Vikruti - 25 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-25

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-25

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-25
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
        ઇશાના પપ્પા અને મહેતાં એક સમયના બિઝનેસ પાર્ટનર હતા.મહેતાનાં બે નંબરના કામોને લીધે ઇશાના પપ્પાએ મહેતાથી પાર્ટનરશિપ તોડી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.ઈશા મહેતાથી વાકેફ હતી એટલે તેણે હોટેલ ગેલોર્ડ પર મહેતા અને ત્રિવેદી વચ્ચે થયેલી ચર્ચાનો વીડિયો બનાવી કૌશિકને આપી દીધો.
     બીજી બાજુ વિહાને આકૃતિને બર્થડે સરપ્રાઈઝ આપ્યું.બંને એકબીજામાં ઓતપ્રોત થવાની કગાર પર હતા ત્યાં આકૃતિ ‘વિક્રમ’ નામનો ઉચ્ચાર કરે છે. હવે આગળ...
“ઓહ..વિક્રમ”આકૃતિએ કહ્યું.
“વિક્રમ નહીં વિહાન,વિહાન પણ નહીં વિક્કી પાગલ”વિહાને આકૃતિને માથામાં ટપલી મારતાં વધુ ટાઈટ હગ કર્યો.
"અરે નહીં,તું નહીં,એક મિનિટ.."કહેતા આકૃતિએ આંખો નાની કરી અને ક્ષણ ભરમાં વિહાનને છોડી ઉભી થઇ ગઇ. વિહાન થોડો કન્ફ્યુઝ થયો.તેણે આકૃતિનો હાથ પકડી રાખ્યો પણ ખુશી અને આશ્ચર્ય જેવા મિશ્રિત ઇમોશન્સથી ભરાયેલ આકૃતિ વિહાનનો એ સ્પર્શ મહેસુસ ન કરી શકી અને વિહાનનો હાથ છોડી દોડી.મુંજાયેલો વિહાન ત્યાં જ બેઠો રહ્યો અને બોલતો રહ્યો,"આકૃતિ ક્યાં જાય છે?" 
     આકૃતિને જ્યાં સ્પર્શ મહેસુસ ન થયો એ થોડી અવાજ સાંભળી શકવાની હતી.આકૃતિ દોડી.વિહાન પણ આકૃતિનું નામ લેતા ઉભો થયો.પાછળ ફરી આકૃતિ તરફ જોયું. આકૃતિ દૂરથી આવતા એક વ્યક્તિ તરફ દોડતી હતી અને તે વ્યક્તિ હાથ ફેલાવી ધીરે ધીરે ચાલતો આકૃતિ તરફ આગળ આવતો હતો.પલકના ઝબકારે જ બંને ગળે મળી ગયા.આકૃતિ કૂદી વિક્રમને ગળે મળી બોલી "તું અહીંયા."
"હેપી બર્થડે બેબીડોલ."વિક્રમ આકૃતિને હગ કરતા બોલ્યો.
"બાય ગોડ વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ."  
"આઈ નો,યુ લાઈક સરપ્રાઈઝીઝ,સો તારા બર્થડેની સૌથી મોટી સરપ્રાઈઝ જો હું તારી પાસે આવી ગયો."
     વિહાન ધીરે ધીરે ચાલતો એ બંને પાસે પહોચ્યો.બંને હજી હગ કરીને જ ઉભા ઉભા વાતો કરતા હતા.થોડી ક્ષણો વિહાને રાહ જોઈ,ત્યારબાદ વિહાનની સહનશીલતા જવાબ આપવા લાગી અને તેને ગળું સાફ કરવા ખોંખારો ખાધો.આકૃતિનું નામ પુકારી અને તેને બોલાવી.
     આકૃતિ અને વિક્રમ બંને અલગ થયા પણ આકૃતિએ હજુ સુધી પોતાના બંને હાથ વડે વિક્રમનો એક હાથ પકડી રાખ્યો હતો.વિહાનની નજર એ જ હાથ પર અટકેલ હતી.
"વિહાન મીટ વિક્રમ,મારો બેસ્ટ ફ્રેન્ડ એન્ડ વિક્રમ મીટ વિહાન માય બોયફ્રેન્ડ." આકૃતિની ખુશી તેના અવાજમાં છલકાતી હતી.
   આકૃતિએ વિક્રમને આપેલ વિહાનના ઈન્ટ્રોથી વિહાન મલકાયો.વિક્રમ વિહાન તરફ શેક હેન્ડ કરવા હાથ લંબાવતા બોલ્યો,"હેય વિહાન,તારા નસીબ થોડા જોરમાં હતા,બાજી થોડીક વહેલો મારી ગયો બાકી તને ટફ કોમ્પિટિશન આપેત."
"મતલબ?" વિહાને વિક્રમની ગોળ ગોળ વાતને સીધી કરતા પૂછ્યું.
"મતલબ કે આકૃતિ, જો હું થોડો પહેલા આવી ગયો હોત ને તો....." વિક્રમએ અધૂરી વાત છોડી અને હસવા લાગ્યો.
"શટ અપ યાર વિક્રમ." આકૃતિ મજાકમાં ગુસ્સો કરતા બોલી.
"વિહાન એની તો આદત છે આખો દિવસ મસ્તી કરવાની." આકૃતિ સફાઈ આપતા બોલી.
     વિહાને આકૃતિને એક સ્માઇલ આપી અને વિક્રમની થોડી નજીક જઈ અને બોલ્યો,"તારા નસીબ સારા હતા નહીં તો તારે નિષ્ફળતાનો સામનો કરવો પડત.કારણ કે આકૃતિ બસ મારી જ છે અને હંમેશા રહેશે." કેહતા વિહાને આકૃતીનો હાથ પકડયો.
"વૉહો, જન્મો જન્મનો પ્રેમ કેમ આકૃતિ? રબને બના દી જોડી છે."વિક્રમ મસ્તીમાં બોલ્યો," તમે લોકોએ ગાર્ડનમાં હાથમાં હાથ પરોવીને ડાન્સ કર્યો કે નહીં? મેં જોયું છે બૉલીવુડ મૂવીઝમાં પ્રેમમાં હોય ત્યારે ધીમી હવા ચાલે, બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે વગેરે વગેરે.તમારી સાથે આવું કંઈ થયું કે નહીં...."
"હા બધું થયું,ચાલ તને કિસ્સા સંભળાવું...." હસતા હસતા આકૃતિએ વિહાન અને વિકર્મનો હાથ પકડ્યો અને બંનેને ખેંચી ચાલવા લાગી. 
      વિહાન ઉભો રહ્યો.
"આકૃતિ.... હું આવું હમણાં."કહેતા આકૃતિનો હાથ વિહાનએ છોડી દીધો.
"ક્યાં જાય છે?,ઓકે પણ જલ્દી આવજે હો."એક પ્યારી સ્માઇલ સાથે આકૃતિ બોલી.વિહાને વળતી દિલને અડકી જાય એવી પણ બનાવટી સ્માઇલ આપી.
   વિહાને એક પગલું ભર્યું ત્યાં વિક્રમ વચ્ચે આવતા બોલ્યો,"હેય વિહાન,તારા કોઈ પ્લાનને ડિસ્ટર્બ તો નથી કરતો ને હું?તમારા બંનેને એકલો સમય વિતાવવો હોય તો ..." વિક્રમના વાક્યને અધુરેથી અટકાવીને આકૃતિ બોલી,"વિક્રમ શું ફોર્મલિટી કરે તું ,ચાલ હવે મોટો આવ્યો ડિસ્ટર્બ તો નહીં કરતો વાળો."
"ડિસ્ટર્બ કર્યો હોય તો પણ હવે શું?." વિહાન મનમાં ગણગણ્યો.
      આકૃતિ વિક્રમનો હાથ પકડી ચાલવા લાગી.વિહાન ત્યાં જ ઉભા ઉભા વિક્રમ અને આકૃતિને જોતો રહ્યો. તેણે વિક્રમનું નિરીક્ષણ કર્યું.વિક્રમે પણ બ્લેક ફૂલ સ્લીવ કેપ ટીશર્ટ પહેર્યું હતું,સાથે મંકીવોશ નેવી બ્લુ અને રોયલ બ્લુના કોમ્બિનેશન રિબવાળું જીન્સ અને તેની નીચે લાઈટ બ્રાઉન કલરના લેધર બોટ શૂઝ પહેર્યા હતા.વિહાનને વિક્રમના હાથમાં રુદ્રાક્ષ જેવી દેખાતી માળા વીંટળાતી દેખાઈ.
       જ્યારે વિક્રમ અને આકૃતિ જતાં હતાં ત્યારે વિહાનને વિક્રમની પીઠ તરફ ગરદન પર કંઈક ટેટુ જેવું દેખાયું પણ એ ટેટુ ટીશર્ટ અને તેના મીડીયમ લાંબા વાળ વચ્ચે છુપાતું હતું.વિક્રમને જોઈને વિહાનને ઈર્ષ્યા થઈ.આકૃતિ અને વિક્રમ ચાલતા પેલા ઝરણાં તરફ અદ્રશ્ય થઈ ગયા.
‘આ વિક્રમ અચાનકથી કેમ ટપકી પડ્યો?’ વિહાન એકલો ઉભો ઉભો ધીરેથી બોલ્યો. ‘એ તો મહિના પછી આવવાનો હતો અને ચાલો આવી પણ ગયો તો અહીંયા કેવી રીતે પહોચ્યો? કંઈક તો ગડબડ છે.’વિહાન મનમાં બબડયો. 
      વિહાન ઇમપેસન્ટ બન્યો,આમ તેમ ચાલવા લાગ્યો અને બોલ્યો, ‘આકૃતિ કહેતી હતી કે કોઈક છોકરો આજે તેને જોવા આવવાનો હતો અને એ એના પાપાના ફ્રેન્ડનો દીકરો છે અને આ વિક્રમ પણ એના પાપાના ફ્રેન્ડનો જ દીકરો છે. મતલબ કે વિક્રમ આકૃતિ જોવા આવ્યો છે.લગ્ન માટે?"વિહાન ચકરાવે ચડ્યો.
     આકૃતિ અને વિક્રમની વિરુદ્ધ દિશામાં જ્યાં વિહાને થોડીવાર પહેલાં આકૃતિને ગિફ્ટ આપ્યું હતું એ બાજુએ એક પથ્થર પર જઈ વિહાને સિગરેટ સળગાવી.ગુસ્સામાં ઉપરા ઉપરી દમ ખેંચી વિહાન ઉધરસ ખાવા લાગ્યો.
   એ જ સમયે ઈશા અને ખુશી ત્યાં પહોંચ્યા હતા.વિહાનને સિગરેટ પીતો જોઈ ખુશીની આંખો પહોળી થઇ ગઇ. ઈશા થોડી સ્વસ્થ હતી.બંને વિહાનની પીઠ પાછળ જઇ ઉભી રહી.
“વિહાન..”ઈશા નારાજગી ભર્યા ઉંચા અવાજે બોલી.વિહાન પાછળ ફર્યો.તેનું શરીર ધ્રુજતું હતું.ગુસ્સાને કારણે આંખોમાં લોહી ભરાય આવ્યું હતું.
“શું થયું વિહાન?”ઇશાએ ગભરાઈને કહ્યું.વિહાને સિગરેટ ફેંકી દીધી અને હમણાં જે આકૃતિ અને વિક્રમ વચ્ચે પ્રેમથી મિલાપ થયો એ વાત કહી.
     ખુશી ખડખડાટ હસી પડી.
“ડફર અમે બાળપણના ફ્રેન્ડ છીએ અને તું જે વિચારે એવું કંઈ જ નહીં.મેં તેને કહ્યું હતું કે આકૃતિ તારી સાથે અહીં છે”ખુશીએ ખુલાસો કરતા કહ્યું.
“લેટ મી હેન્ડલ ખુશી”ઇશા હસીને વિહાન પાસે આવી.
“વિહાન તને યાદ છે,તે આકૃતિને કિસ કરી પછી હું તને મારા ઘરે લઈ ગઈ હતી”
      વિહાને હકારમાં માથું ધુણાવ્યું.
“ત્યારે ‘તું મને કિસ કરી લે’ એમ મેં કહ્યું ત્યારે તે શું જવાબ આપેલો?”ઇશાએ પૂછ્યું.
“ તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો પણ હું આકૃતિને લાઈક કરું છું”વિહાને કહ્યું.
“તો હમણાં ખુશીએ શું કહ્યું?તેઓ બાળપણથી ફ્રેન્ડ છે,તો આકૃતિ કોને લાઈક કરે છે?”ઇશાએ નેણ ઊંચા કરી પૂછ્યું.
“મને!!!”દાંત વચ્ચે જીભ દબાવતા વિહાન હસ્યો.
“તો પછી તારી કેમ બળે છે?”ઇશાએ હસીને પૂછ્યું.વિહાને બદલામાં શેતાની સ્માઈલ જ આપી.
“વિક્રમ એટલો બધો હેન્ડસમ હશે તો હું પટાવી લઈશ,તારી આકૃતિ સેફ છે”ઇશાએ વિહાનના કાનમાં કહ્યું.
“અને જો હવે સિગરેટ પીધી તો મારીશ તને”વિહાનના ગાલે હળવી થપાટ મારી ઈશાએ નીચે રાખેલાં બેગ્સ ઉઠાવ્યા.
“યાર હું આકૃતિ માટે સ્પેશિયલ ગિફ્ટ લાવ્યો છું અને ગુસ્સામાં એ જ આપતા ભૂલી ગયો,તમે લોકો સામેની ટેકરીની પેલી પાર જાઓ ત્યાં આકૃતિ છે હું ગિફ્ટ લઈ આવું”કહેતાં વિહાન પાર્ક કરેલી પ્લેઝર તરફ ચાલ્યો.
    ઈશા અને ખુશી પેલી સાઈડ ગયા.ત્યાં વિક્રમ અને આકૃતિ એક પથ્થર પર ઝરણાં તરફ ધ્યાન કરી બેઠાં હતાં.ખુશીએ પાછળથી આવીને આકૃતિની આંખ પર હાથ રાખ્યો.
“વિહાન”આકૃતિએ કહ્યું.ખુશીએ અવાજ બદલીને ગૅસ કરવા માટે કહ્યું,"પહેચાન કોન?"
"તારી ભલી થાય ખુશી,અવાજ ફેરવી નાખીશ એટલે શું હું તને નહીં ઓળખું એમ!!"આકૃતિ ચિલ્લાઈને બોલી.
"હેપી બર્થડે માય પ્રિન્સેસ"ખુશીએ આકૃતિના ગાલ ખેંચતા કહ્યું.
“થેન્ક યુ સો મચ ડાર્લિંગ”આકૃતિએ કહ્યું.એટલામાં પાછળથી ઈશા કેક અને ગિફ્ટ લઇને આવી.
“આપણી ફ્રેન્ડશીપ માટે”ઇશાએ એક બોક્સ આકૃતિ આગળ ધરી બર્થડે વિશ કરી.
“થેંક્યું સો મચ ડિયર”બોક્સ બાજુમાં રાખી આકૃતિ ઇશાને ગળે બાજી ગઈ.એટલામાં વિહાન પણ પ્લેઝરમાંથી બૅગ લઈ ત્યાં પહોંચી ગયો.ઇશાએ કેકનું બોક્સ ખોલ્યું.કેક કટ કરીને આકૃતિએ વિહાનને એક ખવરાવવા હાથ આગળ કર્યો.
“પહેલાં વિક્રમ,એ સ્પેશિયલ તારા બર્થડે માટે અહીં આવ્યો સો પહેલાં એનો હક છે”વિહાને સ્માઈલ સાથે કહ્યું.ઈશા વિહાન સામે જોઈ મુસ્કુરાઈ. આકૃતિએ પહેલાં વિક્રમને અને પછી વારાફરતી બધાને કેક ખવરાવી.
    ઈશાએ કૅક લઈને આકૃતિના ગાલ પર લગાવવા માટે હાથ લંબાવ્યો પણ આકૃતિએ તેને અટકાવતા કહ્યું"પ્લીઝ ઈશા ડોન્ટ માઈન્ડ પણ આ વધેલી કૅક આ રીતે વેસ્ટ ન કરતા રસ્તા પર આવતાં ગરીબ અથવા અનાથ બાળકોને ખવડાવી દઈએ તો..?"
"કૂલ... નાઇસ આઈડિયા આકૃતિ" બધાએ આકૃતિનો આ વિચારને તાળીઓથી વધાવી લીધો.આકૃતિએ કેક ફરી બેગમાં રાખી દીધી.ત્યારબાદ બધા ઝરણાંમાં પગ ભીના કરીને થોડા ફોટોગ્રાફસ ક્લીક કરીને જવાનું વિચાર્યું.
“વિક્રમ તું શું લાવ્યો મારા માટે?”આકૃતિએ વિક્રમ સામે હાથ લંબાવી કહ્યું.
“ઓય આવી રીતે સામેથી ગિફ્ટ મંગાય?”વિક્રમે મજાક કરતા કહ્યું.આકૃતિએ વિક્રમનો ગાલ ખેંચ્યો.
“મારો હક છે અને મેઘા ગોકાણી કહે છે હકનું હોય તો માંગવામાં કોઈ શરમ નહિ રાખવાની”આકૃતિએ બ્લશ કરતાં કહ્યું, “અને તારી પાસે તો હું ઝગડો કરીને લઈશ,બોલ ક્યાં છે મારું ગિફ્ટ?”આકૃતિએ વિક્રમના ગુડામાં મુક્કો માર્યો.
“અરે મારી માં,રાહ જો.બાર વાગ્યા પહેલાં મળી જશે”વિક્રમે કહ્યુ.
      ઘરે જતાં પહેલાં આકૃતિને સ્પેશિયલ ગિફ્ટ આપવાના વિહાનના પ્લાન પર વિક્રમે પાણી ફેરવી નાખ્યું.વિહાને વિચાર્યું હતું કે બધા ગિફ્ટ આપશે પછી લાસ્ટમાં એ સ્પેશિયલ ગિફ્ટ આપશે.બૅગ હાથમાં લઈ બધા પાર્ક કરેલી જગ્યા પર આવ્યા.
“વિહાન ખોટું ના લગાવતો,વિક્રમ કેટલાં વર્ષો પછી આવ્યો એટલે હું તેની પાછળ બેસું છું”સ્માઈલ સાથે આકૃતિએ વિહાનને કહ્યું.
“એમાં શું ખોટું લગાવવાનું હોય?”વિહાને એ જ સ્માઈલ સાથે કહ્યું.હકીકતમાં વિહાન તો અંદરથી સળગી રહ્યો હતો.
“કોઈ નહિ ચલ, હું તારી પાછળ બેસી જાઉં છું બકા”ઇશાએ મૂછમાં હસતા કહ્યું.
     આકૃતિ અને વિક્રમ બુલેટમાં સવાર થયા.ઈશા અને વિહાન અને ખુશીએ આકૃતિનું એક્ટિવા ચલાવ્યું.
“તું કહેતી હતીને કે મોટાં થઈ આપણે બુલેટમાં સવારી કરશું અને બધા જોતાં રહેશે.જો મેં તારી ખ્વાઇશ પુરી કરી”વિક્રમને બાળપણની વાતોનો દોર શરૂ કર્યો.
      ઘરે જતા પહેલા આકૃતિ તરફથી પિઝા પાર્ટી હતી પણ ખુશીએ એઝ અ ગિફ્ટ ‘પીઝા પાર્ટી”સરપ્રાઈઝ કરી હતી એટલે બિલ ખુશીએ ચૂકવ્યું.
“રાત્રે બધાએ મારા ઘરે ડિનર કરવાનું છે ઑકે?”આકૃતિએ ભાર આપતા કહ્યું.
“હા પણ પૂરો દિવસ તું મારી સાથે જ રહીશ હો”આકૃતિનો હાથ પકડી વિક્રમે કહ્યું.આકૃતિએ સ્માઈલ કરી.
       વિહાનનું હૃદય પેસી ગયું.તેણે આકૃતિના બર્થડે વિશે ગઈ રાત્રે કેટકેટલું વિચારી રાખ્યું હતું.વિહાને કપાળ પર સળ પાડી, આંખો ઝીણી કરી આકૃતિ સામે જોયું.તેનું દિલ ફૂલ સ્પીડમાં ધડકતું હતું.જો આકૃતિ વિક્રમ સાથે પૂરો દિવસ રહેશે તો વિહાનના સરપ્રાઈઝના ચિથરે ચિથરા ઉડી જવાના હતા.ઇશાએ પણ આકૃતિના ચહેરા પર મીટ માંડી.
‘સુતળી બૉમ્બ બની આ વિક્રમ ક્યાં વચ્ચે આવી ગયો’વિહાનના મગજમાં એ જ વિચાર ચાલતા હતા.આકૃતિએ ગળું ખંખેર્યું અને જવાબ આપ્યો.
(ક્રમશઃ)
      આકૃતિ વિક્રમને હા પાડી દેશે? શું વિહાન આકૃતિથી દૂર થતો જાય છે કે વિક્રમ આકૃતિની વધુ પડતો જ નજીક આવે છે.ગેરસમજને કારણે જ વિહાન અને આકૃતિ છૂટા નહિ પડ્યા હોયને?વિક્રમનું અચાનક અમદાવાદ આવવું કોઈ વાતનો સંકેત આપે છે?જાણવા વાંચતા રહો. વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)



Rate & Review

Priti Patel

Priti Patel 5 months ago

yogesh dubal

yogesh dubal 11 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

yogesh

yogesh 2 years ago

Usha

Usha 3 years ago