Ek safar - 19 - 1 books and stories free download online pdf in Gujarati

એક સફર-19 (પ્રેમ ની પરાકાષ્ઠા) ભાગ-1

એક સફર -19

(પ્રેમ ની પરાકાસ્ઠા)




આજે હું ખૂબ જ દુખી હતો. કેમ કે હવે મારો નંબર હતો. બહુ સમય રાહ જોય છે. અરે નંબર હતો મતલબ કે હવે મારી લગ્નની વારી હતી. આપણાં સમાજમાં પરંપરા છે કે પહેલા પરિવારમાં મોટા હોઈ તેના લગ્ન થાય પછી નાના હોઈ તેના લગ્ન થાય છે. જેમ કે આજે મારા મોટા ભાઈ ના લગ્ન હતા. એક મોટી બહેન પણ છે, પરંતુ તેના લગ્ન થયા તેને આજે બે વર્ષ વીતી ચૂક્યા છે. ત્યારે તો અભ્યાસમાંથી જ ઊંચા નહતા. હવે તો અભ્યાસ પણ પૂર્ણ થઈન ચૂક્યો છે. એટ્લે લગ્નની બહુ જ ઉતાવળ હતી. પરંતુ મારા કરતાં એક વર્ષ મોટો ભાઈ બાકી હતો લગ્નમાં, જ્યાં લગી તેના લગ્ન થાય નહીં ત્યાં લગી મારા લગ્ન શક્ય જ નહતા. પરંતુ આજે દુખી હતો. હવે તો સમજ્યા ને કે મારો નંબર હતો એટ્લે શે?

અમે બને છેલ્લા સાત વર્ષથી લગ્નના સ્વપ્ન જોતાં હતા. ધ્રુવી...તેનું નામ ધ્રુવી છે. અમે બને સાત વર્ષથી એકબીજાને પ્રેમ કરતાં હતા. અરે અમારી તો ઉમર પણ નહતી પ્રેમ કરવાની, કેને પ્રેમ કહેવાઈ તે પણ હજુ ખબર નહતી પડતી. પરંતુ એકબીજાની સંભાળ બહુ જ રાખતા હતા. અમે બંને એકબીજાને પ્રેમ કરી છી તે કહ્યું જ નહતું કેમ કે અમે બને એકબીજાના જ છી તેવું જ માનતા હતા. 


બહુ જ એકબીજાની વાતો કરતાં હતા. ખ્યાલ જ નહતો કે અમે બને સમાજમાં રહી છી. બંને એ એક અલગ પોતાની ખ્યાલી દુનિયા બનાવી લીધી હતી. હજુ દિમાગના બહુ જ કાચાં હતા પરંતુ દિલના બહુ જ પાક્કા હતા. કેમ કે ખબાએ જ નહતી કે સમાજ અને આપણું પરિ વાર આ પ્રેમ ને સમજશે જ નહીં. પરંતુ એકબીજાને કઇં જ કહ્યા વગર સમજી જતાં હતા. 

બસ પ્રેમની પટરી પકડી લીધી હતી અને ધીમે ધીમે લગ્નના સ્વપ્ન અને મોજ મસ્તીમાથી પરિવાર અને સમાજ તરફ વળ્યા. ત્યારે ખબર પડી કે આપણી દુનિયા બહાર એક બીજી દુનિયા પણ છે જે ક્યારેય પ્રેમને સ્વીકારશે જ નહીં. હવે તો આ દુનિયામાં કદમ રાખવા સાથે બહુ જ ભય લાગવા લાગ્યો હતો. કે આગળ આપણાં જીવનમાં શું થશે?


હજુ તો પ્રેમના નામની નાની એવી નાવ બનાવી સમાજની નદીમાં તરવાનું ચાલુ જ કર્યું હતું ત્યાં તો સમાજના નામનું દરિયામાંથી ભયંકર તુફાન આવી ગયું. ધ્રુવીના ઘરે એના લગ્નની વતું થવા લાગી. ધ્રુવીએ તુરંત મને જાણ કરી કે મારા લગ્ન થવાના છે, હવે આપણે શું કરવું છે? હું ખૂબ જ ડરી ગયો. મે કહ્યું કે જેમ આ દરિયાના ઊંડાણમાં છે તેમ હું પણ તારી સાથે જ છું. ધ્રુવીએ કહ્યું કે હવે આપણે બંને આપણાં ઘરે વાત કરી દઈએ. મને ખબર જ હતી કે મારા ઘરે તો હજુ શક્ય જ નહતું. કેમ કે હજુ મારો મોટાભાઇ ના લગ્ન બાકી હતા, તેના આ વર્ષમાં લગ્ન થવાના હતા. એટ્લે મારા એના પછી જ લગ્ન થશે. અને બને ના એકસાથે લગ્નની મારા ઘરે પરિસ્થિતી નથી. મે ધ્રુવીને કહહયું કે તું તારા ઘરે એક વર્ષ પછી લગ્ન કરવાની માંગ કરી દેજે. 

ધ્રુવીએ બહુ જ મહેનત કરી પરંતુ તે વાત શક્ય થઈ જ નહીં, ત્યારે તેને પોતાના ઘરે અમારા બંને ની વાત કરી નાખી. અને અમારા બંને પર પહાડ તૂટી પડ્યો. પહેલા તો તેના મમ્મી પપ્પા માની ગયા અને મારી તપાસ કરાવી ત્યારે તેને ખબર પડી કે અમારી પરિસ્થિતી તેની સાથે ઊભા રહી શકી તેમ નથી, ત્યારે તેના મમ્મી પપ્પા અમારા પ્રેમ ને ઠોકર મારી દીધી. અને અમને બંને ને અલગ થઈ જવાનું કહ્યું. અમે બંને પણ બહુ જ લડાઈ કરી અંતે હું હિમ્મત હારી ગયો પરંતુ ધ્રુવી એ કહ્યું કે આજે હું આપણાં લગ્નનું નક્કી જ કરીને રહીશ. 



બસ તે દિવસ પછી આજ સુધી ધ્રુવી સાથે વાત જ નથી થઈ. અમારો પ્રેમ પરાકાસ્ઠા એ પહોચીને નફરતમાં બદલી ગયો. બે ત્રણ દિવસ પછી મને ખબર પડી કે ધ્રુવી અને તેનું પરિવાર બેંગ્લોર રહેવા ચાલ્યું ગયું છે. અને ધ્રુવીના ત્યાં જ લગ્ન થવાના છે. મે ધ્રુવી સાથે સંપર્ક કરવાની બહુ જ કોશિશ કરી પરતું મારી બધી જ કોશિશ પર પાણી ફરી ગયું. હવે મને લગ્નથી નફરત થતી હતી. 


એવામાં જ મારા મોટા ભાઈના લગ્નનું નક્કી થઈ ગયું. બધા બહુ જ ખુશ હતા પરંતુ હું દુખી હતો કેમ કે અંદરથી દિલ જ તૂટી પડ્યું હતું. ત્યારે અચાનક જ મારી ખોટી હસી પર ક્યારે જાદુ ચાલવા લાગ્યું ખબર જ નહતી. કેમ કે લગ્નની રાતે પાછળ થી આવાજ આવ્યો કે “ પ્રીત તારો ફોન આપને પ્લીઝ, મારા ફોન માં બેટરિ ડાઉન થઈ ગઈ છે”. મે પાછું વળીને જોયું તો મારી બહેનની નણંદ હતી. જેનું નામ ધ્રુતી હતું. એમ તો હું એને બે વર્ષથી ઓળખું છું પરંતુ અમે બંને એ ક્યારેય વાત નહતી કરી. હું તો ચૂપ જ રહ્યો. 


દિલ તો બહુ જ ઊંડાણમાં ડૂબી જ ચૂક્યું હતું પરંતુ ધ્રુતિએ મારી સાથે વાત કરવાથી મન ધીરે ધીરે તરવા લાગ્યું હતું. થોડા જ દિવસોમાં અમારી બંને ની સોશિયલ મીડિયા પીઆર વાતું  થવા લાગી. અચાનક જ એક દિવસ ધ્રુતિનો ફોન આવ્યો અને કહ્યું કે મારે તને આજ એક ખાસ વાત કહેવી છે તારી પાસે સમય છે? અહિયાં તો સમય અને ફક્ત સમય જ હતો. મે કહ્યું કે હા, સાંજે વાત કરી. 

ધ્રુતિ એ કહ્યું કે આપની બંને ની વાત કોઈને ખબર પડવી જોઈ નહીં. નહિતર સમાજ આપણને ખોટો ગણશે. એમ પણ આપણે મિત્ર જ છી. પરંતુ આપણાં મૈત્રી વિષે કોઈને જાણ પડવી જોઈ નહીં. ત્યારે મને જાણ થઈ કે હું તો અત્યાર સુધી સમાજ ને પારખી જ શક્યો નહતો, પરંતુ હવે સામે એવી વ્યક્તિ મળી છે જે સંપૂર્ણ સમાજને પારખી ને આવી છે. મે કહ્યું કે તું ચિંતા નહીં કર હું ક્યારેય કોઈને નહીં કહું. ત્યારે એને કહ્યું કે આપની મૈત્રી હમેસા માટે ‘છૂપી મૈત્રી’ જ રહેવી જોઈ.


હવે આગળ જોય ધ્રુતિ ની આ છુપી મૈત્રી કેટલો સમય ચાલે છે?
કે પછી બંનેની મૈત્રી પ્રેમમાં પરિવર્તિત થશે?
સયાદ ધ્રુવી નું પણ કાંઈક રહસ્ય હોઇ?