Premiraja Devchand - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમીરાજા દેવચંદ-૩

    પ્રેમીરાજા દેવચંદ-૩

દેવબાઇને રાજકુમાર પોતાની નગરની રાણી બનાવવા સોનગીર નગરે લઇ જવાનો આગ્રહ કરતાં કહે છે.

હે દેવબાઇ ! હું આજે શિકાર તો નહિં કરી શક્યો પણ હું ખુદ તારા પ્રેમનો શિકાર બની ગયો છું, તમને સોનગીર નગરે લઇ જવા માગુ છું .

દેવબ‍ાઇ: હે રાજકુમાર હુઁ તો ગામડાની છોકરી ને તમે રાજકુમાર!!!  આપણો મેળ કયાં ખાઇ? તેમ છંતા હું નગરે આવવા તૈયાર છું પણ મારી શર્ત અે છે કે મને ત્યાં નહીં ફાવશે તો બે દિવસમાં પાછી આવતી રહીશ.

રાજકુમાર: મને તમારી બધી જ શરતો મજુંર છે.

દેવબાઇ: તો અહિં જ ઉભા રહો હું પાણી મેલી આવું અને નાની બહેનને જાણ કરતી આવું.

         દેવબાઇ રાજકુમારને રોક‍ાવા કહીને પ‍ાણી મુકવા ઝુપડીઅે ગઇ. પાણીના ઘડા મુકી નાની બહેનને શોધતી હતી પણ નાની બહેન ક્ય‍ાંક રમવા ગઇ હતી. ઝુપડીઅે હાજર ન  હોવાથી તે પડોશમાં રહેતા દાદીને કહીને આવતી રહી. 

      દેવબાઇને સુર્યમુખીનાં દાણા ખ‍ાવા ખુબ ગમતા. તે ઝુપડીઅેથી આવતાં પહેલાં ચુંદડીમાં સુર્યમુખીનાં દાણા રસ્તામાં ખાવા બાંધી લે છે.તેઅો બન્ને નવયુગલ ઘોડા ઉપર સોનગીર નગર તરફ વાતો કરતાં કરતાં થોડીવારમાં પહોંચી ગયા. મહેલમાં પહોંચી રાજકુમાર દેવબાઇને મજાકમાં કહે છે કે હે રાણી મારા માટે તમે શું લાવ્યા ? દેવબાઇ તો ચુંદડીમાં લાવેલ સુર્યમુખીના બીજ જુઅે ત્યાં તો ચુંદડી આખી ખાલી મળે છે. ચુંદડી ફાટેલી હોવાથી છેડે બાંધેલ બીજ રસ્તામાં વેરાઇ ગયા હોય છે. તેથી દેવબાઇ કહે છે સુર્યમુખીના દાણાં તમારા માટે લાવ્યા હતા તે રસ્તે ભલે વેરાય ગઇ પણ હું મારી પ્રાણ સમાન  નાની બહેનને છોડીને તમ‍‍ારા જોડે આવી છું તેમ દેવબાઇ રાજા દેવચંદને કહે છે. દેવબાઇને  ત્યાં જ ફાવી ગયું તેથી સોનગીરમાં જ રહેવા લાગી.

     સોનગીર નગરી અેટલી સુંદર હતી કે તે નગરીમાં જનાર માણસને પ‍ાછું વળવાનું મન ના લાગે. કુદરતના ખોળે રહેતું નગરનાં આસપાસ ડુંગરો ત્યાંથી બારેમાસ નિકળતી વરાળ, ધુમ્મસ અને મેઘધનુષથી નગરની શોભા સ્વર્ગ સમાન લાગતી હતી.બાજુથી રમણિય વાંકીચૂકી બારેમાસ વહેતી પુર્ણા નદી , ઉડતાં રંગબેરંગી પતગિંય‍ા અને જાત જાતના પખીંઅોનો  અવાજોથી આખું આસપાસનું જંગલ  શોભા નગરની વધારતું  હતું, ગલગોટા,ગુલાબના ફુલોની વાડી અને ત્યાંથી આવતી ફોરમ નગરીને સુંગધિત બનાવતી હતી. 

      સોનગીર નગરમાં મોહ પામતા બીજા લોકોની વાત કરતાં તેમાં અેક દેવબાઇ જ ઉદાહરણ પુંરું પાડતી હતી . તે બે દિવસમાં પાછી કસબા જવા ભુલી ગઇ.  તે અેક સામાન્ય કસબામાંથી આવેલ હતી અને તે સોનગીરમાં જઇ રાણી બની હતી.. સોનગીર નગરની રમણીયતા અને સાથે રાજાનો પ્રેમ તેમને ત્યાં રોકી રાખવા સમર્થ હતો . 


      ઉનાળાના  દિવસો વીતતા ગયા.ને ધરતીઅે સુંદર ફુલો વાળી લીલી સાડી પહેરી લીધી, અ‍ા વાતાવરણમાં દેવબાઇની નાની બહેનને મોટી બહેનની  યાદ ખુબ જ આવતી હતી તે ખોવાયેલ બહેનને શોધવા માટે નિકળે છે...

        ઉનાળા સમયે દેવબાઇથી ચુંદડીમાથી વેરાયેલા સુર્યમુખીનાં બીજ ઉગી  નીકળ્યાં અને તેના ઉપર સુંદર ફુલોની કળીઅો ખીલવા લાગી હતી.તેમની ઝુપડીઅેથી કુવા તરફ જતા રસ્તા તરફની પગદંડીઅે સુર્યમુખીના છોડવા હતા તેથી નાની બહેનને યાદ હતું કે મારી મોટી બહેનને સુર્યમુખીના દાણા બહું જ ભાવે છે તેથી વિચારતી હતી કે બહેન આ રસ્તે જ ગઇ હશે કદાચ  તેમ વિચારી જે જે રસ્તે દેવબાઇ અને રાજકુમાર ગય‍ા તે રસ્તે થોડે થોડે દુર સુંદર સુર્યમુખીના છોડ ઉગી નિકળ્યા હતા. તે જ રસ્તાઅે  દેવબાઇની નાની બહેન પણ સુર્યમુખીના છોડના ફુલો વાળા રસ્તે દેવબાઇને શોધવા નીકળી તે જેમ જેમ ડુંગરો ખીણોમાંથી રસ્તો જતો હતો ત્યાં સુર્યમુખીના છોડવા ઉગ્યા હતા તે જ ખોવાયેલ દેવબાઇની મિલન કરાવશે તે આશાઅે નાની બહેન રસ્તે રસ્તે આખરે સોનગીર નગરમાં પહોંચી ગઇ.

   સોનગીરમાં પહોચી તો ગઇ પણ દેવબાઇને શોધવી કઇ રીતે ? નાની બહેનને ખબર હતી કે આ નગર જરૂર દેવબાઇનો ભેટો કરાવશે!!! અેમ વિચાર કરી ત્યાં જ લોકોના વાસણ, કપડા ધોઇને દિવસો ગાળવા લાગી. લોકો કામના બદલામાં જમવાનું આપતા તે જમીને સમય મળે તેમાં દેવબાઇની શોધમાં ફરતી હતી. તે ફરતાં ફરતાં રાજમહેલ સુધી પહોંચી પણ ત્યાં દેવબાઇ તો મહારાણી બની ગઇ હતી તે મળવાનું તો દુર તેનાં દર્શન પણ દુર્લભ હતાં. તે રાજ મહેલનાં આશ્રીતો સાથે રહેવા લાગી, રાજમહેલ સુધી પહોંચેલ દેવબાઇની નાની બહેન જોડે મિલન થસે કે નહીં તે તો ભગવાનને ખબર!!.

      તેમણે નિર્ણય લીધો હતો કે જ્યાં સુધી બહેન ન મળે ત્યાં સુધી વાળ ના અોઢવા કે અરીસામાં પોતાનો ચહેરો ન જોવો  સાથે બહેનને મળ્યા વગર ઘરે પાછું ન આવવું.

     (નાની બહેનની સોનગીર સુધીની સફર બાદ દેવબાઇ જોડે મેળાપ ક્રમશ:)