Ghost Prank - 2 in Gujarati Horror Stories by Alpesh Barot books and stories PDF | ગોસ્ટ પરેન્ક - 2

ગોસ્ટ પરેન્ક - 2

" ચેતનને પણ કઈ લોલીપોપ
 આપી જ દિધો લાગે છે. આ વિવલાએ..."

" ગાઇસ ગાઇસ કોઈ રસ્તા પરથી આવી રહ્યું છે. પણ તેની પાસે કાર છે."પૂજાએ કહ્યું.

સંજના દિવાર પર મકડીની જેમ ચાર પગે ચક્રરાંસનમાં બેઠેલી જોઈને કોઈને પણ હાર્ડએટેક  આવી જાય! તેનો કસરતી શરીર તેની આશન કરવાની આદત તેને લાંબા સમય સુધી આવું કરવા માટે મદદ કરતા હતા.


"પણ તેની પાસે કાર છે." મનું બોલ્યો..


"કઈ વાંધો નહિ, આપણે એ રિતે રસ્તામાંથી પસાર થઈ જવાનું કે તે ની નજરમાં આવી જવાય, એને તે ડરી પણ જાય! સામેના કેમરમાંથી સરસ મજાનું દ્રશ્ય આપણા કેમરામેન લઈ લેશે તેની ચિંતા નહિ કર..." રવિને કહ્યું.


" આ બહુ અઘરું છે. તેણે બેલેન્સ ખોયું તો, કાર સીધી દીવાલમાં અથડાશે..."


" હું કહ્યું છું. તું એટલો જ કર..."


કારવાળાને જાણે બધું પહેલાથી જ ખબર હોય! અથવા આ કાર અહીંથી જતા રહો એવી સંકેત આપતી હોય! તેમ ક્ષણેક વાર માટે પરેન્ક કરતા એક્ટરો સામે ઉભી રહી! ત્રણે એકટરો એક કારની ઉપર, એક સાઈડમાં પણ તેણે કાર ત્યાં જ ઉભી રાખી. તેના કાળા કાંચમાંથી કઈ જોઈ નોહતું શકાતું.  સામાન્ય માણસ આ સમય આવી રીતે, ત્રણ ત્રણ પ્રેતોને જોઈને કદાચ મૂર્છિત થઈ જાય ડરી જાય, કોઈ કોઈ સંજોગોમાં તો મરી પણ જાય! પણ આ કારમાં કોઈ તો એવું હતું. જે ન તો બહાર આવ્યો, ન કોઈ રીએક્ટ કર્યું...


"કટ કટ...જવા દો ભાઈને મજા ન આવી, ભાઈ લગાવીને આવ્યો લાગે છે." રવિને કહ્યું.                 ****

આખો બંગલો દેખાવે દૂરથી જ ખૂબ ભયાનક લાગી રહ્યો હતો. કાળા રંગની તેંની પૌરાણિક દીવાલો દિવસે દેખાવમાં ખૂબ આકર્ષિત લાગે પણ રાત્રે, તે ડરનું પ્રતીક બની જાય. બગલાંમાં બહારના ભાગમાં ભલે તે પૌરાણિક ખંડેર જેવો લાગતો હોય, પણ અંદરથી હજુ સારી સ્થિતિમાં હતો.બંગલાની ઉપર સાઈન 1850 લખેલો એક બોર્ડ હતો. ઉપર વિકટર હાઉસ પણ આછા અક્ષરોમાં લખ્યું હતું. જાણે ખૂબ ખૂની ખેલો જોવાની આ બંગલાને જૂની આદત હોય! બગલાંની અંદર પ્રવેશતા જ બદબુદાર વાસ નાકને ઘેરી વળતી, દશ મિનિટથી વધુ સમય કોઈ તે સ્થળે રોકાય તો...ત્યાં જ મૂર્છિત થઈ જાય! " આ બંનેના લીધે આપણી પ્લાનિંગ બગડી રહી છે. બને કરે શુ છે?"


"બોસ આપણે બધા સાથે જઈએ."


" મને તો લાગે છે. સાચો ભૂત બન્નેનો ડિનર કરી ગયો." મનું ડરતાં ડરતાં કહ્યું.


"સાલા ભૂતના કોસ્ટયુમમાં પણ આટલો ફટુ વ્યક્તિ મેં પહેલી વખત જોયો..." રવિને કહેતા જ બને કેમરામેંન સાથે તે બંગલોમાં પ્રવેશ્યા.


બગલાંના ઉપરના ભાગ પર કોઈ હતું નહીં.


"બધા અંદર આવી જાવ અહીં કઈ ગડબડ લાગે છે."  કહેતા જ બાકીના અઢાર જણા પણ હવે બગલાંના અલગ અલગ ઓરડાઓમાં હતા.


"સંજના, ઓ સંજના મને ખબર છે. ઓમ શાંતિ ઓમમાં દીપિકાની જગ્યાએ તને લેવાના હતા. હવે આ ચક્રાશન મૂકી દયો. તમે બહુ સારો કેરેક્ટર પકડી લીધો છે." સફેદ વસ્ત્રમાં તે ચક્રાશન કરતા કરતા, જ પોતાની પોઝીશન બદલતી હતી.  તે જ્યારે તેના અંગ બદલતી ત્યાર, ભયાનક દ્રશ્ય સર્જાતો હતો. તેના શરીરના સાંધાઓ નો અવાજ આવતો હતો.
 તેણે હસવાનું શરૂ કર્યું, ધીમેધીમે 
વાતાવરણમાં એક અટહાસ્યની ગુંજ ફળી વળી.


"તું મને બહુ ફોર્ષ કરતો હતો. ને ચાલ આ બંનેને તું બહાર મોકલ આપણે સેકસ કરીએ... "  કાનમાં રહેલા બ્લુથુથમાં જે સાંભળ્યું તેના પર ભરોસો ન થયા તેણે ફરીથી પૂછ્યું..

"આર યુ સ્યોર?"

"તું સ્યોર હો તો બનેને અહીંથી બહાર જવાનું કહી દે."


"તમે બને બહાર જાવ, હું સંજનાને લઈને આવું છું.." રવીને સહજતાથી કહ્યું.


               *****

"સંજના,પૂજા તમે બન્ને અહીં છો, તો અંદર કોણ છે?"

"અંદર મતલબ?"

"બોસ સાથે કોણ છે?" તે જાણે પોતાની જ વાત સુધારીને બોલ્યો, અંદર ભૂત છે."


"શુ મજાક માંડ્યો છે. ભૂત પ્રેત ફક્ત કહેવાની વાતો છે. મનનું વ્હેમ છે." પૂજાએ કહ્યું.


ક્રમશ....