Premiraja Devchand - 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમીરાજા દેવચંદ - ૯

વૃદ્ધ રહસ્યમય વાત કહેવાનું શરું કરે છે...

પ્રેમીરાજા દેવચંદના પિતા હતા તે વખતની વાત છે,જ્યારે સોનગીર નગરમાં રાજા ફૂલચંદ રાજાનો રાજ હતો.રાજા સાહિત્ય,સંગીત અને કલા પ્રેમી હતો.રાજાને કલા સંગીતની નગરી તરીકે સોનગીર નગરી દેશ,વિદેશમાં જાણીતી હતી.રાજાના દરબારમાં સંગીત,કલા,નૃત્યના લોકોનું આગવું માન હતું. ફૂલચંદ રાજા પણ માનતો હતો કે ભારતિય સંસ્કૃતિમાં માનવામાં આવે છે કે....

સાહિત્ય,કલા,સંગીત વગરનો માણસ

શિંગડા ન હોવા છંતા સાક્ષાત પશુ છે.

આ વાતના હિમાયતી રાજા ફૂલચંદ વિશ્વના સારા અેવા સાહિત્યકારો,કલાવિદ્દો અને નૃત્યકોનો સન્માન ભેર આંમત્રણ આપતા હતા.જો કોઇ રાજાને પ્રસન્ન કરે તો અણમોલ ભેટ આપી,તે કલાકારને રાજાના નગરમાં ઉચ્ચ પ્રકારના હોદ્દાઅે નિમણુંક કરતો.

અેક વખતની વાત છે,બંગાળ દેશની કોઇ નૃત્યાંગના સોનગીરના રાજ દરબારમાં આવી,અેનું સુંદર,મનોહર નૃત્યથી રાજા પ્રસન્ન થયા,રાજાઅે અણમોલ ભેટ આપી પણ નૃત્યાંગનાઅે ના પાડી હતી.નૃત્યાંગનાઅે ભેટના બદલામાં રહેવા માટે આશરો માગ્યો.રાજા ફૂલચંદે આશરો આપ્યો સાથે દરબારમાં સંગીત,કલા,સાહિત્યના અધ્યક્ષ તરીકેનો ઉચ્ચ હોદ્દો પણ સોપ્યો.

વૃદ્ધ કહે:બસ હવે મારું ગળું દુખે છે.પાણી પીવડાવો તો સારું

ગુપ્તવેશે આવેલ રાજા ઝટપટ નગરના કૂવા પરથી પાણી લાવીને વૃદ્ધને આપે છે.

રાજા:બાપા હવે આ વાતને આગળ વધાવો

વૃદ્ધ :બસ હવે બહું મોડું થઇ ગયું છે આજના રુપિયા આપી આગળની વાર્તા સાંભળવી હોય તો સાંજના આ જ સમયે પાછા નવી વાતના નવા રુપિયા લઇ આવશો,બાકી નહિં આવો તો પણ વાંધો નહીં.

રાજા: હા બાપા મને મંજુર છે હું ચોક્કસ આજના સમયે હાજર થઇસ.

ગુપ્તવેશે આવેલો રાજા આટલી વાત સાંભળી રાજ મહેલમાં પહોંચી ગયો.જમી લઇ ઉદ્યાનમાં ગુરુજી સાથે ચાલવા નિકળ્યો.પ્રેમીરાજા દેવચંદ કહે ગુરુજીને કે પિતાશ્રી હતા તે સમયે કોઇ ખાસ ઘટના બની હતી ?

ગુરુજીઅે જવાબ આપતાં કહ્યું મહારાજ મને ખબર નથી,હું તે સમયે બહું નાનો હતો.મને કાંઇ યાદ નથી.અેમ કહીને ગુરુજી રાજાને પૂછે છે કેમ મહારાજ ?

રાજા જબાબ આપતાં કહે છે હું પિતાશ્રીને બહું સારી રીતે અોળખું છું કે અે સંગીત,કલા,સાહિત્ય પ્રેમી હતા, પણ મારા જન્મ પહેલાંની કોઇ ઘટના યાદ નથી.

ગુરુજી કહે જવાદોને મહારાજ જાણીને પણ શું ફાયદો ? તેના કરતાં ભુતકાળને ભૂલી જવું જ સારું છે,

હા! બરાબર છે ગુરુજી કહીને રાજા શયનખંડમાં જઇ વિચારો કરીને સુઇ ગયા.સવાર પડી પંખીઅોનો કલરવ સંભળાયો,રાજા ઉઠીને બન્ને બાળાઅોનો અવાજ સાંભળી પાસે જઇને બેઠો,બન્ને રાણીઅો પણ બેઠી હતી.બાળાઅોને નવડાવીને વાળ સરખા કરતી હતી.રાજા બન્ને રાણીઅોનો હાલચાલ પૂછીને બન્ને બાળાઅોના ગાલને ચુંબન કરીને નહાવા ગયો.રાજા નહાતાં નહાતાં અે વિચાર આવ્યો કે ક્યારે સાંજ પડે અને હું બાકીની વાર્તા સાંભળું!આજનો દિવસમાં સાંજ વહેલી કઇ રીતે પાડવી ? અેમ વિચારી રાજા જંગલમાં શિકાર કરવા જવાનો વિચાર કરી શિકારે નિકળે છે.

આટલા બધા ઘોડામાંથી ખાસ ઘોડા પર શિકારે નિકળ્યો હતો.રાજા આ ઘોડાનો ખાસ પ્રકારના કામોમાં જ સવારી માટે ઘોડાનો ઉપયોગ કરતો હતો.આ ઘોડાનું નામ પણ વિશિષ્ટ રાખ્યું હતું.મેઘવંત નામના ઘોડાની સવારી કરી રહેલ રાજાને અેક વિચાર આવ્યો કે કાલચક્ર જ્યોતિષ પ્રમાણે તો આજે પુનમ છે, મને પણ ખબર છે કે આજે મને કોઇ શિકાર મળશે નહિં તો હું નિરર્થક શિકારે જાઉં છું,બીજો અેક અે વિચાર રાજાને આવતો હતો કે જો હું શિકારે જાઉં અને શિકાર ન મળે તો હું પાછો તે જગ્યા પર જઇ તે રહસ્યમય વિંટી મળી હતી તે જગ્યાઅે જઇ આવું! તે જાદુઇ સ્ત્રી આવે છે કે નહિં તે ખબર પડશે.પણ રાજા વિચારે છે કે આજે સાંજે અધુરી વાર્તા સાંભળવા વૃદ્ધ પાસે જવું છે,કદાચ અે જાદુઇ સ્ત્રીની વાત આ વૃદ્ધની વાર્તા સંબંધિત હોય શકે.જાદુઇ સ્ત્રીની ન્હાવાની જગ્યા અે આવતા પુનમે વિચારીશ અેવો વિચાર કરી રાજા પાછો રાજમહેલે આવીને સાંજ પડવાની રાહ જોઇ છે,પછી સાંજ પડે છે.રાજા રાબેતા મુજબ ગુપ્તવેશે વૃદ્ધ પાસે પહોચી જાય છે.

વૃદ્ધ આ અજાણ્યા વ્યક્તિને રાબેતા મુજબ હાજર થયેલા જોઇને ખુશ થાય છે,કારણ કે વાર્તા કહેવા બદલ ખાસા રુપિયા મળે છે. વૃદ્ધ કહે: પૈસા લાવ્યા ?

રાજાઅે જી કહીને વાતને આગળ વધાવવા કહ્યું.વૃદ્ધ વાર્તાને આગળ વધાવે છે.

બંગાળ દેશની નૃત્યાંગનાને આશરો અને અધ્યક્ષનો હોદ્દો બન્ને મળ્યા.સમયે સમયે કવિ સંમેલનો,સાહિત્ય પરિષદો,નૃત્ય ઉત્સવો ખૂબ થયા.નૃત્યાંગનાઅે જવાબદારી પણ ખૂબ સારી રીતે નીભાવી અને પોતે રાજાની પ્રિય નૃત્યાંગના પણ બની.રાજાના કોઇ ચક્રવર્તી રાજા મહેમાન તરીકે પધાર્યા હતા. તે દિવસની અેક ઘટના બની હતી.સાંજે નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું,સૌ ભેગા થયા નૃત્ય જોવા.તે દિવસે બંગાળી નૃત્યાંગના હતી તેમણે પણ નૃત્ય કર્યું.મહેમાન તરીકે આવેલ ચક્રવર્તી તેના નૃત્યથી ખૂબ પ્રસન્ન થયા અને તે રાજાઅે અધ્યક્ષ નૃત્યાંગનાને અેક જાદુઇ વિંટી ભેટમાં આપી હતી,કહેવામાં આવે છે કે અે વિંટીની ઘણી ખાસિયતો હતી અેમ મેં સાંભળ્યું હતું.

( મહેમાન ચક્રવર્તી રાજાની કલાપ્રેમી રાજા ફૂલચંદ પાસેથી નૃત્યાંગનાની માંગણી અને ચક્રવર્તી રાજાની માંગણીનો તિરસ્કાર ) ( ક્રમશઃ )