Vikruti - 22 books and stories free download online pdf in Gujarati

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-22

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-22
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
       મહેતા હંમેશા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી તેઓને પોતાની આંગળીઓ પર નચાવતો.રઘુવીર અને રાજુ તેના ઈશારા પર જ નાચતા પણ તેઓના દિલમાં હજી બદલાની આગ સળગતી હતી.રઘુવીરે મહેતા સાથે બદલો લેવા વિહાનને હથિયાર બનાવ્યો હતો અને મહેતા વિરુદ્ધ લડત આપતા ઇન્સપેક્ટર કૌશિકની માહિતી આપી.વિહાને મહેતાને ‘માત’ આપી કૌશિક મારફત તેની ધરપકડ કરાવી હતી.
       પોતે મોટી મુસીબતમાંથી બચી ગયો એ વાતથી ખુશ થઈ વિહાન આકૃતિને મળવા જતો હતો.વિહાન ઇશા સાથે ખોટું બોલ્યો એ વાત વિચારી ઈશા દુઃખી થતી હતી.હવે આગળ…
“બોલ શું વાત છે?”આકૃતિએ પૂછ્યું.આકૃતિ એ જ પટિયાલા ડ્રેસમાં હતી.સાંજ ઢળી ગઈ હતી અને સાબરમતીનો કિનારો લાઈટોના દિવાઓથી ઝળહળી રહ્યો હતો.ગાંધીબ્રિજ પર સતત અવરજવર કરતા વાહનો ઘોંઘાટ કરતા હતા.એ બધાથી દૂર આકૃતિ અને વિહાન નીચે કિનારે પાળી પર બેઠાં હતાં.આ એ જ જગ્યા હતી જ્યાં વિહાને પહેલીવાર આકૃતિને કિસ કરી હતી.
      વિહાને સ્મિત કરી આકૃતિના બંને હાથ પોતાના હાથમાં લઈ દબાવ્યા અને ફરી મલકાયો.
“બોલતો સહી યાર”આકૃતિએ ફરી કહ્યું.
“આઈ લવ યુ”વિહાને હસીને કહ્યું.
“ઑફો, આઈ લવ યુ ટુ બસ,હવે વાત શું હતી એ બોલ.કેમ અત્યારે બોલાવી?”
“કેમ ના બોલાવી શકું?,તને મળવાનું મન થઇ ગયું એટલે બોલાવી”વિહાને ફરી મલકાતાં કહ્યું.
“ચહેરો જોયો તારો?,ગલગોટાની જેમ ખીલેલો છે.બોલને યાર,મારાથી રહેવાતું નથી”આકૃતિએ અકળામણ સાથે કહ્યું.
“તને યાદ છે આપણે મમ્મી માટે ‘રોજગાર યોજના’માં ફોર્મ ભર્યું હતું એમાં મમ્મીનું નામ આવી ગયું છે અને આજે મમ્મીએ મામના ઘરે જવા કહ્યું,મતલબ એ હવે સાજા થાય છે”ખોટું બોલતા વિહાને કહ્યું.
“ગ્રેટ ન્યૂઝ યાર,આઈ એમ સો હેપ્પી”કહેતાં આકૃતિ ઉછળીને વિહાને હગ કરી ગઈ.
“હા બસ એમ,જો તો તું બી ગલગોટો બની ગઈ.હાહાહા”વિહાને હસીને કહ્યું.
“ચલ હવે મને આઈ લવ યુ કહેવાનું રિઝન આપ.તે કહ્યું હતું મળશું ત્યારે કહીશ”આકૃતિએ એક્સાઇટમેન્ટ સાથે કહ્યું.વિહાનની આવી વાતો આકૃતિને સાંભળવી ગમતી.
“મેં તને સવારે કહ્યું હતુંને કે પ્રેમ હોય ત્યાં જતાવવું જરૂરી નહિ.પણ ઘણીવાર એવો સમય આવે છે જ્યારે આપણે વધુ જ ખુશ હોઈએ અથવા દુઃખી હોઈએ.જ્યારે કોઈને વાત કહેવી હોય પણ શબ્દો ના મળતાં હોય અથવા આપણને એવું લાગે કે જે શબ્દો આપણે કહીશું એ તેના માટે ઓછા છે અથવા આપણી લાગણી તેમાં નહિ સમજાવી શકીએ.ત્યારે આઈ લવ યુ કહેવાય અથવા હગ કરી લેવાય.”વિહાને કાન સુધી સ્માઈલ રેલાવતાં કહ્યું.
“તું યાર મને કન્ફ્યુક્સ કરે છો,ફીલિંગ સમજાવવી હોય તો લવ યુ કે હગ કેમ કરવો?,સીધી કિસ જ ના કરી લેવાય?”આકૃતિએ આંખ મારતા કહ્યું.
“હાહાહા,એ પણ થઈ શકે”વિહાને હસીને કહ્યું, “પણ જે સમયે જેની જરૂર હોય એ સમયે એ જ લાગણી વહે તો મજા આવેને”
“હશે ચાલો,કિસ રહેવા દો”આકૃતિએ મોં મચકોડતા કહ્યું.
“યાર તું આ બધા ટોપિક પર આમ બિન્દાસ કેવી રીતે વાત કરી શકે?,મને તો શરમ આવે”
“બધા સાથે તો નહીં પણ તારી સાથે બિન્દાસ રીતે રહી શકુને?”આકૃતિએ બંને હાથથી વાળ પાછળ ધકેલતા કહ્યું, “આફ્ટર ઑલ આપણે રિલેશનમાં છીએ”
“તો તું કંઈ પણ કરી શકે”વિહાને સપાટ ભાવે કહ્યું.આકૃતિ વિહાનનો ઈશારો સમજી ગઈ હતી.
“બાય ગૉડ,હર્ટ કરી હો તે મને!,આટલી જબરદસ્ત ફિલોસોફી આપે છો અને કિસ કરતા શરમાય છે”આકૃતિએ હસીને કહ્યું.
“હું ક્યાં શરમાઉ છું?”વિહાને આંખો ફેરવી કહ્યું, “હું તો…”
“તારે તો પ્રોફેસર જ બનવું જોઈએ,કરવાનું કંઈ નહીં બસ ફિલોસોફી ઝાડતી રહેવાની,કેવો બુધ્ધુ બોયફ્રેન્ડ મળ્યો યાર મને”આકૃતિએ વિહાનના લમણે ટપલી મારતા કહ્યું, “તારા હાથ કેમ કાંપે છે?”
“એ..એ તો”વિહાન આગળ ના બોલી શક્યો.
    આકૃતિએ વિહાનના શોલ્ડર પર મુક્કો માર્યો અને ગાલ પર ચુંબન કરતા કાન પાસે જઈ કહ્યું, “હવે આમ કર્યું તો જાન લઈ લઈશ”
“એ તો તે લઈ જ લીધી છે” વિહાને ચુંટલી ખણી.
    આકૃતિ હસી પડી.
“એક વાત કહું બકુ?”વિહાને કહ્યું.આકૃતિએ પોતાનો ચહેરો વિહાન તરફ ઘુમાવી સહમતી આપી.
“હું તને કૉલેજ શરૂ થઈ એ પહેલાનો લાઈક કરતો,તે વરસાદમાં જે છોકરો જોયો હતો એ હું જ હતો”વિહાને હલકા સ્મિત સાથે કહ્યું.
“શું? ક્યારની વાત કરે છે તું?”,આકૃતિએ ગુંચવાતા કહ્યું.
“કૉલેજ શરૂ થઈ એ પહેલાંના રવિવારે સાંજે તમે લોકો કાંકરિયા હતા,ત્યાં વરસાદ શરૂ થયો હતો અને તને કોઈ છોકરો જોઈને સ્માઈલ કરતો હતો.થોડા દિવસ પહેલાં તે મને આ વાત કરી હતીને?”
“પાગલ,તો તું અત્યાર સુધી કેમ કંઈ ના બોલ્યો?”
“મારી પરિસ્થિતિ જાણીને કદાચ તું મારાથી દૂર થઈ જાય એ વાતથી હું ડરતો હતો”વિહાને ઘણાં સમયથી છુપાવેલી વાત અત્યારે કહી.
“વિક્કી યાર”આકૃતિએ માથું પકડ્યું.
“તો અત્યારે કેમ કહ્યું?”ગૂંગળામણ અનુભવતી આકૃતિએ રડમસ અવાજે પૂછ્યું.
“તે જ હમણાં કહ્યું હતું કે આપણે રિલેશનમાં છીએ તો બધી વાતો કરી શકીએ”વિહાને માસૂમિયતથી કહ્યું.
“પ્લીઝ હગ કરી લે યાર”આકૃતિ રડતા રડતા વિહાનને વળગી ગઈ, “થેંક્યું સો મચ,મારી લાઈફમાં આવવા માટે”
                        ***
     ઈશા વિહાનના કૉલની રાહ જોતી સોફા પર બેઠી બેઠી વારંવાર મોબાઇલની લાઈટ ઓન-ઑફ કરતી હતી.
‘વિહાનને મારા પર ડાઉટ તો નહિ ગયો હોય ને?’ઇશાએ વિચાર્યું. ‘ના મેં ક્યાં એવી કોઈ ભૂલ કરી છે.’જાતે તેણે પોતાના સવાલનો જવાબ આપ્યો.
“ઈશા શું થયું?કેમ ટેન્સ દેખાય છે?”ઇશાની મમ્મીએ પૂછ્યું.
“કંઈ નહીં મમ્મી,હું ફ્રેન્ડને મળવા જઉં છું, મારે થોડું લેટ થશે એટલે તું જમી લેજે”ઈશા ઉભી થઇ પોતાના રૂમ તરફ ચાલી.રૂમમાં આવી તેણે પોતાનું બૅગ ખોળ્યું. તેમાંથી તેણે એક ચિઠ્ઠી કાઢી.
‘હું કોણ છું એ તારા માટે જાણવું જરૂરી નહિ,તારા દોસ્તની શુભચિંતક સમજી લે,અત્યારે વિહાન મુસીબતોમાં ઘેરાવા જઇ રહ્યો છે,જો તું તેની મદદ નહિ કરે તો એ ફસાઈ જશે.”ચિઠ્ઠી વાંચી ઇશાએ એ દિવસ યાદ કર્યો જ્યારે તેને આ ચિઠ્ઠી મળી હતી.
         એ દિવસે ઇશાએ વિહાન સાથે લાઈબ્રેરીમાં નાટક ભજવ્યું હતું. ‘તું સંભાળી લેજે આકૃતિ’એમ કહી ઈશા પોતાના ક્લાસમાં આવી બેઠી હતી.વિહાન અને આકૃતિ માટે એ ખુશ હતી પણ તેને ક્યાં ખબર હતી કે આ ખુશી મૃગજળ જેવી હશે.ચોકલેટ લેવા તેણે બેગમાં હાથ નાખ્યો એટલે તેને બેગમાંથી એક ચિઠ્ઠી મળી.પહેલાં તો તેને એમ લાગ્યું કે કોઈ ટપોરીએ આવી હરકત કરી હશે પણ જ્યારે એમાં વિહાન પર મુસીબત આવવાની એવી ભવિષ્યવાણી વાંચી ઈશા બે મિનિટ માટે વિચારમાં પડી ગઈ.
‘વિહાનનું કોણ ખરાબ ઇચ્છી શકે’એમ વિચારી ઇશાએ એ ચિઠ્ઠીને વધુ મહત્વ નોહતું આપ્યું.પણ જ્યારે ઈશાને વિહાનના મમ્મીના હાર્ટએટેક પછી બીજી ચિઠ્ઠી મળી અને તેમાં વિહાનના મમ્મીને હાર્ટએટેક નથી આવ્યો એ વાત લખી હતી ત્યારે ઇશાના મનમાં કુતૂહલ પેદા થયું હતું.તેણે તરત જ વિહાનના મમ્મીનો રિપોર્ટ પોતાના ફેમિલી ડોક્ટરને વોટ્સએપ કર્યો અને જ્યારે ‘વિહાનના મમ્મી બિલકુલ ઠીક છે’એ વાતની તેને જાણ થઈ એટલે એ સમજી ગઈ હતી કે વિહાન ખરેખર મુસીબતમાં ફસાવવાનો છે.
      ઇશાને ખબર નોહતી કે આ ચિઠ્ઠી કોણ મોકલે છે પણ વિહાન તેની લાઈફમાં કેટલો મહત્વનો હતો અને વિહાન સાથે આવું કોણ કરી રહ્યું છે એ ઈશા જાણતી હતી.એક પલ માટે આ બધી વાત વિહાનને જણાવી દેવા ઇશાએ વિચાર્યું પણ ઇશાના મતે વિહાન સાવ ભોળો હતો.જો વિહાનને આ વાતની ખબર પડશે તો એ નાહકમાં મુંજાઇ જશે એમ વિચારી ઈશા ચિઠ્ઠીને અનુસરવા લાગી.
    તેને ચિઠ્ઠી મોકલનાર કોણ હશે એ વાત જાણવાનું પણ કુતુહલ થયું હતું.ચિઠ્ઠી મળી પછી પોતાના પર કોઈ નજર રાખે છે કે નહીં ઈશા એ નોટિસ કરતી પણ તેને કોઈ વ્યક્તિ પર શંકા નોહતી ગઈ.આકૃતિએ પોતે કિડનેપ થઈ એ વાત કહી અને વિહાને બેહોશીનું બહાનું બનાવી આકૃતિને સમજાવી દીધી એ વાત પરથી ઈશા સમજી ગઈ હતી કે વિહાન નક્કી કોઈ વાત છુપાવી રહ્યો છે.
    ઇશાને મળેલી ચિઠ્ઠીઓમાં ઇન્સ્પેક્ટર કૌશિકને માહિતી પહોંચાડવાનું લખ્યું હતું.ઇશાએ વિશ છોકરીઓ કોણે કિડનેપ કરી એ વાત કૌશિકને જણાવી હતી અને એ જ તેને એરપોર્ટ પર લઈ આવી હતી.ચિઠ્ઠી મોકલનાર મહેતાં વિરુદ્ધ કોઈ સબુત આપવાનું હતું જે તેણે કાલે કૌશિકને આપવા જવાની હતા.
       ચિઠ્ઠી મોકલનાર કોણ હતું અને એ વિહાનને કેવી રીતે ઓળખતું હતું એ વાત ઈશા માટે પણ ગુંથી બની ગઈ હતી.
     ઇશાએ ચિઠ્ઠી બેગમાં રાખી,બૅગ ખભે લટકાવી બહાર નીકળી એટલામાં વિહાનનો કૉલ આવ્યો.
“રિવરફ્રન્ટે આવી જા”વિહાને કહ્યું. વિહાને આકૃતિને ઘરે મોકલી દીધી હતી.ઈશા તાબડતોબ રિવરફ્રન્ટે પહોંચી.તેણે વિહાનને બધી વાતો કહેવાનું નક્કી કરી લીધું હતું.
“બોલ શું હતું?”ઇશાએ વિહાન પાસે જગ્યા લેતા બૅગ સાઈડમાં રાખ્યું.
“તું આ બૅગ કેમ લાવી ?”વિહાને પૂછ્યું.
“એ હું પછી કહીશ,તું પહેલાં તારી વાત કર”
“યાર તને શું કહું, કાલે આકૃતિનો બર્થડે છે અને શું ગિફ્ટ આપું એ હું નક્કી નથી કરી શકતો”
“એમાં શું નક્કી કરવાનું હોય?”ઇશાએ સહજતાથી કહ્યું, “તેને જે વસ્તુ ગમતી હોય એ આપી દેવાની”
“એ જ તો પ્રોબ્લેમ છે,એને શું પસંદ છે એ મેં પૂછ્યું જ નહીં.જો હવે પૂછીશ તો એને ખબર પડી જશે.તું તો એની ફ્રેન્ડ છો.મને કોઈ સલાહ આપને”વિહાને કહ્યું.
“એક કામ કર એક મસ્ત બ્રેસલેટ આપી દે.તેને બ્રેસલેટ પસંદ છે”ઇશાએ સલાહ આપતા કહ્યું.
“ના યાર,એ તો કોમન છે.કોઈ એન્ટિક વસ્તુ જે રોજ તેને મારી યાદ અપાવે”
“તો એતો તારે જ વિચારવાનું.મને ખબર નહિ”ઇશાએ કહ્યું.
“ઑકે,હું વિચારી લઈશ.”વિહાને વાત પૂરી કરી.થોડીવાર બંને મૌન બેસી રહ્યા.
“વિહાન…”
“ઈશા..”બંને એક સાથે બોલ્યા.
“બોલ શું કહેતી હતી”વિહાને પૂછ્યું.
“ના પહેલાં તું બોલ”ઇશાએ કહ્યું.
“તું મહેતાબાબાને ઓળખે છે?”વિહાને થોડીવાર વિચારીને કહ્યું.
“હા,તું જ્યાં જોબ કરે છે અને જેણે તને સલાહ આપી હતી”ઇશાએ યાદ અપાવતા કહ્યું.
“ખાખ સલાહ,એક નંબરનો હરામી માણસ છે”વિહાને કહ્યું અને ખિસ્સામાંથી સિગરેટનું પેકેટ કાઢ્યું.
(ક્રમશઃ)
        શું વિહાન મહેતાની બધી વાતો ઇશાને કહી દેશે?શું થશે જ્યારે ઇશાને ખબર પડશે કે એ જે વાત કહેવા ઇચ્છતી હતી એ જ વાત વિહાન બોલી રહ્યો છે. શું વિહાન અને ઈશા મળી ચિઠ્ઠી મોકલનાર વ્યક્તિને શોધી શકશે? કોણ હશે એ વ્યક્તિ?
     રહસ્ય ઘણા બધા છુપાયા છે.બધા પાત્રો પોતાની એડી ચોટીનું જોર લગાવે છે.કોણ એ વ્યક્તિને શોધી શકશે એ વાત જાણવી રહી.અને એ વાત જાણવા વાંચતા રહો.વિકૃતિ.
    ડિસેમ્બર મહિનામાં 10543 ડાઉનલોડ સાથે અમને(મેઘા ગોકાણી & મેર મેહુલ) ટોપ 50માં દસમું સ્થાન આપવા બદલ સૌ વાંચકોનો દિલથી આભાર.નવા વર્ષમાં પણ આ સફર કાયમ રહે અને વિકૃતિને સૌ આટલો પ્રેમ આપતાં રહો એ આશા સાથે સૌને નવા વર્ષની શુભકામનો.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)