Pruthvi Ek prem katha bhag 24 books and stories free download online pdf in Gujarati

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-24

અંગદ : વિશ્વા હજુ પણ જીવિત છે ...

આટલું સાંભળતા જ પૃથ્વી અને સહુ તુરંત સભાન થયા .

પૃથ્વી : શ.. શું ? હાલ શું બોલ્યો તું ?

અંગદ : હા તમે લોકોએ સાચું જ સાંભળ્યુ છે ...વિશ્વા હજુ જીવિત છે .

વીરસિંઘ ; પણ વિશ્વા તો .... યુધ્ધ વખતે ..

અંગદ : હા હું જાણું છું ....યુધ્ધ વખતે શું થયું .

પૃથ્વી : તું જે પણ કહવા માંગતો હોય એ સ્પષ્ટ અને ઝડપી બોલ .....ક્યાં છે મારી વિશ્વા ....કેવી હાલત માં છે ? એ ઠીક તો છે ને ?.

નંદની : પૃથ્વી ....પૃથ્વી ...શાંત થઈ જા ...એને બોલવાનો મોકો તો આપ .

અંગદ : સર્વ ગુણ સંપન્ન પૃથ્વી ની સૌથી મોટી કમજોરી આ જ છે .. આવા સમયે એ પોતાની ધીરજ ગુમાવી બેસે છે .

નંદની : તું હવે મુદ્દા ની વાત પર આવ અંગદ ..પૃથ્વી ના સહનશક્તિ ની પરીક્ષા ના કરીશ .

અંગદ : ઠીક છે ...

તો બન્યું એવું કે .. જે વખતે તમે લોકોએ એકઠા થઈ વિદ્યુત એટ્લે મારા પિતા પર આક્રમણ કર્યું અને એમાં તમને નંદની નો સાથ મળ્યો એટ્લે કે શુધ્ધ ખૂન પણ આ આક્રમણ માં જોડાઈ ગયું ...એ મહાશક્તિશાળી વિદ્યુત ને મારવાનો એકમાત્ર ઉપાય હતો . આ પ્રહાર એટલો શક્તિશાળી હતો કે એને વિદ્યુત એ આજીવન એકઠી કરેલી બધી જ શક્તિઓ ની ઉર્જા એકસાથે એના શરીર માંથી વિલીન કરી દીધી .

આ અનિયંત્રિત અને ભયંકર ઉર્જા થી ભરપૂર એક ચક્રવાત રચાયું ...જે એક loop hole કે black hole માં પરિવર્તિત થઈ ગયું . આ black hole થી હવાનું આંતરિક દબાણ એટલું વધી ગયું કે એને વિશ્વા અને નંદની ને અંદર ખેંચી લીધા . વિશ્વા એ નંદની ના પ્રાણ બચાવી લીધા અને પોતે એ Black hole માં સમાઈ ગઈ .

વીરસિંઘ : હા બિલકુલ એવું જ બન્યું .

અંગદ : હવે તમને પ્રશ્ન થશે કે આ black hole ક્યાથી આવ્યું ? એ શું છે ?

પણ .... એતો મને પણ ખબર નથી .

નંદની : તો તું વિશ્વા ના જીવિત હોવા ની આવી સહજતા થી ખાતરી કઈ રીતે આપી શકે ?

પૃથ્વી : આ તારી કોઈ ચાલ તો નથી ને ...વિશ્વા ના પ્રત્યે અમારી ભાવનાઓ નો દૂરપયોગ કરીને તું અમને ફસાવવા તો નથી માંગતો ને ? જો એવી કોઈ પણ મહેચ્છા તું ધરાવે છે તો તારા દિમાગ માથી કાઢી નાખજે .....કારણ કે તારી એવી કોઈ પણ યોજના ને હું સફળ નહીં થવા દવ .

અંગદ : બોલી ચૂક્યા તમે લોકો ? હવે હું કઈ બોલું ?

તમે લોકો વાત પૂરી સાંભળતા નથી અને બસ મારા પર કુદવાની રાહ જોવો છો .. મે તમને લોકો ને કેટલી વાર સમજાવ્યું કે હું તમારા સહેજ પણ વિરોધ માં નથી .

વીરસિંઘ : ઠીક છે ... તો તું સમજાવ ...શું કહેવા માંગે છે તું ?

અંગદ :આભાર ...

મે તમને જે રીતે સમજાવ્યું કે ....Black hole કઈ રીતે સર્જાયું એ મને જાણ નથી કારણ કે....

વિદ્યુત માં અનેક શક્તિઓ હતી જેની ફક્ત એમને જ જાણ હતી... એમના અંત ની સાથે બધી શક્તિઓ આઝાદ થઈ ને વિલીન થઈ ગઈ . એમાં થી કઈ શક્તિ ના કારણે એ સર્જાયું એ તો હજુ પણ રહસ્ય છે .

પરંતુ હા ......જ્યારે એ ઘટના બની એ જોઈ મને પણ અચરજ થયું કે આ hole નું રહસ્ય શું હોય શકે.

જેથી એને જાણવા માટે મે કમરતોડ પ્રયત્ન કર્યા.

શક્તિઓ ના જાણકારી આપતા અને રહસ્યો ના જાણકાર અનેક લોકો ને મળ્યા બાદ મને ટુકડે ટુકડે અમુક માહિતી પ્રાપ્ત થઈ ...આ બધી માહિતી ને એકઠી કરીને એક સૂત્ર માં જોડ્યા બાદ મને એક અત્યંત અગત્ય ની વાત જાણવા મળી .

કે એ શક્તિ વિદ્યુત ની બધી જ શક્તિઓ કરતાં સૌથી અદ્વિતીય અને રહસ્યમઈ શક્તિ હતી જે એના થી છૂટી પડી ત્યારે એ અનિયંત્રિત શક્તિ એ પોતાના ઉદગમ સમય માં જવા માટે પ્રયત્ન કર્યો જ્યારે વિદ્યુત એ એને પ્રાપ્ત કરી હતી જેના કારણે એક સમયચક્ર રચાયું .એ સમયચક્ર જ કદાચ Black hole જ હોય શકે . અને આ શક્તિ પોતાના સમય માં પરત ફરી રહી હતી એ વખતે એક વિશાળ vacuum રચાયું જે વિશ્વા ને પોતાની સાથે એ સમય માં ખેંચી ગયું .

મતલબ કે વિશ્વા નું મૃત્યુ નથી થયું પરંતુ એ ફક્ત સમયચક્ર માં ફસાઈ ગઈ છે .

પૃથ્વી : મતલબ કે મારી વિશ્વા હજુ પણ જીવે છે ....નંદની તે સાંભળ્યુ ?

નંદની : હા પૃથ્વી ....તું હમેશા કહેતો હતો કે વિશ્વા આપણી વચ્ચે છે ...તારી વાત સાચી નીકળી .

પૃથ્વી : હા નંદની ...અંગદ ...ક્યાં છે મારી વિશ્વા .. ?

અંગદ થોડી વાર મૌન થઈ ગયો .

પૃથ્વી : તું કેમ કઈ બોલતો નથી ?

અંગદ : ક્ષમા કરજે .... સૌથી મોટી સમસ્યા જ એ છે પૃથ્વી .....કે હું આ સમયચક્ર નું રહસ્ય તો જાણી શક્યો પણ ,વિશ્વા ક્યાં હશે એના વિષે મને કોઈ જાણ નથી . એ સમય ચક્ર માં ક્યાં ફસાઈ છે એના વિષે હું કઈ પણ જાણતો નથી .

એટલું સાંભળતા જ પૃથ્વી તૂટી ગયો અને જમીન પર બેસી ગયો .

પૃથ્વી ના આંખ માં આંસુ હતા

પૃથ્વી : એનો મતલબ હું મારી વિશ્વા ને કોઈ દિવસ શોધી નહીં શકું .

નંદની એ પોતાનો હાથ પૃથ્વી ના ચેહરા પર રાખ્યો ....અને પ્રેમ થી કહ્યું .

નંદની : પૃથ્વી ..આ નિરાશ થવાનો સમય નથી . અત્યાર સુધી આપણે એમ સમજતા રહ્યા કે વિશ્વા આપણ ને છોડીને ચાલી ગઈ છે. પરંતુ આજે તો આપણ ને જાણ થઈ ગઈ કે એ હજુ પણ જીવિત છે બસ થોડી આપના થી દૂર છે , એક પડાવ આપણે પાર કરી લીધો તો બીજો પણ કરી લઈશું ....આપણે કોઈ પણ પરિસ્થિતી માં વિશ્વા ને પુનઃ આપની પાસે લાવીશું , અને તું એકલો નથી પૃથ્વી ....હું તારી સાથે છું ...

વીરસિંઘ : હું પણ તો છું તારી સાથે .

અંગદ : અને હું પણ .... મારા થી થાય એટલી મદદ હું અવશ્ય કરીશ. અને પૃથ્વી ...જો હું એકલો આટલી જાણકારી લાવી શકતો હોવ તો બધા મળીને વિશ્વા ને અવશ્ય શોધી લઈશું .

બધા ની વાતો સાંભળી પૃથ્વી પુનઃ જોશ માં આવી ગયો .

પૃથ્વી : હા તમારા બધા ની વાત સાચી છે .....આપણે એને અવશ્ય શોધી લઈશું .

નંદની : પણ શરૂઆત ક્યાથી કરીશું ?

વીરસિંઘ : સ્વરલેખાજી થી......

અંગદ : મતલબ ?

વીરસિંઘ : જ્યારે પણ અમે કોઈ મુસીબત માં ફસાયા છીએ ત્યારે અમને સ્વરલેખાજી એ અવશ્ય એમાં થી ઉગાર્યા છે .

નંદિની : પરંતુ સ્વરલેખાજી અને અરુણરૂપાજી તો યુધ્ધ પછી આપણ ને છોડીને ક્યાક દૂર ચાલ્યા ગયા છે .

વીરસિંઘ : એ પોતાના ભાઈ ના મોત ના વિરહ માં છે એટ્લે પોતાને એકલા રાખવા માંગતા હતા ,પરંતુ હવે જ્યારે વાત વિશ્વા ને બચાવવાની છે તો એ અવશ્ય આપણી મદદ કરશે .

પૃથ્વી : હા પરંતુ એ હશે ક્યાં ?

અંગદ : કદાચ આ વિષય માં હું તમારી થોડી મદદ કરી શકીશ .

પૃથ્વી :કેવી રીતે ?

અંગદ : મારા પિતાજી પાસે અનેક શક્તિઓ હતી એમાં થી અમુક શક્તિઓ મને પણ વારસા માં મળી છે , અને મારા વ્યકતીગત રુચિ ના કારણે હું witchcraft (જાદુમંત્ર ) વિષે થોડુક જાણું છું . જો સ્વરલેખાજી ના ફરતે રક્ષા કવચ નહીં હોય તો હું એમને શોધી શકીશ .

નંદની : ખૂબ જ સરસ. તો રાહ શેની જોવો છો ...તુરંત એમને શોધો .

અંગદ એ હા કરી.અને પોતાની પાસે પડેલા થેલા માથી અનાજ ના અમુક દાણા કાઢ્યા અને આંખો બોલીને મંત્ર નો જાપ શરૂ કર્યો .

ત્રણેય જણા અંગદ ને અવલોકી રહ્યા હતા થોડીક વાર બાદ અંગદે આંખો ખોલીને એ દાણા જમીન પર વેર્યા .

કશું જ થયું નહીં . ત્રણેય જણા એ અંગદ ની સામે શંકા ની નજરે જોયું .અંગદ એ ત્રણેય ને ફરીથી દાણા તરફ જોવા કહ્યું . એ દાણા ધ્રૂજવા લાગ્યા અને જોતજોતામાં ચિત્ર રૂપે ગોઠવાઈને એક સુંદર જગ્યા ની આકૃતિ માં અલંકૃત થઈ ગયા .

નંદની આ જોઈને ખુશ થઈ ગઈ . અંગદ પણ ખુશ થઈ ગયો .

પૃથ્વી : તારા જાદુ તો સાચે કામ કરે છે .......પણ આ જગ્યા છે કઈ ?

વીરસિંઘ : આ જગ્યા ક્યાક જોઈ હોય એવું લાગી રહ્યું છે .

થોડીક વાર વિચાર્યા બાદ ..

વીરસિંઘ : અરે હા....આ તો માયા પુર છે.

અંગદ : માયા પુર ?

પૃથ્વી : એ શું છે ?

વીરસિંઘ : માયાપૂર એ witches ની નગરી છે .... witches ની દુનિયા છે .

નંદની : એનો મતલબ સ્વરલેખાજી પોતાના ઘરે જ છે .

પૃથ્વી : પણ સ્વરલેખાજી તો એમ કહેતા હતા કે એમની દુનિયા એક છુપાયેલી દુનિયા છે ....એટ્લે કોઈ એમના નગર ને આસાની થી શોધી શકે એમ નથી .

વીરસિંઘ : હા એતો હકીકત છે માયાપૂર એ એના નામ ની જેમ જ માયા થી ભરેલી છે ...એને શોધવી ખૂબ જ મુશ્કેલ છે ...ત્યાં પહોચવા ના અમુક ગુપ્ત રસ્તાઓ છે જે ફક્ત ત્યાંના રહવાસી જ શોધી શકે છે . જો આપણે વિશ્વા ને લાવવી હોય તો માયાપૂર તો પહોચવું જ પડશે .

નંદની : પણ આપણે ત્યાં પહોચીશું કઈ રીતે ?

અંગદ : મને એક વાત સમજ માં ના આવી કે વીરસિંઘ જી આપ આ ચિત્ર જોઈને કઈ રીતે ઓળખી શક્યા કે આ જ માયાપૂર છે ...

નંદિની : હા વાત તો સાચી છે .

વીરસિંઘ : એટ્લે કે હું માયાપૂર ને મારી આંખો થી જોઈ ચૂક્યો છું .કેટલાય વર્ષ પહેલા ની વાત છે ...એ વખતે પૃથ્વી અને વિશ્વા vampires નહોતા ... ત્યારે મને એક witch એ મંત્ર થી બંદી બનાવ્યો હતો અને એ મંત્ર નો તોડ ફક્ત માયાપૂર માં જ હતો ,ત્યારે મારા પ્રાણ ની રક્ષા હેતુ સ્વરલેખાજી મને માયાપૂર લઈ ગયા હતા .

પૃથ્વી : એનો મતલબ કે તમે માયપુર જવાનો માર્ગ જાણો છો ?

વીરસિંઘ : અફસોસ પૃથ્વી ...એ વખતે હું બેસુદ હતો અને પાછા વળતાં પણ તેઓએ મને બેહોશ કરેલો જેથી કરીને હું એ રહસ્યમઈ માર્ગ ને જાણી ના શકું .

નંદિની : તો હવે માયપુર કેમ પહોચીશું ?

વીરસિંઘ : પણ હા.....મને એ જગ્યા યાદ છે જ્યાં હું માયાપૂર જતી વખતે બેહોશ થયો હતો ...અને વળતી વેળા એ મારી આંખ ખૂલી હતી .

અંગદ : મતલબ કે રસ્તો એની નજીક માં જ હશે .

પૃથ્વી : તો આપ તુરંત ત્યાં લઈ જાઓ .

વીરસિંઘ : પૃથ્વી અને નંદની એ જગ્યા તમારા થી ખાસ અજાણ નથી ... તમારો એ જગ્યા સાથે ગાઢ સંબંધ છે .

પૃથ્વી : મતલબ ?

વીરસિંઘ : તમે હમણાં જાણી જશો .

વીરસિંઘ બધા ને ત્યાં એ જગ્યા એ લઈ ગયા.

એ જગ્યાએ પહોચતા જ પૃથ્વી અને નંદિની ની આંખો પહોળી થઈ ગઈ .

આ એ જગ્યા હતી જ્યાં જંગલ ના કિનારે પૃથ્વી અને નંદની ના પ્રેમ ની સાક્ષી એ બેન્ચ હતી .

પૃથ્વી : આ જગ્યા ?

વીરસિંઘ : હા આ જ જગ્યા ...જ્યાં હું બેહોશ હાલત માં હતો .

તને તો ખબર જ હશે પૃથ્વી ,પહેલા અહી એક ઘટાદાર વૃક્ષ હતું . જે ઘણા વર્ષો પહેલા એક વાવાઝોડા વખતે ધરાશાયી થઈ ગયું .

અને ત્યારબાદ તમે બંને એ વૃક્ષ ની જગ્યાએ આ બેન્ચ બનાવડાવી.

પૃથ્વી : હા મને યાદ છે..... સ્વરલેખાજી ની ઈચ્છા પ્રમાણે એ ધરાશાયી થયેલા વૃક્ષ ના લાકડા માથી જ બેન્ચ બનાવી હતી .

થોડીક વાર વિચાર્યા બાદ ....

અંગદ જોર થી બૂમ પાડી ને બોલ્યો .

અંગદ : તમે એનો મતલબ સમજો છો ?

નંદિની : શેનો મતલબ ?

વીરસિંઘ : મતલબ કે રસ્તો અહી કહી જ છે ?

અંગદ : અહી કહી ......જોવાની જરૂર નથી .

રસ્તો અહી જ છે .

નંદની : ક્યાં છે ?

અંગદ : અરે....સ્વરલેખાજી ખૂબ જ સમજદાર હતા ... એમણે શા માટે એ જ વૃક્ષ ના લાકડા થી બેન્ચ બનાવવા કહ્યું ? શા માટે વીરસિંઘ અહી જ બેહોશ હતા ? અને તમે જોયું કે આટલા વર્ષો બાદ પણ આ બેન્ચ હજુ એવી જ સલામત છે,એને આંચ પણ આવી નથી .

મતલબ કે .........

પૃથ્વી : મતલબ કે માયાપૂર પહોંચવાનું રહસ્ય આ બેન્ચ માં જ છુપાયેલું છે.

ક્રમશઃ .........