માહી-સાગર (ભાગ-૨)

  
            આખરે નવરાત્રી પુરી થઈ ને દશેરાને દિવસે સાગર બપોરે ઘરે આવ્યો અને એ પણ જાણ કર્યા વિના જ.. જ્યારે એ આવ્યો અને આવતા ની સાથે જ એ સીધો જ નીલુમાસી પાસે એના રૂમમાં પોહચી ગયો.. એ પછી તો માં દીકરા વચ્ચે ઘણી જ વાતો થઈ.. હું ખુશ હતી કે આજે મારા વર્ષોના વિરહ નો અંત આવવાનો હતો. જ્યારે હું સાગરને પાણી દેવા રૂમમાં ગઈ ત્યારે એણે મને પણ ત્યાં જ બેસવા કહ્યું અને હું પણ ત્યાં જ બેસી એની પ્રવાસની વાતો સાંભળવા લાગી.. એની વાતોના કેન્દ્રમાં એક જ નામ ફરતું હતું અને એ હતું માહી રતનપુર ની માહી.. 
               કોણ હતી એ માહી શુ સબંધ હતો એનો મારા સાગર જોડે..

          રાત્રે જમતી વખતે નીલુમાસી એ સાગરની સામે મારી વાત મૂકી દીધી 
              સાગર ગોરી તને કેવી લાગે છે..
              કેવી લાગે છે મતલબ..?
               હું વિચારતી હતી કે તારી અને ગોરીની જોડી કેટલી સુંદર લાગે છે અને તું તો એને નાનપણ થી જ ઓળખે છે તો પછી..
              સાગરે નીલુમાસી ની વાત અધવચ્ચે કાપી નાખી 
              ' માં બસ..? ' અને જમતા જમતા જ ઉભો થઈ ગયો..
               મને રસોડામાં એમની વાતો સંભળાતી હતી સાગરને મન હું કઈ નથી શુ સાગર મને પ્રેમ નથી કરતો..

                પણ સાગર ગોરી તને પ્રેમ કરે છે..
                એ મને પ્રેમ કરે છે હું તો નથી કરતો ને..
                સાગરના આવા શબ્દોની મેં અપેક્ષા નોહતી રાખી..થયું કે સાગરને મન હું કઈ જ નથી..હું રસોડામાં થી મારા રૂમ તરફ દોડી અને મારી પાછળ નીલુમાસી અને સાગર દોડ્યા..મેં જઈને રૂમનો દરવાજો અંદર થી બંધ કરી નખ્યો.. સાગરે બહાર થી ઘણો દરવાજો ખટકાવ્યો ગોરી દરવાજો ખોલ.. ગોરી બેટા દરવાજો ખોલ.. ગોરી પ્લીઝ દરવાજો ખોલ.. આખરે અંદર થી મારો કોઈ પ્રત્યુતર ના આવતા માં ની ચિંતા વધવા લાગી.. એને મન ઊંધા અવળા વિચારો આવવા લાગ્યા સાગર ક્યાંક ગોરીને કાંઈક થઈ ગયું તો.. અને સાગરે દરવાજો તોડી નાખ્યો જેવો દરવાજો તોડી એ લોકો અંદર પોહચ્યા ત્યાં સુધીમાં તો મેં મારી જાતને પંખા સાથે લટકાવી ચુકી હતી બસ ખુરશી જ હટવાની વાર હતી. જેવી ખુરશી એની જગ્યા એ થી હટી મારી જિંદગીનો ધ એન્ડ.. પણ સાગર મને મરવા તો ના જ દે એ વાત હું જાણતી હતી..  દોડીને એણે મને પકડી લીધી.. અને મને નીચે ઉતારી એટલી વારમાં હું બેભાન થઈ ગઈ..

             જ્યારે ત્રણ કલાક પછી હું ભાનમાં આવી ત્યારે મારી સામે સાગર બેઠો હતો.. મારો હાથ પકડી એણે પ્રેમ થી કહ્યું - પાગલ આટલો પ્રેમ કરે છે મને કે મરવા જઇ રહી હતી..અને હું સાગરને વળગી પડી..
             ગોરી આજથી આ સાગર તારો છે... શાયદ આજ સુધી હું જ ના સમજી શક્યો કે તું મને કેટલો પ્રેમ કરે છે..

                                 
                એ પછી ખૂબ જ ધામધૂમ થી મારા ને સાગરના લગ્ન થયા મને મારો સાગર મળી ગયો..અને હવે હું કોઈપણ કાળે મારા સાગરને ખોવા નોહતી માંગતી..એક આદર્શ પતિ તરીકે સાગર મને ખૂબ જ પ્રેમ કરતો.. તેમ છતાં મારે મન હમેશા એક ડર રહ્યા કરતો ક્યાંક મારો સાગર મને છોડીને ચાલ્યો જશે તો..આજ કારણ હતું કે મેં સાગર પાછળ નજર રાખવા બે જાસૂસ લગાવ્યા જે ચોવીસ કલાક સાગરની આસપાસ રહી સાગર વિશે ની બધી જ જાણકારી મને પોહચડતા મારો સાગર ક્યાં જાય છે.. કેમ જાય છે કોને કોને મળે છે... હું બધું જ જાણતી. 

              એક સાંજે એક કુરિયર આવ્યું જેમાં સાગરને ગળે લાગતી એક અજાણી સ્ત્રીનો એક ફોટોગ્રાફ હતો. સાથે એક ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું - કામ થઈ ગયું છે.. આ છે મિસ.રિના સાગરની નવી સેક્રેટરી આજકાલ સાગરની આસપાસ આજકાલ ભમરીની જેમ ભમ્યાં કરે છે..
              ચિઠ્ઠી વાંચી મેં ગુસ્સામાં ફાડી ફેંકી દીધી.. જો આમને આમ એ સાગર ને મળતી રહશે તો સાગર મારા હાથમાં થી નીકળી જશે.. કાંઈક તો કરવું જ પડશે.. અને બે દિવસ પછી સમાચાર આવ્યા મિસ. રિનાની કારનું એક્સીડેન્ટ.. 

              સાગર ફક્ત મારો જ છે..  અને કોઈ એના પર પોતાનો હક્ક જતાવશે તો એને પણ મરવું જ પડશે.. ધીરેધીરે સાગર પ્રત્યેનો મારો પ્રેમ એક ભયંકર રૂપ લઈ રહ્યો હતો.. (ક્રમશ)
     

***

Rate & Review

Verified icon

nikhil 4 months ago

Verified icon

Rekha Patel 8 months ago

Verified icon

Dilip Bhappa 8 months ago

Verified icon

Manish Patadia 8 months ago

Verified icon

bhavika shah 8 months ago