The story of women of 21st century books and stories free download online pdf in Gujarati

21મી સદી ઓ ની સ્ત્રીઓ ની કહાની.

સ્ત્રીઓ ની તો બહુ વર્ણનો થયા છે, કવિ અને સાયરી માં પણ તેને સમજવા નો પ્રયાસ તો બહુ નામ માત્ર લોકો એ જ કાર્યો છે. સ્ત્રીઓ તો પહેલે થી શસક્ત જ છે,પણ સ્ત્રીઓ ને આવું કહેનાર કોઈ સમજાવતુ નથી.

   સ્ત્રીઓનાં રુપ ના જ વર્ણન થાય છે, પણ સ્ત્રીઓ તેને થતી મુંઝવણ વિશે સાંભળવા માટે કોઈ ને ટાઇમ જ હોતો નથી.આ દરેક સ્ત્રી ઓના મન ની મુંઝવણ છે.

21 મી સદી ને હરીફાઈ નો સમય કહે છે, તમે સમય સાથે ના ચાલો તો તમે પાછા પડી જાવો. આજ કાલ દરેક ક્ષેત્ર માં સ્ત્રી ઓ પોતાની નામના બનાવે છે, ત્યારે મારું માથું ગર્વ થી ઊંચું થાય છે,
પણ ગૃહિણી ઓ પણ કાંઈ નકામી નથી, તેઓ હતાશા ના માર્ગે જતી રહી કે અમે કંઈજ નથી. તમારે તમારી કિંમત જાતે જ કરવી પડશે.કોઈ નહીં કરે પણ આજે સ્થિતિ એ આવી છે, કે એક સ્ત્રી જ એક સ્ત્રી ની દુશ્મન બની ગયી છે,તે હવે હરીફાઈ માં આવી ગઈ છે,અને ઘર માં કેવા નિયમો બનાવે પાછી છોકરી ને ઈજજત નાં નામે બાંધી રાખે,પણ છોકરાઓને કહે કે તારે 
મનફાવે તેમ રહેવું,ઘર નાં કામ તો બંન્ને ને શીખવા જોઈએ, સંસ્કાર તો છોકરા ઓને પણ આપવા જરૂર છે.કોઈ માં છોકરા ઓને નથી શીખવતી કંઈ કે બેટા તારે દરેક છોકરી ઓ ની ઈજજત કરવી.એની જગ્યા એ હું ને તારી બહેન પણ હોઈ શકે છે. અને તારી આવી મનોવૃૃૃતિ ના કારણે જ બિચારી છોકરી ઓ પર મર્યાદા અને ઈજજત ના નામે તેમનો ઘર માંથી વિકાસ રુધાય છે.

    "હે સ્ત્રી તું પેદા કરતો એવો પેદા કર કે ગાંધીજી ,ભગતસિંહ, વિવેકાનંદ,સુભાષચંદ્ર બોઝ જેવી તેને કેળવણી આપ,ને કન્યા ને જન્મ આપે તો તેને એવી તાલીમ આપ કે તેની મરજી વિરુદ્ધ કોઈ જોઈ પણ ન શકે,એવી તેને તેજસ્વી બનાવ નહીં તો તારી આ યુવાની ખોટી વ્યર્થ કરીશ નહીં".

   હવે છોકરીઓ પર પણ માં બાપ ને  હવે વિશ્વાસ નથી રહ્યો. કે નાસી ન જાય ખોટુ પાત્ર પસંદ કરી,એનાં માટે પણ જવાબદાર  એના માં બાપ જ છે, એની સાથે એવું  વર્તન જ કરે કે પેલી બિચારી નાસી જાય કાંતો આત્મહત્યા કરી લે કાતો પછી ડિપ્રેસન માં આવી જાય.

    માં બાપ જે છોકરી નું ઈજજત અને માન મર્યાદા ના નામે તેને એવી પકવે કે તેને માં બાપ કરતાં તે બીજા માં પુરુષ માં તે મા બાપ નો પ્રેમ શોધે.આ હકિકત છે મે કહી તે, પણ તેને એટલી તો છુટ આપજો કે તે તેને જે વ્યક્તિ ગમે તે સૌ પહેલાં તે તેના પપ્પા મમ્મી ને કહે,પણ છોકરાઓ ને તો બધું પોતાની મરજી મુજબ કરવું તે એની પ્રેમીકાની વાતો કરે ને ઘર નાં બધાં ખુશી થી વાતો કરે, ને પેલી છોકરી ને બિચારી ને કહે તારે તો અમારી જ પસંદ ના સાથે કરવાનું  અને બિચારી ને જ્ઞાતિવાદ નાં નામે બિચારી ને એવી બાંધે કે પેલી ની પથારી ફરી જાય, પણ પછી તે બંનેની પણ ફરે.
    
પેલી બિચારી એવી ડરે કે,તેના સ્કુલ નાં મિત્ર અને કોલેજ ના મિત્ર ને મળવા માટે તે ગુપ્ત જગ્યા પસંદ કરે. અને આવું મોટા ભાગ ની છોકરીઓ આવુ કરતી હોય છે સાચું કે ખોટું?

  ત્યારે મા બાપ એ તે ઉંમર માં જઈ ને વિચારવા ની જગ્યા એ તેને દબાવવા ને સમાજ ની ઈજજત સમજે છે. 

  સમાજ નો આ ગંભીર પ્રશ્નો માં નો એક છે.માં બાપ મોટા થઈ ગયા એટલે પોલીસ બની જાય છે તે પોતે ભુલી જાય છે. કે અમે પણ આવી કોઈ ભુલ કરી હોય તેવું .

બધી અપેક્ષા ઓ છોકરી પર જ રાખવા માં આવે છે.પણ તેને સાચુ તો કદી શિખવવા માં આવતું નથી,ને તેને ભિખારી બનવાનું શીખવાળે અને માર એ પુછવું છે, કે ઉપવાસ કરવા થી સારુ ઘર મળે તે માટે કરવા અને મન ગમતો પતિ મળે તો આ આપણા ભગવાન નું છોકરી નું અને તેને જે મળવા નો છે, તેનું પણ અપમાન છે,તમે ભગવાન એટલા માટે યાદ કરો કે તમારા બધાં જ અંગો પરફેક્ટ આપ્યા,ને તમે સમય સર ઉઠાડી દો છો,ને તમે અમારું પાલન પોષણ કરો છો, આ માટે આ તત્વો ને પગે લાગવાનું છે.ભગવાન બે હાથ જોડવાથી અંહકાર, કામ ,ક્રોધ, લોભ ,મોહ નો નાશ થાય છે,પણ છોકરી ઓ ને ન તો ભગવાન માં શ્રદ્ધા બેસે ન તો પોતાના માં અને તેને બધું સ્વાર્થ માટે જ કરવાનું શિખવે છે માટે તે ખોટા પડે છે.

   "પહેલા પાંચ વર્ષ તમારા બાળકને ખુબ પ્રેમ આપો, પછીના પાંચ વર્ષ તેમને વઢો એટલે કે તેમની સાથે થોડી સખ્તાઈથી વર્તો, તેઓ સોળ વર્ષના થાય તે પછી તેમના મિત્ર બની જાવ. તમારા મોટા થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે."- આચાર્ય ચાણક્ય

  કોઇ પણ છોકરી ને પુછો કે તારી રોલ મોડેલ કોણ તો એ કહેવી જોઈએ, કે મારી મમ્મી પણ મમ્મી જ પોતાના પર રોતી હોય તો કંઈ છોકરી પોતાની મમ્મી ને રોલ મોડેલ માને.કેમકે માં એ શીખવાડવાં ની જરૂર છે. કે "બેટા તે કેટલાક સારા કર્મ કર્યાં હશે માટે,તને સ્ત્રી નો અવતાર મળ્યો છે, બેટા તને ભગવાને આ જે રોલ કરવા આપ્યો છે,તેને તુ પ્રમાણીકતા થી નિભાવજે,કેમકે સ્ત્રી જ સારા નાગરીકો બનાવે છે, તેજ સામાન્ય નકામા વ્યક્તિ ઓ ને મહાપુરુષ ની ભેટ આપે છે, સમાજ ને અને સ્ત્રી હોવું તો બેટા ગર્વ ની વાત છે, પણ તેમનો પણ કાંઈ વાંક નથી, તેમને પણ આવું જ શીખવવામાં આવે છે. માટે છોકરી ઓ પણ કમજોર બનવાની અને બીજા પર આશ્રીત રહેવા ની તાલીમો આપી ને મમ્મી ઓ એ ડાટ વાળ્યો,આખા સમાજ નો કંઈ સારુ શીખ્વ્યું જ નથી.પછી માં ફરીયાદ કરે કે મારી છોકરી મારા કહેવા માં નથી તો ક્યાંથી હોય."રાંડેલી ને માંડેલી બેય રોવે" કોઇ ને પણ મજા નથી.
   
     પણ કંઈ સાચું શીખવવાનું જ નહીં ને પછી ક્યાંથી સારું શીખે.મમ્મી ઓ પણ હવે પોતાની દુનિયામાં માં મસ્ત રહેવા લાગી ને ફુલ જેવી કોમળ બાળકી અને બાળક નું જે માં પાસે જે કેળવણી મળે,તે ખોવાઈ ગઇ.

  આપણા દેશ ને આઝાદ થઇ ગયે, 77વર્ષ થયા પણ સ્ત્રીઓ તો હજી દિલ થી કહું હું કંઈ ભુલ થઈ હોય તો માફ કરજો  પણ સ્ત્રીઓ ની સ્થિતિ તો તેવી ને તેવી જ છે. જે આઝાદી પહેલાં હતી, આ બધાં માટે પહેલ તો આપણે જ કરવી પડશે,એ પાછી આપણા જ ઘર થી કરવી પડશે,ખાલી ભાષણો આપવાથી કંઈ જ નહીં થાય.

    જે ઘર માં નારી ને સન્માન નથી આપવા માં આવતું તે ઘર થી દેવો પણ કોપાયમાન છે.આપણે એવા યુગ માં આવ્યા છીએ કે જયાં તમને બીજાને બતાવવા અને લોકો શું કહેશે,અને તમને જે બતાવવા માં આવે છે, તે બધું જુઠ્ઠાણું હોય છે, તે રંગીન દુનિયાની ની અંદર બધું પોલા ઢોલ જેવું હોય છે, દિકરી ઓ બહેનો, અને દીદી તમે લોકો છેતરાઈ જશો. માટે ચેતજો,સમય બીજી વાર નહીં આવે જાગ સહિયર હવે મોડું થઈ ગયું છે.

~ શૈમી ઓઝા ....