ગોસ્ટ પ્રાન્ક - 1 in Gujarati Horror Stories by Alpesh Barot books and stories Free | ગોસ્ટ પ્રાન્ક - 1

ગોસ્ટ પ્રાન્ક - 1

ગોસ્ટ પરેન્ક ભાગ:૧


ભાઈ આ વખતે તો તુફાની કરવું છે."

"હા, ગયા ગોસ્ટ પરેન્ક વિડ્યો પર ખૂબ જ લાઇકો મળ્યા છે. આ વખતે મેં એવી એવી લોકેશન ચોઇસ કરી છે. જ્યાં ખરેખર ભૂત થાય છે."


"હા હા હા, એક તો તે જગ્યાઓ પહેલાથી બદનામ છે. ઉપરથી આપણું આ કારસ્તાન તે લોકોને હાર્ડ એટકે અપાવશે..."કેમરામેંન, ભૂતના સફેદ પેહરવેશમાં મેકપ સાથે બે મહિલા એકટર સંજના, પૂજા તૈયાર હતા. તો પુરુષ ભૂતના કોસ્ટયુમમાં મનું તૈયાર હતો.  મેકપ આર્ટીશ અને બીજા કૃ મેમ્બર પણ હતા. તો કોઈ કોઈ જગ્યાએ  હિડન કેમરા ગોઠવાઈ ગયા હતા. વિસ્તાર હતો. શહેરની સહુથી બદનામ જગ્યા, ભૂત બંગલો...

અહીં અધારું થતા ભાગ્યે જ કોઈ આવતો, હા અહીંથી મોટી ભાંગેલી કિલ્લાની દિવાર પાસેથી એક સડક નીકળતી ત્યાં વાહનોનો અવર જવર રહેતી, પણ તે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં, જે પરેન્ક વીડિયો માટે આ  ફાયદા કારક હતું. 


કાનમાં બ્લુથુથ હેન્ટ્સ ફ્રિ મૂકી ડાયરેકટર રવિન કુમાર મેસેજ આપી રહ્યો હતો. આ ભૂત બંગલાની એકદમ ઉપર વિવેક નજર રાખતો હતો. કે કોઈ આવે છે કે નહીં! તો આ રીતે જ બગલાંની બીજા ઢાંચાઓ પર બીજા કૃ મેમ્બર હતા. બંગલાની ચારે તરફ નિમ-ચમેલીના ઉંચા ઉંચા વૃક્ષો હતા. જેથી કોઈ જાતનો અજવાળું અહીં આવતો નોહતું. કદાચ આજ કારણે અહીં લોકો રાતના આવવાનું ટાળતા હશે?


વિસ જેટલા મેમ્બરની ટિમ પોતાના અલગ અલગ કર્યોમાં વ્યસ્ત હતી.


"રવિન ભાઈ,  બે લોકો પગ-પાળા આ તરફ આવી રહ્યા છે.  સંજના તું દીવાલ ની આ તરફ ઉભી રહેજે, અને ચાર પગે ચાલીને ડરવાજે, તું પૂજા તે લોકો ડરીને ભાગે તો સામેથી આવજે,  દશ મીટર અંતરે રહેજે...."


બધું પલાન મુજબ જ થયું! બને લોકો ખૂબ ડરી ગયા, તેઓ રોડ વચ્ચે ડરીને લેટી ગયા! તેના મોઢેથી " બચાવો.... બચાવો.... " ની બુમો સંભળાઈ રહી હતી. પણ કોઈ ક્યાં સાંભળવા વાળું હતું. તેઓનો ભય ભરેલો ચેહરો જોઈને લાગતું હતું. આ લોકોને કોઈ પણ ક્ષણે હદયનો હુમલો આવી શકે તેમ હતો. ત્યાં જ ડાયરેકટર કૃ મેમ્બરમાંથી એક જણાને બહાર મદદ માટે મુક્યો! ફક્ત દેખાડા માટે કે અહીં કઈ જ નથી.

સૉર્ટ બહુ જબરદસ્ત આવ્યો હતો. ડાયરેકટર ખુશ હતો. હજુ પણ  આવા જ ત્રણ ચાર લોકો જોઈતા હતા. 


વિવેક ક્ષણેક માટે દબકારો ચુકી ગયો. તેણે ફરીને જોયું તો કોઈ નોહતું. તેણે લાગ્યું તેની પાછળ કોઈ હતું.


"શુ થયું વિવેક?"

"કઈ નહિ બોસ હું ઠીક છું.."


ફરીથી તેની પાછળથી કોઈ પ્રકાશનો લીસોટો નીકળી ગયું હોય તેને એવો એહસાસ થયો! તેણે ફરીને જોયું તો..

સફેદ કોસ્ટયુમમાં સંજના, પૂજા હતી. તેવા જ કપડામાં એક મહિલા ઉભી હતી.


"બોસ તમને પ્રેરનક માટે હું જ મળયો હતો?" સામેથી કોઈ ઉત્તર ન આવ્યો.


"જો, સંજના, પૂજા... જે હોય તે હું નથી ડરવાનો...."


   
                           *****


"વિવેક, વિવેક... ગર્લફ્રેન્ડ ઘેલો, ફોન આવ્યો એટલે જવાબ જ નથી આપતો... ચેતન જરા જોઈને આવતો મહાસ્ય શુ કરી રહ્યા છે."

"જી બોસ.."


બંગલોના પગથિયાં ચડતા ચડતા, ચેતનને એવું મેહશુસ થઈ રહ્યું હતું. કે તેની આસપાસ કોઈ છે. તેના પગના અવાજ કોઈ બીજું પણ તેની પાછળ ચાલે છે. તેનો ભાસ થઈ રહ્યો હતો.દરેક પગથિયું  ચડતા બે અવાજ આવતા હતા.


"વિવલા, ક્યાં છો?"
 કોઈ ઉત્તર મળ્યો નહિ.


સામે જે દ્રશ્ય હતો.તે કાળજા કંપાવી દે તેવો હતો. વિવેકનું માથું જેમાંથી ખૂનની ધારા નીકળી રહી હતી. તેનું માથું સફેદ વસ્ત્રો વાળી મહિલાના હાથમાં હતું...


"ફ*****....કોણ છે તું?"

"હેલ્લો, સર, સર...અહીં કોઈ છે. હેલ્લો....*** કોઈ બોલતું કેમ નથી...."

તેણે ફરી તે જગ્યાએ જોયું તો ત્યાં કોઈ નોહતું. ડર કોણે કહેવાય તે આજે ખબર પડી રહી હતી. મોત જ્યારે એકદમ સામે હોય ત્યારે મગજ બેહર મારી જાય છે. હૃદયના ધબકારાઓ અનિયમિત થઈ જાય છે. બધા જે  શરીરના અવયવો સક્રિય થઈ જાય છે.
તેણે મોબાઈલમાંથી ફ્લેશ ઓન કરી, પણ બીજી જ સેકન્ડ ફોન નીચે પડી ટુકડા ટુકડા થઈ ગયો."ફ****" પગના અવાજ આવી રહ્યા હતા. કોઈ નજદીક આવી રહ્યું હતું. કોઈ થોડી દૂર રડી રહ્યું હોય તેવો અવાજ આવી રહ્યો હતો. તો કોઈ અજાણી ભાષામાં વાતો કરી રહ્યા હોય તેવું સંભળાઈ રહ્યું હતું.


ડરથી થરથરી રહ્યો હતો. તેનો શરીરના અંગો ધ્રુજી રહ્યા હતા. કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ગરદન પાસે જોરથી વાર કરતા જ, ગરદન અલગ થઈ ગઈ....ક્રમશ....

Rate & Review

Darshana Jambusaria
Mk Kamini

Mk Kamini 2 months ago

Chetna Bhatt

Chetna Bhatt 2 months ago

Yakshita Patel

Yakshita Patel 2 years ago

Sujal B. Patel

Sujal B. Patel Matrubharti Verified 2 years ago