પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-12

પૃથ્વી અંત ની એકદમ નજીક હતો.....

સ્વરલેખા : હવે ફક્ત અમુક ક્ષણો બચી છે પૃથ્વી પાસે , પૃથ્વી ના રક્ત પરિભ્રમણ માં નું ચાંદી જ્યારે એના હદય સુધી પહોચશે ત્યારે પૃથ્વી એના vampire ના શાપિત જીવન માથી મુક્ત થઈ જશે.

વિશ્વા : નહીં ... એ શક્ય નથી. મારો ભાઈ મને આ રીતે છોડીને ના જઈ શકે.

પૃથ્વી નું શરીર ધીમે ધીમે સફેદ પડવા લાગ્યું .

સ્વરલેખા : એનું શરીર ચૈતન્ય ગુમાવી રહ્યું છે.

વિશ્વા એ થોડું વિચારીને કહ્યું “ સ્વરલેખાં...શું તમે એના શરીર નું બધુ જ ચાંદી એક જગ્યાએ ભેગું કરી શકો ?”

સ્વરલેખા: હા કોશિશ કરી શકું ...

સ્વરલેખા વિશ્વા ની યોજના સમજી ગયા.

સ્વરલેખા એ પૃથ્વી ના શરીર પર હાથ રાખી આકર્ષણ મંત્ર શરૂ કર્યા.

વિશ્વા : ધ્યાન કેન્દ્રિત કરો ...આપ કરી શકશો.

સ્વરલેખા એ તાકાત લગાવી.થોડીક વાર બાદ ધીમે ધીમે બધુ ચાંદી એક જગ્યાએ એકત્રિત થવા લાગ્યું.

સ્વરલેખા ધીમે ધીમે ચાંદી પૃથ્વી હદય થી દૂર એના નાભી તરફ લઈ ગયા.થોડીક વાર માં બધા ચાંદી ના કણો પેટ પાસે એક જગ્યાએ ભેગા થઈ ગયા અને એક ચાંદી ના નાના પથ્થર માં ફેરવાઇ ગયા.

સ્વરલેખા એ આંખો ખોલી... “ મારૂ કામ પૂરું થયું વિશ્વા”

વિશ્વા : હવે હું સંભાળી લઇશ.

એટલું બોલીને વિશ્વા એ પોતાનો હાથ ઉપર લઈ જઈ તીવ્રતા થી પૃથ્વી નું પેટ ચીરી ને અંદર નાખી દીધો અને ચારેબાજુ હાથ ગુમાવ્યો, ત્યાં એને ચાંદીનો સ્પર્શ થયો,એનો હાથ દાજવા લાગ્યો, તરત એણે એ પથ્થર બહાર ખેંચી લીધો અને બાજુ માં ફેંકી દીધો. હાથ બહાર નીકળતા ની સાથે જ વીરસિંઘ અને સ્વરલેખા એ પૃથ્વી નો પેટ ના ઘા ઢાંકી દીધો. (આમ તો vampires ના ઘા જાતેજ ભરાઈ જાય છે પણ પૃથ્વી અચેત હતો અને ચાંદી ના કારણે પૃથ્વી નું શરીર જાતે ઘા ભરવા સક્ષમ નહોતું).

વીરસિંઘ એ પોતાની શક્તિ લગાવી અને પોતાનું લોહી પૃથ્વી ના ઘા પર રેડ્યું જેના થી ધીમે ધીમે પૃથ્વી ના બહાર ના ઘા ભરવા લાગ્યા.

સ્વરલેખા : એના બહાર ના ઘા તો ભરાઈ ગયા છે. પરંતુ vampires ચાંદી નો ક્ષણિક સ્પર્શ પણ સહન કરી શકતા નથી અને અહી પૃથ્વી આટલી બધી વાર ચાંદી એના શરીર માં રહેવા છતાં મૃત્યુ સામે જઝૂમી રહ્યો હતો ,ખરેખર ખૂબ બહાદુર છે પૃથ્વી.

વિશ્વા : બહાદુર તો છે જ ,એને ઊભા થતાં કેટલો સમય લાગશે ?

સ્વરલેખા: એના વિષે કઈ કહી ના શકાય.પણ જલ્દી ઊભો થઈ જાય એવી આશા છે.

વીરસિંઘ : જ્યાં સુધી એ ઊભો નહીં થાય ત્યાં સુધી હું સતત તેનું ધ્યાન રાખીશ.

સ્વરલેખા : એક વાત નું ધ્યાન રહે , પૃથ્વી જીવિત છે એ વાત કોઈને ખબર ના પડવી જોઈએ.અવિનાશ ને એમ જ થવું જોઈએ કે પૃથ્વી રહ્યો નથી.   

અહી આ બાજુ

રઘુવીર ઘાયલ અવિનાશ ને લઈને એમના ઘરે પહોચ્યા એમની જૂની અલમારી કે જે પ્રાચીન ઔષધીઓ થી ભરેલી હતી તેમા થી ઔષધિ ભરેલી કાચ ની બોટલ કાઢી અને પી ગયા. એક બીજી બોટલ માથી દવા અવિનાશ ને પીવડાવી અને એના ગરદન પર રહેલા ઘા પર લગાવી.

બીજા દિવસ સવારે......

કોલેજ ની શરૂઆત થઈ બધા વિધાર્થીઓ ધીમે ધીમે ક્લાસ માં ભરાવા લાગ્યા.આ બાજુ અદિતિ પણ વિદ્યા ની સાથે સાથે કોલેજ તરફ જઈ રહી હતી.

અદિતિ : ખબર નહીં , વિદ્યા.. કાલ રાત થી મને અજીબ બેચેની અનુભવ થાય છે.એવું લાગે છે કે કોઈ સંકટ માં છે. મને ચેન પડતું નથી.     

વિદ્યા :(કટાક્ષ માં) થોડાક દિવસ થી પૃથ્વી કોલેજ માં દેખાતો નથી.ક્યાં ગયો છે ?

અદિતિ : મને શું લેવા પૂછે છે ? .

વિદ્યા : આતો મે એટ્લે પૂછ્યું કે એ તારો સારો મિત્ર છે.

અદિતિ : મિત્ર તો છે એનો મતલબ એમ નથી કે એ બધુ મને પૂછીને કરે.. અને એના અવિનાશ ના વચ્ચે કઈક ચાલતું રહે છે,એ આખો દિવસ લડતા હોય છે.

વિદ્યા : હા એતો છે. પણ મને એ નથી સમજાતું કે તારા અને અવિનાશ ની વચ્ચે શું છે ? I mean એ હમેશા તારા આજુબાજુ માં જ હોય છે.

અદિતિ : એવું કઈ નથી હો.

પાછળ થી અવિનાશ આવીને એમની વચ્ચે ઊભો રહી ગયો. “કોઈ મને યાદ કરતું હતું”.

વિદ્યા : (હસતાં)કઈ નહીં sir . બસ એમ જ કે તમે દેખાતા નથી . અને તમારા આ ગરદન પર શું વાગ્યું છે અને શરીર પર આટલા ઘા ના નિશાન.

અદિતિ એ ઘા ચકાસીને બોલી “ તમારો ફરીથી ઝગડો થયો ?”

અવિનાશ : ના હવે એવું કઈ નથી અમે તો સારા મિત્રો છીએ

અદિતિ : હા હું જાણું છું તમે કેટલા સારા મિત્રો છો.

(મનમાં) પૃથ્વી ઠીક તો હશે ને ?કાલ થી મારે એની સાથે વાત નથી થઈ. આ બેચેની નું કારણ એ તો નથી ને. મારે એને મળવું પડશે.)

એટલું કહીને અદિતિ નીકળી ગઈ.

અવિનાશ(મનમાં ): તુ મારા થી વધારે દૂર નહીં રહી શકે નંદિની , આપણાં બંને વચ્ચે નો કાંટો પૃથ્વી હવે તો આ દુનિયા માં જ નથી. તીર માના ચાંદી થી કોઈ vampire બચી જ ન શકે.

અવિનાશ ની નજર કોલેજ ની લોબી તરફ પડી તો એને જોયું કે અમુક છોકરાઓનું ટોળું એક છોકરી નો પીછો કરી રહ્યું હતું , અવિનાશ પોતાનું મોઢું ઢાંકીને એ તરફ ગયો.

ત્યાં જઈને ટોળાં માં ના એક વ્યક્તિ ને એણે પૂછ્યું “ અહી આટલી ભીડ કેમ છે?”

એ છોકરાએ અવિનાશ ને ઓળખ્યો નહીં કારણ કે એણે મોઢું ઢાંકેલું હતું.

એ છોકરો : અરે તને ખબર નથી કે શું ? આજે કોલેજ માં એક છોકરી આવી છે. અપ્સરા છે ....અપ્સરા.

આ હાહાહા............શું રૂપ છે એનું. તું એણે એક વાર જોઈશ તો ઘાયલ થઈ જઈશ.આ બધા છોકરા એની જલક જોવા આતુર, એનો પીછો કરી રહ્યા છે.

અવિનાશ : એવું તો કોણ છે એ ,જેને આટલા લોકો ને પાગલ કર્યા છે. ?

છોકરો: જો તારે એને જોવી હો તો લાઇન માં ઊભો રહી જા.

અવિનાશ એ પોતાના મોઢું બતાવ્યુ.

એ છોકરો હબકાઈ ગયો...... “ અ.  વ.. અવિનાશ sir  તમે ?”

એટલું બોલીને ભાગી ગયો. બાકી નું ટોળું પણ છુંમંતર થઈ ગયું.

અવિનાશ : જોવું પડશે કોણ છે એ છોકરી.

અવિનાશ એ પાસે જઈને જોયું તો લાઇબ્રેરિ ના દરવાજા પાસે ઊભી હતી અને અમુક છોકરીઓ સાથે વાતો કરી રહી હતી, અવિનાશ એ પાછળ થી જોયું કે અંગ્રેજી વસ્ત્રો માં સુસજ્જ એક છોકરી ઊભી હતી લાંબા કાળા એના વાળ હતા.

થોડીક વાર અવિનાશ ત્યાં જ ઊભો રહ્યો, બધી છોકરીઓ નીકળી ગઈ અને એ છોકરીએ એ પાછળ વાળીને ને જોયું.એનો ચહેરો જોતાં જ અવિનાશ ના હોશકોશ ઊડી ગયા,એની આંખો પહોળી થઈ ગઈ.

એ છોકરી વિશ્વા હતી.વિશ્વા ના આટલા સુંદર ચેહરા માં પણ અવિનાશ ને આગળ ની રાત નો બિહામણો, લોહી ટપકતો ચેહરો દેખાયો.

વિશ્વા : Good Morning ... અવિનાશ sir. Myself વિશ્વા.... Sister Of પૃથ્વી સિંહ રાઠોડ .

અવિનાશ : Nice to Meet You Again.આપણી વાતો ગઈ કાલે અધૂરી રહી ગઈ હતી.

પણ માનવું પડશે મનુષ્ય તરીકે તું વધારે સુંદર લાગે છે,આવતા ની સાથે અડધી કોલેજ ને પોતાના આકર્ષણ જાળ માં ફસાવી લીધી.

વિશ્વા: Vampires નું આકર્ષણ જ તેમણે શિકાર કરવામાં મદદ કરે છે.લોકો સામે થી મારી પાસે આવીને કહે છે Please hunt me . અને હું એમને ના નથી કહી શકતી.

અવિનાશ : U know તારો આ અંદાજ મને ખૂબ ગમે છે. But તારો કોલેજ માં આવવાનું કારણ હું જાણી  શકું ?

વિશ્વા ધીમે ધીમે અવિનાશ ના નજીક આવી

વિશ્વા : Actually એમ છે ને sir. ગઈ કાલ રાત્રે એક વ્યક્તિ એ મારા ભાઈ ની હત્યા કરી નાખી. અને મારા ભાઈ ની આખરી ઈચ્છા હતી કે હું એની પ્રેમિકા ની એ દુષ્ટ વ્યક્તિ થી રક્ષા કરું. એટ્લે એની મોત નો બદલો લેવા અને એ વ્યક્તિ ને બરબાદ કરવા એણે મોત ને ઘાટ ઉતારવા આવી છું.

એટલું બોલતા એકદમ જડપ થી અવિનાશ ના ચહેરા સમક્ષ આવી ગઈ, વિશ્વા એના રૂપ માં આવી ગઈ ગુસ્સા ના કારણે એના Fangs બહાર આવી ગયા.

વિશ્વા: સદભાગ્યે એ કાલે મારા થી બચી ને ભાગી ગયો પણ.......પણ ક્યાં સુધી ભાગશે વિશ્વા પોતાનો શિકાર પાતાળ માંથી પણ શોધી લે છે.

અવિનાશ ના ચેહરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો.

વિશ્વા : ok sir તો. મારા ક્લાસ માં મોડુ થાય છે..  ટૂંક સમય માં ફરીથી મુલાકાત થશે .

અવિનાશ : ના ના ...મુલાકાત ની ઉતાવળ નથી કઈ ... ખોટું કષ્ટ લેવા ની જરૂર નથી , જરૂર પડશે તો તને બોલાવીશ. તું ભણવા માં ધ્યાન રાખ.

વિશ્વા ત્યાથી નીકળી ગઈ.

અવિનાશ : હાશ... આ બલા થી બચીને રહવું પડશે, But Finally Good News. મારો વર્ષો જૂનો કાંટો પરલોક નીકળી ગયો.આ ખુશ ખબર રઘુવીર ને આપવી પડશે.

અહી અદિતિ ક્લાસ માં બેઠી હતી, વિશ્વા ક્લાસ માં આવી, બધા એની સામે જ જોઈ રહ્યા હતા. વિશ્વા આવીને બેસવા માટે જગ્યા શોધી રહી હતી .

રાધિકા : વિદ્યા કોણ છે આ .. આના આવ્યા પછી તો આપણો charm જ જતો રહ્યો છે, કોલેજ ના બધા Boys તો આની સામે જ જોવે છે આપની તો કોઈ value જ નથી.

વિદ્યા : ખબર નહીં કોણ છે.કોઈ ઓળખતું નથી એણે પણ જ્યાર થી આવી છે Breaking News બની ગઈ છે.

વિશ્વા ને જોતાં જ અનુરાગ ભાગતો ભાગતો એની પાસે આવ્યો.

અનુરાગ : Hi... I Am Anurag chauhan. And You ?

વિશ્વા એ એણે જરા પણ ભાવ ના આપ્યો.

અનુરાગ : Oh....  I like Attitude... તું એક કામ કર મારી જગ્યા પર બેસી જા.

વિશ્વા : No Thanks.

વિશ્વા એ જોયું કે કોઈ girls એના માટે જગ્યા કરવા તૈયાર નહતી.

ત્યાં અદિતિ એ Side માં ખસી ને એના માટે જગ્યા કરી.

વિશ્વા (મનમાં): આટલા વર્ષો માં પણ તું જરાય બદલી નથી નંદિની. કોઈ શંકા નથી કે ભાઈ તને આટલો પ્રેમ કેમ કરે છે.

વિશ્વા અદિતિ ની પાસે જઈને બેસી ગઈ.

અદિતિ : hi હું અદિતિ ... અને તું ?

વિશ્વા : હું વિશ્વા ... વિશ્વા રાઠોડ. પૃથ્વી સિંહ રાઠોડ ની બહેન.

એટલું સાંભળતા જ શાંતિ છવાઈ ગઈ. બધા અચરજ માં હતા.

અદિતિ : તું પૃથ્વી ની બહેન છે ? પણ ....

વિશ્વા : હા જાણું છું કે પૃથ્વી એ મારા વિશે કોઈ દિવસ જણાવ્યુ નહીં હોય. હું વિદેશ હતી, 2 દિવસ પેહલા જ આવી છું, મારા અને પૃથ્વી વચ્ચે લડાઈ ચાલુ રહતી હોય છે અને એ મારા થી મોટા ભાગે રિસાયેલો જ રહે છે. અત્યારે પણ હું અહી આવી એટ્લે રિસાઈ ને ક્યાક જતો રહ્યો છે, હવે ગુસ્સો શાંત થશે એટ્લે એની જાતે જ આવી જશે.

વિશ્વા એ ખૂબ ચાલકી થી બધા ના પ્રશ્નો ના જવાબ એક જ વાક્ય માં આપી દીધા

અદિતિ વિશ્વા ની સામે જ જોઈ રહી હતી. અદિતિ ના મન માં હજુ ગણા પ્રશ્નો હતા.વિશ્વા જાણતી હતી કે અદિતિ ની શંકા ઓ શું છે ?                                      

ક્લાસ પૂરો થતાં જ

અદિતિ : વિશ્વા ... થોડી વાર માટે મારી સાથે આવીશ ?

વિશ્વા : હા sure .

અદિતિ વિશ્વા ને કેન્ટીન માં લઈ ગઈ. બંને એક ખૂણા માં ટેબલ લઈ બેઠા.

અદિતિ : વિશ્વા ... એક વાત પૂછવી હતી.

વિશ્વા : હા પૂછ ને.

અદિતિ : પૃથ્વી મારો ખૂબ સારો મિત્ર છે અને મારા ભૂતકાળ થી મને જાણે છે, એ મારા વિષે સંપૂર્ણ જાણે છે અને હું પણ જાણું છું કે એ કોણ છે ? એ તારો ભાઈ છે , મતલબ તું પણ .....?

વિશ્વા : હા You are Right. હું પણ એક vampire છું. પણ મારી કહાની થોડી complicated છે. સમય આવતા હું તને બધુ જણાવીશ.

અદિતિ : thanks for being frank. મે તને જોઈ ત્યાંર થી મને એવું લાગે છે કે હું તને પહલે થી જાણું છું ખૂબ જ સારી રીતે જાણું છું. પણ યાદ આવતું નથી.

વિશ્વા: (હસતાં)તારું illusion સાચું છે. હું તને પહલે થી જ ઓળખું છું.ભૂતકાળ માં આપણે બંને સારા મિત્રો હતા.

અદિતિ : oh wow , તો તું મને બધુ જણાવીશ please.

વિશ્વા :  હા sure.

અદિતિ : Than let’s start our friendship’s new chapter.

બંને એ હાથ મિલાવ્યા.        

અદિતિ : વિશ્વા..  પૃથ્વી ઠીક તો છે ને ?

વિશ્વા ડરી ગઈ કે અદિતિ ને પૃથ્વી વિષે જાણ તો નથી થઈ ગઈ ને ?

વિશ્વા : હા કેમ ? એવું કેમ પૂછે છે ?

અદિતિ : ના બસ એમ જ ,કાલ રાત થી મને બેચેની અનુભવાય છે. મને એવું લાગ્યું કે પૃથ્વી કોઈ સંકટ માં તો નથી ને?

વિશ્વા: ના ના ચિંતા કરવાની જરૂર નથી એ એકદમ fine છે.

અદિતિ : તો એ ક્યાં છે,મારે એને એક વાર જોવો છે એટ્લે મને સંતોષ થઈ જશે.

વિશ્વા મુંજવણ માં મુકાઇ ગઈ

( મનમાં)આ બંને નો પ્રેમ એટલો ગાઢ છે કે અદિતિ ને પૃથ્વી ના વિષે શંકા થઈ ગઈ છે અને અદિતિ  એ શુધ્ધ રક્ત છે એના સામે લાંબા સમય સુધી હું જુઠ નહીં બોલી શકું.   

વિશ્વા : એ શહેર માં નથી.આવશે એટ્લે મળશે તને.

અદિતિ : Sorry ..... આજે અવિનાશ ને સવારે મે જોયો કે એ ઘાયલ હતો અને એ બંને વચ્ચે હમેશા લડાઈ ચાલતી રહે છે અને મને મનમાં એવું થાય છે કે પૃથ્વી મુસીબત માં છે.

વિશ્વા : (ગુસ્સા માં)એ અવિનાશ ના કારણે તો પૃથ્વી આજે મૃત્યુ શય્યા પર છે .

આટલું બોલ્યા બાદ વિશ્વા ને ધ્યાન આવ્યું કે એ ભૂલ થી બોલી ગઈ ....

એટલું સાંભળતા જ અદિતિ ના હાથ માં થી પુસ્તકો પડી ગયા.

વધુ આવતા અંકે.

“પૃથ્વી” નવલકથા માટે આપના પ્રતિસાદ વાંચીને આનંદ થયો. આશા છે કે આવનારા 9 ભાગ માં પણ તમને એટલી જ રુચિ રહશે અને આ નવલકથા માં રહસ્યો અંત સુધી યથાવત હશે.

આ નવલકથા વિષે ના પ્રશ્નો અને આપ વાચક મિત્રો ના સૂચનો સદા આવકાર્ય છે .

આભાર.       

***

Rate & Review

Kandhal 1 week ago

Abhi Barot 3 weeks ago

Kanzariya Jayesh 2 months ago

Menka Patel 2 months ago

Sapna Patel 2 months ago