CHAL NE FARITHI JIVI LAIYE in Gujarati Love Stories by Pujan vyas books and stories PDF | ચાલ ને ફરીથી જીવીયે

Featured Books
Categories
Share

ચાલ ને ફરીથી જીવીયે

ચાલ ને ફરીથી જીવીયે

આમ તો આ વાર્તા છે. મારી કોલોની માં રહેતા બે મિત્રો જેમાંથી એક નું નામ વિશ્વાસ અને બીજી નું નામ પ્રીતિ બંને સારા એવા મિત્રો પણ સમાજ ની નઝરે બંને ખુબજ નજીક ના સંબધો માં હોય તેવું લાગતું હવે આ સમાજ ને કોણ સમજાવે કે કોઈ છોકરો અને છોકરી સાથે રહેતા હોય અને એક બીજા જોડે ફાવતું હોય તો તે કઈ પ્રેમી પંખીડા ના હોય પણ સમાજ માં આ સબંધ ને ખુબ ખરાબ રીતે માણસો જોવે છે. આવા બંને મિત્રો વિશ્વાસ નું વર્ણન કરીયે તો લગભગ ૬ ફુટ ની ઉંચાઈ પાતળો અને રૂપાળો છોકરો અને કોલેજ ના સેકન્ડ યર બી.કોમ કરે અને સાથે પ્રીતિ નું વર્ણન કરીયે તો કુદરત ની કરામત જાણે કુદરતે થોડો સમય કાઢી મોમ ની પૂતળી માંથી છોકરી બનાવી હોય એવી રૂપાળી જોતા રહી જાય માણસો એને પણ કુદરત ની ઘેરે પણ ક્યાં પૂરું પડે છે. આવી છોકરી પણ બાપ નઈ કોલેજ કરે અને સાથે નોકરી કરે અને વિશ્વાસ ના ઘેરે ઉપરના માળે મકાન મા ભાડે રહે અને અને તેના મમ્મી પણ સિલાઈ કામ કરે આવી રીતે જિંદગી જતી હતી પણ છોકરી ની જાત કોઈ ને ગમે એટલે પોતાની માનવા લાગે પછી કોઈ પણ હોય એવો જ એક છોકરો નામ એનું રાજ તે પણ પ્રીતિ ની જોડે નોકરી કરે અને રોજ ને રોજ કંઈક બહાનું કાઢી પ્રીતિ ની છેડતી કરે પણ પ્રીતિ ને કઈ પણ ના બોલે એક વાર તો પ્રીતિ ની પાછળ ઘર સુધી આવી અને તેની મમ્મી સામે બોલ્યો તમારી પ્રીતિ ને હું લઇ જઈશ જો બીજું કોઈ લેવા આવશે તો મોત ને ઘાટ ઉતારી દઈશ પ્રીતિ ના મમ્મી એ પોલીસ ફરિયાદ કરી અને તેને જેલ પડી તે બદલ રાજ ને ગુસ્સો બહુ આવ્યો તેને પોલીસ સામે કહ્યું હું જયારે પણ છૂટીસ ને ત્યારે તને અને તારી છોકરી ને જોઈ લઈશ લગભગ ૬ મહિના ની જેલ પડી ત્યાર બાદ પ્રીતિ ની મમ્મી નક્કી કરિયું કે પ્રીતિ ના લગ્ન કરી દઈએ લગભગ ૪ મહિના નીકળી ગયા પછી એક છોકરો પ્રીતિ ને પસંદ આવ્યો નામ એનું સમીર પોતે ખુબજ હોશિયાર અને ગુણવાન પ્રતિષ્ઠિત અને તવંગર કુટુંબ માંથી બને પક્ષે વાતચીત થઈ અને એક બીજા ને ગમ્યું અને લગ્ન નક્કી થયા લગભગ ૩ મહિના પછી ની તારીખ આવી પણ તે દિવસે વિશ્વાસ ને ખુબજ દુઃખ લાગ્યું તેનું એક મિત્ર થોડા દિવસ મા જતું રહેશે તેથી ખુબ નિરાશા સાથે ખુશ પણ હતો વાત ને લગભગ ૩ મહિના થઇ ગયા અને લગ્ન નો સમય આવી ગયો અને રૂડા મંડપ રોપાયા અને ઢોલ બેન્ડવાજા સાથે લગ્ન ની તૈયારી ચાલતી હતી આજે વિશ્વાશ ઘણો દુઃખી હતો અને નિરાશ પણ અને રાત્રે આમન્ત્રણ હતું તોય જમવા ના ગયો પોતે રૂમ મા બેઠો હતો રાત્રી ના સમય મા ખુબ અંધારું હતું પોતે રડતો હતો. એ પણ માનો મન પ્રેમ કરવા લાગ્યો હતો પણ કહી ના શક્યો રાત્રે ડિસ્કો દાંડિયા ની રમઝટ જામી હતી અને રાત્રી નો લગભગ ૧ વાગ્યો હતો બધા રમી ને થાકી ગયા હતા અને સુવા જવા લાગ્યા ત્યારે કોઈ તેના ઘર ની બાજુની અગાસી પરથી પ્રીતિ ના રૂમ મા ઉતર્યું અચાનક આવાજ આવતા રોતો વિશ્વાસ સજાગ થયો કે કોઈક ચોર ઘુસી આવ્યો છે. તેને ઉપર જઈને જોયું તો રાજ પ્રીતિ નો હાથ પકડી ખેંચતો હતો અને મોઢે રૂમાલ નો ડૂચો મારી દીધો હતો અને પકડી લઇ જતો હતો આ જોઈને વિશ્વાસે રાડ પડી એઇ સુ કરે છે. ઉભો રે હું હમણાં પોલીસ બોલવું છું. ત્યાં તો રાજ એ પાસે પડેલું ફૂલદાન ફેંક્યું અને એ વિશ્વાસ ના માથા મા વાગ્યું લોહી ની છેડ ફૂટી પણ તેને જેમ તેમ કરી પ્રીતિ ને બચાવવાની કોસીસ કરી પણ તે પ્રીતિ ને પોતાની રોડ ને પાર ઉભેલી ગાડી મા નાખી લઇ ગયો અને ભાગી છૂટ્યો તેની પાછળ વિશ્વાશ પણ બાઈક લઇ પાછળ થયો પણ ત્યાં સુધી મા રાજ બહુ દૂર નીકળી ગયો હતો હવે તેને ઇન્સ્પેક્ટર આર.એચ . દવે સાહેબ ને ફોન કરી ગાડી નોં નંબર આપ્યો અને દવે સાહેબ અને ટુકડી એ પત્તો લગાવ્યો એ ગાડી જામનગર રોડ તરફ વધી રહી હતી દવે સાહેબ અને ટુકડી તેનો પેચો કરીયો પણ ગાડી હાથ ના લાગી હવે સવાર પડવા આવી હતી પ્રીતિ ના મમ્મી અને મેહમાનો બધા ચિંતામા હતા કે પ્રીતિ નું સુ થશે હવે તો સમીર અને તેના મમ્મી પપ્પા ને ખબર પડી અને તેને જાન માંડવે ના લાવવાનો નિર્ણય કરીયો અને પ્રીતિ ના મમ્મી ને કહ્યું કે હવે અમારે તમારી જોડે કોઈ સંબંધ નથી આ બાજુ દવે સાહેબ અને ટુકડી પ્રીતિ ને શોધી રહ્યા હતા ત્યારે વિશ્વાશ ને પણ ચિંતા થઇ અચાનક દવે સાહેબ ને ફોન આવ્યો કે જામનગર મોરબી હાઈવે પર એક સામખિયાળી ના કાચા રસ્તા પર એક છોકરી બેભાન હાલત મા મળી છે. હાલ તેને રાજકોટ હોસ્પિટલ મા દાખલ કરી છે. અને તમે જેવી સકલ આપો છો તેજ સકલ ની છે. દવે સાહેબ સાથે પ્રીતિ ના મમ્મી અને વિશ્વાશ અને તેના મમ્મી પપ્પા હોસ્પિટલ પહુંચ્યા જોયું તો પ્રીતિ બેહોશ હાલત મા હતી ૨ કલાક પછી ભાન મા આવશે આટલું બોલતા ડો.પારેખ બોલ્યા થોડા સમય પછી પ્રીતિ ભાનમા આવી અને દવે સાહેબે પૂછ્યું બેટા તું મને જણાવ કે કોણ તને લઇ ગયું હતું ત્યારે પ્રીતિ એ બયાન આપતા કહ્યું મને રાજ નામક છોકરો જે મારી સાથે નોકરી કરે છે. તે લઇ ગયો હતો દવે સાહેબ પૂછે છે. તો પછી તું છૂટી કઈ રીતે બેટા પ્રીતિ એ કહ્યું જયારે રાજ મને પકડવા માટે મારી પર પડ્યો ત્યારે મેં તેને ધક્કો માર્યો અને તેનો હાથ અચાનક લોક ની સ્વિચ પર પડ્યો અને મારી બાજુ નોં દરવાજો ચાલુ ગાડીએ ખુલી ગયો અને તેને મને પકડવા ની કોસીસ કરી પણ હું ચાલુ ગાડીએ કૂદી જવા માંગતી હતી પણ ત્યાં તેમના મિત્ર અનિકેતે મને ધક્કો મારતા કહ્યું કે આવીતો જોઈ એટલી જડે છે. જવાદે મરી જશે તો ક્યાં કઈ થઇ જવાનું છે. અને આપડે તો રોજ નું થયું આ નઈ તો આની બેન બીજી અને એને મને ધક્કો મારી દીધો દવે સાહેબે પૂછ્યું બેટા એને તારી યૌવન સાથે કોઈ ચેડાં નથી કરિયા ને પ્રીતિ બોલી તે ના સાહેબ તેને મને બદનામ કરવા ની ખુબ કોસીસ કરી પણ મેં તેને સક્ષમ ના થવા દીધા હવે દવે સાહેબ નોં મગઝ ગયો અને પાસે ઉભેલા જમાદાર વાઘેલા સાહેબ ને કહ્યું કે રાજ નોં મોબાઇલ ટ્રેશ કરો અને તેને જ્યાં હોય ત્યાંથી પકડો જમાદાર વાઘેલા તરત જ રવાના થયા અને પોલીસ કચેરી જઈ રાજ અને રાજ ના મમ્મી પપ્પા નોં મોબાઇલ નંબર સ્ટ્રેશ કરવા કહી દીધું અને દવે સાહેબ ને જાણ કરી દવે સાહેબ અને ટુકડી નીકળી ગઈ અને વિશ્વાશ અને પ્રીતિ ના મમ્મી હોસ્પિટલ મા રોકાયા અને વિશ્વાસ ના મમ્મી પપ્પા પણ ચાલ્યા ગયા ૨ દિવસ પછી પ્રીતિ ને હોસ્પિટલે થી રજા મળી ગઈ હવે તે ઘરે આવી અને ઘર મા પ્રવેશતા જોયું તો સમીર અને તેના મમ્મી પપ્પા બેઠા હતા અને સગાઇ નોં સમાન લાવ્યા હતા પ્રીતિ ના મમ્મી ની સામે જોઈને સમીર ના મમ્મી બોલ્યા કે અમને અમારું જે કઈ છે. તે પાછું આપી દો તમારી છોકરી પેહલે થી ખરાબ છે. અને હવે તો અમે પણ જાણી ગયા છીએ પ્રીતિ રડવા લાગી અને રૂમ મા જતી રહી પાછળ વિશ્વાશ પણ ગયો પ્રીતિ ના મમ્મી પણ ક્સુ ના બોલ્યા અને એમનો સમાન આપી દીધો. અને તે લોકો રવાના થયા તેજ રાત્રે રાજ નોં ફોન તેના પપ્પા પાર આવ્યો અને દવે સાહેબ ને ખબર પડી પણ નંબર બદલેલો હતો અને રાજ બોલ્યો પપ્પા હું જામનગર છું ચિંતા ના કરશો હું આવી જઈશ થોડા દિવસો મા અને દવે સાહેબે લોકેશન ટ્રેશ કરી જામનગર જવા રવાના થયા અને તેને જામનગર ના તેના મિત્ર અનિકેત ની ઘેરે થી પકડ્યો અને રાજકોટ પોલીસ સ્ટેશન મા લઇ આવ્યા ત્યાં તેને અગાઉ આવેલા અને જાણ કરિયા પ્રમાણે પ્રીતિ અને વિશ્વાશ અને તેના મમ્મી પપ્પા ઉભા હતા અનિકેત અને રાજ ને જેલ મા પુચ પરછ કરવા લાગ્યા તેને પણ કબૂલાત આપી કે બહુ મથામણ બાદ પણ પ્રીતિ તેના તાબામા ના આવી એટલે તેને રોડ પર ફેંકી દીધી અને રાજ બોલ્યો હું આ પ્રીતિ ને નહિ છોડું દવે સાહેબે એક તમાચો માર્યો અને કહ્યું હવે તું છોડવા લાયક રાઈસ ત્યારે ને હવે તું લમ્બો ગયો પ્રીતિ અને વિશ્વાશ અને તેના માતા પિતા ને દવે સાહેબે સાંત્વના આપતા કહ્યું હવે આ કઈ નહિ કરી શકે તમે જઈ શકો છો. પછી બધા ઘેરે બેઠા હતા પ્રીતિ અને તેના મમ્મી રડતા હતા વિશ્વાસે કહ્યું શાંત થઇ જાવ જે થવાનું હતું થઈ ગયું હવે સુ છે. પ્રીતિ ના મમ્મી બોલ્યા મારી દીકરી જોડે કોણ લગ્ન કરશે નાત મા તો અમે કોઈ ને મોં દેખાડવા જેવા ના રહ્યા ત્યારે વિશ્વાશ બોલ્યો પ્રીતિ સાથે હું લગ્ન કરીશ પ્રીતિ પણ આશ્ચર્ય પામી ગઈ અને બોલી સુ બોલ્યો તું વિશ્વાશ બોલ્યો જે તે સાંભળ્યું તે હું તને કહું છું હું તારી સાથે લગ્ન કરીશ તેના મમ્મી પપ્પા પણ ખુશ થયા અને તેને હા પાડી પણ વિશ્વાશ બોલ્યો મારા એક સવાલ નોં જવાબ આપ તો પ્રીતિ બોલી સુ હું તને પસંદ છું પ્રીતિ કહે હા હું પણ તને કેહતી હતી પણ કહી ના શકી બધા રાજી થયા અને વિશ્વાસે પ્રીતિ નોં હાથ પકડી કહ્યું જિંદગીભર મારો સાથ આપીશ પ્રીતિ બોલી હા આપીશ વિશ્વાશ બોલ્યો તો "ચાલ ને ફરીથી આપણે જીવતા હતા એમ જીવી લઈએ" અને પછી પ્રીતિ અને વિશ્વાશ ના લગ્ન થયા આજે પણ તે જાણે કાલે જીવતા હતા તેમજ જીવે છે.

માટે સમીર ની જેમ તમે કોઈ પ્રીતિ ને ખોઈ ના બેસતા

કેમકે બધી છોકરીઓ ખરાબ નથી હોતી પણ બધી સારી પણ

નથી હોતી તો ક્યારેક સમય ને આધીન વિશ્વાશ જેવું કામ કરી જાવ

અને દુનિયા મા નામ બનાવી જાવ