Premiraja Devchand - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમીરાજા દેવચંદ-૧

      પ્રેમનગરી તરીકે અોળખાતી  સોનગીર નામે સ્વર્ગ સમાન નગરી હતી .આ નગરમાં દેવચંદ નામે પ્રજાપ્રેમી રાજા રહેતો હતો.

     રાજાની બે સુંદર રાણીઅો હતી. અેકનું નામ દેવબાઇ અને બીજી રાણીનું નામ રૂપવતી હતું .રાજ‍ાને શિકાર કરવાનો ઘણો જ શોખ હતો, રાજા દરરોજ શિકાર કરવા સાંજના સમયે જંગલમાં જતો હતો...અેક વખત પુનમની રાતે રાજા  નદિના કિનારે રાતે પાણી પીવા આવતા પ્રાણીઅોનો શિકાર કરવા કિનારે આવેલ સાગનાં ઝાડ ઉપર ચડીને ધનુષ્યનું બાણ ચડાવી શિકારની રાહ જોઇ ઝાડ ઉપર બેસી રહ્યો હતો....

       પુનમનું અજવાળું જાણે દિવસ જ હોય તેમ લાગતું હતું, રાજા ઝાડ ઉપર બેસી શિક‍ાર અમણાં આવશે , ત્યારે આવશેની રાહમાં કલાકથી વધારે સમય બેસી રહ્યો પણ પાણી પીવા કોઇ પ્રાણી  આવ્યું નહિં...


         ર‌ાજા વિચારતો હતો કે થોડીવાર રાહ જોઉં પછી જતો રહીશ,આજે મારે શિકાર વગર પાછું જવુ પડશે.રાજા ધનુષને બાણ મુકી માથું ખંજવાળતો મનમાં વિચાર કરતો હતો કે જતો રહું પણ સામે કાંઇ જંગલમાંથી નદિ તરફ આવતું  જોઇ છે દુરથી તો લાગતું હતું આ કોઇ પ્રાણી નથી, પણ કોઇ સ્ત્રી હોય તેમ લાગતું હતુ. તે સ્ત્રી કોણ છે તે જોવા આતુરતાથી ઝાડની ડાળે વધારે પાંદડા વાળા ડાળે જતો રહ્યો , રાતના સમયે અેકલી આવતી સ્ત્રી જોઇ રાજા દેવચંદ વિચારતો હતો કે  આ કોઇ ડાકણ તો નહિં  ને ?  થોડીવાર તો રાજા ગભરાય ગયો પણ રાજાને તો હિંમતના ગુણો તો ગણથુથીમાંથી જ મળતા હોય છે...
      
     રાજા પેલી સ્ત્રી જેમ જેમ નજીક  કિનારે આવતી હતી તે શાંતીથી જોયા કરતો હતો. પેલી સ્ત્રીઅે અેકદમ સુંદર સફેદ વસ્ત્રો  ધારણ કરેલા હતા, રાતના સમયે પણ પગમાં પહેરેલ ઝાંઝરનો ‍સ્પષ્ટ અવાજ સંભળાતો હતો, સ્ત્રી  કિનારે આવી આજુબાજુ નજર ફેરવી પોતાના વસ્ત્રો ઉતારી નિ:વસ્ત્ર થઇ પાણીમાં ઉતરવા લાગી. આ ઘટના રાજા ઝાડ ઉપર બેસી જોઇ રહ્યો હતો...
સ્ત્રી  ન્હાયને કપડા પહેરી પોતે આવેલ રસ્તે ચાલતી પકડી. 

     રાજા આ ઘટના જોઇ મહેલે નિકળી ગયો , રાજ‍ાની આંખ સામે વારંવાર તે નિ:વસ્ત્રવ સ્ત્રી જ  ફરતી હતી.રાજાને આખી રાત ઉંઘ ન આવી. તે અા વાત બીજા કોઇને કહયા વગર રાજા શિકારના બહાને બીજા દિવસે પણ તે સમયે અને તે નદિ કિનારે પહોંચી ગયો...
  
રાજા તે રાતે સ્ત્રીને આવવાની રાહ જોઇ પણ ન આવી, અે રીતે રાજા બે-ત્રણ દિવસે ગયા પણ પેલી સ્ત્રી  નહાવા નદિઅે ન આવી....

     રાજા વિચાર કરતો હતો કે તે સ્ત્રી  કોણ હશે ?  ક્યાથી આવી હશે ? અે વિચારોમાં કંટાળી ગયો હતો.. રાજાના મનમ‌ાં આવ્યું કે હું ત્યાં ગયો હતો તે રાત પુનમની હતી તો, મારે આવતી પુનમના દિવસે પણ ત્યાં જવુ જોઇઅે..

        દિવસો વિતતા ગયા ને આખરે પુનમની રાત આવી... રાજા  પોતાનું ધનુષ લઇ નદિ કિનારાના સાગના ઝાડ ઉપર બેસી રાહ જોવા લાગ્યો. થોડીવારમાં સામેથી ઝાંઝરનો ઝણકાર કરતી ઝમ .....ઝમ.મ.મ...ઝમ.મ ઝમ...કરતી સ્ત્રી આવતી દેખાય રાજા તે જોઇ રહ્યો હતો, સ્ત્રી  રાબેતા મુજબ કિનારે અ‌ાવી નિ:વસ્ત્ર થઇ પાણીમાં ડુબકિ લગાવી ન્હાઇ ને ચાલવા લાગી ,થોડે દુર  પહોંચી ત્યાં રાજ‍‍ા સાગન‍ા ઝ‍ાડ પરથી ઉતરી સફેદ વસ્ત્રધારી પાછળ  અેક કરતાં બીજા ઝાડ પ‍ાછળ સંતાય સંતાયને પ‍ાછળ પાછળ ચાલવ‍ા લ‍ાગ્યો ..

       સફેદ વસ્ત્રધ‍ારી તો પોત‍ાની ધુનમાં મધુર અવાજે ગીતો ગાતી, ભીના વાળ સરખ‍ાવતી ચાલતી હતી.રાજાને આ સ્ત્રી સ્વર્ગની અપ્સર‍‌ાં કરતાં વધુ અતિશયોક્તિ ધ‍રાવતી લાગતી હતી..થોડેદુર પાછળ પાછળ ચાલ્યા બાદ અ‌ાંખના પલકાર‍ા મારતા જ સ્ત્રી ગ‍ાયબ થઇ ગઇ....


        રાજા પોતાના મહેલમાં જઇ અેકલો સુઇ ગયો . દેવબાઇ અને રૂપવતી બન્ને રાણીઅોને લાગતું હતું કે રાજા જે દિવસે શિકાર વગર આવે તે દિવસે અેકલો કેમ સુવે છે. તે રાણીઅો નગરના ગુપ્તચરને જણાવે છે કે મહારાજ શિકાર વગર અાવે છે ત્યારે ચિંતામાં કેમ સુઇ જાય છે ? તે જણાવી રાજા ઉપર નજર રાખવા કહે  છે...

        દેવચંદ રાજા શિકાર કરવામાં અેટલો કુશળ હતો કે કોઇ દિવસ શિકાર કર્યા વગર પાછો આવતો ન હતો , પણ બેથી ત્રણ  વખત જ આવી ઘટના બની હતી કે વગર શિકારે આવ્યો હતો ...

           રાજ‍ા તો દર પુનમની રાતે નદિઅે જઇ તે સ્ત્રીને જોવા પહોંચી જતો હતો . અેક વખત અેવી ઘટના બની કે તે સફેદ વસ્ત્રધારી સ્ત્રી ઝાંઝરનો ઝણકાર ઝમ...ઝમ....મ કરતી આવીને ન્હાઇને નિકળી ગઇ,પણ રાજાને સ્ત્રી  ન્હાવા માટે જતી વખતે  કપડા રાખીને જતી હતી તે જગ્ય‍ા અે કાદવ પર પડેલા પગલા જોવા ગયો પછી કપડા મુકતી હતી તે  પથ્થર પાસે જઇને જુઅે છે ત્યાં અેક સોનાની વીટી પડેલ હતી.રાજા વીટી હાથમાં લઇને મહેલ તરફ  ચાલવા લાગ્યો. ર‍ાજાના જીવનમાં મળેલ અનમોલ રતન પૈકી વીંટી તૃતિય ક્રમે હતી ..
   

       ( દેવચંદના મળેલ  અણમોલ રતન ૧-૨ ક્રમશઃ )