KING - POWER OF EMPIRE 15

(આગળ ના ભાગમાં જોયું કે કમિશનર આર.જે.મિશ્રા દિગ્વિજયસિંહ ને ઘરે બોલાવે છે અને તેની પાસે રહેલી લાલ ડાયરી મા રહેલું વિરાટ નું રહસ્ય ખોલે છે અને તે વિરાટ ને કમજોર કરવા બાદશાહ ને મારવા નું કહે છે અને દિગ્વિજયસિંહ તેની વાત માને છે અને ડાયરી લઇ ને ત્યાં થી જતો રહે છે )

S.P. ગોવામાં હોટલમાં પોત પોતાની રૂમ મા બેઠો હતો , ત્યાં જ ત્રિશા હાથ મા બે વાઈન ના ગ્લાસ લઈ ને આવે છે અને તે બનેં વાઈન પીવે છે, ત્રિશા એ S.P. તરફ જોયું તો એ વિચારોમાં ડુબેલો હતો તે સમજી ગઇ કે તે શું વિચારી રહ્યો હતો, 

“હવે શૌર્ય નું આટલું ટેન્શન પણ ન લે ” ત્રિશા એ વાઈન પીતાં કહ્યું

“અરે હું એનાં વિશે નથી વિચારતો ” S.P. એ કહ્યું 

“અચ્છા એવું હોય તો તે મારા પર નજર જ ન નાખી ” ત્રિશા એ કહ્યું 

S.P. એ તેની સામે જોયું એકદમ શોર્ટ કપડાં મા ત્રિશા ના ઉભરા દેખાય રહ્યા હતા અને તે S.P. ને ઉતેજીત કરવા કાફી હતાં અને S.P. તેનો ઈશારો સમજી ગયો અને તેણે ત્રિશા ને પોતાની તરફ ખેંચી અને પોતાના હોઠ તેનાં પર મૂકી દીધા ધીમે ધીમે S.P. ત્રિશા ના શરીર પર ના આવરણ હટાવતો ગયો અને તેને પલંગ પર લઈ ગયો, થોડી વાર મા તે બનેં નિવસ્ત્ર થઈ ગયાં અને એકબીજા ને તૃપ્ત કરવામાં કોણ પહેલાં તૃપ્ત કરે એની હરીફાઈ મા લાગી ગયા, લગભગ બે કલાક પછી પરસેવા થી રેબઝેબ થઈ ને ચાદર નું આવરણ કરીને એકબીજા ને વળગી ને સૂઈ ગયાં.

આ તરફ શૌર્ય પોતાની બાલ્કની મા ઊભો ઊભો કૉફી ના ઘૂંટ ભરી રહ્યો હતો અને તે ખુલ્લા આકાશ તરફ જોઈ રહ્યો હતો, અને કેટલીક જુની યાદો ને વાગોળી રહ્યો હતો, કૉફી પૂરી કરી ને તે રૂમ પ્રવેશ્યો અને કૉફી નો મગ ટેબલ પર મૂકયો અને તેનો કબાટ ખોલ્યો અને તેની અંદર રહેલાં એક નાનાં ખાનામાંથી એક આલ્બમ બહાર કાઢયો અને ધીમે ધીમે તેને જોવા લાગ્યો તેની કેટલીક જુની યાદો તાજી થઈ રહી હતી અને તેનાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું પણ અચાનક અમુક ફોટાં જોઈ ને તેનાં ચહેરા પર નું સ્મિત અદ્રશ્ય થઈ ગયું અને તે ગુસ્સામાં આવી ગયો અને તેણે આલ્બમ બંધ કરી ને ફરી થી ખાનામાં મૂકયો અને ગુસ્સામાં જ કબાટ નો દરવાજો જોરદાર અવાજ સાથે બંધ કર્યો અને પોતાના પલંગ પર જઈ ને સૂઈ ગયો અને કયારે એનો ગુસ્સો આંસું મા પરિવર્તન થઈ ગયો તેને ખબર પણ ન રહી અને તે ઊંઘી ગયો. 

બીજા દિવસે શૌર્ય ઉઠયો અને દરરોજની જેમ તૈયાર થઈ ને નીચે હૉલમાં જઈ ને ન્યૂઝ પેપર વાંચવા લાગ્યો, કેડબરી પણ દરરોજની જેમ શૌર્ય માટે કૉફી લઈ ને આવ્યો અને શૌર્ય કૉફી પૂરી કરી ને કેડબરી ને બાય કહી ને જતો રહ્યો. આજે શૌર્ય એ બોડીગાર્ડ ને સાથે આવવાની ના પાડી અને તેને બીજું કામ સોંપી ને આજે તે લોકો સાથે નહીં રહે એ વાત થી ખુશ થઈ ને તે કૉલેજ તરફ જવા લાગ્યો પણ તેને કયાં ખબર હતી કે તેની ખુશી બહુ જલ્દી દુઃખ મા પરિવર્તન થશે. 

શૌર્ય કૉલેજ પહોંચ્યો અને તેની ગાડી પાર્કિંગ મા મૂકી ને આગળ વધ્યો, આજે તે થોડો વહેલો પહોંચી ગયો હતો એટલે અક્ષય, શ્રેયા અને પ્રીતિ નહીં આવ્યા હોય એમ માનીને આગળ વધી રહ્યો હતો ત્યાં જ અચાનક એક અવાજ આવ્યો અને શૌર્ય તરત જ પાછળ તરફ જોયું ત્યાં તો એક ટોળું ત્યાં ઉભું થઈ ગયું હતું અને આજુબાજુના બધાં લોકો પણ તે તરફ દોડી ને જઈ રહ્યાં હતાં અને કેટલાક કહી રહ્યાં હતાં કે એ “તે છોકરી ઉપર થી નીચે પડી ” ,શૌર્ય ને પણ થયું તે બાજુ એકવાર જવું પડશે અને તે એ બાજુ ગયો, ટોળાં મા વાતો કરી રહ્યા હતા “બિચારી આત્મહત્યા કરી લીધી ” ,શૌર્ય ટોળાં મા પ્રવેશી ને આગળ વધ્યો અને જયારે આગળ જઈને જોયું તો એ દશ્ય જોઈ ને સત્બધ થઈ ગયો થોડી વાર તે મૌન થઈ ગયો, શું કરવું એ સમજી જ ન શકયો. 

શૌર્ય ની સામે અત્યારે સુનીતા લોહી થી લથપથ થઈ ગયેલી હાલતમાં પડી હતી, શૌર્ય તરત જ તેની પાસે ગયો અને તેનું માથું ખોળામાં લીધું તેણે જોયું તો સુનિતા ની શ્ચાસ ચાલુ હતી તરત જ શોયૅ એ એમ્બ્યુલન્સ ને ફોન કરવા કહ્યું અને ટોળામાંથી કોઈક એ એમ્બ્યુલન્સ ને ફોન કર્યો અને કહ્યું કે એમ્બ્યુલન્સ દસ મિનિટમાં આવી રહી છે , શૌર્ય એ જોયું તો સુનિતા એ ધીમે ધીમે પોતાની આંખો ખોલી હતી શૌર્ય ને સામે જોઈ ને તેનાં ચહેરા એક સ્મિત આવ્યું.

“શૌર્ય તે મને લાગણી નો સાચો મતલબ સમજાવ્યો પણ મારી કિસ્મત ખરાબ હતી એટલે મારે આ કદમ ઉઠાવવો પડયો, મને માફ કરી દેજે ” સુનીતા એ કણસતાં અવાજે કહ્યું 

“તને કંઈ નહીં થાય સુનીતા એમ્બ્યુલન્સ આવે જ છે ” શૌર્ય એ કહ્યું 

પણ અચનાક જ તેની આંખો બંધ થઈ ગઈ અને શ્ચાસ થંભી ગયો, શૌર્ય જોર થી એક ત્રાડ નાખી, “નહીં...... ”

પ્રીતિ, શ્રેયા અને અક્ષય ત્યાં આવી પહોંચ્યા, તેણે જોયું તો શૌર્ય સુનિતા નું માથું ખોળામાં રાખી ને બેઠો હતો, ટોળાં મા ઊભેલા વ્યક્તિ ની વાતો પરથી જ પ્રીતિ, શ્રેયા અને અક્ષય સમજી ગયાં હતાં કે સુનીતા એ આત્મહત્યા કરી હતી, પ્રીતિ શૌર્ય પાસે ગઈ અને તેનાં ખભા પર હાથ મૂકયો અને તેને સાંત્વના આપી, ત્યાં જ એમ્બ્યુલન્સ આવી અને તે સુનિતા ની ડેડબૉડી ને લઇ જતાં હતાં , સુનિતા નો હાથ સટ્રેચર ની બહાર હતો એટલે શૌર્ય એ તેને રોકયાં અને સુનીતા ના હાથ ને અંદર ની તરફ વ્યવસ્થિત કર્યો ત્યાં જ તેનાં હાથ મા રહેલ ચિઠ્ઠી પર શૌર્ય ની નજર પડી અને શૌર્ય એ તે ચિઠ્ઠી લઈ લીધી અને તે લોકો સુનિતા ની ડેડબૉડી એમ્બ્યુલન્સ મા મૂકી ને ત્યાં થી નિકળી ગયાં, આ વાત ની જાણ સુનીતા ના ઘરે પણ કરવામાં આવી. 

શૌર્ય એ ચિઠ્ઠી ને ખોલી તેમાં અમુક જગ્યાએ સુનીતા ના લોહીના દાગ પણ હતાં, શૌર્ય એ આખી ચિઠ્ઠી વાંચી અને હવે તે ગુસ્સામાં આવી ગયો, ફરી એજ ગુસ્સો અને જોશ ચડયો જે હુસૈન ને મારવા સમયે હતો. પ્રીતિ, શ્રેયા અને અક્ષય સમજી ગયાં કે શૌર્ય ગુસ્સે થયો પણ શા માટે એ તે ન સમજયા. 

આખરે તો એવું શું હતું એ ચિઠ્ઠી મા જેને વાંચી ને શૌર્ય ફરી કિંગ બનવા મજબૂર થયો, શું સુનિતા ની આત્મહત્યા નું કારણ હતું એ ચિઠ્ઠી મા?  પ્રશ્ન બહુ છે પણ ઉતર એક જ જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”

***

Rate & Review

Parth Ajudiya 3 weeks ago

Himanshu 3 weeks ago

Brinda Vora 1 month ago

Nita Chauhan 1 month ago

Vaidehi Parikh 2 months ago