Selfie - 20 books and stories free download online pdf in Gujarati

સેલ્ફી ભાગ-20

સેલ્ફી:-the last photo

Paart-20

એ એવી રાત હતી જ્યારે પ્રથમ વખત કોઈ અગોચર ઘટના જેને કોઈ પરલૌકિક શક્તિ દ્વારા અંજામ અપાયો હતો એ ઘટિત થઈ હતી. એનો સાક્ષી બન્યો હતો હવેલીમાં કામ કરતો નોકર દામુ..એ ઘટના થી એ એટલો બધો ડરી ગયો હતો કે એનાં કારણે એને ત્યાંને ત્યાં પેશાબ પણ થઈ ગયો.

સવાર પડતાંની સાથે રોહન,મેઘા,જેડી,રુહી અને શુભમ સ્નાન ઈત્યાદિ પૂર્ણ કરી ફ્રેશ થઈને પોતાનાં રૂમમાંથી નીકળી હોલમાં આવી પહોંચ્યા.ગઈકાલ ની સંપૂર્ણ રાત એ બધાંને સારી એવી ઊંઘ આવી હતી જેનાંથી એ બધાં તાજગી અનુભવી રહ્યાં હતાં.

"દામુ કેટલી વાર..જલ્દી ચા અને નાસ્તો લેતો આવ.."ડાઈનિંગ ટેબલ પર બેઠયા ની પાંચ મિનિટ પછી પણ દામુ રોજની માફક ચા નાસ્તો લઈને ના આવતાં રોહને એને અવાજ લગાવ્યો.

રોહન દ્વારા બોલાવવા છતાં દામુ એ કોઈ પ્રતિભાવ ના આપ્યું એટલે બધાં ને અજુગતું લાગ્યું.દામુ ગમે તેવો વિચિત્ર હતો પણ રોહન હોય કે એનું કોઈપણ મિત્ર એ દરેકનો પડ્યો બોલ ઝીલી લેતો હતો.રોહનનાં અવાજ આપવા પર પણ દામુ બહાર ના આવતાં શુભમને કંઈક ના બન્યાનું બન્યાંનાં એંધાણ આવી ગયાં.

"મને લાગે છે દામુ સાથે કંઈક .."પોતાનું વાક્ય શુભમે હાથે કરી અધૂરું જ મૂક્યું..પણ આવાં અધૂરાં વાક્યોનો મતલબ બધાં પોતપોતાની રીતે ગોતી જ લેતાં હોય છે.

શુભમની વાત સાંભળી જેડી અને રોહન પણ હરકતમાં આવ્યાં અને શુભમની સાથે રસોડામાં પ્રવેશ્યાં. ત્યાં જઈને એમને બધે નજર ઘુમાવી પણ દામુ ની હાજરી એમને ક્યાંક ના દેખાઈ એટલે એમને પોતાનો શક સાચો પડતો જણાયો.

"રોહન અહીં નક્કી કંઈક તો બન્યું જ છે.."રસોડામાં આમ-તેમ નજર ફેરવતાં ફેરવતાં જેડી બોલ્યો.

"હા મને પણ એવું જ લાગે છે..બધી વસ્તુઓ અહીં તહીં વિખરાયેલી પડી છે"આજુબાજુ નજર ઘુમાવતાં શુભમે પણ જેડીની વાત સાથે સહમતિ દર્શાવી.

રસોડામાંથી નીકળી શુભમ,જેડી અને રોહન હવેલીમાંથી બહાર નીકળી ચોગાનની ફરતે ચક્કર લગાવી દામુની ભાળ મેળવવાનો પ્રયત્ન કરતાં રહ્યાં. વચ્ચે વચ્ચે એ દામુને અવાજ પણ આપતાં પણ એમને હાથ નિરાશા જ લાગી.

"રોહન દામુ ગાયો નું દૂધ દોહવા માટે ગયો હોય અને ત્યાં એની જોડે કંઈક અઘટિત બની ગયું હોય એવું પણ બનવાજોગ છે."થોડું વિચારતાં જેડી બોલ્યો.

"Ya..યુ આર રાઈટ..ચાલો ત્યાં જઈને જોતાં આવીએ.."ઉત્સાહમાં આવી શુભમ બોલ્યો.

ચોગાનની જમણી તરફ હવેલીની દીવાલે દીવાલે એ ત્રણેય મિત્રો હવેલીની પાછળ આવી પહોંચ્યા..અહીં આવીને એમને લાકડાં રાખવાનું કેબિન,ગાયો નો તબેલો,ઘાસ રાખવાનું ગોદામ બધું જ તપાસ કરી જોયું પણ એમને દામુ કે દામુ સાથે જોડાયેલ નાની અમથી વસ્તુ પણ હાથ ના લાગી.

"આખરે દામુ ક્યાં ચાલી ગયો.."ગોદામની જોડે બનેલી એક નાની પારી પર બેસતાં રોહન બોલ્યો.

અચાનક શુભમને કંઈક વિચાર આવતાં એને જેડીને અને રોહનને પોતાની સાથે એ જગ્યાએ જવાનું કહ્યું જ્યાં એમને ગતરાતે રોબિનની લાશને નાંખી હતી.ત્યાં પહોંચતા જ એમને જોયું કે રોબિન ની લાશ તો અત્યારે ત્યાં મોજુદ નહોતી પણ જંગલી પશુઓ દ્વારા એનું મારણ થઈ હોવાની નિશાની રૂપે એનાં શરીરનાં અમુક ભાગનાં ટુકડા પડ્યાં હતાં.

મનમાં ઉભરાતી શંકાનું સમાધાન કર્યા બાદ હવેલીની મોજુદ મેઘા અને રુહી નો ખ્યાલ આવતાં એ ત્રણેય પાછા હવેલીમાં આવી પહોંચ્યા.

"શું થયું દામુ ક્યાંય મળ્યો કે નહીં..?"એમનાં આવતાં ની સાથે હવેલીની અંદર હાજર રુહી અને મેઘાએ એકસાથે પૂછી લીધું.

"ના દામુ નો ક્યાંય કોઈ પત્તો નથી લાગ્યો.."હતાશ વદને રોહને કહ્યું.

"પણ આમ દામુ નું કોઈને કહ્યાં વગર હવેલી મૂકીને નાસી જવું મને સમજાતું નથી..ક્યાંય એની પણ કોઈએ હત્યા તો નથી કરી ને..?"જેડી એ મનોમંથન કરતાં કહ્યું.

જેડી નાં સવાલનો જવાબ શું આપવો એતો કોઈને ખબર નહોતી..પણ હવે દામુ વગર આ વધેલાં બે દિવસ દામુ નાં ભાગનું બધું કામ એમને જાતે જ કરવું પડશે એ પાકું હતું.ચા પીધાં વગર કોઈને ચાલે એમ હતું નહીં એટલે રોહન અને શુભમ જઈને પહેલાં તો ગાયનું દૂધ દોહી લાવ્યાં જે લાવીને એમને મેઘા અને રુહીને આપ્યું.

મેઘા એ તો ક્યારેય આવું કામ કરેલું નહોતું કેમકે એનાં ઘરે તો નોકરોની મોટી ફોજ હતી.આતો સારું થજો રુહીનું કે એને રસોઈકળામાં મહારથ હાસિલ હતી એટલે બધાં માટે નાસ્તા અને ચા ની વ્યવસ્થા થઈ ગઈ..મેઘા એ આજે પ્રથમવાર રસોડામાં પગ મૂક્યો હતો અને રુહી ની સહાયક તરીકેનું નોકરો જેવું કામ પણ કર્યું હતું..પરિસ્થિતિ માણસ ને કઈરીતે પામર બનાવી દેશે એનું મેઘા ખૂબ સરસ ઉદાહરણ હતી.

દામુ ક્યાં ગાયબ થઈ ગયો એનાં પર મોડે સુધી ચર્ચા ચાલુ રહી..બધાં નો અલગ અલગ મત હતો..અને એ માટેનાં અલગ અલગ તર્ક..પણ બધાં થી જોરદાર તર્ક જાહેર કરતાં શુભમ બોલ્યો.

"હવે મને થોડું થોડું રહસ્ય સમજાઈ રહ્યું છે કે આ બધી ઘટનાઓ કઈ રીતે બની રહી હતી.."ચહેરા પર ચિંતા ની તંગ લકીરો સાથે શુભમ બોલ્યો.

"શું સમજાયું છે તને..?"રોહને બધાં વતી પૂછી લીધું.

"માન્યું કે પૂજા અને કોમલને મોત ને ઘાટ ઉતારનાર અને મારાં પર હુમલો કરનાર રોબિન હતો પણ રોબિન આ બધું પોતે નહોતો કરી રહ્યો.."એક એક શબ્દ પર ભાર મુકતાં શુભમ બોલ્યો.

"શુભમ આમ કોયડા ના બનાવ..જે કહેવાનું હોય એ સાફ શબ્દોમાં જણાવ.."મેઘા અકળાઈને બોલી.

"આપણને રોબિન એનાં રૂમમાં મૃત મળ્યો હતો અને પછી એની ડેડબોડી ને આપણે ફ્રીઝમાં રાખી દીધી..તોપણ એ બહાર જીવતો આવી ગયો અને એને કોમલ અને પૂજાનું વગર કારણે ખૂન પર કરી દીધું..એનું એક માત્ર કારણ છે ડેડ આઈલેન્ડની સિરિયલ કિલરની આત્મા.."પોતાનો દરેક શબ્દ છૂટો પાડતાં શુભમ બોલ્યો.

"સિરિયલ કિલરની આત્મા..?"બંને છોકરીઓ એકસાથે બોલી ઉઠી.

"હા..સિરિયલ કિલરની આત્મા આપણાં અહીં આવ્યાં પહેલાં રોબિને આ ટાપુ ની એક હકીકત જણાવી હતી જેમાં આ હવેલીમાં જ આવેલી મેન્ટલ હોસ્પિટલમાં એક સિરિયલ કિલર ને યાતનાઓ આપી મોત ને ઘાટ ઉતારી દેવાયો હતો અને ત્યારબાદ એની આત્મા એ મેન્ટલ હોસ્પીટલનાં બધાં ડોકટરોને પણ મારી નાંખ્યા..નક્કી એની જ આત્મા દ્વારા વશીભૂત થઈને રોબિને આ હીચકારી ઘટનાઓને અંજામ આપ્યો હોઈ શકે.."શુભમે પોતાની તર્કસંગત દલીલ રજૂ કરી.

શુભમની વાત અને તર્ક સાંભળી ત્યાં રીતસરનો સોપો પડી ગયો..ભયનું એક લખલખું દરેકના શરીરમાં પસાર થઈ ગયું.મેઘાનાં કપાળે તો પ્રસ્વેદ બિંદુઓ પણ ચમકી ઉઠયાં.

"તું એવું તો કહેવા નથી માંગતો ને કે એ સિરિયલ કિલર ની આત્મા નાં લીધે જ દામુ ગાયબ થયો છે..?"શુભમની તરફ જોઈને રોહન બોલ્યો.

"મારાં કહેવાનો મતલબ એકરીતે તો એવોજ થાય છે..પણ એ કેટલું સત્ય છે એની મને નથી ખબર.."શુભમ સ્પષ્ટતા કરતાં બોલ્યો.

થોડીઘણી આવી જ ચર્ચાઓ બાદ મેઘા અને રુહી પુનઃ રસોડામાં જઈને બપોર માટે જમવાનું બનાવવા ગયાં જ્યારે જેડી,રોહન અને શુભમ હોલમાં બેઠાં-બેઠાં તાસ રમવા લાગ્યાં. બપોરનું જમવાનું પૂર્ણ કરી એ લોકો હવેલીમાંજ સમય પસાર કરવા આંટા ફેરા મારતાં રહ્યાં.આમને આમ સાંજ પડી ગઈ..રાત નું જમવાનું બનાવવામાં શુભમે રુહી ની મદદ કરી.રોહન ની મનપસંદ દાલ મખની શુભમે બનાવી જેનો સ્વાદ રોહનને ખૂબ જ પસંદ આવ્યો.

આમ ને આમ દિવસ તો ગમે તેમ કરીને પસાર થઈ ગયો પણ હવે સમય હતો રાત નો..અહીં પધાર્યા બાદ દરેક રાત પોતાની સાથે એક નવું વિસ્મય,એક નવી ઘટના લઈને આવી હતી..સૂરજનાં પશ્ચિમ દિશામાં દૂર ક્ષિતિજ પર ઢળતાં ની સાથે રાત ની ચાદર આખા ટાપુ પર પથરાઈ ગઈ હતી..આજે સાંજથી જ સમુદ્ર પરથી આવી રહેલ ગતિમાન શીતળ પવન રાતે આવનારાં મુશળધાર વરસાદ ની આગાહી કરી રહ્યાં હતાં.

હવેલીને અંદરથી લોક કરી..રસોડાનાં,કોમન ટોયલેટનાં,ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દરેક રૂમનાં બારી બારણાં લોક કર્યા બાદ બધાં શાંતિતી પોતપોતાનાં રૂમમાં જઈને સુઈ ગયાં.. વરસાદ હજુ ચાલુ નહોતો થયો અને સુવાનાં સમય પહેલાં પહેલાં પવન પણ બિલકુલ શાંત થઈ ગયો હતો એટલે ભેજ અને બફારાંની પુષ્કળ ગરમી લાગી રહી હતી.

જેડી પોતાનાં રૂમમાં જઈને ગરમીથી બચવા બાથરૂમમાં જઈને શાવર લઈને બહાર આવ્યો..શરીર પર કપડાં નાં નામે માત્ર એક બોક્સર પહેરી એ સુવા માટે પલંગમાં લંબાવ્યું પણ એને ગરમીનાં લીધે ઊંઘ ના આવી.જેડી કંટાળીને ઉભો થયો અને એને પોતાનાં રૂમની ચોગાન તરફ પડતી બારી ને ખોલી દીધી..બારી ખોલતાં જ હવાની અવર-જવર નાં લીધે રૂમમાં થોડી ટાઢક થઈ અને જેડી આરામથી સુઈ ગયો.

રાત ધીરે ધીરે વધુ ઘેરી થતી જતી હતી..આકાશમાં અત્યારે કાળા ડિબાંગ વાદળો ઉમટ્યા હતાં જે ગમે ત્યારે મેહુલાને વરસાવી મુકવાની અણી ઉપર હતાં. વીજળી પણ ક્યારેક ક્યારેક દેખા દેતી હતી અને સાથે આવતો વાદળોનો ગળગળાટ. પોતાની રોજની ટેવ મુજબ જેડી હાથ પગ ફેલાવી પથારીમાં પડ્યો હતો.

જેડી ભર ઊંઘમાં હતો ત્યારે એનાં ખુલ્લા પગ ઉપર કંઈક કરડવાથી એની ઊંઘ ઊડી ગઈ.

"એની માં ને આ મચ્છર પણ.."આટલું બબડતાં બબડતાં જેડી ઊંઘમાં જ પગ ઉપર ખણવા લાગ્યો.

જેડી ને અચાનક એવું લાગ્યું કે એનાં શરીરમાં જાણે હજારો કીડીઓ કરડવાની પીડા થઈ રહી હતી..એનું અંગ અંગ કોઈ તીવ્ર ગરમીમાં સળગી રહ્યાંનો ભાસ એને થઈ રહ્યો હતો..એ બંને હાથે પોતાનું આખું શરીર વલોરવા લાગ્યો..કેમેય કરી એનાં શરીરમાં થઈ રહેલી પીડા ઓછી ના થતાં એ પાણી છાંટવા માટે બાથરૂમમાં પ્રવેશ્યો..પાણી નો છંટકાવ કર્યા બાદ એને સારું લાગી રહ્યું હતું.

બાથરૂમમાં થી રાહત ભર્યા વદન સાથે બહાર આવી રહેલ જેડી નાં મોતીયા ત્યારે મરી ગયાં જ્યારે એની નજર સામેની દીવાલને અડકીને ઉભેલાં એક હુડીની જેકેટ પહેરેલાં વ્યક્તિ પર પડી..આ જેકેટ એને ક્યાંક જોયેલું હોવાનું જેડીને જ્ઞાત હતું પણ ક્યાં એ તત્ક્ષણ વિચારી શકવાની સ્થિતિમાં એ ત્યારે નહોતો.

જેડી એ પોતાનાં બચાવ માટે તાત્કાલિક બાથરૂમની જોડે આવેલ ટેબલ નાં ડ્રોવરમાં રાખેલ એક ડિસમિસ હાથમાં લઈ લીધું..જેડી હાથમાં ડિસમિસ લઈને એ જેકેટ પહેરીને ઉભેલાં વ્યક્તિ તરફ આગળ વધ્યો..એ વ્યક્તિ હજુપણ પોતાની જગ્યાએથી ટસનો મસ નહોતો થયો..એનાં ચહેરા પર આજે પણ એજ ચમક હતી જે આગળ જ્યારે જેડી જોડે આમનો સામનો થયો ત્યારે હતી.

"કોણ છે તું..?"જેડી એને ઉદ્દેશીને બોલ્યો.

જેડીનાં સવાલનો એ વ્યક્તિએ કોઈ જવાબ ના આપતાં જેડી ગુસ્સે ભરાઈ ગયો..ઉપરથી એ વ્યક્તિ મંદ મંદ હસી રહ્યો હતો જે સાંભળી જેડીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.

"હું તને આજે જીવતો નહીં છોડું.."

આટલું કહી જેડી હાથમાં ડિસમિસ લઈને દોડતો એ વ્યક્તિ તરફ આગળ વધ્યો..!!

★◆■◆★■◆★■◆★

વધુ આગળનાં ભાગમાં..

એ જેકેટ પહેરેલ વ્યક્તિ કોણ હતો..??જેડી એને ખત્મ કરી શકશે કે પછી એનું પણ મોત થશે..??દામુ સાથે શું થયું હતું..??એ અટ્ટહાસ્ય કરનાર સ્ત્રી કોણ હતી..??પૂજા એ ચોરેલાં એ આભૂષણો આખરે કોની જોડે હતાં..??રોબિનની મોત બાદ શું સાચેમાં રોહન અને એનાં બાકીનાં મિત્રો સુરક્ષિત હતાં..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ