વ્હાઇટ ડવ ૮

( પૂજારી પાસેથી વ્હાઈટ ડવ હોસ્પિટલ જે જગાએ ઊભી છે એનો ઇતિહાસ જાણીને આવેલી કાવ્યા બહાર ત્યાં શશાંકને ઉભેલો જોઈને ચોંકી જાય છે...)

તું અહીં ઊભો ઊભો શું કરે છે?” કાવ્યાએ પૂજારીની ઓરડીમાંથી બહાર આવતા જ પૂછ્યું.

“તારી રાહ જોતો હતો. શું વાતો કરી આટલી બધી વાર. ત્યાં માધવી કેટલી પરેશાન છે તારી ચિંતામાં.” શશાંક ક્યારનોય અહીં આવી વાતો સાંભળતો હતો એ છુપાવી એણે બીજીજ વાત કરી.
“કેટલીવાર કહું મારી મમ્મીને આમ નામથી ન બોલાવ.” કાવ્યાએ ખોટો ગુસ્સો કરીને વાત બદલી અને ગાડી તરફ ચાલતી પકડી.
ઓરડી તરફ એક નજર નાખી શશાંક પણ કાવ્યાની પાછળ ગયો. એના મગજમાં કંઈક ચાલી રહ્યું હતું. શું એનો જવાબ એ કહે ત્યારે જ ખબર પડે...
“બહું વાર લગાડી તમે લોકોએ!” માધવીબેને ગાડીમાં બેસતા કહ્યું.
“તમે લોકોએ” એ શબ્દ સાંભળીને કાવ્યના મુખ પર જરાક સ્મિત આવી ગયું. એણે વેધક નજરે શશાંક સામે જોયું. એનો શક સાચો હતો શાશાંકે છુપાઈને એની અને પુજારીજીની વાતો સાંભળી હતી.એ કંઈ બોલ્યા વગર ગાડીમાં બેસી ગયો અને ગાડી ઘર તરફ ચલાવી મૂકી.
હવેલી પહોંચીને કાવ્યાએ માધવીબેન પાસે જઈને પુજારીએ કહેલી વાત ટુંકમાં કહી. એક માનો જીવ આ બધું સાંભળીને ગભરાઈ ગયો. એમણે કાવ્યાને મુંબઈ પાછા ફરી જવા સમજાવી જોઈ. કાવ્યા આટલે પહોંચ્યા બાદ પાછી હટવા તૈયાર ન હતી.એક પછી એક કડી હાથ લાગે જતી હતી. હજી કંઇક ખૂટતું હતું. શું? એ શું હોઈ શકે? દિવ્યા એના વિશે કંઈ જણાવી શકશે? એણે હિંમત કરીને દિવ્યાના આત્મા સાથે વાત કરવી જ પડશે. અચાનક એના આંખો આગળ પૂજારીની ઓરડી બહાર ઊભેલો શશાંક આવી ગયો. એ ત્યાં ચોક્કસ એમની વાતો સાંભળવાજ ઊભો હતો. પણ, શા માટે? એને એવી શી જરૂર પડી?
કાવ્યાને યાદ આવ્યું, જ્યારે વ્હાઈટ ડવમાં એણે પેલો સાયો જોયેલો અને ડરી ગઈ હતી ત્યારે શશાંકે ત્યાં આવીને કહેલું કે આવું તો ઘણા સાથે થયું છે! શું થયું છે? એ કોઈ ડૉક્ટર જેવો પણ લાગતો નથી. કાવ્યાને એક વિચાર આવ્યો. અને એણે શશાંકના નામ સાથે એનો ફોટો મૂકીને ગૂગલ પર સર્ચ કર્યું. થોડીક જ ક્ષણોમાં એના વિશે માહિતી આવી એ મુજબ એ કોઈ શોર્ટ ફિલ્મ મેકર હતો. એણે બનાવેલી ઘણી ફિલ્મોના નામ પણ ત્યાં આવ્યા. આશ્ચર્યજનક વાત એ હતી કે એ બધી ડરાવની, ભૂતપ્રેતની ફિલ્મો હતી! કાવ્યાએ જઈને શશાંકના રૂમનું બારણું ઠોક્યું...
“અરે! કોઈ શાંતિથી નહાવા પણ નહિ દે!” શશાંકે કમરે ટુવાલ વીંટ્યો હતો. એ હાલ બાથરૂમમાંથી જ સીધો આવેલો. એના ચહેરા પર, કસાયેલી છાતી પર પાણી ચોંટેલું હતું. એના ભીના વાળ પરથી સરકતું પાણી એક પાતળી સીધી લીટીમાં ગતિ કરતું એના ગૌર ગાલ પરથી સરકીને, છાતી પર થઈને નાભિમાં ભેગું થઈ નીચે ટોવેલમાં શોષાઈ જતું હતું. કાવ્યા શશાંકને જોઈ રહી...
“કુછ તો શર્મ કરો!” શશાંકે પલંગ પર પડેલું ટીશર્ટ ઉઠાવી ફટોફટ પહેરતાં કહ્યું.
શશાંકની આ શરમ જોઈને કાવ્યાને મજા પડી. એ થોડી આગળ વધી અને શશાંકની લગોલગ જઈને ઊભી રહી ગઈ. એની આંખોમાં આંખો નાખી એ થોડીવાર એમજ ચુપચાપ ઉભી રહી. એનું દિલ એક અજબ ખેંચાણ અનુભવતું હતું શશાંક તરફ. જાણે આ જીંદગી એને માટે શશાંક સિવાય અધૂરી હતી. શશાંકની આંખોમાં જોઈને, ધ્રુજતા હોઠે એણે કહ્યું,
“આઇ લવ યુ!”
શશાંક કંઇક કહેવા ગયો. એ બોલે એ પહેલા જ કાવ્યાએ સહેજ ઊંચા થઈને શશાંકના પૌરુષી થોડાક રુક્ષ પણ ગરમ, હુંફાળા હોઠો પર પોતાના હોઠ મૂકી દીધા. એનો એક હાથ શશાંકની ગરદન પર ફરી રહ્યો અને બીજો એની કમરે. એકપળ થઈ હશે કે શશાંકે એને સહેજ ધક્કો મારીને અળગી કરી અને કહ્યું,
“આ તું શું કરે છે? મેં આવું કદી વિચાર્યું નથી. આઈ મીન તને કોઈ દિવસ એવી નજરે જોઈ નથી અને તું મારા વિશે જાણે છે શું?”
“કંઈ નથી જાણતી તો જણાવ તું.” કાવ્યાએ એનો હાથ શશાંકને ગાલે મૂક્યો.
“જો આવી રીતે પ્રપોઝ કરીશ તો હું ના નહીં કહી શકું! હું કોઈ સંત મહાત્મા નથી.” શશાંક આંખ મારીને કાવ્યાની કમર પર હાથ મૂકીને બોલ્યો.
“પહેલા તારો સાચો પરિચય!” કાવ્યા શશાંકની વધારે કરીબ જઈને બોલી. બંનેના શ્વાસોશ્વાસ એકબીજા સાથે અથડાતા હતા. બંનેની રગોમાં દોડતું લોહી ગરમ થઇ રહ્યું.
“હું ડૉક્ટર નથી.” શશાંકનો બીજો હાથ પણ કાવ્યાની કમર ફરતે વીંટળાઈ વળ્યો.
“તો કોણ છે તું?” કાવ્યાએ એના બંને હાથ શશાંકના ખભા પર મૂકી, કોણીથી વાળીને પાછળ શશંકના વાળમાં આંગળીઓ ફેરવતા કહ્યું.
“હું યુએસથી આવ્યો છું. ફિલ્મો બનાવું છું. રીયલ શોર્ટ સ્ટોરીજ...! એના માટે હું એવી જગા શોધતો હોઉં છું જ્યાં લોકો કહેતા હોય કે એમણે કંઈક વિચિત્ર અનુભવ કર્યો. મારા એક ફ્રેન્ડની મમ્મી અહીં દાખલ કરેલી હતી. એણે આત્મહત્યા કરેલી. એ પછી એ લોકો યૂએસ આવી ગયેલા હંમેશા માટે. એક દિવસ એણે વાત વાતમાં આ હોસ્પિટલ, વ્હાઈટ ડવ વિશે વાત કરી અને હું આવી ગયો. મને આ હવેલી પણ ઇન્ટરેસ્ટિંગ લાગી એટલે મેં પ્રભુને કહીને અહીં રહેવા દેવા જણાવેલું. એણે તો ના પાડી પણ માધવીએ ‘હા’ કહેતા હું આવી ગયો.”
“કેટલીવાર કહ્યું, મમ્મીને માનથી બોલાવ! સમજમાં નથી આવતું?” કાવ્યાએ શશાંકના વાળ ખેંચ્યા...
“એમને જોઈને મને મારી મોટીબેન યાદ આવે છે. એને હું નામથી જ બોલાવતો એટલે. આમેય અમારે ત્યાં બધાં એકબીજાને એમના નામથી જ બોલાવતા હોય છે, મને એમાં કંઈ નવાઈ જેવું નથી લાગતું! એના ઉપર કોઈ પ્રેતાત્માનો સાયો પડેલો અને એ મરી ગયેલી. ત્યારથી હું આ ભૂત પ્રેત પર રિસર્ચ કરું છુ.”
“વાહ તું તો ઘણા કામનો નીકળ્યો. તારું રીસર્ચ વર્ક મને બતાવ જે ”
“સ્યોર!” શશાંકે હસીને કહ્યું. એની આંખો કાવ્યાના નરમ હોઠો તરફ મંડરાયેલી હતી એ કાવ્યા તરફ સહેજ જુક્યો. કાવ્યાએ એનું માથું ઊંચું કરીને એના નાજુક હોઠ શશાકના હોઠથી એક આંગળ જેટલી દુરી પર રાખ્યા. શશાંકે એ દુરી મિટાવી દીધી...
બંને જણા એકબીજામાં લિન થઈ ગયા. નરમ રસીલા હોઠોની ગરમી એમના આખા શરીરમાં ફરી વળી. શશાંકે હળવેથી કાવ્યાને એના બે હાથથી ઉઠાવી લીધી અને પલંગ પર પટકી. એ પણ કાવ્યાની ઉપર પડ્યો અને એના ગળાપર, ગાલ પર એના હોઠ ઘસતો રહ્યો. બંનેના શરીર એકબીજાને વીંટળાઈ વળ્યા હતા. કાવ્યા શશાંકની નીચે આખેઆખી દબાઈ ગઈ હતી. એનાથી શ્વાસ પણ નહતો લેવાતો છતાં એને આ પીડા સહેવી ગમતી હતી. એના મ્હોંમાંથી ધીમા ઉંહકારા નીકળી રહ્યા.
“મારી બેનને છોડી દે...ગુંડા...!” કાવ્યાના કાને અવાજ પડતાં જ એણે આંખો ખોલી હતી. સામે દિવ્યા ઊભી હતી. એ લગભગ રડવા જેવી થઈ ચીસો પાડી રહી હતી. એણે એમ માનેલું કે શશાંક કાવ્યાને હેરાન કરી રહ્યો છે. એણે શશાંકને મારવા માટે ઘણી કોશિશ કરી પણ એના હાથ શશાંકના શરીરની આરપાર નીકળી જતા હતા! એ શશાંકને અડી નહતી શકતી...
“દૂર હટ શશાંક.” કાવ્યાએ કહ્યું. પણ, શશાંક ભાનમાં જ ન હતો. કાવ્યાએ ફરીથી એને દૂર જવાનું કહી એને ધક્કો માર્યો અને પોતે પલંગ પરથી ઊભી થઈ ગઈ.
“શું થયું? કેમ આમ ઊભી થઈ ગઈ? “ શશાંક રઘવાયો થઈને કાવ્યાને જોઈ રહ્યો. કાવ્યા દિવ્યાને જોઈ રહી. એ હવે ખુશ લાગતી હતી. અને એ કાવ્યાને જ દેખાતી હતી શશાંકને નહીં...
કાવ્યા બહાર ચાલી ગઈ. શશાંક ગુસ્સે થઈ ગયો. એને થયું કે આ પ્યાર બ્યારના ચક્કરમાં પડવું જ નહીં. મગજની પથારી ફેરવી નાખે...
કાવ્યા ઝડપથી એના રૂમમાં જતી રહી. એ હજી કાંપી રહી હતી. પ્રેમનો જાદુ ઓસરી ગયેલો અને હવે એને ફિકર હતી કે દિવ્યાના આત્મા સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે...

***

Rate & Review

Sapna 3 weeks ago

nihi honey 1 month ago

Jitendra 1 month ago

Mihir M. Trivedi 2 months ago

Varsha Satikuvar 3 months ago