EK KADAM JINDAGI TARAF books and stories free download online pdf in Gujarati

એક કદમ જિંદગી તરફ

ગઈ કાલે રાત્રી ના લગભગ ૯:૩૦ નો સમય થયો હતો અને હું મારા પિતાજી જોડે ઓફિસે થી ઘેર જઈ રહ્યો અચાનક રસ્તા પાર એક માણસ સુઈ રહ્યો હતો મેં જોઈ ને કહ્યું શું જિંદગી છે. માણસો ની રહેવા માટે ઘર પણ નથી ત્યાંજ મારા પિતાજી એ ટકોર કરી કે ઘર તો છે. પણ કોઈ તેને ત્યાં રાખે તેમ નથી. મેં પણ પૂછી નાખ્યું કેમ તમે આમને ઓળખો છો. તેને કહ્યું હા મેં કહ્યું કોણ છે આ તેને મને જણાવતા કહ્યું સાંભળ જ્યાં હું કામ કરું છું ને ત્યાં આ ભાઈ ની ૨ ફેક્ટરી પોતાની હતી આટલું સાંભળતા હું તો પિતાજી ને કેહવા લાગ્યો શું આ ૨ ફેક્ટરી નો મલિક છે. તો એ અહીંયા શું કરે છે. અને એ પણ આવી હાલત માં પિતાજી એ જણાવતા કહ્યું કે સમય અને માણસ નો કોઈ ભરોસો નથી ક્યારે રાજા જેવો માણસ ભિખારી બની જાય તેની કોઈ ને ખબર પડતી નથી. તકલીફ એવી છે. સમય ક્યારે શું કરે કોઈ ને ખબર પડતી નથી. મને પણ જાણવા માં રસ જાગ્યો પણ તે રાત્રે અમે ઘેર પહુંચી ગયા એટલે વાત ના થઇ સકી આજે સવારે હું મારુ બાઈક લઈને જતો હતો ત્યારે મેં એ માણસ ને ફરી જોયો કંપની આવતાની સાથે મેં પિતાજી ને કહ્યું કે ફરી તે રાત વાળો માણસ આજે જોયો તેને કહ્યું કોણ છગનલાલ મેં કહ્યું પેલો રસ્તે ની પાર પડ્યો હતો એ પિતાજી એ ડોકું ધુણાવતા કહ્યું હા એ છગનલાલ છે. મેં કહ્યું કે તમે કેહતા હતા કે ૨ ફેક્ટરી નો માલિક હતો મને કહો ને વાત માંડતા પિતાજી એ કહ્યું કે હા એ વાત ૪ વર્ષ પેહલા ની છે. છગનલાલ એટલે ફેક્ટરી અને રૂપિયા નો બાદશાહ કહેવાતો બહુજ ધનાઢ્ય વ્યક્તિ એની એક ફેક્ટરી માં આવક જાણે સાક્ષાત લક્ષ્મી વિરાજમાન હતા પૈસા ની કોઈ ખામી નય મોજે જિંદગી કાઢતો માણસ આજે પીવાના પાણી માટે ભીખ માંગે છે. મેં પૂછ્યું આવા હાલ એમના કેમ થયા. ત્યારે પિતાજી એ કહ્યું બહુજ પૈસા હોવાથી માણસ ખોટા ખર્ચ અને ખરાબ લક્ષણ માં પ્રવેશ કરે છે. છગનલાલે તેમના દીકરા ને પોતાની ફેક્ટરી ની જવાબદારી આપી અને જુગાર દારૂ જેવા સામાજિક દુષણ માં ફસાઈ ગયા હવે તો તેને રાત દિવસ બસ એકજ કામ ફક્ત મેહફીલ સમય જતા પૈસા બધા જતા રહ્યા પાછળ કઈ ના વધ્યું છેલ્લે ફેક્ટરી પણ કર્જ માં આવી તેને જોયું કે મેં જે કમાણી કરતી ફેક્ટરી પણ કર્જ માં કેમ આવી ગઈ ત્યારે તે જોઈને તપાસ કરી કે તો છગનલાલ ને ખબર પડી કે કે તેનો દીકરો તેના કરતા પણ મોટો દીકરો એના કરતા પણ મોટો ખેલાડી નીકળ્યો તેતો ખાલી દારૂ જુગાર નહિ પણ વેશ્યાવૃત્તિ સાથે સાથે શેરબઝાર જેવા દુષણ માં પૈસા બગાડવા લાગ્યો. આ બધા ની જાણ છગનલાલ ને થઇ ત્યારે છગનલાલ ને પોતાના પર અને પોતાના દીકરા પર બહુજ ગુસ્સો આવ્યો અને પોતે પોતાના દીકરા ને મળવા માટે જેવા ફેક્ટરી ગયા તેવીજ તેની સાથે એક તેમનો મોટો ભાઈ હમીર મળ્યો તેને છગનલાલ ને પૂછ્યું કે સુ પૂછવા જાય છે. ફેક્ટરી એ તે જે કરિયું તેવુંજ તારા સંતાને કરિયું હવે અફસોસ કરવાથી કોઈ ફાયદો નથી. તારી પાસે હજી સમય છે. તારે બચવું હોય તો તું તારો કારોબાર અને તું મારા ભેગા થઇ જાઓ હું તને વચન આપું છું હું તને ડૂબતો બચાવી લઈસ છગનલાલ ને લાગ્યું કે મારો ભાઈ ડૂબતા નો સહારો બની આવ્યો છે. તેથી તેને પોતાના ભાઈ ના સાથે ભાગીદારી કરી અને થોડું જીવન સુધર્યું પણ કહે છે ને કે આજના જમાના માં ભાઈ ભાઈ નો નથી તે સાબિત હમીરે કરી બતાવ્યું પોતાની ફેક્ટરી ના શેર ઉંચા ભાવ માં વેચી અને છગનલાલ ની ફેક્ટરી ના શેર બહુ નીચી કિંમતે વેચી પોતેજ ખરીદાવી લીધા તેથી છગનલાલ ને ખુબજ નુકસાની આવી અને ફેક્ટરી વેચી નાખવી પડી હવે ફક્ત એક ઘર વધ્યું હતું તે પણ થોડા સમય માં નીલામ થઇ ગયું હવે કોઈ પણ પોતાનું ના રહ્યું છોકરો અને વહુ છોડી જતા રહ્યા પત્નીએ સાથ છોડીને જતી રહી પોતે પુરા રાજકોટ શહેર માં ભટકવા લાગ્યા હવે તેને જ્યાં ત્યાં જે પણ મળતું તે ખાઈ લે અને પોતે અડધા પાગલ થઇ ગયા હતા એવું લોકો કેહવા લાગ્યા બસ આજ કહાની સાંભળતા મેં કહ્યું આવું લોકો એ સુ કરવા ને કર્યું એની સાથે પિતાજી એ કહ્યું જયારે કપટ થી આવેલો પૈસો માણસ ને આંધળો બનાવી દે છે. ત્યારે આ પૈસો માણસ ને વેરવિખેર કરી નાખે છે. તેથી હંમેશા ઈમાનદારી થી કમાઓ ભલે થોડું પણ સારું. બસ પછી ત્યાંથી હું જતો રહ્યો અને મારા કામ માં વ્યસ્ત થયો

જિંદગી ક્યારેય માણસ ને દગો નથી આપતી પણ દગો હંમેશા માણસ જિંદગી ને આપે છે. આજે કમાવા ની ઝડપ વધી છે. તેમ તમારા પોતાના પણ ઘટ્યા છે. આજે માણસ ને પૈસા માટે બધું કરી છૂટવા ના અભરખા રાખે છે. પણ એજ પૈસો માણસ ને જિંદગી નો દુશ્મન બની બેસે છે. આજે સમાજ માં છગનલાલ જેવા કંઈક કિસ્સા છે. તો બીજું સુ કેહવું પણ એટલું જરૂર કઇસ કે

જિંદગી બધા માટે સરખી છે. કોઈ સાથે દગો ના કરશો

આજે એનો વારો કાલે તમારો વારો આવશે એ ચોક્કસ છે.

એટલે તમને કહું છું બધા વેર ઝેર ભૂલી આપણે એક કદમ જિંદગી તરફ વધારીએ