“ઓહ આ તારી જ ગેમ છે.હવે તારે રિવેન્જ લેવો છે”
“મારે કોઈ રિવેન્જ નહિ લેવો.હું બુક એક્સચેન્જ કરવા આવ્યો હતો, કોઈ નોહતું એટલે બુક શોધતો હતો”અજાણ્યા બની મેં નીચે પડી ગયેલી બુક ઉઠાવી, “બારણું કેમ બંધ છે? અને આટલું બધું અંધારું કેમ થઈ ગયું?”મેં જાણીજોઈને ફ્લેશ બંધ કરી દીધી જેથી ઈશા ડરે.
“ખ..ખ..ખબર નહિ”લથડાતા અવાજે ઈશા બોલી.
“તને અંધારથી ડર લાગે છે?”મેં પૂછ્યું.
“ન..ન.ના એતો જસ્ટ નર્વસ છું એટલે”ઇશાની જીભ હજી લથડાતી હતી.
“હાહાહા, તું ડરી રહી છો”તેની નજીક જતા મેં કહ્યું. ફ્લેશ શરૂ કરી. ‘કોઈ છે?,બારણું ખોલો પ્લીઝ’કહી મેં બારણું ખખડાવ્યું.પ્લાન મુજબ બીજીવાર બારણું ખખડે એટલે કોઈએ જવાબ આપવાનો નોહતો.
“વૅલ હવે કોઈ બારણું ખોલે ત્યાં સુધી અહીં જ બેસવું પડશે”ટેબલ પાસે ખુરશી પર બેસતાં મેં કહ્યું.
“હું આકૃતિને કૉલ કરું”કહી ઇશાએ સાઈડ બેગમાં હાથ નાખ્યો, “ઓહ શીટ!,ફોન તો ખુશી લઈ ગઈ.અચ્છા તો હવે સમજાયું આ બધી ખુશીની જ ગૅમ છે.તેને નોહતું પસંદને હું તને હેરાન કરુ એ”ઇશા ગુસ્સામાં બોલી.
“મને ખબર નહિ, પણ હવે આપણે શું કરશું?”
“ચાલ અંતાક્ષરી રમીએ”ટોન્ટ મારતા ઈશા બોલી, “ ચૂપ મરને..મને વિચારવા દે,તારો ફોન લાવ.ઇશાએ મારી સામે હાથ લંબાવ્યો.
“બેલન્સ નથી”તેના હાથમાં મોબાઈલ આપતા મેં કહ્યું.
“નો પ્રોબ્લેમ હું લોન લઈ છું”નંબર ડાયલ કરતા ઇશાએ મોબાઈલમાં નજર કરી.
“ઓલરેડી લીધેલી જ છે”મહા મહેનતે હસી રોકતા મેં કહ્યું.
“કેવો માણસ છે યાર તું, ફેંકી દે ગટરમાં મોબાઈલ”મારા હાથમાં મોબાઈલ પકડાવી ઈશા દિવાલને ટેકો આપી બંને હાથ વાળમાં પરોવી,માથું પકડીને બેસી ગઇ.
“સાલો લાઈબ્રેરીયન,ધ્યાન નથી રાખી શકતો,એ હલકાને તો હું જોઈ લઈશ અને ખુશીને પણ”લાઈબ્રેરીયનને ગાળો આપતી ઈશા ક્યૂટ લાગતી હતી.
“તેમાં તેનો શું વાંક છે?”મેં વાત કરવાના ઈરાદાથી પહેલ કરી.
“બે તું ચૂપ રહેને અને આ લાઈટ બંધ કર”અકળાઈને એ બોલી.
“કેમ હવે ડર નહિ લાગતો”મેં પૂછ્યું.
“તું સાથે છો હવે શેનો ડર”પહેલીવાર મને પસંદ આવે તેવું વાક્ય ઈશા બોલી અને પાછળથી વાળી લીધું, “આઈ મીન એકલા હોય તો ડર લાગે”
     હું ચૂપ રહ્યો અને લાઈટ બંધ કરી દીધી.
“બાય ધ વૅ,તારા ઘરમાં કોણ કોણ છે?”મેં ફરી વાતોનો સિલસિલો શરૂ કર્યો.
“મમ્મી,હું અને બિઝી મેન મારા પપ્પા”નિસાસો નાખી ઇશાએ વાળ એકઠા કરી રીબીન લગાવી.
“કેમ બિઝી મેન?”
“તેઓને પોતાના બિઝનેસમાંથી મમ્મી અને મારા માટે ટાઈમ જ નહીં મળતો સો બિઝી મેન”ઇશાએ ચોખવટ કરતા કહ્યું, “તારા ઘરમાં કોણ કોણ છે?”
“હું અને મમ્મી”
“પપ્પા!!?”
હું ચૂપ રહ્યો.તેના ચહેરાનો રંગ બદલ્યો.એ નરમ થઈ હતી કદાચ.
“ઓહ,સૉરી”તેણે ધીમેથી નીચે જોઈને કહ્યું.
“નો પ્રોબ્લેમ,તું ખુશ નસીબ છો.તારે ‘બિઝીમેન પાપા’ તો છે.”મેં ઉદાસ થઈ કહ્યું.બેશક ઇશા સાથે વાત કરવા અમે પ્લાન બનાવ્યો હતો પણ આ વાત એ પ્લાનનો પાર્ટ નોહતી.
“વિહાન…”ઇશાનું ધ્યાન હજુ તેના પગના અંગુઠા પર જ હતું. “આઈ એમ સૉરી,પ્લીઝ ફરગિવ મી”રડમસ અવાજે ઈશા બોલી.
“વ્હાય?”મેં કહ્યું, “રિઝન?”
“મેં તને હેરાન કર્યો,પાપા વિના કેટલી તકલીફ પડે એ હું ફિલ તો ના કરી શકું પણ…”ઈશા આગળ કંઈ બોલે એ પહેલાં જ મેં નજાકતથી મારી વાત જોડી દીધી, “મને હેરાન કરવા પાછળ કોઈ કારણ હશે અને હું હેરાન નહિ થયો ઑકે.મને ખબર જ હતી તું બહારથી લેડી ડોન છો પણ અંદરથી એ જ નાજુક અને કોમળ છોકરી છો”
“થેન્ક્સ”ઇશાએ કહ્યું, “યસ,રિઝન છે.બિગ રિઝન”
“કૃપાલી.એમ આઈ રાઈટ?”
      ઇશાએ મારી સામે જોયું.તેની આંખો ભીંની હતી છતાં આશ્ચર્યના ભાવ હું જોઈ શકતો હતો.
“મને ખબર છે, આઈ થિંક તારે એકવાર તેના જોડે વાત કરવી જોઈએ. મે બી એ તારા કૉલની રાહ જોઈ રહી હશે”
      ઇશાએ ફરી અંગુઠા પર નજર ફેરવી અને પછી છત પર જોઈ બોલી, “હું પણ રાહ જોઈ રહી છું, છેલ્લા એક વર્ષથી.”
“ઘણીવાર લાઈફમાં એવું થાય.આપણે જેના પર ગુસ્સો કરીએ છીએ તેની જ વધારે કેર કરતા હોઈએ છીએ.અને વાત રહી કૉલની તો કૉલ કોઈપણ કરે વાત થવી જરૂરી છે”
“હમ્મ,હું કૉલ કરીશ તેને”તેણે મારી વાતમાં હામી ભરતા કહ્યું.હું ખુરશી પરથી ઉભો થયો અને તેની પાસે ઘૂંટણભર બેસી ગયો.ખબર નહિ પણ ત્યારે મારામાંથી સંકોચ દૂર થઈ ગયો.મેં તેના આંસુ લૂછયા અને કહ્યું, “અત્યારે જ વાત કરીશું આપણે”
       મારો મોબાઈલ હાથમાં લઈ મેં ડીએક્ટિવેટ કરેલું બીજું સિમ એક્ટિવેટ કર્યું.વિરાજે કૃપાલીનો નંબર મને સેન્ડ કર્યો હતો.મેં તેના પર કૉલ લગાવ્યો અને સ્પીકર પર રાખ્યો.
“હેલ્લો”કૃપાલીએ કૉલ રિસીવ કરતા કહ્યું.
“કૃપાલી,હું વિહાન બોલું. ઇશાનો બેસ્ટ ફ્રેન્ડ,બે મિનિટ વાત કરી શકીશ?,જો ફ્રી હોય તો”મેં ઈશા તરફ સ્માઈલ કરતા કહ્યું.
“ક્યાં છે એ?”કૃપાલીએ પૂછ્યું.તેનો અવાજ પણ નરમ થઈ ગયો હતો, “એ ઠીક તો છે ને?”
“એ મારી બાજુમાં જ છે અને આપણી વાતો સાંભળી રહી છે,લે વાત કર”
“કપ્પુ…”ઈશા રડતા અવાજે બોલી.
“ઈશું..”કૃપાલી પણ રડવા લાગી.
“મિસ યું..મિસ યું અ લોટ”ઈશા ચોધાર રડવા લાગી.છેલ્લા કેટલાક દિવસથી હું જેના ચહેરા પર ગુસ્સો અને નફરત જોતો હતો.આજે તે મારી સામે રડી રહી હતી.
“તે કૉલ કેમ ના કર્યો”કૃપાલીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું.
“તે પણ ના કર્યોને”ઇશાએ પણ એ જ નારાજગી ઠાલવી.
“તું ગઈ પછી મેં તેને એકપણ કૉલ નથી કર્યો અને એકવાર પણ નથી મળી”કૃપાલી રડતા રડતા બોલી.
“ખબર છે મને,એ રોજ તને કૉલ કરવા કહે છે પણ પોતાની ભૂલ સમજાણી પછી તને એક કૉલ નથી કરી શકતો”ઇશાએ રડતી આંખોએ હસતા કહ્યું.
       દસ મિનિટ સુધી બંને વચ્ચે મીઠો વાર્તાલાપ ચાલ્યો.એ દસ મિનિટમાં રડતી ઈશા ક્યારે હસવા લાગી મને પણ ખબર ના રહી.કૉલ કટ થયો એટલે ઈશા ઉછળી મને વળગી પડી અને ‘થેન્કયું.. થેન્કયું’ કહેવા લાગી.
મેં તેને અળગી કરી,હવે મને સંકોચ થતો હતો, “મને ઓકવર્ડ ફિલ થાય છે યાર”
“હું તો મારા બેસ્ટ ફ્રેન્ડને આવી રીતે જ ટ્રીટ કરું છું”એ ફરી ઉછળી અને હગ કરી ગઈ.અંતે હું પણ એડજસ્ટ થઈ ગયો.
“ચાલ હવે જઈએ” મેં કહ્યું, “ખુશીશી…બારણું ખોલ”મેં બૂમ પાડી.
      લાઈબ્રેરીની લાઈટ્સ ઑન થઈ,ધીમેથી બારણું ખુલ્યુ. બહાર આકૃતિ અને ખુશી ઉભા હતા.
(ક્રમશઃ)
      અંતે ઇશાની નારાજગીનું કારણ સામે આવી જ ગયું.શું થશે જ્યારે આકૃતિને આ બધી વાતોની ખબર પડશે.આકૃતિએ વિહાનની ડ્રોઈંગબૂકમાં જે ચિત્ર જોયું છે એ તેને યાદ આવશે કે નહીં?
      વિરાજે શા માટે આ જ સમયે વાત કરવાનું પસંદ કર્યું હશે?.કૃપાલી અને ઈશા હવે મળશે?.વિહાન અને આકૃતિ વચ્ચે આગળ જતાં શું થશે.જાણવા માટે વાંચતા રહો.વિકૃતિ.
       આઠમાં ભાગના અંતે અમે કહ્યું હતું એ રીતે સૌએ સંયમ જાળવી સ્ટૉરી સમજવાની કોશિશ કરી એ બદલ દિલથી આભાર.
-Megha Gokani & Mer Mehul
Share

NEW REALESED