માહી-સાગર (ભાગ-૯) - ધ-એન્ડ

               આમ ને આમ પાંચ વર્ષ વીતી ગયા.. ઇન્સ્પેકટર કરણે સિદ્ધાર્થને એક અનાથ આશ્રમમાં મુક્યો જ્યાં થી એ રાજકોટની જ એક માલિની વિદ્યામંદિરમાં જતો.. ત્યાં એની એક બેસ્ટ ફ્રેન્ડ હતી મિસ. માહી.. આ સાગરની એજ રતનપુર વાળી માહી હતી.. એ વખતે એ અહીંયા રાજકોટમાં શિક્ષિકાની ટ્રેનિંગ લઈ રહી હતી અને ત્યાં રતનપુરમાં એનો પરિવાર સળગીને ખાક થઈ ગયો.. એ પછી એણે રતનપુર ને હમેશા માટે છોડી દીધું.. અને અહીંયા રાજકોટમાં જ એક ફ્રેન્ડને ત્યાં રહેવા લાગી.. આજે એ તેજસ વિદ્યામંદિરની એક શિક્ષિકા છે. જે સિદ્ધાર્થની કલાસ ટીચર છે..
               માહી જ્યારે પહેલીવાર માલિની વિદ્યામંદિરમાં ભણાવવા આવી ત્યારે એને બધા વિદ્યાર્થીઓ માં થી એક વિદ્યાર્થી થોડો અલગ લાગ્યો.. એ હતો સિદ્ધાર્થ કોઈની સાથે બોલે ચાલે નહીં બસ ગુમસુમ એક જગ્યાએ બેસી રહેતો..
               એણે જઈને સિદ્ધાર્થને હાય કર્યું પણ સિદ્ધાર્થે એનો કોઈ જ રિસ્પોન્સ ના આપ્યો બસ બેઠો રહ્યો એમને એમ.. એ પછી માહીએ બીજા અધ્યાપકો ને એ વિશે પૂછપરછ કરી તો ખબર મળી કે બિચારો અનાથ છે.. એ પછી માહીએ એની નજીક જવાનું શરૂ કર્યું.. શરૂઆતમાં સિદ્ધાર્થ એના થી દૂર રહેતો પણ પછીથી એને એના વ્હાલની આદત પડી ગઈ.. સિદ્ધાર્થે માહી ને જ એની માં માની લીધી.. એ પછી સિદ્ધાર્થ આશ્રમમાં રહેવાને બદલે માહી સાથે રહેવા જતો રહ્યો.. 

         
         આ બાજુ સાગરની લાઈબ્રેરીમાં થી સાગરને કાગળના એકાદ ટુકડા મળ્યા જેમાં લખ્યું હતું તમારી માહી.. સાગરે આસપાસ થી એક એક ટુકડા એકઠા કર્યા ને પછી ટેબલ પર એને પાથરી.. એને જોઈન્ટ કર્યા એ આખો પત્ર બની ગયો.. એ પત્ર વાંચ્યા બાદ સાગર રડવા લાગ્યો.. માહી સાથે વિતાવેલી એ નવરાત્રીની એકએક પળ જાણે સિનેમાની કોઈ રિલની ની જેમ એની આંખ સામે ફરવા લાગી.. પણ એને ક્યાં ખબર હતી કે એની માહી જીવે છે.
                   એકદિવસ એક કાફેમાં અચાનક સાગર અને માહી આમને સામને આવી જાય છે.. માહીને જોતા જ સાગર એને વળગી પડે છે.. એટલા વર્ષ પછી માહીને એનો પ્રેમ મળ્યો એટલે એ ઘણી જ ખુશ હતી. બન્ને બેઠા..
                  માહી પૂછ્યું - હું જ્યારે અહીંયા રાજકોટ આવી તો મને ખબર પડી કે તારા મેરેજ થઈ ચુક્યા છે.. તારી પત્ની ક્યાં..
                  એનું વાક્ય પૂરું થાય એ પહેલા જ સાગર ગુસ્સે થઈ ગયો 
                  કઈ પત્ની,કોની પત્ની,કેવી પત્ની.. 
                  માહી બોલી - ગોરી નામ હતું ને એનું..?
                  સાગર ફરી ચિલ્લાયો - મારી સામે હત્યારીનું નામ પણ ના લેતી..
                  માહી એ એને થોડો સ્વસ્થ કર્યો- સાગર થયું છે શુ.. મને વાત તો કર..
                  સાગરે મારા વિશે બધી જ વાત કરી.. એ સાંભળી માહી ચોકી ઉઠી.. આખરે એણે કહ્યું - પણ સાગર તારો દીકરો..
                  હશે ક્યાંક..  હું નફરત કરું છું એને..

                  સાગરે સીધો એનો હાથ પકડી પૂછી લીધું - તું મને પ્રેમ કરે છે.. ?
                  માહીની આંખો સહેજ ભીની થઈ એણે કહ્યું - સાગર તારા વિના આ માહી કાલે પણ અધૂરી હતી અને આજે પણ અધૂરી છે.. 
                   
                   એ પછી માહી એ કહ્યું કે સાગર તું ચાલ મારી સાથે હું કોઈ સાથે તારી મુલાકાત કરાવું.. એ પછી બન્ને માહી ના ઘરે પોહચ્યા.. માહી એ દરવાજો ખટખટાવ્યો ને નાના સિદ્ધાર્થે દરવાજો ખોલ્યો.. સિદ્ધાર્થ ને જોતા જ સાગર દરવાજે થી જ પાછળ ફરી ચાલવા લાગ્યો.. 
                    માહી એની પાછળ દોડી.. - સાગર..સાગર ઉભો રે.. આ સિદ્ધાર્થ છે.. મારો દત્તક લીધેલો દીકરો.. તું એકવાર એને મળ તો ખરા..
                    સાગરે ગુસ્સામાં કહ્યું..- એ ગોરીની નિશાની છે માહી.. એ ગોરીનો દીકરો છે..
                    માહીએ એને કહ્યું- તો... તો પછી આ તારો પોતાનો દીકરો કહેવાય સાગર...
                    હું નફરત કરું છું ગોરીની એકએક નિશાનીને તો પછી આ તો એનું ગંદુ લોહી છે..
                     સાગર પાસે માહી ને આવા શબ્દોની અપેક્ષા નોહતી. એ સાગર પર ગુસ્સે થઈ - સાગર હું સિદ્ધાર્થ ને નથી છોડવાની.. ભલે મારે તને છોડવો પડે.. 
                      સાગરે કહ્યું - તો છોડી દે મને ને આ આખો કિસ્સો જ ખતમ કર.. ને એ ગુસ્સામાં ચાલ્યો ગયો..
                       છેલ્લી ઘડીએ પણ માહીએ મારા દીકરા ખાતર એના પ્રેમને છોડી દીધો.. એના સાગર ને છોડી દીધો.. અહીંયા ભલે એના પ્રેમની જીત ના થઈ પણ એની મમતાની એના વાત્સલ્યની જીત થઈ.. 
                    
                                                     માહી - સાગર
                                                        *સમાપ્ત*

પરેશ મકવાણા ની અન્ય વાર્તાઓ

મિસ.સેંડલ
રણકપુર - એક અજાણ્યા પ્રેમની શોધ
અમારી અધૂરી પ્રેમકહાની
તે બેવફા નથી
એક તરફો પ્રેમ
આધૂરું પ્રેમપ્રકરણ
માહી સાગર
મિસ્ટર ફટટુ 
દીવાનગી
બારીશ - સીઝન ઓફ લવ
મિસ્ટર મગજવગરનો
મેડ 4 ઈચ અધર
પાગલ છોકરી
તુમ્હારી સંજુ
વ્હાલમ આવો ને..
જયુ ઍન્ડ જાનુ
પપ્પા ની લાડલી
સ્વીટી ઍન્ડ મી.
વત્સલ્યમૂર્તિ - દેવકી ની હાર જશોદા ની જીત
ઉજળું ચરિત્ર
સુમન

                   
Email I'd:- Pnmakwana321@gmail.com 
Mo.7383155936                
                

***

Rate & Review

Verified icon

nikhil 2 months ago

Verified icon

Rupal Bharvad 5 months ago

Verified icon
Verified icon
Verified icon

patelsv1979 6 months ago