Nirnay books and stories free download online pdf in Gujarati

નિર્ણય.

સોના ...  ગુજરાત ના નાનકડા એવા સુંદરપુર ગામ ની સોના.નામ ની જેમ જ કંચન વરણી કાયા રૂપ અને ગુણ નો સમન્વય,તો સાથે જ ખૂબજ ઓછાં પ્રમાણમાં જોવા મળતો લક્ષ્મી અને સરસ્વતીનો સંગમ અનેે એ સંગમ સ્થાન સોના હતી. ગામના મુખીની એકમાત્ર દીકરી, સંસ્કાર અને કામકાજમાં અવ્વલ સોના, ગામની શાળામાં ભણ્યા બાદ સાહિત્યના વિષયોો ભણવા નજીકના શહેર ની કોલેજમાં જતી.
     શહેરની કોલેજમાં ભણવા છતાં, આજકાલની આછલકાઈ ની એકમાત્ર જલક પણ સોના મા નહીં આવી. ગામ થી કોલેજ અને ફરી સાંજે બસમાં પાછી  આવીને તુરંત જ ગામના નાના બાળકો અનેેેે અશિક્ષિત ઘરડાઓને અક્ષર જ્ઞાન આપવું એ સોનાનો પ્રિય નિત્યક્રમ હતો અને ત્યારબાદ રાત પડતાં જ તે પોતાની અલગ દુનિયામાં ખોવાઈ જતી,
       હા ...સોનાની એક અલગ જ પોતાનીી દુનિયા હતી અને તે નાનકડા રૂમમાં કબાટ ભરીને મુકેલા દુનિયાભરનાા પુસ્તકો ,તેનેેે જીવથી પણ વાલા હતા. રાત થતાં જ તે પોતાની આ દુનિયામાં ખોવાઈ જતી, અને વાંચતા વાંચતા પુસ્તક સાથે લઈને સુવાની તેને નાનપણથી આદત હતી .
આવતા અઠવાડિયે ગામના મંદિરમાં નવીી મૂર્તિ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ,આખું ગામ આ ઉત્સવનો મેળાવડો અને જમણવાર ની વાતો સાંભળીને હિલોળે ચડ્યું, બધે જ એક જ વાત ચર્ચાતી, અને આ ચર્ચા કરવાની જગ્યાા તે તો ગામના મુખી નું ઘર જ હતું મુખી ભલાભાઇ નાામ પ્રમાણે જ ભલા હતા, તેમના ઘરમાં જ જાણે ઉત્સવ હોય તેવું વાતાવરણ હતું .ગામના ઘણા નિવાસીઓ જે હવેે શહેરમાં જઈને વસ્યા હતા તેઓને આમંત્રણ પત્ર સોનાએ લખી નાખ્યા હતા જેમાં સૌથી આગળ પડતું નામ હતું નરોતમ શેઠનું જે સુંદરપુરા રહેવાસી હતા પણ હાલમાં મુંબઈમાં ખૂબ મોટી કાપડ મીલના માલિક બન્યા હતા. બીીજા જોડે નરોત્તમ શેઠને પણ આમંત્રણ મોકલાયું હતું જેનાા જવાબમાં તેમનો ફોન મુ ખી પર આવ્યો અને સહકુટુંબ પધારશે અને મંદિર માટે દાન પણ કરશે એવું તેમણે જણાવ્યું.
બસ આ જ વાતો ની ચર્ચાઓ ગામના જુવાન વૃદ્ધ અને બાળકોમાં હતી. આજે એ જ રૂડો દિવસ હતો દૂરદૂરથી અતિથિઓ આવી ચૂક્યા હતા અને મહોત્સવ ના ઢોલ વાગવા માંડ્યા હતા આ બધી ધમાલમાં નરોતમ શેઠ અને ધનગૌરી નો ઉતારો મુખી ના ઘરે રાખ્યો હતો અને તેની સઘળી જવાબદારી સોનાની હતી.
     પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી ની સાથેે સાથે શેઠ અને ધનગૌરી ની નજર થરી સોના ઉપર ,દરેક કાર્યમાં આગળ પડતો સહકાર અને સૌનું ધ્યાન રાખતી સંસ્કારી સોના એમના નજર માં વસી ગઈ અને એમના એકના એક પુત્ર સુજલ માટે મુખી પાસે સોનાની માગણી કરી આટલા પ્રતિષ્ઠિત કુટુંબનીી માંગણીથી મુખી હતપ્રભ થઈ ગયા ઉત્સાહથી પત્નીને વાત કરી અને સોના નીી મંજુરી માટે પૂછી લીધું. નાનકડા ગામમાં આગની જેમ વાત ફેલાતા જ સોનાનીી ઈચ્છા જાણ્યા વગર  વધામણી નો દોર શરૂ થઈ ગયો હતપ્રભ બનેલી સોના કંઈક સમજે એ પહેલા જ જાણે વહેણ સાથે વહેતી હોય તેમ આ વમળ મા આવી ગઈ ,અચાનક જ સમયે પલટો લીધો અને તેને શાંત જીવન માં ખળભળાટ થઈ ગયો સીધીસાદી સોનાના સ્વપ્ના અને ભવિષ્યના વિચારો સીધા સાદા જ હતા તેને પોતાના જેવો જ વિચારશીલ અને પુસ્તક પ્રિય શાંત સ્વભાવ ના પતિના સ્વપ્ન જોયા હતા ,પરંતુ અહીં તો અચાનક જ બધું જ બદલાઈ જતું હોય એવું તેને લાગ્યું.
     નરોતમ શેઠ પાછા જાય તે પહેલા તેમને જવાબ આપવાનો હોવાથી મુખી ભલાભાઇ અને તેમના પત્ની સોના પાસે જાય છે ભલાભાઇ સોનાને પુરી સ્વતંત્રતા આપીને પોતાના વિચાર જણાવવાનુંં કહે છે સાથે જ આ પ્રકારનું ઘર પરિવાર તો સાક્ષાત ભગવાનની મહેરબાની હોય તો જ મળે તેમ જણાવે છે કદાચ સોના નું નસીબ જોર કરતું હતું તેથી જ તો શેઠ ગામ સુધી આવ્યા હતા ,આ ઉપરાંત શેઠે આપેલો પ્રસ્તાવ કે મુંબઈ સુધી આવીને ઘર અને વર જોઈને જ લગ્નની વાતમાં આગળ વધવું એવું તે સોનાને જણાવે છે .માતા-પિતાનો હરખ અને આનંદ જોઈને મૂંઝાયેલી સોના હાલ પૂરતું હા કહી જ દે છે કે ચાલો એકવાર મુંબઈ જવાનું આમંત્રણ સ્વીકારી લો.
     બીજી તરફ સોના એ જાણે લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો હોય તેવો માહોલ ગામમાં ફેલાઈ જાય છે બધા જ સોનાના લગ્નમાં મહાલવાની તૈયારીઓમાં લાગી જાય છે નરોતમ શેઠ અને શેઠાણી જતા જતા આમંત્રણ પાકુ કરી જાય છે એક જ અઠવાડિયામાં ભલાભાઇ ને મુંબઈ બોલાવી લે છે આમ mahotsav પૂરો થતાં જ ભલાભાઇ મુંબઈ જવાનીીી તયારીઓમાં લાગીીી જાય છે.
      પોતાને સ્ટેશન લેવા આવેલા નરોતમ શેઠને જોઈને મુખી અને તેમના પત્ની ધન્યતા અનુભવે છે, મોટા વિશાળ મહેલ જેવા ઘરની પોર્ચમાં ગાડી ઉભી રહેતા જ દરેક નોકર-ચાકર અને ધનગૌરી દરવાજે આવીને બધાનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરે છે. શેઠની હવેલીની રોનક નોકર ચાકર વગેરે જોઈને ગામડાના જીવોને તો જાણે સ્વર્ગ જ મળ્યું બસ હવે વાટ જોવાતી હતી સોના અને  સુજલ ના મળવાની.
      સુજલ ના આવતા વહેતા જ જાણે આખાા પરિવારમાં એક આનંદ ની લહેર વ્યાપી ગઈ આવીને તરત જ સોનાના માતા-પિતાને પગે લાગીને સુજલ એ બધાની ખબર પૂછી ખૂબ જ આનંદિત અને હસમુખા સુજલ ને જોઈને મુખી અને તેમના પત્ની ખૂબ જ રાજી થયા છતાં સોના હજી અવઢવમાં હતી શેઠનાા કહેવાથી સુજલ સોનાને પોતાનો બંગલો વગેરે બતાવવા લઈ જાય છે. ચારે બાજુ વેરાયેલ ધન સંપત્તિ અનેે નોકર-ચાકરને જોતી સોના સુજલ ની સાથે થાય છે  .બંગલાની બાલ્કની મા આવેલી સુંદર બેઠક વ્યવસ્થા માંં બેસતા સોનાા અને સુજલ એકબીજાનો પરિચય પામવાની કોશિશ કરેે છે. સાદી સીધી સોના કોટનના સાદા પોશાકમાં પણ ખૂબ જ સુંદર લાગતી હતી નિર્દોષ સૌંદર્ય અને સામે સુજલ ખુબજ મોંઘી બ્રાન્ડના કપડામાં વૈભવી બિઝનેસમેન ની જેમ સુંદર લાગતો હતો. હવે સર્વેની નજર આ બંને પર જ હતીી પોતપોતાના શોખ અનેેે ફ્યુચર પ્લાન્સની વાતોો કરીને બંને બહાર આવ્યા દરેકની આતુર નજરો એ બંને પર હતી . સુજલ  એ તુરંત જ પોતાની માતાની સામેે જોઇને ડોક હલાવી હા કહેતા જ જાણે નરોતમ શેઠના ઘરમાં ઉત્સવનો માહોલ પ્રસરી ગયો, નરોતમ શેઠ શેઠાણી ભલાભાઇ અને તેમના પત્નીને ગળે મળ્યા અને મીઠાઈઓ ખવડાવી બધા રાજી ખુશી થઈ ગયા સોના આ દરેક વાતથી માતા-પિતાની ખુશીથી અને સુજલ ના નિર્ણયથી ખુશ તો હતી જ.
     આ સાથે બીજાા દિવસે નરોતમ શેઠે સુજલ સોનાની સગાઈ વિધિની જાહેરાત કરી દીધી ,શહેરના નામાંકિત લોકોને આમંત્રણ માટે જણાવી દીધું, પરંતુુુ આ બાજુ ભલાભાઇ અને તેમના પત્નીની મૂંઝવણ જોઇને ઊભા રહ્યા," કહ્યું "મુખી તમે શા માટે ચિંતા કરો છો સાક્ષાત લક્ષ્મી અને સરસ્વતી જેવી દીકરી આપો છો પછી અમને બીજી કોઈ જ આશા નથી બસ સોના અમારી થઈ જાય તમે ચિંતામુક્ત રહો અને અવસર ને માણો બધી જવાબદારી અમારીી છે .નરોત્તમ શેઠના આ શબ્દોએ જાણે મલમનું કામ કર્યું અને એક હાસ વ્યાપી ગઈ. શેઠાણી તો સોના ને લઈને પોતાના રૂમમાં ચાલ્યા, અઢળક સાડીઓ અને દાગીનાનો ઢગલોો કર્યો સોના ને કહ્યું" સગાઈ માટે જે પસંદ હોય તે લઈ લે .અચકાતી સોના એક સીધીસાદી સાડી ને હાથ લગાડતાં જ શેઠાણી બોલી ઊઠ્યા" ના મારી વહુ ને એ ના શોભે એને તો હું આજ પહેરાવીશ". કહી નવુંનક્કોર મોંઘુ પટોળું અને મેચિંગ હીરાનો નેકલેસ સાથે કંગન અને ઝુમકા બધું જ સોનાને પહેરાવી જોયું, જાણે સોનાની પૂતળી પોતેે જાતે જ સોનાના ઓવારણા લીધા," કહ્યું," સાક્ષાત્ લક્ષ્મી લાગે છે .દાગીનાના ભારથી અકળાયેલી અને મૂંઝાયેલી સોના ધીરેથી આ બધું કાઢીને મૂકે છે. અને સારુ મા તેમ કહીને ત્યાંથી બહાર જાય છે બહાર નીકળતા જ જાણે સોનાની રાહ જોઈને સુજલ ઉભો હતો. તેણે સોનાને પૂછ્યું કે મારા મિત્ર ને ત્યાં પાર્ટી છે, સોના મારી ઈચ્છા તને લઈને જવાની છે મે તારા અને મારા પિતાને પૂછ્યું છે શું તું મારી સાથે આવીશ ?આમ સાંભળતાં જ ચૂપચાપ નીચીી નજરે સોના એ હા કીધી અને તે સાથે જ શેઠાણીએ સોનાનો હવાલો લઇ લીધો માલેતુજાર ની પાર્ટીી માં આમ આ કપડામાં થોડુંું જવાય? ફોન થતાં જ નજીકના boutique માંથી સોનાના માટે કપડા આવ્યા અને કલાકમાં તો જાણે સોનાની કાયાપલટ થઈ ગઈ શેઠાણીએ બ્યુટિશિયન અને હેર ડ્રેસર ને સોનાના માથે ઉભા કરી દીધા અને સોના ચૂપચાપ તૈયાર થઈ ઘણા  તે આખી જ બદલાઈ ગઈ કપડા ,મેકઅપ અનેે દાગીના પછી તે ખૂબ જ સુંદર લાગતી હતી જાણે પરી
     ભલાભાઇ અને તેમના પત્નીને તો જાણે સોનાના ભાગ્ય પર ભરોસો જ ન આવતો હતો. તૈયાર થઈને સાથેે નીકળતા સુજલ અને સોના ની જોડી જાણે આકાશમાંથી ઉતરી હોય તેમ લાગતું હતું. સુજલ સાથે ગાડીમાં બેેસી ને જતી સોનાને પોતાના નસીબ પર ભરોસો ન આવતો હતો . સુજલ  એ પૂછેલા દરેક સવાલનો શાંતિ અનેે સમજદારીપૂર્વક જવાબ આપતી અને હસમુખા અને બોલકણા સુજલ ની વાતો ચૂપચાપ સાંભળતી સોના પોતાના ફ્યૂચર પ્લાન્સ માં ખૂબ બધા પુસ્તકો ખરીદવા અને બાળકો માટે શાળા ખોલવી વગેરે સાંભળીને સુજલ ખડખડાટ હસીી પડ્યો તેણે પોતાનો બિઝનેસ યુ.એસ.એ સુધી આગળ ધપાવવો અને કદાચ ભવિષ્યમાં ત્યાં જ setal થવાનો વિચાર સોનાને જણાવ્યો સાથે એ પણ જણાવ્યું કે તેને આજકાલની આછલકાઈ ભરી યુવતીઓ પસંદ જ ન હતી એક મોટા પ્રતિષ્ઠિત બિઝનેસમેન ના ઘરમાં સોના જેવી સુશિક્ષિત અને સમજદાર વ્યક્તિ જોઈએ એવું તે માનતો.
     પાર્ટીમાં બધા મિત્રો માં સોનાની ઓળખાણ કરાવતા જ આનંદની લહેર વ્યાપી ગઈ કોંગ્રેચ્યુલેશન્સ ના અવાજો ચારેે તરફથી આવવા માંડ્યા ,ખૂબ જ ઓછો પાર્ટીમાં જવા નો મહાવરો અને લોકો સાથે ઓછું બોલવાની આદતથી સોના ખૂબ જ મૂંઝાઇ ગઇ, પરંતુ સુજલ તેને સહકાર આપતો રહ્યો. થોડાાા જ કલાકોમાં આ બધાથી મૂંઝાતી સોના જાણે આંખોથી જ સુજલ ને ઘરે જવાની વિનંતી કરતી હતી .સમજદાર સુજલ પણ ઘર જવા તરફ ની તૈયારીઓ કરવા લાગ્યો .ઘરે પહોંચતાં જ બધા વડીલો આવતીકાલની તૈયારીઓમાં લાગેલા દેખાયા મુખી ભલાભાઇ એ ગામથી પોતાનાા પુત્ર અને નજીકના સગા વાલાા ને બોલાવવાની તૈયારીઓ કરીી લીધી. બીજી બધી જ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી બસ હવે કાલ ની રાહ જોવાતી હતી.
     રાત્રે પોતાના રૂમમાં જઈને ભારે વસ્ત્રો અને દાગીનાનો ભાર ઉતારી સાદા કપડા પહેરતા જ જાણે અસલી સોના પાછી આવી મનમાં ચાલતી મથામણ અને મુજવણ ને કારણે કોઈ જ પ્રકારના નિર્ણય લેવાની શક્તિ સોનામાં રહી નહીં ..અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતી ચૂપચાપ ઊભી રહી ,અને જાત સાથેની લડાઈ માંડી, સાચીી સોના કઈ જે વર્ષોથી હતી તે કે જે હમણાં બનવા જઈ રહી છે તે આ હવેલી નોકરો દાગીના વસ્ત્રો પાર્ટી ગાડીઓ શું આ જ હતું તેનું ભવિષ્ય એક મોટી વિશાળ હવેલીમાં કેદ થઈ જવું મોટા બિઝનેસમેનની પત્ની બનીને બધી જ જવાબદારી સ્વીકારીને પોતાનું અસ્તિત્વ બાજુએ મૂકી દેવું તો પછી પોતે જોયેલા સ્વપ્નનું શું?
      સવાલો સવાલો ચારે તરફથી એને ઘેરીને ઊભા હતા શું નિર્ણય કરવો ?પણ તેનો પોતાનો નિર્ણય તો કોઈ પૂછો જ ન હતો, અપાર મૂંઝવણ અનુભવતી અને વિચારોમાં ખોવાયેલી સોના બાલ્કનીમાં જ બેસી પડી એક તરફ આવતીકાલના સ્વપ્નમાં ખોવાઈને ઘસઘસાટ ઊંઘતા માબાપ અને બીજી તરફ પોતાના સ્વપ્ન તેના મનમાં મચ્યું હતું .તેનું મન ખૂબ જ ઉદાસ હતું પ્રેમાળ માતા-પિતાને દુઃખી કરવા તે તૈયાર ન હતી તો બીજી તરફ કઠપૂતળી બનીને જીવવા પણ રાજી ન હતી .આખી રાત મથામણમાં વિધિ છતાં કોઈ નિષ્કર્ષ ન આવતા ધીમે પગલે સોના નીચે બગીચા તરફ જવા પગ ઉપાડે છે ઉગતો સૂર્ય કુણા કિરણો અને ઝાકળથી ભીંજાયેલા ફૂલો તેને હંમેશા આકર્ષતા હતા .બગીચામાં વ્યવસ્થિત રીતે ઉગાડેલા માવજત પામેલા સુંદર ફૂલોના તરફ જોતા સોના ઊભી રહી. ઉજાગરા અને થાકથી થાકેલીી આંખો માંથી ક્યારે મનની હતાશા આસુ બનીને નીકળી તે ને ખબર જ ન રહી .અચાનક કોઈનો હાથ ખભા પર મુકાયો પાછળ ફરીને જોયું તો નરોતમ શેઠ ઊભા હતા બાપુજી આપ લાલઘૂમ આંખો અને વહેતા આંસુ સાથેનો સોના નો ચહેરો જોઈ સવારમાં બગીચામાં પૂજા માટે ફૂલો લેવા આવેલા નરોતમ શેઠ વિચારમાં પડી ગયા, આવ બેટા આપણે હિચકે બેસીએ શું તને ઊંઘ નાા આવી? અનુભવી અને જાણકાર નરોતમ શેઠે ખૂબ જ સમજદારીપૂર્વક સોના ને પૂછ્યું" બેટા આ સગપણ માટે તારી તૈયારી ખરીને "?તનેે તો કોઈએ પૂછ્યું જ નહીં? તું મને પિતા સમાન માનતી હોય તો તારુ હૈયુ હળવું કર આમ આંખમાં આસુ કેમ છે?
      ક્યારનોય અટકી રાખેલો મુજારો અને ડૂમો જાણે છુટા પડ્યા. અને સોના ધ્રુસકે ધ્રુસકે રડી પડી તેને રડી લેવા ગઈ ને શેઠે ફરીથી પૂછ્યું કંઇક તો બોલ પોતાના મનને મજબૂત બનાવીને સઘળી વાતો કહેવાની સોનાએ તૈયારી કરી સોનાએ પોતાની વ્યથા પોતાના સ્વપ્નો પોતે કદાચ આ મહાલયમાં કેવી રીતે રહી શકશે તેઓ ભય અને સુજલની હાઈ ફાઈ lifestyle જોડે મેચ નહીં થઈ શકવાની અવઢવ બધુ એક શ્વાસે શેઠ ને જણાવ્યું આ ઉપરાંત તેણે પોતાના સ્વપ્ન કે ગામમાં શાળા ખોલીને બાળકો અને અને ભણાવીને શાંતિથી જીવન પસાર કરવું.
        થોડીક વાર વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ મથામણ ઠલવાતા સોનાનું મન હલકું થઈ ગયું અને શેઠ જાણે ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયા ,ખૂબ જ અનુભવી નરોતમ શેઠ પાંચ જ મિનિટમાં સ્વસ્થ થઈ ગયા ,અને ખુલ્લાલા દિલે હસવા માંડ્યા ઓ હો હો સોના તે તો મનેે ડરાવી દીધો તે જરાક અણસાર આપ્યો હોત તો હું આટલો ઉતાવળો થા તો જ નહીં .વારુ કાંઈ નહિ બેટા મોટેરાઓનીીી ભૂલ છે અને તેને અમેજ સુધારીશું બસ હવે તું કંઈ ચિંતા ન કરીશ દીકરી બસ સુખી થા અને આમ બોલીને ઉભા થવા જતા જ હીચકા પાછળ ઉભેલા મુખી તરફ નજર ગઈ ભલાભાઇ ની આંખો કહી આપતી હતી કે તેમણે બધી વાતો સાંભળી સોનાની હાલત અને વ્યથા સાંભળીને તેમનું હૈયું ભરાઈ આવ્યું અને બેટા કહીને સોના ને ભેટી પડ્યા. હાથમાં આવેલો સુંદર મોકો સુખી જીવન અને આટલી ધનસંપત્તિ જવા દઈને પોતાના સ્વપ્નો પૂરા કરવાના નિર્ણયોમાં અડગ ઊભેલી સોનાને જોઈને શેઠ ને ગર્વની લાગણી થઇ સૌનાા આશ્ચર્ય વચ્ચે નરોતમ શેઠે સોનાની લાગણીને વધાવી લીધી અને બીજા બધા કાર્યક્રમ મુલતવી રાખી ને ગામ પાછા જવાની પરવાનગી ભલાભાઇ ને આપી.
       પાછા ઘર તરફ પોતાના ગામ તરફ જતા સૌને પગે લાગતી સોના નરોતમ શેઠ પાસે પહોંચી તેઓને પિતાતુલ્ય ભાવથી પગે લાગી સોનાને ઊભી કરીને શેઠે ખીસામાંથી ચેક કાઢીને આપ્યો. ચેક તરફ જોતા જ સોના આશ્ચર્ય પામી. આ શું શેઠે કહ્યું", તારી ગ્રામ્ય શાળાની સ્થાપના માટે મારા તરફથી ૫૦ લાખની ભેટ છે. બેટા તું સ્વીકારી લઈશ તો મને આનંદ થશે હું સરસ્વતી ને લક્ષ્મી બનાવવા નીકળ્યો હતો પરંતુ તે મને પાછો વાળ્યો. ખુશી અને આશ્ચર્યની બેવડી લાગણીથી ડઘાયેલી સોના પિતા તરફ નજર કરે છે મુખીની હા થતાં જ તે ચેક લેવા માટે હાથ લંબાવે છે પણ ત્યાં જ નરોતમ શેઠ બોલે છે" હા હા પણ અમને ઉદ્ઘાટનમાં બોલાવવાનું ભૂલી ના જતી હોં? અને બધા જ ખડખડાટ હસી પડે છે.