prem tara karne books and stories free download online pdf in Gujarati

પ્રેમ તારા કારણે



‘રીધી ,બહુ ખુશ છે ને તું મારા લગ્ન થવાના છે એટલે કે હવે તારો વારો આવી ગયો એમ કરી ’, એકતા હસતાં-હસતાં બોલી .

ના.... રે....દી હું તો લગ્ન નથી કરવાની .આઈ વોન્ટ ફ્રિ લાઈફ....આંખના મીચકારા કરતી રીધિમા એકતાને વળગીને કેહવા લાગી .

જો જે જાનમાં આવેલા કોઈ ને ગમી ગઈ તો ?મને મઝા પડી જાય .પણ રીધુ ....આટલું બોલતા એકતા ઉદાસ થઇ ગઈ ....અટકી ને પાછી બોલી ,તને બહુ કામ પડે છે યાર .મારા લગ્ન ને મમ્મી બીમાર પડી ગઈ ને પાપા ને તો પેહેલેથી જ હાર્ટ પ્રોબ્લેમ .એકલા હાથે તું બધું હેન્ડલ કરે છે.........થેંક્યું માઈ લવિંગ સિસ્ટર .

દી ,પ્લીઝઝ્ઝ્ઝ ....જો તું પરણેને તો બધું મારું ..આ રૂમ ,આ ટેડી ,મમ્મી-પપ્પાનું એટેનશન ....હુરરરર ...કરતી ગોળ ગોળ ફરવા લાગી.

જા ને હોશિયાર ,ખબર છે હવે ...સાચે જ તું મને બિલકુલ મિસ નહિ કરે ?એકતા રડ્સમ અવાજે બોલી .

અરે ! દી મજાક કરું છું તારી ખોટ તો વર્તાશે .આઈ લવ યુ દી કહી તે એ એકતા ને વળગી પડી.તારા વગર હું શું કરીશ? એ મને સમજાતું નથી .દી તું તો મારું મોટીવેશન છે.

હા હવે, આખા ઘરનું બધું તું કરે છે ને પછી સ્ટડી માં પણ હોશિયાર ,તારા ફેન્ડસ પણ તારા પર તો આફરીન ,મારા લગન છે તો તારા બધા ફ્રેન્ડસ કેવા એક આવજે હાજર અને ફ્રેન્ડસ તો ખરા પણ તારા તો સીનીયર પણ હાજર ........આ રિયા,આભા દર્શન ,સુકેતુ ,આનંદ ને હા સ્પેશિયલી પ્રણવ ...ઘરના દીકરાની જેમ કામ કરે છે .તું તો બધાના દિલની રાણી....ક્વીન છો ક્વીન .હું જ એકલી પડી જઈશ .હું તને બહુ મિસ કરીશ,ઉદાસ ચેહરે એકતા બોલી .

દી, જો તું આમ કરીશ તો જીજુ ને કોલ કરી કહીશ કે જાન લઈને અમે આવીએ છીએ ...બોલ લાવીએ ઘરજમાઈ ,એકતાના ગાલ ચીમળતા રીધિમા બોલી અને બંને હસી પડી .

પણ રીધી હું ઈચ્છું છું કે તને તારો સપનાનો રાજ્કુવાર મળી જાય ,બોલ .....રીધિ તારા દિલમાં કોઈ છે?આઈ મીન કોઈ ગમે છે? એકતા એ રીધિમા ને કમરે હાથ ભરાવી કહ્યું .

બે મિનીટ તો તે ચુપ જ રહી વિચારવા લાગી પછી ફડકો કરીને બોલી દી,તું તારી ફિકર કર મારે હજી વાર છે .

ચાલો તમારી બંને બેનોની વાતો પૂરી થઇ હોય તો વિધિ કરીએ માસીબા એ બંને બુમ પાડી ને કહ્યું .

આવીએ એ... એ.... કરતી બંને રૂમ ની બહાર નીકળી .

મેહંદી ની રસમ ચાલુ થઇ.એકતા ના હાથમાં સુંદર દુલ્હન મેહંદી રચવા લાગી.મામી,માસી,કાકી,ફોઈ ...બધા જ સગા વહાલા લગ્નગીત ગાતા ગાતા મેહંદી પાડવા લાગ્યા ને એ બધાની સરભરામાં રીધિમા લાગી ગઈ .કોઈ ને ચા તો કોઈ ને પાણી તો કોઈ ને નાસ્તો ..ને એમાં સાંજ પડી .છેક છેલ્લે રીધિ નો વારો આવ્યો ને એની મેહંદી પૂરી થતા દશ વાગ્યા.હવે એને કકડીને ભૂખ લાગી હતી .એને જોયું મમ્મી બધી ફળિયાની સ્ત્રીઓ અને કુટુંબીજનો સાથે વ્યસ્ત હતી ,એકતા જીજુનો ફોન આવ્યો તેમાં બીઝી હતી ને પાપા બહાર વડીલો સાથે બેઠા હતા.એ ફટાફટ કિચનમાં ગઈ ,કોણીએ કરી ફ્રીઝ ઉઘાડયું પણ કોલ્ડ્રીંક અને પાણી સિવાય કઈ ન મળે .એટલે પગ પછાડતી પાછલા બારણે જઈ પોતાના મેહંદી વાળા હાથને જોતી એકલી પાળી પર બેસી ગઈ.

એટલામાં જ એક કોળીયો એના મો તરફ લંબાયો.રીધિમા ચમકી ગઈ.

અરે!પ્રણવ તમે રીધિમાં ઉભી થઇ ગઈ .

હા! સવારનો જોઉં છું તને .બધાની સગવડ પૂરી પાડવામાં તું તારી જાતને ભૂલી ગઈ છે .અને આજે જ નહિ કેટલાય દિવસથી સતત તને જોયા કરું છું ,પ્રણવે એને બેસાડી દેતા કહ્યું .

ચાલ લે ખા હવે ...લે ...પ્રણવના અવાજમાં બહુ ભીનાશ હતી.

ના ,હું પછી જમી લઈશ ...થેંક્સ રેવા દો એમ શરમાતાં  - શરમાતાં રીધિમાં બોલી .

ચાલ ખાઈ લે ને હવે,શું આમ કરે છે ? મેં હાથ ધોયા છે હસતાં હસતાં પ્રણવ બોલ્યો .

અરે !એવું નહિ રીધિમા હસાઈ ગઈ અને કોળીયો મો માં લીધો .પછી પ્રણવ ખવડાવતો ગયો ને રીધિમાં ખાતી ગઈ ને વાતોની ધારા વહી .રીધિમાં ને અટકડી આવી તો પ્રણવે ફટાફટ પાણી નો પ્યાલો ઉચક્યો ને રીધિમાં ના હોઠે લગાવ્યો .એનું ધ્યાન પાણી પીવડાવામાં હતું ને રીધિમાં ની નજરો એકધારી પ્રણવના ચેહરા ને જોઈ રહી હતી .એ જ સોમ્યતા,આંખોમાં નમ્રતા ,નિખાલસ સ્વભાવ ...... પાંચ વરસ પેહલા પેલ્લી વાર મળ્યા ત્યારે હતી તે જ સ્વભાવગત લાક્ક્ષણિકતાઓ....કોઈ દંભ,.. કોઈ દેખાડો નહિ.

ચાલ , હવે હું જાવ છું ...પ્રણવે થાળી સાઈડ પર સરકવતા કહ્યું ને ઉભો થયો .

બેસો ને બે મિનીટ, રીધીમાંથી બોલી પડાયુ ને પ્રણવ બેસી પડ્યો .બંને ચુપચાપ દસ મિનીટ બેસી રહ્યા પણ એમના હદયો ભરપુર વાતો કરતા હતા.

અચાનક રીધિમાં બોલી,પ્રણવ તમે જમ્યા?

ના હવે જમીશ ,પ્રણવે રીધીમાની આંખોમાં આંખો મિલાવી કહ્યું .

એટલે ,તમે હજી સુધી ......રીધિમાની આંખમાં પાણી ભરાયા .

પ્રણવ રીધિમાની એકદમ નજીક સરક્યો એના બંને હાથો રીધીમા ગાલ પર રાખી બોલ્યો ,રીધિ ..છેલ્લા પાંચ વરસથી આપણે એકબીજાને ઓળખીએ છીએ .હું તારો સીનીયર છું તો તે મારા બધા નોટ્સ વાંચ્યા છે ને મને પણ .હું તાર નસ નસ થી વાકેફ છું .તું શું ઈચ્છે છે ,વિચારે છે ,બધું ખબર છે મને .બસ હુ તારી રાહ જોવ છું ...ને કદાચ તને પણ એ ખબર છે.તારું હદય શું ઝંખે છે એની મને ખબર છે .મારો કોઈ ફોર્સ નથી તને પણ આ હદય તારા માટે ધબકે છે ,તને જ ઝંખે છે ,પ્રણવ ની શ્વાસોની સરગમ રીધિમાંના જ ગીત ગાય છે અને હા ,મારા રક્ત પ્રવાહ સંગે આ રીધીમા સ્નેહ બની વહે છે..... આજે રેહવાયુ નહિ એટલે બોલી પડ્યો ........એકશ્વાસે પ્રણવ આ બોલી ગયો .

રીધિમાના ધબકારા વધી ગયા.બંનેના શ્વાસ એકબીજા સાથે અથડાવા લાગ્યા.કીકીઓમાં એકબીજાના પ્રતિબિંબ ઝળક્યા ને પ્રેમ ધોધમાર વરસ્યો.

થોડીવાર બંને એકબીજામાં તલ્લીન રહ્યા પછી પ્રણવે સ્વસ્થતા જાળવી કહ્યું ,રીધિ હું જાવ છું ,કાલે મળીશું.

જેવી પ્રણવે જવા માટે પીઠ ફેરવી કે રીધિમા એ એનું માથું એની પીઠ પર ટેકવી દીધું ને ધીમા સ્વરે બોલી ....કહી ને તો જાવ.

પ્રણવ મલકાતા ચેહરે બોલ્યો ,આઈ લવ યુ રીધિ ,આઈ લવ યુ અ લોટ .

રીધિમાં એ એક ઊંડો શ્વાસ લીધો ને ધીમા હાસ્ય સાથે બોલી ,હમમમ ...હું પણ .

પ્રેમ તારું આગમન મારા હદયના બારણે,

મારું અસ્તિત્વ હવે તો પ્રેમ તારા કારણે.

પટેલ પદમાક્ષી
વલસાડ