POOJA HOUSE books and stories free download online pdf in Gujarati

પૂજા હાઉસ

પૂજા હાઉસ

વાર્તા નું શિર્શક જોતા એમ લાગે કે કોઈ ભૂતિયા ઘર ની કે કોઈ પ્રેત ની કહાની છે.પણ ના આ કોઈ ભૂત પીસાચ ડાકણ ની કહાની નથી આતો તૂટેલા દિલ ના તાર માંથી નીકળેલો એક આભાસ છે . તો માણીયે આ આભાષ ને એક છોકરો જેનું નામ મેહુલ પણ કેવો જાણે ઇન્દ્ર ના દરબાર માંથી કોઈ ગંધર્વ ને શ્રાપ મળ્યો હોય અને એ ધરતી પર આવ્યો હોય એવો રૂપ રૂપ નો અવતાર અને જાણે હવા પૂર્વ માંથી વાય તો હવા ને પશ્ચિમ માં હવા ને મળે એવો એનું સમતોલ શરીર અને કોઈ ને જોવો ગમે એવો છોકરો પણ કુદરત ની ભરો ભાર કપાણ કૈયે તો રાજકોટ જેવા શહેર માં એકલો રહે એને કોઈએ પૂછ્યું કે ભાઈ માં બાપ ક્યાં છે. તેને કહ્યું કે ઉપર ભગવાન પાસે આવો નિરાધાર છોકરો પણ રાજકોટ માં આવી ગાડીઓના ગેરેજ માં નોકરી કરી જિંદગી ચલાવે અને અને રાત્રે વેહલા મોડો ઘેરે જાય ત્યારે ભાડુત મલિક પણ ખીજાય પણ આ તેનું કહેલું ગણકારે નહિ મલિક છે. બોલે સુ થઇ ગયું આવવો મોજીલો છોકરો કોઈ મુસીબત માં જોવે તરત મદદ કરે પણ જ્યાં રહે ત્યાંના બાજુના મકાન માં એક છોકરી રહે નામ એનું પૂજા પણ પૂજા એટલે રાજકોટ ની ફેશન જાણે પૂજા માટે બનતી હોય એવું લાગે ધનજીભાઈ ની એક ની એક છોકરી અને ધનજીભાઈ એટલે રાજકોટ માં ચ્હા ના મોટામાં મોટા વેપારી પૈસો અઢળક એટલે પૂજા ને કોઈ ચીજ ની અછત નઈ હવે પૂજા નું યૌવન એટલે દેવો ને પણ એમ થાઈ કે કોઈ અમૂલ્ય ચીજ ધરતી પાર ફેંકી દીધી એવી છોકરી કે જાણે કોઈ ભાદરવા નો તડકો નહીંતર એમ કયો કે જૂની વાળ નો ભડકો જોગીયો ના જોગ છૂટી જાય તપશ્વીયો ના તપ તૂટી જાય નહીંતર એમ કેહવા દિયો કે જાણે કોઈ લોભી માણસ ના હાથ માંથી ધન છૂટે આવી છોકરી જેના રૂપ ના સુ વખાણ કરું કે ચંદ્રમાના ચોહલા જેવું એનું કપાળ ભૂખી સિંહણ જેવો એનો કેડ નો લાત અને ટાઠ્ઠી મૃગલી જેવી એની આંખો અને જાણે અમાશ ની કાળી રાત હોય એવા કાળા એના વાળ અને ગુલાબ ની પાંખડી પર કોઈ પાણી રેડે અને સરેરાટ કરતુ પાણી નીચે પડી જાય પણ પાણી નું એક બુંદ એ ગુલાબ ની પાંખડી પર રહી જાય અને જે જગારા મારતું હોય એવા એના સુંદર હોઠ અને જેમ ચંદન ના જાડ પર કોઈ નાગ વીંટળાઈ લટકતો હોય એવો એનો કાળો ભમ્મર કમર સુધી નો કેશ કલાપ અને જાણે કુદરતે સાળા ત્રણ દિવસ ની નવરાઇ લઈને ઘડેલી હોય એવી કાંચ ની પૂતળી જેવું એનું યૌવન હો એક વખત જો એને કોઈ નઝર ભરી ને જોય લે ને તો લજામણી ના છોડ ની જેમ સંકેલાઇ જાય અને કોઈ જો પ્રેમ કરી જાણે તો ખીલતા ગુલાબ ની જેમ ખીલી જાય આવી છોકરી પણ તવંગર જિંદગી માણતી પૂજા રોજ પોતાની મોટરકાર લઇ મેહુલ ના ગેરેજ સામેથી નીકળે અને રોજ અભ્યાશ કરવા જાય તેની બે ત્રણ સહેલીઓ ને સાથે અભ્યાશ અને ફિલ્મો ને પાર્ટી રોજે રોજ હોય એક દિવસ કુદરત ને કરવું અને પૂજા અને તેમની સહેલીઓ ઢળતી સાંજ ના પાર્ટી નો પ્રોગ્રામ બનાવી નીકળે છે. અને મેહુલ ના ગેરેજ પાસે ગાડી બંધ પડી જાય છે. એટલે પૂજા હાથ એક નો નીશાસો નાખી કહે છે. આજે પાર્ટી ગઈ જ્યાં નઝર સામે કરે છે. ત્યાં મેહુલ એક ગાડી રીપેર કરતો હોય છે. પૂજા બૂમ પાડે છે. એ હીરો જરા મારી ગાડી બંધ પડી ગઈ છે. ચેક કરી દે ને મેહુલ અવાજ સાંભળી આવે છે. ઓહ્હ આજે આને સુ થયું હું તો રોજ આ ગાડી અહીંથી જતા જોવું છું. ત્યાં તેમની એક મિત્ર નેહા કહે છે. પૂજા આ તો આવતા જતા જોવે પણ છે. ત્યારે મેહુલ ફરી બોલે છે હું સાંભળું પણ છું પૂજા અને નેહા બંને હસે છે.એક વાયર ને જોડી બોનેટ બંધ કરે છે અને મેહુલ પૂજા ને ગાડી સ્ટાર્ટ કરવા કહે છે અને ગાડી ચાલુ થઇ જાય છે પૂજા પોતાના પાકીટ માંથી રૂપિયા કાઢતા કહે કહે તમારા કેટલા પૈસા થયા મેહુલ કહે અમે વાયર ને જોડવા ના પૈસા નથી લેતા ત્યારે પછી નેહા બોલે છે. પૂજા આના પૈસા આપી દે નહીંતર આ વ્યાજ સાથે વસુલ કરશે પૂજા જવાદે ને હવે ચિબાવલી મેહુલ કહે છે તમે કઈ કીધું મને પૂજા ના પાડતી ગાડી હંકારી મૂકે છે. હવે તો રોજ નો ક્રમ થાય છે. કે નયન મળ્યા વગર દિવસ નથી જતો પૂજા નો એક દિવસ એવું બને છે. કે પૂજા ના સામેના મકાન માં કોઈ ભાડે રહેવા આવે છે. પૂજા ઝરૂખે ઉભી જોવે છે. એ કોણ છે. તો પેલો મેહુલ હોય છે. તે જોઈને પૂજા બહુ રાજી થાય છે. એક દિવસ રાત્રે પૂજા પાર્ટી પુરી કરી એકલી આવતી હોય છે. અને ગેરેજ ની બહાર રસ્તા પર એક ગાડી મેહુલ રીપેર કરતો હોય છે. પૂજા ત્યાં ગાડી ઉભી રાખે છે. અને પૂછે કે આજે સુવાનો મૂળ નથી કે નીંદર નથી આવતી જનાબ રાત ના ૧૨ વાગ્યા છે. ત્યારે મેહુલ કહે છે. મારી નીંદર તો એ લઇ ગયો કે જેની આ ખરાબ થઇ ગયેલી ગાડી છે. આજે આને બનાવી અને કાલે સવારે આપી દઈશ પૂજા કહે છે. અજીબ કહેવાય નઈ જેની ગાડી બગડી છે એ નિરાંતે સૂતો છે. અને જેને ગાડી બનાવવી છે. એ પોતાની નીંદર ખોઈ બેઠો છે. મેહુલ કહે છે નસીબ ની તો વાત્ત છે. એટલું સાંભળી હસતા હસતા ગાડી ચાલુ કરી પૂજા ઘેરે જતી રહે છે. પણ તેને તે રાત્રે નીંદર નથી આવતી કારણ કે નૈંનપદારથ નૈંનરસ અણજાણીયા સે પ્રીતડી પ્રથમ નૈના કરંત આમ નઝર થી નઝર મળી ગઈ અને પેહલી નઝર નો પ્રેમ થઇ ગયો પણ એકરાર કેમ કરવો વિચારે છે.પૂજા પણ કુદરત એ પણ મોકો આપે છે એક દિવસ રાત્રે નવ વાગે બસ સ્ટેન્ડ પર ઉભો બસ ની રાહ જોતો હોય છે મેહુલ ત્યાં પૂજા પોતાની કાર લઈને સડસડાટ આવી ને ઉભી રહે છે અને બોલે છે. એઇ મિસ્ટર કોની રાહ જુવે છે. મેહુલ હસતા કહે મેડમ બસ સ્ટેન્ડ પર બસ ની રાહ જોવું છું પૂજા કહે હું પણ ઘેરે જ જાઉં છું આવ બેસી જા હું તને ઉતારી દઈશ મેહુલ પૂછે છે. આવી જાઉં એમ કરી ગાડી ની પાછળ ની શીટ પાર બેસી જાય છે.પૂજા પાછળ જોઈ બોલે છે. એઇ મિસ્ટર જયારે ડ્રાઈવર ગાડી હંકારતો હોય ત્યારે પાછળ બેસાય પણ જયારે કોઈ પોતાના ગાડી હંકારતા હોય ત્યારે પાસે બેસાય અમે પણ કોઈ બીજા નથી તમારા પાડોસી જ છીએ આગળ આવી જા મેહુલ પૂછે છે. આવી જાવ પૂજા કહે છે. હા આવીજા મેહુલ આગળ બેસે છે. પૂજા અને મેહુલ વાતો કરતા જાય છે. અને એક સુમસાન શેરી ના નાકા પર પૂજા ગાડી ઉભી રાખે છે. અને કહે મેહુલ મેં તારા જેવો ખુદ્દાર માણસ નથી જોયો હું તને ચાહવા લાગી છું હું તને પ્રેમ કરું છું તું મને પ્રેમ કરે છે. મેહુલ પણ મનો મન પ્રેમ કરતો હોય છે પણ કહી નથી શકતો પણ તે કહે છે હું તારા લાયક નથી તું એક તવંગર કુટુંબ માંથી અને હું રહ્યો એક ગેરેજ માં નોકરી કરતો માણસ સુ તારો પરિવાર મને સ્વીકાર કરશે પૂજા કહે કે લગ્ન મારે કરવા છે મારા પરિવારે નઈ મેહુલ કહે છે. તો હું પણ તને ચાહું છું બંને વચ્ચે પ્રેમ પાંગરે છે. અને રોજ મુલાકાત અને રોજિંદી જિંદગી જીવે છે. એક દિવસ પૂજા કહે છે. કે ચાલ ને આપણે ક્યાંક ફરવા જઇયે મેહુલ કહે ચાલ બીજે દિવસે બને નીકળી જાય અને આગ્રા જાય અને ફરે છે. ફરતા ફરતા પૂજા વાત કરે છે. મારા અરમાન એવા છે. કે મારો એક પોતાનો બંગલો હોય જેમાં રોનક કૈઈક અલગ હોય જયારે પાર્ટ્ટી હોય આપડા બાંગ્લા માં ત્યારે ચોગાન માંથી સીડી જવી જોય સીધી ઉપર પણ ઉપર આપડી બેઠક હો. અને જેવી પાર્ટી માં એન્ટ્રી હોય ત્યારે નોકર દરવાજો ખોલે ત્યારે લાગવું જોઈએ કે પાર્ટ્ટી જોરદાર છે. અને બંગલા નો દરવાજો જારિદાર હોવો જોઈએ જે લોકો અંદર ના આવી શકે તે લોકો બાર પાર્ટી જોઈને રાજી થવા જોઈએ ત્યારે મેહુલ કહે છે. મુશ્કેલ છે. પણ અશક્ય નથી પછી થોડા દિવસ ફરી બંને પાછા આવે છે.અને રોજિંદી જિંદગી જીવે છે. એક દિવસ પૂજા કહે છે. કે મેહુલ મારા પપ્પા એ મારા લગ્ન તેના મિત્ર ના છોકરા દેવાંગ જોડે નક્કી કરી નાખ્યા છે. હું તારા વગર નહિ રહી શકું પણ મારા પપ્પા એ મને મજબૂર કરી છે. કે તું લગ્ન નહિ કરે તો હું મારી જઈશ મેહુલ ના આંખ માં આંસુ આવી ગયા અને બોલ્યો તું લગ્ન કરી લે હું તારા વગર જીવી લઇસ પણ હું પૂજા બોલી પણ મારુ સુ જો પૂજા જિંદગી માં પ્રેમ થાય એનો અર્થ એવો નથી કે મલવું જ જોઈએ પૂજા બોલી હું તારા વગર નહિ જીવી શકું મરી જઈશ મેહુલ બોલ્યો અરે પાગલ પ્રેમ માં તો જીવી બતાવવા નું હોય મરવાનું ના હોય પણ યાદ જરૂર કરજે પૂજા ના આંખ માંથી આશુ આવી ગયા અને તે જતી રહી પણ મેહુલ મેહુલ ને દિલ પર ઘાવ લાગી ગયો મેહુલ ખુબ મેહનત કરવા લાગ્યો અને રાજકોટ માં ૧૦ વર્ષ પછી પોતાની ફેક્ટરી ઉભી કરી પોતે મલિક બન્યો પણ પૂજા ની યાદ આજે પણ દિલ માં પડી હતી એથી તેને લગ્ન ના કરિયા એક દિવસ જોગ નું જોગ એક સ્ત્રી એની કંપની પર આવી અને તેના મેહતાજી ને મળી અને બોલી કે મારે તમારા મલિક ને મળવું છે. મેહતાજી બોલ્યા કે તમારી અપોઇમેન્ટ છે. તે બોલી ના પણ કદાચ એ મને ઓળખે છે. તેને કહો કે પૂજા આવી છે. એટલે તે મને જરૂર મળશે મેહતાજી એ ફોન જોડ્યો સાહેબ કોઈ સ્ત્રી આવી છે. અને તમને મળવા અને કહે છે. તમને ઓળખે છે. અને એનું નામ પૂજા છે. મેહુલ ફોન પર બોલ્યો મેહતા ફરી બોલ તો સુ નામ કહ્યું તે મેહતાજી કહે પૂજા છે. મેહુલ બોલ્યો તેને જલ્દી અંદર મોકલ પછી અંદર પૂજા આવે છે. એને જોઈ મેહુલ ચકિત થઇ જાય છે. પૂજા તું બેસ પૂજા બેસે છે. બોલ સુ હતું કેટલા ટાઈમ પછી મળ્યા બોલ તું સુ પીસ ચા કે ઠંડુ કેમ છે તું એક સાથે ઘણું બધું પૂછી લીધું પૂજા બોલી તું જરા પણ નથી બદલાયો મેહુલ બોલ્યો પણ તું ક્યાં બદલાય છે.પછી મેહુલ પૂજા ને જોવે છે અને પૂછે છે કેમ છે તારો પતિ પૂજા ની આંખ માંથી આંશુ આવી ગયા અને બોલી જિંદગી મારાથી નારાઝ થઇ ગઈ જ્યાર થી તું ગયો ત્યાર થી થોડો સમય લગ્ન ને ગયો પણ મન ક્યાંય લાગતું નહોતું એટલા માં હું મારા પતિ આગરા જતા હતા ગાડી લઈને ત્યાં ગાડી નું એક્સિડેન્ટ થયું પતિ મરી ગયો અને મને ઘેરે થી કાઢી મૂકી હું મારા પપ્પા પાસે ગઈ અને પપ્પા એ કહ્યું કઈ વાંધો નઈ તું અહીંયા રહેજે ૨ વર્ષ થયા મમ્મી અને પપ્પા પણ ચાલ્યા ગયા અને હું એકલી થઇ ગઈ પૂજા બોલી અને રડતી હતી મેહુલ બોલ્યો શાંત થા હું પણ તને આજે પણ યાદ કરું છું પણ મેં લગ્ન નથી કર્યા તારી યાદ ના સહારે જીવું છું ત્યાં કોફી આવી અને બંને એ કોફી પીધી પછી પૂજા બોલી મેહુલ હું એક વાર તને ખોઈ ચુકી છું હવે તું મને પોતાની બનાવ ને મેહુલ બોલ્યો હા પૂજા હું તને મારી બનાવીશ આજે જ આપણે લગ્ન કરીશું પણ પેહલા તારી કોઈ રાહ જોવે છે .પૂજા બોલી કોણ મેહુલ બોલ્યો આવ પૂજા ને ગાડી માં બેસાડી તેને એક બંગલે લઇ ગયો જેવો બાંગ્લા ના ગેટે ગાડી ઉભી રહી જેવું પૂજા એ કીધું હતું એવી રીતે નોકરે દરવાજો ખોલ્યો અને જાળીદાર ગેટ પાસે બાંગ્લા નું નામ લખેલું હતું પૂજા હાઉસ બાંગ્લા નો ગેટ ખુલ્યો અને ગાડી ચોગાન માં ઉભી રહી અને જુવે તો એવો જ બંગલો રોનકદાર પૂજા જોતી રહી ગઈ અને સીડી ચઢવા લાગી સીડી સીધી ગઈ ઉપર ઉપર બેડરૂમ હતો બેડરૂમ માં બધીજ દીવાલો પર તેના જ ફોટા ચોંટાડેલા હતા પાછળ મેહુલ આવી બોલ્યો મેં તારી યાદ માં આ બધું કર્યું આ રાજ મહેલ એંસી લાખ નો હતો એના મેં એંક કરોડ રૂપિયા આપ્યા અને મેં ખરીદી લીધો અને તેનું નામ પણ પૂજા હાઉસ રાખ્યું છે. પૂજા ની આંખ માં આંશુ આવી ગયા અને ભેટી પડી મેહુલ ને મેહુલે કહ્યું બસ હવે શાંત થા ચાલ હવે લગ્ન ની તયારી કરવી છે ને પછી બંને એ બીજા દિવસે લગ્ન અને પાર્ટી રાખી અને બંને પ્રેમી મળી ગયા અને જિંદગી જીવી ગયા

ખાલી એટલું જ કહેવાનું જિંદગી તવંગર કે ગરીબ સાથે ના કાઢવી

જિંદગી તો ગમતા પાત્ર સાથે કાઢો તો જીવન જીવવા ની મઝા આવે

પૈસો અને મિલકત તો મેહનત ની વાત છે .પણ પ્રેમ એતો કુદરત ની

દેન છે . એઝાઝ કમર ના એક શેર થી મારી વાત ને વિરામ આપું છુ

પરખ લિજીયેગા કિસી કો ભી અપના બનાને સે પેહલે ગિરેબાન અપના જરા ઝાંક લેના કિસી પે ભી ઉંગલી ઉઠા ને સે પેહલે

ઔર ખુદા ઉસ મોહોબત્ત કો આબાદ રાખનાં વો રોયે બહુત મુસ્કુરાને સે પેહલે બહેક જાયેગા પીકે એઝાઝ દેખો

જરા સોચ લેના પિલાને સે પેહલે.,