Premiraja Devchand - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમીરાજા દેવચંદ-૬

અદ્ભૂત વિંટીની પ્રાપ્તી અને દસ વર્ષના આયુષ્યની બાદબાકીની રમતમાં દેવચંદ ફસાયો તો હતો પણ પોતાની જિંદગીથી ખૂબજ ખુશ હતો.

  બન્ને ગર્ભવતી્ રાણીઅો બાળ જન્મ આપવાના છેલ્લા દિવસોમાથી પસાર થઇ રહી હતી. રાજા આ દિવસોમાં રાણીઅોની કાળજીપૂર્વક સંભાળ રાખતા હતા. પહેલેથી જ આવનાર ભવિષ્યના વારસદારો માટે રાજાએ ખેરના લાકડાની સુંદર ઝોળી(હિંચકો) બનાવડાવી મુકી હતી.

      રાણી દેવબાઇ અને રાણી રૂપવતી સગી બહેન તો હતી અને અેકબીજાને સમજી બન્ને બહેનો સખી બની રહેતી હતી, પણ પ્રેમીરાજા દેવચંદને અેક ડર હતો કે આ બન્ને રાણીઅો વચ્ચે કોઇ દિવસ વેરની દિવાલ ઉભી તો નહિં થાય પણ કદાચ બાળકોના કારણે દિવાલ ઉભી  થાય તે આગળથી જ વિચાર કરતો હતો.

         રાજા સાંજના સમયે કવિ સંમેલન યોજી કવિ વાણીનો રસાસ્વાદ માણી રહ્યો હતો ત્યાં પ્રધાન દ્વારા શુભ સમાચાર સંભળાવામાં આવ્યા કે બન્ને રાણીઅોને દિકરીઅો જન્મી છે, આ વાત સાંભળી રાજા દુ:ખી થવાના બદલે તેઅો
વધારે ખૂશ થઇ ગયા અને સંમેલનમાં જાહેરાત કરી કે

"આજે સોનગીર નગરમાં બે લક્ષ્મીનું અવતરણ થયું છે"

     આ જાહેરાત કરી સૌ નગર જનોને બોલાવી રાજા દ્વારા
પોતાના હાથે મિઠાઈને લોકોને અનાજનું દાન કરવાનું ફરમાન કર્યું.

   સૌ નગર જનોને રાજા પોતાના હાથથી મિઠાઈ વહેંચતો હતો તે સમયે લાઇન ઉભેલા માણસોમાં સફેદ વસ્ત્રધારી સ્ત્રી સૌનું ધ્યાન ખેંચતી હતી,કારણ કે સૌ લાઇનમાં ચાલે તો માત્ર  તેમના ઝાંઝરનો અવાજ સંભળાતો હતો. આ ઝાંઝરના અવાજ લાઇનમાં ઉભેલા લોકો માટે નવો હતો. આ અવાજ રાજા માટે ઘણાં સમયથી કાને ગુંજતો હતો . આ અવાજ સાંભળતા જ રાજા શરીરે રુંવાટા ઉભા થઇ ગયા રાજા તો મિઠાઈ વહેંચવાનું મૂકી રાણીઅોનાં રૂમમાં પહોંચી ગયો અને બન્ને રાણીઅોના હાથમાંથી બાળકીઅોને હાથમાંથી લઇ માથે ચુંબન કરી કોઇની નજર ના લાગે તે માટે ભગવાનની દુવાની ભીખ માગવા લાગ્યો.

         રાજાની આંખોમાં ડર અને કાનમાં ઝાંઝરનો અવાજ,
    માનસપટ ઉપર આવતી છબી હેરાન કરતી હતી. રાજાને આ વિંટીનો ઉપયોગ કરવાના દિવસો આવી ગયા હતા.

        રાજાને દસ મિનિટ ભવિષ્ય અને દસ મિનિટ ભુતકાળમાં આ વિંટીઅે ભેટ આપી હતી. તે પહેલો ઉપયોગ કરવાના વિચારે રાજા સાંજના સમયે વેશ બદલી નગરમાં નિકળ્યો. નગરનાં બજારમાં અેક  સ્થળે લોકો ભેગા થયા હતા ત્યાં સ્ત્રીઅો રડતી હતી. આ લોકો જોઇ રાજા ત્યાં પહોચી વાતો દુરથી સાંભળતો હતો કે કોઇ યુવાનનું કોઇ કારણે મૃત્યુ થયું હતું. રાજા આ યુવાનના મરણનું કારણ શોધવા માટે અને વિંંટીનો ઉપયોગ કરવા દસ મિનિટ ભુતકાળમાં ગયો. રાજા ભુતકાળમાં જઇ ઘટના જુઅે છે તો આ યુવાનનાં મરણનું કારણ કાંઇ અલગ હતું.

           રાજા યુવાનનાં મરણનું કારણ જાણી ફરી વર્તમાનમા્ં આવ્યો, રાજાને આ યુવાનનાં મરણનું કારણ જાણી ઘણું દુ:ખ થયું પણ રાજા મજબૂર હતો તે કોઇનો પ્રાણ બચાવી શકે નહિં,રાજા વિંટીના ઉપયોગ પહેલી વખત કરી પછતાવો અનુભવતો હતો કારણ કે તે માનવતા પ્રેમી હતો. યુવાનનાં મરણનું કારણ રાજા ભુતકાળમાં જઇને જોયું હતું તો યુવાન નદિનાં આસપાસની કોઇ ગુફામાં ખજાનાં ચોરી કરવા માટે ગયો હતો અને ત્યાંથી કોઇ ચુડેલનાં હાથમાંથી બચી આવ્યો હતો અને તે થોડા દિવસમાં મૃત્યુ પામ્યો હતો.

    સૌ જાણતાં હતા કે સોનગીર નગરનાં બાજુમાંથી વહેતી નદિનાં આસપાસ આવેલી ગુફામાં ચુડેલનો વાસ છે અને દરવાજાનાં આગળ જનાર પાછો ફરતો નથી.આ ગુફામાં પહેલાંના સમયમાં કોઇ રાજા અને રાણીનો સોનાનો મહેલ હતો. કોઇ ખરાબ છાયાંનો વાસ થવાથી લોકો અહિં ઘણાં મૃત્યુ પામતાં હતાં તેથી ભુતકાળના મહારાજાઅે ગૂફાથી થોડે દુર નગરને ખસેડવામાં આવી હતી. આ વાત રાજાની દાદી પાસેથી સાંભળી હતી. પણ તે વાત રાજા દેવચંદે અેક વાત પુરતી વાત જ રાખી હતી.
      

          રાજાને વાત યુવાનના આપેલ ભોગ દ્વારા તાજી કરી હતી. આ રહસ્ય અેક રહસ્ય જ હતું. આ વાતને જાણનારને સોના મેળવવાની લાલચ જાગતી હતી. અને આ લાલચ લોકોનો ભોગ લેતી હતી.

(ક્રમશઃ)