Aakrand ek abhishaap - 11 books and stories free download online pdf in Gujarati

આક્રંદ એક અભિશાપ 11

"આક્રંદ:-એક અભિશાપ"

ભાગ:-11

જિન દ્વારા હસન નાં હાથ પર લખવામાં આવેલ આઈના શબ્દ ને ઉકેલી જિન ની મનસા જાણવા હસન એક બીજી વિધિ કરે છે જેનાં અંતે રૂમ નાં ફર્શ પર ટોઈલેટ સ્પેલ નું નિશાન ઉભરી આવે છે..જેની તપાસ માટે બધાં બેઝમેન્ટમાં જાય છે જ્યાં ફાતિમા પર ફિટર સ્પેલ કરવામાં આવી હોવાની જાણકારી મળે છે..એટલામાં રેશમા નાં અંદર રહેલો જિન ત્યાં આવી પહોંચે છે.. હસન પોતાની બુદ્ધિ થી એ જિન ને ખતમ કરી દે છે..છતાં પણ રેશમા નો ચહેરો એની અંદર જિન ની મોજુદગી ની સાબિતી આપતો હતો.. હવે વાંચો આગળ ની કહાની.

રેશમા ની અંદર રહેલ જિન નો ખાત્મો થઈ જવાનાં લીધે બધાં ને અજાણી ખુશીનો અહેસાસ થઈ રહ્યો હતો..સાંજે ફાતિમા એ બધાં માટે તંદુરી ચિકન અને સેવૈયા બનાવી હતી..ડાઈનિંગ ટેબલ પર જમવા બેસેલી રેશમા ની હાલત ઘણી સુધારા પર લાગી રહી હતી.. રેશમા મેં સ્વસ્થ જોઈ નૂર અને ફાતિમા ખૂબ ખુશ જણાતાં હતાં.

એ લોકો જમવાની સાથે વાત-ચીત કરી રહ્યાં હતાં એ દરમિયાન નૂરે પોતાનો પગ હળવેકથી પોતાની સામે બેસેલાં હસન નાં પગ પર પોતાનો પગ મૂકી પોતાનાં અંગૂઠાનો સ્પર્શ હસન નાં પગ પર કરી રહી હતી..હસન નૂર ની આવી હરકત થી ક્ષણિક તો ચોંકી ઉઠ્યો પણ થોડીવારમાં એને પણ આ બધી ઉત્તેજનાત્મક હરકતો પસંદ આવી રહી જતી..હસન પણ સામે ચહેરા પર એક મંદ મુસ્કાન સાથે નૂર નાં પગ પર પોતાનો પગ સ્પર્શ કરી રહ્યો હતો.

જમવાનું પૂર્ણ કરી બધાં પોતપોતાનાં રૂમમાં જવા માટે નીકળી પડ્યાં.. હસન પોતાનાં રૂમ માં જઈને પથારીમાં આડો પડ્યો..પણ એનાં મનમાં હજુપણ નૂર ની એ હરકતો અને એનાં જ વિચારો આવી રહ્યાં હતાં..હસન કંઈપણ કરીને પોતાનું મન અને વિચારોને બીજે વાળવાનો પ્રયત્ન કરતો પણ કોઈપણ રીતે હસન ને એમાં સફળતા નહોતી મળી રહી.

ખુદાનાં નેક બંદા હોવાનાં લીધે હસન ઓમર પોતાનાં જાતીય આવેગો ને સરળતાથી દબાવી રાખતો હતો..અને એમાં પણ જ્યારથી એને આ ઝાડફૂંક નું કામ ચાલુ કર્યું હતું ત્યારથી એ કોઈ પર સ્ત્રી તરફ નજર ઉઠાવીને પણ નહોતો જોતો..હસન ને ખબર હતી કે નતાશા એને મનોમન ચાહે છે પણ એ નતાશા નાં અબ્બુ સાથે પહેલાં એની સાથે નિકાહ ની વાત કરવા માંગતો હતો એ સિવાય નતાશા ને એ ઈરાદાથી સ્પર્શવી પણ ગુનો હોવાનું હસન માનતો હતો.

હસન નાં પાક વિચારો છતાં આજે એની મનોસ્થિતિ બદ થી બદતર થઈ રહી હતી..નૂર તરફ એ આકર્ષણ પામી રહ્યો હતો..નૂર પણ એની તરફ જે પ્રકારનું વર્તન કરી રહી હતી એનો અર્થ એ થતો હતો કે નૂર એની તરફ ખેંચાણ અનુભવી રહી હતી..નૂર આદિલ ની થનારી જોરુ હોવાં છતાં હસન કેમ નૂર ને પામવાનું અને ભોગવવાનું વિચારી રહ્યો હતો એની એને પણ ખબર નહોતી પડી રહી.

નૂર પણ પોતાનાં કમરામાં બેસીને હસન માટે જ વિચારી રહી હતી..એને પણ હસન પ્રત્યે પોતે કેમ ખેંચાઈ રહી હતી એનું કારણ એને સ્પષ્ટ નહોતું સમજાઈ રહ્યું..પોતાની સાથે પથારીમાં સુઈ રહેલી નતાશા ની તરફ નજર ફેંકી નૂર પોતાની પથારીમાંથી ઉભી થઈ અને હળવેકથી અવાજ ના થાય એ રીતે પોતાનાં રૂમ નો દરવાજો ખોલી હસન નાં રૂમ તરફ આગળ વધી.

હસન નાં રૂમ નાં દરવાજા પર નૂર પોતાનાં હાથની થાપ મારવા જ જતી હતી ત્યાં દરવાજો ખુલી ગયો.. મતલબ દરવાજો બંધ નહોતો.. નૂર દરવાજો અંદરથી બંધ કરી હસન ઓમરનાં રૂમ માં પ્રવેશી ચુકી હતી.

"મને ખબર હતી તું આવીશ.."નૂર નાં રૂમ માં આવતાં ની સાથે જ એને હસન નો અવાજ સાંભળ્યો.

હસન જાગી રહ્યો હતો અને એની રાહ જોઈ રહ્યો હતો એ નૂર ને હસન નો અવાજ સાંભળી ને સમજાઈ ગયું હતું.. હસને લાઈટ ઓન કરી તો નૂરે જોયું કે હસન ઓમર પોતાની પથારીમાં બેઠો હતો...હસન ની સમીપ જઈને એની આંખો માં પોતાની આંખો પરોવી નૂર બોલી.

"આવવું પડે એવું હતું હસન..ખબર નહીં હું મારી જાત પર કાબુ ના રાખી શકી અને તારી બહોમાં સમાઈ જવા અહીં આવી પહોંચી.."

નૂર નો માદક અવાજ સાંભળી હસને એનો હાથ પકડી એને પલંગ પર પાડી દીધી..અને ખૂબ નજીકથી એનો ચહેરો નિહાળીને જોવા લાગ્યો. હસને પોતાનાં હાથ ની આંગળી ને નૂર નાં ચહેરા પર ફેરવ્યો..નૂર ની હાલત અત્યારે ખરાબ થઈ રહી હતી અને એનાં મોંઢેથી સિસકારીઓ નીકળવા લાગી.

હસન ઓમર અત્યારે હવસનાં નશામાં આંધળો બની ચુક્યો હતો..હસને નૂર નાં ધ્રુજતા અધરો પર પોતાનાં અધરો મૂકીને એનું રસપાન કરવાનું શરૂ કરી દીધું હતું..નૂર પણ હસન નો એ પ્રક્રિયામાં પૂરતો સાથ-સહકાર આપી રહી હતી..હસન નાં હાથ હવે એની ફરતે વીંટળાઈ ચૂક્યાં હતાં અને નૂરનાં હાથ હસન ની ફરતે.

નૂર પોતે ભૂલી ગઈ હતી કે એ આદિલ કરી કોઈની સાથે નિકાહ કરવાની હતી..અત્યારે તો એનું લક્ષ ફક્ત હસન હતો..હસન માટે પોતાને ન્યોછાવર કરી દેવી અને તૃપ્તતા નો અહેસાસ પ્રાપ્ત કરવો એજ એની આગળની મંજીલ હતી.

નૂર અત્યારે કોટન નાં એક કોટ માં હતી..હસને ધીરે ધીરે એની કોટ નાં બટન ખોલી દીધાં.. અને એની ગરદન ને ચુમતો ચુમતો નીચે ની તરફ આવવા લાગ્યો..નૂર પણ આંખો બંધ કરી આ સમય ને માણી રહી હતી..એની સિસકારીઓ અને ઉંહકારા આ દરમિયાન ચાલુ જ હતાં.. નૂર નાં ઉરોજ પ્રદેશ ની તરફ જોતાં હસને પોતાની ગરદન ઊંચી કરીને બેડ ની નજીક રહેલાં મિરર ની તરફ નજર કરી તો એ ચમકી ઉઠ્યો.

હસને જોયું તો એનાં પ્રતિબિંબ ની આંખો કોઈ સામાન્ય માણસ ની આંખો જેવી હોવાનાં બદલે લાલ અંગારા ની માફક ચમકી રહી હતી..મતલબ પોતે કોઈ સ્પેલ દ્વારા pussest હોવાની વાત એને ખબર પડી ગઈ હતી.

હસન ઓમર તાત્કાલિક પથારીમાંથી ઉભો થયો અને મનોમન પોતાની આ હરકત માટે માફી માંગી..નૂર અત્યારે હવસ ની કેફિયતમાં હતી એટલે હસન નું આમ પથારીમાંથી ઉતરી જવું એને ના ગમ્યું એટલે અણગમા નાં ભાવ સાથે બોલી.

"શું થયું કેમ આમ ઉભો થઈ ગયો..?"

"નૂર મને માફ કરજે..આ બધું હું જાણીજોઈને નહોતો કરી રહ્યો અને તું પણ આ બધું પોતાની ઈચ્છાથી નહોતી કરી રહી..હકીકતમાં આપણે બંને એકબીજા માટે કોઈ લાગણી ધરાવતાં જ નથી.."હસન નૂર ની વાત નો જવાબ આપતાં બોલ્યો.

"પણ આ બધું તું હવે કઈ રીતે કહી શકે..?"નૂર મોં ચડાવીને બોલી.

નૂર ની વાત નો જવાબ આપવાને બદલે હસન એની નજીક ગયો અને એનો હાથ પકડીને એને લાવીને મિરર ની સામે ઉભી કરી દીધી..મિરર ની તરફ જોતાં જ નૂરે પણ પોતાની બંને આંખો કોઈ અંગારા ની માફક ચમકતી જોઈ..પોતાની આવી આંખો નો મતલબ એ પણ હવે સમજી રહી હતી.

"મતલબ..આપણે બંને pussest છીએ..?"નૂર નાં સવાલ માં નર્યું આશ્ચર્ય હતું.

"હા..આપણી ઉપર એક સ્પેલ કરવામાં આવ્યો છે જેનાં લીધે આપણે એકબીજા તરફ આવું જાતીગત ખેંચાણ અનુભવી રહ્યાં હતાં..સારું થયું આપણે યોગ્ય સમયે રોકાઈ ગયાં નહીંતો અનર્થ થઈ જાત.."આંખો બંધ કરી ઉપરવાળા ને યાદ કરતાં હસન બોલ્યો.

"આપણી બંને ની ઉપર એકસાથે એવો તે કયો સ્પેલ કરવામાં આવ્યો છે..?"નૂરે પૂછ્યું.

"લવ સ્પેલ..આ સ્પેલ નું નામ છે લવ સ્પેલ.. ઝાડફૂંક ની સાથે વશીકરણ કરતાં લોકો પણ આ સ્પેલ નો ઉપયોગ કરે છે જેથી એમનો મનગમતો સાથી એમને મળી જાય.."હસન બોલ્યો.

"પણ આપણાં બે ની ઉપર આવું વશીકરણ સ્પેલ કરવાવાળું કોણ હશે..?"નૂરે સવાલ કર્યો.

"મને ખબર છે આ કોને કર્યું છે...."હસન બોલ્યો.

"તને ખબર છે આ લવ સ્પેલ નો ઉપયોગ કોને કર્યો છે આપણી ઉપર..?"નૂરે પૂછ્યું.

"કોને કર્યો છે એતો ખબર છે પણ કેમ કર્યું છે એની ખબર નથી..એ વાત નો જવાબ હું અત્યારે મેળવીને જ રહીશ.."આટલું કહી હસન રૂમનો દરવાજો ખોલી બહાર નીકળ્યો.નૂર પણ પોતાનાં કપડાં વ્યવસ્થિત કરી હસન ની પાછળ પાછળ આવી રહી હતી.

હજુ તો એ લોકો માંડ લોબી માં આવ્યાં હશે ત્યાં એમને એક કારમી ચીસ સંભળાઈ.. આ ચીસ નીચેનાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી આવી હોવાનું અનુમાન હસને લગાવ્યું અને અવાજની દિશામાં દોડ્યો..નૂર પણ એની બિલકુલ પાછળ જ હતી..પ્રથમ માળે થી દાદરો ઉતરી એ લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યાં જ્યાં દરવાજા જોડે એક વૃદ્ધ મહિલા લોહીલુહાણ હાલતમાં ભોંય પર પડી પડી કણસી રહી હતી.

હસન દોડીને એ તરફ ગયો જ્યાં જઈને એને જોયું તો કાસમા ત્યાં દરવાજા જોડે પડી હતી..કાસમા નો ચહેરો અત્યારે કોઈ છુરી થી લોહીલુહાણ હાલતમાં કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું હતું..કાસમા નાં હાથ પર પણ છુરી નાં ઘા મોજુદ હતાં.

હસને કાસમા ની નજીક જઈને એનું માથું પોતાનાં ખોળામાં મૂકી દીધું..આ બધી ભાગદોડ અને ચીસાચીસ નાં લીધે ફાતિમા અને નતાશા પણ ત્યાં આવી પહોંચ્યા હતાં.

"બેન કાસમા તારી આવી હાલત કોને કરી..?"ફાતિમા આવતાંવેંત જ પોતાની બેન કાસમા ની આવી હાલત જોઈને બોલી.

"રેશમા..રેશમા.."કાસમા જેમ તેમ કરી આટલું માંડ બોલી શકી.

"શું તમારી આવી હાલત રેશમા એ કરી..પણ કેમ..?..એની અંદરથી તો જિન નીકળી ગયો હતો તો પછી એને તમારી પર હુમલો કેમ કર્યો..?"નૂરે પૂછ્યું.

"જિન છે..હજુ જિન છે..રેશમા ને લઈ જવા આવ્યો છે..મેં રસ્તો રોક્યો..હુમલો..'તૂટતાં શબ્દોમાં આટલું કહી કાસમા બેહોશ થઈ ગઈ.

"મતલબ રેશમા ની અંદર જિન મોજુદ છે અને એ રેશમા ને લેવા આવ્યો હતો..તો કાસમા એ એનો રસ્તો રોક્યો એટલે રેશમા ની અંદર મોજુદ જિને કાસમા પર ઘાતકી હુમલો કરી દિધો.."કાસમા ની વાત નો સ્પષ્ટ અર્થ સમજાવતાં નતાશા બોલી.

નતાશા ની વાત સાંભળી હસને એની તરફ જોયું..પણ હસન ની નજર માં અત્યારે પોતાની તરફ ગુસ્સો હતો એ નતાશા ને સમજાઈ ગયું હતું.

"ક્યાં ગઈ રેશમા?..કઈ તરફ ગઈ મારી દીકરી..?"ફાતિમા હજુપણ બેહોશ કાસમા ને પૂછતી રહી.

"નૂર..તું કાસમા ને લઈને હોસ્પિટલ જા..મને ખબર છે રેશમા ક્યાં ગઈ હશે..હું એને કંઈપણ નહીં થવા દઉં.."મક્કમ સ્વરે આટલું કહી હસન ઉભો થયો અને કાર લઈને ફટાફટ નીકળી પડ્યો..!!

"યા અલ્લાહ..હસન ની હિફાઝત કરજે..તારાં એ નેક બંદા ની રક્ષા તારાં હાથમાં જ છે.."

ક્યારેય ખુદા ને ના માનતી નૂર પણ હસન નાં જતાં ની સાથે આંખો બંધ કરી હસન ની ખેરીયત ની દુવા માંગી લે છે..અને ત્યારબાદ ફાતિમા અને નતાશા ની મદદથી કાસમા ને કાર માં સુવડાવી એને લઈને પોતે પણ નીકળી પડે છે હોસ્પિટલની તરફ..!

***

વધુ આવતાં અંકે.

રેશમા ક્યાં ગઈ હતી..?? હસન નતાશા સાથે શું કરશે..?. રહમત ગામ નું અચાનક વિરાન થઈ જવાનું કારણ સાચેમાં જિન હતાં..?? 7175 નંબર નું રહસ્ય શું હતું..?? રેશમા ની અંદર હજુપણ જિન મોજુદ હતો તો ત્યાં બેઝમેન્ટમાં હસન નાં કહેવા મુજબ કયો જિન મૃત્યુ પામ્યો..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.

આ નોવેલ નો વિષય ખૂબ અલગ છે..પણ સાથે સાથે એટલાં બધાં રહસ્યો અને અજાણી વાતો થી ભરેલો છે કે દરેક ભાગ તમને આવનારાં ભાગની પ્રતીક્ષા કરવા મજબૂર કરી મુકશે..આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

બેકફૂટ પંચ

ડેવિલ: એક શૈતાન

ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

અધૂરી મુલાકાત

~જતીન. આર. પટેલ (શિવાય)