Mahi-Sagar (Part-8) books and stories free download online pdf in Gujarati

માહી-સાગર (ભાગ-૮)

               મેં તરત જ સાગરનો કેમેરો ચેક કર્યો..એમાંથી માહીના ઘણાબધા ફોટોગ્રાફ્સ મળ્યા.. એમાં થી એક ફોટો મેં મારા કિલર ને મેઈલ કરી દીધો અને ફોન કરી કહ્યું કે રતનપુરમાં માહીનું ઘર છે.. ગમે તે થાય એ મરવી જોઈએ..
એ જ રાતે રાતના અંધારામાં મારા કિલરે માહી ના ઘરને આગ લગાવી દીધી.. સવારે મને ગુડ ન્યુઝ મળી ગઈ.. કિલરનો મેસેજ આવ્યો - કામ થઈ ગયું..
            
              એક દિવસ ડો શરદનો ફોન આવ્યો- હેલ્લો ગોરી તારા રિપોર્ટ્સ પર થી જાણવા મળ્યું છે કે તને બ્રેઇન ટ્યુમર છે.. તારા બચવાના ચાન્સીસ પણ ઓછા છે.. શાયદ આ તારી જિંદગીના છેલ્લા દિવસો છે.. આ વાતની જાણ સાગર ને કરવા કરતા તને કરવી મેં વધારે મુનાસીબ સમજી.. 
              ડો. શરદ ની વાત સાંભળી મારા હાથમાં થી ફોનનું રીસીવર પડી ગયું.. હું ઢળી પડી.. મારા છેલ્લા દિવસો..મારા ગયા પછી મારા સાગરનું શુ થશે.. મારા સિદ્ધાર્થનું શુ થશે..? મને લાગ્યું કે ભગવાને યોગ્ય જ ન્યાય કર્યો છે.. મારા જેવી સ્ત્રી ને જીવવાનો કોઈ જ અધિકાર નથી.. જેણે મને સગી દીકરીની જેમ પ્રેમ કર્યો મેં એ સ્ત્રીને પણ ના છોડી.. મને તો સજા મળવી જ જોઈએ..
         મેં તરત જ જઈને ટેપનું રેકોર્ડિંગ ઓન કર્યું અને મારો અવાજ રેકોર્ડ થવા લાગ્યો..
              સાગર બને તો મને માફ કરી દેજો.. હું તમારી ગુનેગાર છું..મેં ગુનો એવો કર્યો છે કે તમે તો શુ ભગવાન પણ મને માફ ના કર..આ પત્ર તમારા હાથમાં આવશે ને તમે મને નફરત કરવા લાગશો.. તમને પામવા મેં કેટલા લોકોના જીવ લીધા છે એ તો ફક્ત હું જ જાણું છું.. નાનપણ થી ઈચ્છા હતી કે હું તમને પામીશ અને તમને પામવામાં હું સફળ પણ રહી.. 
              દરેક સ્ત્રી એવું જ ઇચ્છતી હોય કે એનો પતિ તન મન ધન થી બસ એનો જ રહે.. હું પણ એમ જ ઇચ્છતી હતી કે મારો સાગર ફક્ત મારો જ રહે.. જ્યારે પણ તમારી આસપાસ કોઈ અન્ય સ્ત્રીને જોતી ને હું ઈર્ષા થી સળગી ઉઠતી.. બસ પછી એનો જીવ લવ ત્યારે જ મારા અંતરમાં ટાઢક વળતી.. તમારી સેક્રેટરી મિસ. રીનાનું એક્સિડન્ટ નહીં પણ મર્ડર થયું હતું મેં કરાવ્યું હતું એનું મર્ડર.. એ પછી તમારી ફ્રેન્ડ દીપાલી એને પણ મરવું પડ્યું.. મને જેણે પોતાની સગી દીકરી માની મોટી કરી એ તમારી માં જેને મેં જ જહેર આપ્યું હતું... તમારી  રતનપુર વાળી પ્રેમિકા માહી મેં એને અને એના આખા પરિવારને ખતમ કરી નાખ્યો.. આ બધું સાંભળ્યા પછી તમે મારો જીવ લઈ લેશો એ હું જાણું જ છું પણ મને સજા ઈશ્વરે પહેલા જ આપી દીધી છે.. 
                                                                        
                                                     

                 રેકોર્ડિંગ બંધ કરી એ રકોર્ડર મેં સાગરની ડાયરી માથે મૂકી દીધું.. પછી જઈને સિદ્ધાર્થ પર મેં મારુ વ્હાલ વરસાવી દીધું.. સિદ્ધાર્થનો એ હસતો ચહેરો હું છેલ્લીવાર મનભરીને જોઈ લેવા માંગતી હતી.. આખો દિવસ એની સાથે વ્હાલ વરસાવ્યા બાદ એ જ સાંજે મેં રૂમમાં ફાંસી ખાઈ લીધી.. સવારે જ્યારે કામવાળી આવી ત્યારે એણે સૌ પ્રથમ તો સાગરને જાણ કરી.. સાગર એ ઘડીએ ફ્લાઈટમાં બેસી ઇન્ડિયા આવવા નીકળી પડ્યા.. આ બાજુ ઇન્સ્પેકટર કરણના હાથમાં એ રેકોર્ડર આવ્યું અને એણે બધું જ સાંભળ્યું. બપોરે જ્યારે સાગર ઘરે ત્યારે  પોલીસ ઇન્કવાયરી ચાલતી હતી.. ઇન્સ્પેકટર કરણ પડોશીઓ ને મારા વિશે પૂછપરછ કરી રહ્યા હતા.. હોલમાં જ મારી સફેદ કપડું ઢાંકેલી મારી લાસ પડી હતી..એક લેડી ઇન્સ્પેકટર સિદ્ધર્થને તેડી ચૂપ કરાવી રહી હતી..સાગર દોડીને મારી લાશ ને વળગી પડવાનો હતો.. પણ ઇન્સ્પેકટર કરણે એને અટકાવ્યો - મિ. સાગર તમારી વાઈફ એક મર્ડરર છે.. આ સાંભળી સાગરના કદમ રોકાઈ ગયા એ ઇન્સ્પેકટર કરણ પર ગુસ્સામાં ચિલ્લાઈ ઉઠ્યો.
               તમે ખોટો આરોપ લગાવી રહ્યા છો મારી વાઈફ પર.. એ તો.. 
               સાગર આગળ કાઈ બોલે એ પહેલા જ ઇન્સ્પેકટર કરણે એના હાથમાં રહેલું રેકોર્ડર ઓન કરી દીધું..
             
              રેકોર્ડર પૂરું થતાની સાથે જ સાગર સાવ તૂટી પડે છે. એક સ્ત્રી એટલા વર્ષથી એની સાથે વિશ્વાસઘાત કરી રહી હતી અને એને ખબર પણ ના પડી.. એ બે હાથ વડે માથું પકડી ગોઠણ પર બેસી ગયો.. 

              એ પછી તો એ મને નફરત કરવા લાગ્યો મારી સાથે જોડાયેલી દરેક વસ્તુ ને એણે જાતે જ સળગાવી નાખી.. બચ્યો તો બસ સિદ્ધાર્થ એ સિદ્ધાર્થને પણ જાન થી મારી નાખવા માંગતો હતો.. પણ ઇન્સ્પેકટર કરણ સિદ્ધાર્થને પોતાની સાથે લઈ ગયો.. 

              એ પછી સાગરની જિંદગી તો માનો ધૂળ જ થઈ ગઈ શરાબની લતે ચડ્યો..આખો દિવસ બસ ઘરના એક ખૂણામાં બેસી એક પછી એક બોટલો ખાલી કરવા લાગ્યો..ક્યારેક નશાની હાલતમાં કાર લઈને નીકળી જતો.. બેફામ કાર ચલાવતો ને સાંજ પડ્યે લોકઅપમાં રાત વિતાવી આવતો.. એની આ આદતોને લીધે એને ઓફિસમાં થી પણ કાઢી મુકવામાં આવ્યો. (ક્રમશ)