Aakrand ek abhishaap - 13 books and stories free download online pdf in Gujarati

આક્રંદ એક અભિશાપ 13

"આક્રંદ:-એક અભિશાપ"

ભાગ:-13

રેશમા ની અંદર રહેલાં જિન ને હસન પોતાની બુદ્ધિ થી એ જિન ને ખતમ કરી દે છે. રાતે હસન અને રેશમા હમબિસ્તર થવાનાં હોય છે ત્યાં હસન એમની ઉપર લવ સ્પેલ કરવામાં આવ્યો હોવાનું જાણી જાય છે.. કાસમા પર રેશમા હુમલો કરે છે અને ક્યાંક નીકળી પડે છે.. કાસમા ને હોસ્પિટલ લઈ જવાનું કહી હસન રેશમા ને ખંડેર જોડે જઈને બચાવી લાવે છે.. 7175 નું રહસ્ય જાણવા હસન ઈબ્રાહીમ કરીમ ને USA કોલ કરે છે. કાસમા હોસ્પિટલ થી આવીને રેશમા અને નૂર નાં અબ્બુ સાથે જોડાયેલી અમુક વાતો કહે છે.વધુ સવાલો નાં જવાબ એમને ઈલિયાસ મોમીન આપશે એવું કાસમા કહે છે.. હવે વાંચો આગળ ની કહાની.

"ઈલિયાસ મોમીન.."હસન ઓમર અને નૂર નાં મુખેથી સવાલસૂચક સ્વરે નીકળી પડે છે.

"હા,ઈલિયાસ મોમીન જ તમને રહમત ગામ સાથે જોડાયેલ હકીકત જણાવી શકશે..સાથે-સાથે ઈલિયાસ એ પણ જરૂર જાણતો હોવો જોઈએ કે બિલાલ અહેમદ અને અહેમદ મલિક કરી રીતે રાતોરાત ધનપતિ બની ગયાં હતાં.."કાસમા એ કહ્યું.

"અમે ચોક્કસ ઈલિયાસ મોમીન ને મળીશું..પણ એનું સરનામું આપ જણાવી શકશો..?"હસન ઓમરે પૂછ્યું.

"ઈલિયાસ નું સરનામું છે રહમત ગામ.."કાસમા ઘટસ્ફોટ કરતાં બોલી.

"શું કીધું રહમત ગામ..? પણ કઈ રીતે.. બધાં જાણે છે કે એ ગામ શ્રાપિત છે તો ત્યાં કોઈ કઈ રીતે રહી શકે..?" એકસાથે ઘણાં સવાલો નૂરે કાસમા ને પૂછી લીધાં.

"એ ત્યાં કઈ રીતે રહે છે એ તો મને નથી ખબર..પણ બધાં જ્યારે રહમત ગામ છોડીને સોનગઢ આવી ગયાં ત્યારે ઈલિયાસ પોતાનું ઘર અને ગામ છોડીને ના આવ્યો.. બધાં ને એમ હતું કે એ પણ મરી જશે પણ આ ગામ ના ઘણાં લોકો એ ઈલિયાસ ને જોયો છે.લોકો માને છે કે એ ઈલિયાસ ની રૂહ હતી પણ મને ખબર છે કે ઈલિયાસ મર્યો નથી એ જીવે છે."કાસમા એ નૂર નાં સવાલો નાં જવાબમાં એને ખબર હતું એટલું જણાવી દીધું.

"તમારો ખૂબ ખૂબ આભાર..અમે અત્યારે જ રહમત ગામ જવા નીકળીએ.. હવે સમય બગાડવો પોસાય એમ નથી.."હસન આભારવશ કાસમા ને ઉદ્દેશીને બોલ્યો.

"ખુદા તમારી હિફાઝત કરે એવી દુવા કરું છું.."હસન નાં માથે હાથ રાખી કાસમા બોલી.

કાસમા ની રજા લઈને હસન ઓમર અને નૂર મલિક રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળ્યાં.. બહાર નીકળતાં જ નૂરે હસન તરફ જોયું અને કહ્યું.

"તો શું આપણે અત્યારે જ રહમત ગામ જવા નીકળીએ છીએ..?"

"હા..હું તો નીકળું છું..તારે ના આવવું હોય તો તારી મરજી.. ઈલિયાસ મોમીન સાથેની મુલાકાત રહમત ગામ નું એ રહસ્ય મારી સામે છતું કરશે જે જાણવા હું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો."હસન બોલ્યો.

"હું પણ આવું છું..આ મારાં અબ્બુ પર લાગેલાં કલંક નો પ્રશ્ન છે.."નૂર મક્કમ સ્વરે બોલી.

અચાનક હસન ની નજર નતાશા ની ઉપર પડી..નતાશા નો ચહેરો અત્યારે એની અંદર મોજુદ પસ્તાવા ની ઝાંખી કરાવી રહ્યો હોવાનું હસન ને માલુમ પડતાં હસને નૂર તરફ જોઈને કહ્યું

"નૂર તું ગાડી નિકાળ.. હું થોડીવારમાં આવું."

***

નૂર હસન નાં કહ્યાં મુજબ ઘર ની બહાર નીકળી ગઈ..આ તરફ હસન નતાશા ની નજીક આવ્યો અને એને પોતાની સાથે રૂમમાં આવવા કહ્યું.

હસન ની વાત સાંભળી નતાશા એની સાથે એ અને નૂર જ્યાં રહેતાં હતાં એ રૂમમાં આવી..એની નજરો અત્યારે ડર અને કંઈક ખોટું કર્યાની શરમ થી ઝૂકી ગઈ હતી..એને હતું કે હસન એની ઉપર ગુસ્સો કરશે.

"નતાશા હું તને થોડાંક સવાલો પૂછવા માંગુ છું..તું એનાં સાચા જવાબ આપીશ એવી મને પ્રોમિસ કર.." હસન નરમાશ પૂર્વક બોલ્યો.

હસન ની વાત નો કોઈ જવાબ આપવાનાં બદલે નતાશા એ પોતાની આંખો અને મુખનાં ભાવ દ્વારા જ પોતે હસન નાં સવાલ નાં જવાબ સાચા આપશે એવું જતાવી દીધું.

"નતાશા તે જ લવ સ્પેલ કર્યો હતો ને મારી અને નૂર ની ઉપર..?"હસને પૂછ્યું.

"ના.."નતાશા ટૂંક માં બોલી.

"મતલબ કે તે લવ સ્પેલ નહોતો કર્યો એમ કહેવા માંગે છે..?"આશ્ચર્ય સાથે હસન બોલ્યો.

"સર..હું એમ નથી કહેતી કે લવ સ્પેલ મેં નથી કર્યો.. પણ એ સ્પેલ મેં તમારાં અને નૂર ઉપર નહોતો કર્યો.."ધ્રુજતાં અવાજે નતાશા બોલી.

"તો પછી..?"હસને કહ્યું.

"મેં લવ સ્પેલ તમારાં અને મારાં ઉપર કર્યો હતો..એ માટે મેં વાળ નો ઉપયોગ કર્યો હતો..પણ મને લાગે છે મારાં કોટ ઉપર જે વાળ હતો એ નૂર નો હતો એટલે બધી ગરબડ થઈ ગઈ..sorry.."લગભગ રડમસ સ્વરે નતાશા બોલી.

"What sorry..પણ તું લવસ્પેલ કરવા કેમ માંગતી હતી..?"આવેશમાં આવીને હસન બોલ્યો.

"Sorry again.. પણ આવું કરવા પાછળનું કારણ તમારી પ્રત્યેની મારી બેપનાહ મોહાબ્બત હતી..હું તમારી તરફ નાં એ પ્રેમ ના લીધે જ મોરક્કો થી ઈન્ડિયા આવી હતી.હું મારાં દિલ ની વાત તમારી આગળ કરવા માંગતી હતી પણ ડર લાગતો હતો ક્યાંક તમને ખોટું લાગી ના જાય.જ્યારથી નૂર આવી હતી મને એવું લાગતું હતું કે એ તમને મારાંથી છીનવી લેશે. એટલે મેં આ લવસ્પેલ કર્યો હતો.."માસૂમિયત સાથે નતાશા બોલી.

"ક્યાં છે લવસ્પેલ નાં કાગળ..?"હસને નતાશા ને પૂછ્યું.

હસન ની વાત સાંભળી નતાશા અલમારીમાંથી એ કાગળ લઈને આવી જેની પર એને લવસ્પેલ ની rituals લખી હતી..હસને નતાશા ને એ કાગળ સળગાવી દેવાનું કહ્યું. કેમકે જે વ્યક્તિ એ સ્પેલ કર્યો હોય એજ એનો નાશ કરે તો એની અસર નાબૂદ થાય એવું હસન ને ખબર હતી.

હસન નાં કહ્યા મુજબ જ નતાશા એ લવસ્પેલ ની વિધિવાળું કાગળ સળગાવી દીધું..અને પછી ચૂપચાપ આંખો માં આંસુ સાથે ઉભી રહી.

હસન ધીરેથી નતાશા ની નજીક ગયો અને એનો આંસુ થી ખરડાયેલો ચહેરો ઊંચો કરી એનાં આંસુ લૂછતાં બોલ્યો.

"નતાશા..હું પણ તને પ્રેમ કરું છું..પણ મારી અમુક મજબુરીઓ છે.તું અહીં મારી સ્ટુડન્ટ તરીકે આવી છે..માટે આ સંબંધ ને કોઈ ઉચિત નામ ના મળી જાય ત્યાં સુધી મારે આગળ વધવું ખોટું છે..અહીંથી જ્યારે આપણે પાછાં જઈશું ત્યારે હું તારાં અબ્બુ ને કોલ કરી આપણાં બે નાં નિકાહ માટે નો પ્રસ્તાવ મુકીશ."

હસન ઓમર ની વાત સાંભળી નતાશા નાં ચહેરો મલકાઈ ઉઠ્યો અને એનાં હોઠ નો એક ખૂણો મુસ્કાન સાથે પહોળો થઈ ગયો..અને ઉત્સાહ સાથે નતાશા બોલી ઉઠી.

"સાચે માં.. તમે પણ મને.."

"હાં.હું પણ તને પ્રેમ કરું છું..ચલ હવે તું તારો ખ્યાલ રાખજે.હું નૂર ની સાથે રહમત ગામ જાઉં છું.ત્યાં હજુ ઘણાં વણ ઉકેલાયેલાં રહસ્યો છે જેની ઉપરથી પડદો ઉપાડવાનો બાકી છે.."આટલું કહી હસને નતાશા નાં કપાળ ને ચુમી લીધું અને પછી ત્યાંથી નીકળીને નૂર ની જોડે આવીને ગાડીમાં ગોઠવાઈ ગયો.

***

હસન જેવો ગાડીમાં બેઠો એવો જ નૂરે પોતાનો પગ ગાડીના એક્સીલેટર પર મૂકી દીધો અને ગાડીને પુરપાટ વેગે ભગાવી મૂકી રહમત ગામ ની તરફ..હસન અને નૂર બંને અત્યારે આગળ શું થવાનું હતું એનાં વિચારોમાં ખોવાયેલાં હતાં.

સોનગઢ ની સરહદ ઓળંગી જેવી એમની કાર રહમત ગામ માં પ્રવેશી એ સાથે જ કોઈ અદ્રશ્ય શક્તિ નો અહેસાસ એમને થયો.. કાર ફૂલ એક્સીલેટર આપવા છતાં પર કાર જોઈએ એવી ગતીમાં નહોતી ચાલી રહી..આમ થતાં જ આ ગામ ને શાપિત કહેવાનું કારણ નૂર અને હસન સમજી ગયાં હતાં.

હવે એમનાં માટે સૌથી મોટી મુશ્કેલી હતી ઈલિયાસ મોમીન નું ઘર શોધવું..કેમકે આખું ગામ તો નિર્જન હતું જ્યાં કોઈ આદમજાત નું નામોનિશાન નહોતું.

હસને ગામ માં થોડે અંદર જતાં જ નૂર ને કાર ને ઉભું રાખવાનું કહ્યું..આ સાથે હસને નૂર ને એ પણ કહ્યું કે કાર ને ખાલી ઉભી રાખે પણ એનું એન્જીન બંધ ના કરે.હસન નાં કહ્યા મુજબ નૂરે કારને બ્રેક કરી અને હસન ની સાથે એ પણ નીચે ઉતરી ગઈ.

આખાં ગામ નાં બધાં ઘર અત્યારે ખાલીખમ હતાં જ્યાં કોઈ વર્ષોથી રહેતું ના હોવાની સાબિતી સરળતાથી મળી શકતી હતી..દરેક ઘર ની બહાર નાં ભાગમાં એજ નંબર લખ્યો હતો 7175 જેનો ઉલ્લેખ હસન અને નૂર નાં ત્યાં આવવાની સાથે શરૂ થઈ ગયો હતો અને જેનું રહસ્ય હજુપણ અકબંધ જ હતું.

હસન રોડ પર જ ઉભો રહીને આજુબાજુ આવેલાં મકાનો તરફ નજર ફેંકી રહ્યો હતો કે ક્યાંક ઈલિયાસ મોમીન નું ઘર એને મળી જાય..હસન ને ઈલિયાસ નું ઘર તો ના મળ્યું પણ બે-ત્રણ ઘરમાંથી ચમકતી આંખો એમની તરફ જોઈ રહી હોય એવો ભાસ થયો..નૂરે પણ એજ વસ્તુ જોઈ હતી પણ બંને ચુપચાપ જ હતાં.

અચાનક હસને જોયું કે નૂર ની પાછળ કંઈક વિચિત્ર આકૃતિ હતી..આવી જ આકૃતિ એ લોકો જ્યારે રસ્તામાં કંઈક વસ્તુ અથડાવવાના લીધે રોકાયાં હતાં ત્યારે પણ હસને જોઈ હતી..અચાનક એ આકૃતિ કોઈ શ્વાન ની જેમ ઘુરકી.એ શ્વાન ની આંખો પણ લાલ રંગ નાં અંગારા ની માફક ધગી રહી હોય એવું લાગી રહ્યું હતું.

હસન સમજી ગયો એ આકૃતિ એક જિન ની હતી જે નૂર પણ કોઈપણ ઘડીએ હુમલો કરી શકવાની શકયતા હતી..અને બન્યું પણ એવું જ..એ આકૃતિ એકાએક દોડીને નૂર ની તરફ આગળ વધી..નૂર એ બાબતથી સાવ અજાણ હતી.

હસને ચાલાકી વાપરી નૂર ને એક ઝાટકે એ શ્વાન નાં રસ્તામાંથી દૂર કરી દીધી અને એ શ્વાન પર પોતાની જોડે રહેલ શીશીમાંથી થોડું અત્તર છાંટયું..જેનાંથી પળભર માં એ શ્વાનઆકૃતિ ગાયબ થઈ ગઈ.

"શું હતું એ..?"એકાએક બનેલી ઘટનાથી ચમકીને નૂર બોલી.

"એ જિન હતો..એ અત્યારે તો ચાલ્યો ગયો છે પણ એ જરૂર પાછો આવશે..ચાલ જલ્દીથી અહીંથી આગળ વધીએ..આટલામાં તો ક્યાંક ઈલિયાસ નું ઘર દેખાતું નથી.."હસને કહ્યું.

આટલું કહીને હસન પોતે ડ્રાઈવર સીટમાં ગોઠવાયો અને નૂર નાં પોતાની જોડે બેસતાં ની સાથે હસને કાર ને ગામ ની અંદર તરફ જતાં રસ્તા તરફ ભગાવી મુકી.

હસન ધીરે-ધીરે ગાડી ચલાવી રહ્યો હતો અને નૂર રસ્તાની બંને તરફનાં મકાન પર પોતાની નજર ગડાવીને બેઠી હતી..હવે એ લોકો ઈલિયાસ નું ઘર દેખાશે તો જ નીચે ઉતરશે એવું નક્કી કરી ચૂક્યાં હતાં કેમકે વગર કારણ નું સંકટ લેવું આવાં સંજોગોમાં મૂર્ખામીભર્યું હતું જેની સજા મોત પણ હોઈ શકે એવી એમને ખબર હતી.

"હસન આ તરફ જો.."રસ્તાની ડાબી તરફનાં ઘર તરફ આંગળી કરી અચાનક જ ઉત્સાહભેર નૂર બોલી.

નૂર નાં આમ કહેતાં ની સાથે હસને ગાડી ને રોકી અને એ તરફ નજર કરી..ત્યાંથી પ્રકાશ આવી રહ્યો હતો..મતલબ કે ત્યાં કોઈ મનુષ્ય રહેતું હતું..જિન અજવાળું પસંદ નથી કરતાં એટલે ત્યાં નક્કી ઈલિયાસ જ રહેતો હોવાનું હસન અને નૂર ને અનુમાન હતું.

"નૂર ત્યાં પ્રકાશ છે.જેનો મતલબ કે ત્યાં કોઈ આદમજાત રહે છે..શક્યત એ ઈલિયાસ મોમીન નું જ ઘર છે.."હસને કહ્યું.

"આપણે નીચે ઉતરીને ઘરમાં જઈને તપાસ કરવી જોઈએ.."હસન ની તરફ જોઈને નૂર બોલી.

"ચાલ ત્યારે.."નૂર ની વાત ને સહમતિ આપી હસન ગાડીમાંથી નીચે ઉતર્યો અને એ ઘર તરફ આગળ વધ્યો જેમાંથી પ્રકાશ આવી રહ્યો હતો..નૂર પણ હસન નાં પગલે પગલે આગળ વધી રહી હતી.

બે માળ નું એ મકાન આમ તો ખૂબ જુનું બાંધકામ ધરાવતું હતું..પણ એ મકાન ની સ્થિતિ ઘણી સારી કહી શકાય એવી હતી..નજીકમાં જ ઘર ને રંગરોગન કરવામાં આવ્યાં હોય એવું માલુમાત પડતું હતું..ખૂબ સાચવીને ધીરે-ધીરે નૂર અને હસન ઘર નાં પગથિયાં ચડી રહ્યાં હતાં.

ઘર નો દરવાજો ખુલ્લો જ હતો..એને વટાવી જેવાં એ લોકો ઘર ની મધ્યમાં પહોંચ્યા ત્યાં એમનાં કાને એક અવાજ પડ્યો.

"ખબર હતી તમે બંને અહીં જરૂર આવશો.."

અવાજ સાંભળી હસન અને નૂર ચોંકી ઉઠયાં..નૂર ને એવું લાગ્યું કે એને આ અવાજ પહેલાં પણ સાંભળેલો હતો..અવાજ ની દિશામાં એ લોકો આગળ વધ્યા તો એક રૂમ નજરે પડ્યો જ્યાં કોઈ બેઠું હતું..હિંમત કરીને હસન અને નૂર એ રૂમ ની અંદર પ્રવેશ્યાં.. જે વ્યક્તિ રૂમમાં હાજર હતો અને જોતાં જ નૂર નાં મુખેથી અનાયાસે આશ્ચર્ય સાથે નીકળી ગયું.

"તું..ઈલિયાસ મોમીન.."

***

વધુ આવતાં અંકે.

ઈલિયાસ મોમીન કોણ હતો..?? એ મકાનમાં હાજર વ્યક્તિ ને નૂર કઈ રીતે ઓળખતી હતી..?? અહમદ મલિક અને બિલાલ અહમદે ભૂતકાળમાં એવું શું કર્યું હતું જેથી રાતોરાત એ અમીર થઈ ગયાં હતાં.મ?? રહમત ગામ નું અચાનક વિરાન થઈ જવાનું કારણ સાચેમાં જિન હતાં..?? 7175 નંબર નું રહસ્ય શું હતું..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ: એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

અધૂરી મુલાકાત

~જતીન. આર. પટેલ (શિવાય)