જિંદગી અને પ્રેમ
તારીખ ૧૦/૦૬/૨૦૧૮ એ દિવસ હજી મારા દિલ માં સાચવી ને રાખ્યો છે. એ દિવસે પેહલી વખત મારી અને ખુશ ની મુલાકાત થઇ અમે એક બીજા ને ફોન પર મળ્યા અને એક બીજા સાથે વાત કરવા લાગ્યા આમ તો એનું નામ ખુશાલી હતું પણ હું એને પ્રેમ થી ખુશ કેહતો એ દિવસે માસી ને ત્યાં ક્લિનિક માં ફોન જોડ્યો અને હું મારા માસી મસ્તી કરવા લાગ્યા કે માસી પૂછે કે ભાઈ તારા લગ્ન વિશે કઈ વિચાર્યું કે આમનામ રેહવું છે. મેં પણ કહ્યું માસી ગુજરાતી છોકરો કહી લગ્ન વિશે ખુદ ના કહે તો માસી કહે હું વાત કરું તારા પાપા ને મેં કહ્યું ના હો. ત્યાંજ એ આવી અને કહે મેડમ કેનો ફોન છે માસી કહે મારો ભાણો છે. ખુશ કહે સારું માસી કહે લે વાત કરવી છે તારે તો કર હું જરા ફ્રેશ થઇ આવું એ એક ફોને મારી જિંદગી ફેરવી નાખી અમે એક બીજા જોડે વાત કરતા હતા અને એક બીજાનું નામ અને ભણતર પૂછ્યું પછી એક બીજા ના ફોન નં આપ્યો કુદરતી રીતે એક બીજા ની પાસે આવી ગયા કે એક બીજા ફોન કે એક બીજા ના આવાજ સંબાળ્યા વગર રહી ના સકતા બીજે દિવસે સવારી ફોન કરવા કહ્યું સવારે ૯ વાગે ઓફિસે પોહ્ચ્તા જોયું ૧૦ મિસ્સડ કોલ હતા મેં એમ ને ફોન જોડ્યો ઉપાડતા બોલી જય શ્રી કૃષ્ણ હું તારાજ ફોન ની રાહ જોતી હતી બોલ સુ કરે છે તું મેં કહ્યું ઓફિસે પોહ્ચ્યો છું બોલ બસ બીજું કઈ નાઈ મન ક્યાંય લાગતું નથી તારી પાસે આવીને બેસી જાઉં એવું થઇ છે. મેં કહ્યું આવી જા વળી બોલી તને મેં જોયો નથી તારો ફોટો મોકલ ને મેં મેસેજ કરીયો જોઈ ને ફોટો બોલી તું ખુબજ સુંદર છે મેં કહ્યું તું તારો ફોટો મોકલ ને અને મને મેસેજ કરીયો તેનો ફોટો જોઈ ને મારા હોશ ઉડી ગયા આવી સુંદર છોકરી જિંદગી માં પેહલી વાર જોઈ મને લાગ્યું કે ભગવાને આ દુનિયા માં આ એકજ છોકરી સારી બનાવી છે. પણ સિદ્ધો પ્રેમ નો એકરાર કેમ કરવો એટલે મને લાગ્યું કે લાવ તેને મળવા બોલાવવું મેં રાજકોટ મળવા માટે કહ્યું તેને કહ્યું ચાલો મળીયે.થોડો સમય જતા મળવા નું બંધ રહ્યું બુધવાર નો એ દિવસ મને હજુ પણ યાદ છે. જ્યાંરે તેનો મને ફોન આવ્યો બપોર ના ૨:૦૦ વાગ્યા હતા અમે એક બીજા ની ખબર અંતર પૂછી અને અહીં ત્યાંની વાત કરતા હતા પછી તે બોલી તું મને રોજ ફોન કરીશ ને મેં પણ કહ્યું હા પણ તું કેમ આવું પૂછે છે. એમને મને કહ્યું કે હવે તે સવાર માં પોતાના દાદા ને ફોન નથી કરતી ખુશ નો નિત્ય ક્રમ હતો સવારે વહેલી ૫:૩૦ ઉઠી અને તેમના દાદા ને સુ પ્રભાત કેહતી તે દિવસે તેને મને દિલ ની બધીજ વાત કરી મેં પણ એમને ખાલી હસતા સારા લાગો ચો તેઅમજ કહ્યું એને મને માસ્કા ના મારવા કહ્યું પણ હું સાચેજ પ્રેમ કરી બેઠો હતો. બીજે દિવસે એટલે કે ગુરુવારે હું ઓફિસે પહુચ્યો ત્યારે તેના ૨ ફોન હતા. મેં એને ફોન જોડ્યો અને રીતસર જે વાત રોજિંદી થતી હોય એજ કરી અને અરધો દિવસ નીકળી ગયો આ ખબરજ ના પડી અને બરાબર ૫:૩૦ સાંજે એનો ફોન આવ્યો મેં ઉપાડ્યો કહે કેતુ મને પંસદ કરવા લાગ્યો છે. એવું લાગે છે.મેં કહ્યું હા કદાચ મેં કહ્યું તું મને પસંદ કરે છે. તેને કહ્યું તોજ આ ફોન ચાલું રાખ્યો હોય નહિ તો ક્યારનોય કાપી નાખ્યો હોય તે દિવસે અમે એક બીજા ના પ્રેમ નો એકરાર કરીયો અમે બંને ખુશ હતા તેને મને કહ્યું કે તું મને છોડી નહિ જાય ને મેં કહ્યું ના હું જિંદગીભર તારો સાથ નિભાવીશ તેને મ કહ્યું ચાલ હવે જમી લઇ તેને કહ્યું તું પેલા જમીલે પછી હું જમીશ અમે બંને ફોન ચાલુ રાખીને જમ્યા સાંજ થઇ ઘેરે જતા વ્હોટસ એપ મેસેજ આવ્યો કહે પાપા આવી ગયા છે. કોલ ના કરીશ હું તને મેસેજ કરીશ રાત્રીના ૨:૩૦ થયા હતા એના મેસેજ નિ રાહ જોતો હતો. પણ મેસેજ ના આવ્યો સવારે ૧૦:૦૦ ઓફિસે કોલ આવ્યો કે કાલે મારા ભાઈ પાસે ફોન હોવાથી મેસેજ ના કરી સકી મેં કહ્યું હશે જવાદે અમે બંને એક બીજા ને એટલા ગાઢ પ્રેમ માં હતા કે બધુજ ભૂલી ગયા અને એક બીજા ભાગી લગ્ન કરવા તૈયાર થયા. આ વાત ની જાણ મારા માસી ને થતા એમને મને સમજાવ્યો કે એ છોકરી તારા લાયક નથી મને પણ એમ થઇ ગયું હતું કે લગ્ન કરું તો ખુશ જોડે કરીશ નહિ તો દવા પી જઈસ આવી વાત થતા મારા પાપા એ મને સમજાવ્યો કે તું માની જા એ છોકરી તારા લાયક નથી.બહુ સમજાવતા છતાં પણ હું માન્યો નહિ લગ્ન તો ખુશ સાથેજ કરીશ નહીંતર જિંદગી આમજ કાઢીશ. થોડા દિવસો ગયા તેમના ઘેરે વાત ની ખબર પડી તેના પાપા એ કહ્યું કે હું કઈ સાંભળવા માંગતો નથી હવે બધું પૂરું કરો બીજે દિવસે બપોરે કોલ આવ્યો મારા પાપા મને તારી જોડે વાત કરવાની ના પાડી છે. મેં કહ્યું તો આપણા પ્રેમ નું સુ તેને કહ્યું કે આપડા નસીબ હશે તો આપડે મળીશુ નહીંતર તું મને ભૂલી જજે મેં કહ્યું પણ તે તારા પાપા ને સુ કીધું ખુશ બોલી મેં ખાલી એટલું જ કીધું કે હવે જો હું તેને ચાહું તો મારુ માથું અને તમારી તલવાર મેં કહ્યું ખુશ તને હું ખુબજ ચાહું છું. તેને મને બધું ભૂલી જવા કહ્યું અને આજે આ વાત ને લગભગ ૩ મહિના વીતી ગયા તેને પોતાના ફોન નં પણ બદલાવી નાખ્યા અને રહેવાનું અને નોકરી પણ બદલાવી નાખી અને કોઈ સારા વ્યક્તિ સાથે સગાઇ પણ કરી લીધી મારા અરમાન હતા કે જો તે જિંદગી મા આવત તો જિંદગી ના તમામ સુખ હું એને આપત પણ તેને ફક્ત રમત જ કરી મારા દિલ સાથે આજે પણ હું એની યાદો ના સહારે જીવું છું અને એ કદાચ મને ભૂલી પણ ગઈ હશે. આજે પણ મને લાગે છે. કે કદાચ મારી ખુશ મને ફોન જરૂર કરશે એટલે રોજ રાત્રે ૨:૩૦ સુધી એના ફોન ની રાહ જોવું છું. અને મારી જિંદગી ગુજારું છું
ખાલી એક વાત જ કહેવી છે. કોઈ પણ સાચા વ્યક્તિ ની જિંદગી બગાડતા પેહલા વિચારજો જરૂર .