ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૨

મુક્તિ મંથન ઈશા અને  ઈશાન  ઓફીસ નં  ૩૦૮  ની  બહાર ઊભા  રહ્યા. 

ઈશા -  ગાયઝ  ધ્યાન  રાખજો. અંદર ખતરો હોઈ શકે છે. અને કાંઈ પણ લાગે તો તરત બહાર નીકળી ગાડી એ પહોંચી જાજો. 

ઈશાન - હા તુ પણ નીકળી જાજે. 

ઈશાન એ ચિંતાજનક સ્વરે કહ્યું અને ઈશા એ મોઢુ મચકોડ્યું. મંથન એ ડુપ્લીકેટ ચાવી થી  દરવાજો ખોલ્યો. ચારેય અંદર ગયાં. મુક્તિ એ લાઈટ કરી.  બધું બરોબર લાગી રહ્યું હતું. ત્રણેય ને ઈશા એ જમીન પર  બેસવા કહ્યું. ચારેય વર્તુળ કરીને બેસી ગયાં.  ઈશા એ  ચેતવણી  આપી  કે કાંઈ પણ થાય બધાં એ  એકબીજા નો  હાથ ન છોડવો. ઈશા એ  એનાં પાસેનું  બોર્ડ  કાઢ્યું. તેમાં  એબીસીડી  નાં લેટેરસ અને  યેસ નો  ઉપરની બાજુ એ લખેલુ હતું. 

ઈશા - " મિત્રો  અ‍ાનાં મારફતે આપડે  એ  આત્મા  સાથે  કનેક્ટ કરીશું.  આ કૂકરી પર હું   આંગળી મૂકીશ અને  એ  આપમેળે  હલીને  જવાબ  આપશે. " 

ઈશાન - " અને મારા પાસે આ યંત્ર છે. જેને હું   યોયો  યંત્ર કહું છું. જો કોઈ  આત્મા   આપડા  આજુબાજુ  હશે તો આમાં લાઈટ થશે. જો  આત્મા  બુરી  હશે  તો  લાલ લાઈટ થશે અને પવિત્ર હશે  તો ભુરી લાઈટ  થશે. " 

ઈશા  એ મિણબત્તિ  સળગાવી. લાઈટ બંધ કરી  દીધી. ચારેય એ એકબીજાં નાં હાથ પકડી લીધાં. ઈશા એ એક આંગળી કૂકરી પર અને બીજો હાથ ઈશાન એ પકડેલો.   ઈશા એ કેટલાંક  મંત્ર  બોલવાનુ ચાલુ કર્યું. વાતાવરણ શાંત હતું. થોડી વાર થઈ ત્યાં ડેસ્ક પરથી પેન પડી. ઈશાન નાં યંત્ર માં  ભૂરી  લાઈટ થઈ. ઈશા ને પણ આભાસ થયો કોઈ છે આજુબાજુ. 

ઈશા - " કોઈ છે અહીં " 

કોઈ જવાબ ન મળ્યો. 

ઈશા- "  કોઈ છે અહીં ?  અમે તારી સાથે વાત કરવા માંગીએ છે " 

ચારેય નો કૂકરી પર મૂકેલી આંગળી આપમેળે હલી અને યેસ પર ગઈ. 

ઈશા -  " શું તુ કોઈ  ભટકતી  આત્મા  છે ? "

ફરી કૂકરી યેસ પર ગઈ. એટલે ઈશા એ  સવાલો આગળ વધાર્યા. 

ઈશા - " અમે તારી મદદ કરવા માંગીએ છે. તુંઅહીં જ રહે છે ? "

ફરી  યેસ નો જવાબ આવ્યો. 

ઈશા - " નામ શું છે તારું ? "

તેનો કોઈ જવાબ ન આવ્યો. માટે ઈશા એ ફરી સવાલ બદલ્યો. 

ઈશા - " અમે તારી મદદ કરવા ઈચ્છીએ છે  તુ  અમને કોઈ હીન્ટ આપ " 

કૂકરી એબીસીડી નાં લેટર પર ફરવા લાગી અને નામ બન્યું પ્રાંજલ.  ઈશા બીજું કાંઈ પુછે એ પહેલાં જોર જોર થી હવા ચાલવા લાગી. પવન એટલો જોરથી ફૂંકાયો કે  ઈશા ની આંગળી ત્યાંથી ખસી ગઈ. હવાનાં   લીધે  મિણબત્તી પણ બુઝાય ગઈ. ઈશા એ  બધાંને હાથ છોડવાની ના પાડી હતી છતાંય બધાંથી એકબીજાં નો હાથ છુટી ગયો. તેઓ જે  વર્તુળ માં બેઠેલા એ પણ  હવે  તુટી ગયેલુ. બધાં ની જગ્યા જમીન પર બદલાઈ ગયેલી. બધાં જ અંધારા માં એકબીજાં ને શોધવા લાગ્યા. ઈશા નાં ઉતર સીધુ ફૂલદાન આવીને પડ્યુ એટલે એને માથા માં થોડી ઈજા થઈ. 

ઈશાન એ યંત્ર મા જોયુ કે લાઈટ હવે રેડ થઈ ગઇ છે. તેણે જોરથી બૂમ પાડી કહ્યું " મિત્રો લાઈટ રેડ થઈ ગઈ છે. ખતરો છે બધાં જ ભાગો અહીંથી " 

બધાં એ સાંભળ્યું. પોત પોતાનાં ફોન ની લાઈટ કરી. મુક્તિ ની સામે તે બીહામણી આત્મા ઊભી હતી. તે મુક્તિ પર હુમલો કરવા જઈ રહી હતી કે મંથન વચે આવ્યો. પણ આત્મા ની તાકાત ની તેનાં પર કોઈ અસર ન થઈ. મંથન નાં ગળાં ની તુલસી ની માળા થી તે આત્મા તેમનું કશું જ બગાડી શકે તેમ ન હતી. ઈશાન ને તે સમજ આવી જતાં તેણે બંન્ને ને ભાગવા નો ઈશારો કર્યો. ત્રણેય દરવાજા ની બહાર નીકળી ગયાં. ઈશાન એ જોયું કે ઈશા સાથે નથી માટે તેણે મુક્તિ મંથન ને ગાડી માં જવા કહ્યું અને ગાડી ને આગળ થોડે દૂર  ઊભી રાખવા કહ્યું. 
મંથન પાસે અત્યારે દલીલ નો સમય ન હતો. તે મુક્તિ ને લઈ નીચે ઉતર્યો. ઈશાન અંદર જઈ ઈશા ને શોધી રહ્યો. તેને ઈશા દેખાઈ તેને માથા માં ઈજા થવાથી તે બેહોશ થઈ ગઈ હતી. જોર થી પવન ફૂંકાવાનો હજી પણ ચાલુ હતો. ઈશાન ઈશા પાસે પહોંચ્યો. તેને ભાન માં લાવ્યો. 

" ઈશાન " 

" ઈશા ચાલ હવે જલ્દી અહીંથી "

" પણ મુક્તિ મંથન " 

" મેં એમને મોકલી દીધાં છે ચાલ " 

ઈશાન એ ઈશા નો સામાન બોર્ડ ને બધું પાછુ બેગ માં મુક્યુ. અને તેનો હાથ પકડી ઊભી કરી. તેઓ જતાં હતાં ત્યાં જ સામે આત્મા કાળ બની ઊભી રહી તેમની સામે. 

" શું જોઈએ છે તને " 

" તારી મોત "

આટલુ કહી તેણે  ઓફીસ માં ના કાચ નો દરવાજો  તોડ્યો અને  તેનાં કાચ ઈશા અને ઈશાન પર આવ્યા. ઈશાન ઈશા ની આગળ ઊભો રહી ગયો માટે તેને થોડુંક વાગ્યુ. પણ બંન્ને બહાર નીકળવા તરફ હિંમત કરી આગળ વધ્યાં. ઈશાન અને ઈશા દરવાજો પકડી ને ઊભા હતાં ત્યાં જ પેલી આત્મા ઉડીને તમનાં તરફ આવી. ઈશાન એ ચાલાકી વાપરી છેલ્લી ઘડીએ એક પરફ્યુમ ની બોટલ  પોકેટ માંથી કાઢી તેનાં પર છાંટ્યું. જેથી આત્મા ને પીડા થવા લાગી અને તે દૂર જઈને પડી. ઈશા અને ઈશાન બહાર નીકળી દોડવા લાગ્યા. ઈશાન એ ઈશા નો હાથ પકડી રાખેલો. નીચે આવી તેઓ ભાગવા લાગ્યા. 

" મંથન થોડો આગળ આપડી રાહ જોતો હશે " 

" હા પણ પરફ્યુમ કયુ તે છાંટ્યુ તે પેલી ને આટલી પીડા થઈ? મને તો આવુ કોઈ પરફ્યુમ નથી ખબર "

" એ ગંગાજળ હતું ? "

" ગંગાજળ ? પરફ્યુમ ની બોટલ માં  ? "

" હા હું બેક અપ પ્લાન તરીકે કાયમ રાખુ છુ " 

બંન્ને દોડતા દોડતા  ગાડી  સુધી  પહોંચી  ગયાં. બંન્ને  ગાડી માં બેઠા  અને  મંથન એ ગાડી  ભગાવી  મૂકી  ઘર તરફ. 

ઘરે પહોંચ્યા અને  મુક્તિ એ ઈશા ની  ઈજા  પર  દવા લગાવી. ઈશાન એ પોતાનો ઘાવ છુપાવી લીધો . ઈશા ને ખબર ન હતી કે ઈશાન ને પણ વાગેલુ. 

ઈશાન - " તુ  ઠીક  તો છે  ને ઈશા ? "

ઈશા - "  હા " 

મંથન - "  પણ આપણને  કોઈ વાત  ખબર  ન પડી કે શું થયું " 

મુક્તિ -  "  હા  પણ  તેણે પ્રાંજલ નામ કીધેલુ ને કદાચ એ આત્મા નું નામ જ પ્રાજલ હશે "

ઈશા - "  ના મુક્તિ  એનું નામ પ્રાંજલ નથી. કેમ કે એણે એનું નામ નથી કહ્યું તેણે આપણને  કલ્યુ આપ્યો છે. હવે આ પ્રાંજલ ને આપણે જ શોધવી પડશે કોણ છે એ  અને એનાં સાથે શું  નાતો  છે. " 

ઈશાન- "  હા  પણ  એક વાત ની  સમજ  ના પડી કે પહેલા હતી ભૂરી લાઈટ અને પછી થઈ યોયો માંલાલ લાઈટ. શું ત્યાં બે  અલગ   અલગ  આત્મા  હશે ? "

ઈશા - "  હોય શકે. પહેલાં તો પ્રાંજલ ને શોધવી પડશે. " 

બધાં હવે રુમ માં સૂવા ગયાં. ઈશા અને મુક્તિ એક રુમ માં અને ઈશાન અને મંથન એક રુમ માં. 

મુક્તિ - " ઈશા એક વાત પુછુ ?" 

ઈશા - " હા પૂછ એમાં પૂછે શું ?"

મુક્તિ - " તુ અને ઈશાન બંન્ને એકબીજાં ને ઓળખો છો?" 

ઈશા - " અમે કોલેજ મા સાથે હતાં " 

મુક્તિ - " ખાલી સાથે ભણતા હતાં કે પછી " 

ઈશા - " મુક્તિ મને ઊંઘ આવે છે આપણે કાલે વાત કરીયે " 

ઈશા વાત ટાળી ને  સૂઈ ગઈ. મુક્તિ એ તેની આંખો માં શૂન્યાવકાશ જોઈ લીધો પણ આગળ કાંઈ પૂછવુ યોગ્ય ન સમજયું. અને સુઈ ગઈ. 

શું થશે હવે આગળ? કોણ હશે પ્રાંજલ ? શું ત્યાં બે આત્મા હશે ? શું મુક્તિ પહોંચી શકશે ઓફીસ નાં રહસ્ય સુધી ? જાણીશું આગળ નાં ભાગ માં 

***

Rate & Review

Verified icon

rajnish patel 4 months ago

Verified icon

Chetna Bhatt 5 months ago

Verified icon

Jitendra 6 months ago

Verified icon

Parth Pandya 7 months ago

Verified icon

Bansari Modh 8 months ago