નથણી ખોવાણી - પ્રકરણ -૧૮

  ગૌતમ  એકદમ  સ્તબ્ધ હતો. પોતાનો પિતરાઈ ભાઈ અને એ પણ મિત્ર થી કોઈ જ રીતે ઓછો નહીં , પરંતુ  ક્યારેય આવી પરિસ્થિતિ નો સામનો કરવો પડશે,  એમ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. એક  ક્ષણ‌ માટે એના  મન માં વિચાર આવ્યો કે  જેવો આવ્યો છે એવો જ પાછો જતો રહે, પરંતુ બીજી ક્ષણે વિચાર્યું કે તન્વી ને મળ્યા વગર તો  નથી જવું.  સ્ટુડિયો અપાર્ટમેન્ટ હતું એટલે  બારણે ઊભા રહ્યા છતાં અંદર ની દરેક વસ્તુ ની ઝલક મળવી સ્વભાવિક હતી. એની નજર પલંગ પર પડી, અને એની ઉપર  હાફ નાઈટી પહેરી ને સુતેલી  તન્વી પર ! 

           "કોણ છે !… " કહી તન્વી ઉઠી. અમોલ અને ગૌતમ હજી બારણાં આગળ જ હતાં. ગૌતમે અમોલ નાં ખભા પર સહેજ હડસેલતો હોય એમ હાથ મૂક્યો  અને અંદર પ્રવેશ્યો. તન્વી નાં મુખ પર સંકોચ અને ક્ષોભ હતો. પરંતુ એ સારી રીતે જાણતી હતી કે  જો અત્યારે એ ડર થી ચુપ રહેશે તો પછી આગળ આવનારી પરિસ્થિતિ નો સામનો કરવો મુશ્કેલ થઈ જશે. તેથી તેણે ગૌતમ ને ગુસ્સા થી કહ્યું ,  " આ શું મજાક છે ?  તું આમ… આવી રીતે…. આ સમયે... મારા ઘર માં કેવીરીતે આવી શકે ?" અવાજ માં ભારોભાર થરથરાહટ હતી .

" ચિંતા ના કરીશ ! હું તારી સાથે  ઊંઘવા નથી આવ્યો !!!  આ એન્વેલપ   આપવા આવ્યો હતો . મને એમ કે એક મિત્ર તરીકે  તને સારો રૉલ અપાવવા માં મદદરૂપ થાઉ . કેટલાંય ચક્કર ખાધા પછી  પ્રોડ્યુસર , ડિરેક્ટર ને  મનાવી  શક્યો  ;  તને આ ડોકયુમેનટરી ફિલ્મ માં રૉલ  મળે માટે ... સરપ્રાઈઝ આપવા ની ઇચ્છા થઈ , થયું કે તું ખુશ થઈશ  પરંતુ   સરપ્રાઈઝ   આપવા માં તો તું  માહીર નીકળી !!!!! …." કહી ગૌતમે એન્વેલપ ટેબલ પર મુક્યું અને  જતો રહ્યો. 

           અમોલે ગૌતમ ને રોકવા ની કોશિશ કરી પરંતુ ગૌતમે અમોલ તરફ હાથ થી જ થંભી જવાનો ઈશારો કર્યો. તન્વી દોડી ને અમોલ ને  વળગી પડી અને બોલી , " હવે શું થશે ?"
અમોલે બન્ને હાથો એને વિંટાળી ને આશ્વાસન આપવા ની કોશિશ કરી . અને  ઘરે જઈને ગૌતમ ને વાત સમજાવા નું  નક્કી  કર્યું . એણે એનુ બ્લેઝર ઉપાડ્યું અને ઘરે જવા નીકળ્યો. બહાર આવ્યો તો ગૌતમ કાર આગળ ઉભો હતો. અમોલ નાં પગ  સહેજ  થંભી ગયા. પરંતુ  ગૌતમ ને સમજાવા નો આ સારો મોકો હતો. 

"  ગૌતમ ! પ્લીઝ વિશ્વાસ કર. તારી સાથે છળ કરવા નો ઈરાદો નહોતો.  અમને ખબર જ ના રહી કે અમારો સંબંધ અહીં સુધી ક્યારે  પહોંચી ગયો. " અમોલે ગૌતમ ને  પ્રતિતિ કરાવા ની કોશિશ કરી. 

" મારી સાથે છળ???   ના !   અમોલ  !!!  તારી સમજવા માં ક્યાંક ભૂલ થાય છે.  તારા દિલ પર હાથ મૂક અને પૂછ તારા દિલ ને કે તેં  છળ કોની સાથે કર્યું છે ???  મારા અને  તન્વી વચ્ચે તો એવો કોઈ  સંબંધ હતો જ નહીં કે છળ નો પ્રશ્ર્ન ઉભો  થાય .  પરંતુ આકાંક્ષા !…. એના  વિશે  ના  વિચાર્યું ? કે  જ્યારે આકાંક્ષા ને આ વાતની ખબર પડશે ત્યારે એના પર શું વિતશે ?  એનો  અંદાજો પણ લગાવી શકો  છો તમે બન્ને ? " ગૌતમ  નાં અવાજ માં ગંભીરતા હતી. 

        " હું સ્વીકારું છું કે અમારા થી ભૂલ થઈ ગઈ છે. પરંતુ પ્લીઝ આકાંક્ષા ને આ વાત ની ખબર ના પડે. " અમોલે આજીજી કરતાં કહ્યું.

" એ વાત થી તું નિશ્ર્ચિત રહે  કારણ કે  મને ખબર છે કે અત્યારે એને આ વાત  કરવી યોગ્ય નથી , એની તબિયત પર ખરાબ અસર થઈ શકે છે. પરંતુ એ પણ ના ભુલીશ કે  આવી વાતો વધારે  વખત છુપાઈ ને નથી રહેતી.   આ સંબંધ ને અહીં જ અટકાવી  દેવા માં બધાં ની ભલાઈ છે. " ગૌતમે એક મિત્ર તરીકે અમોલ ને સલાહ આપતાં કહ્યું.

" તને શું લાગે છે કે મેં એ વિશે નહીં વિચાર્યું હોય ?  પ્રયત્ન પણ કર્યો પણ….    જ્યારે તન્વી મારી સામે આવે છે ત્યારે  હું  ખુદ ને  નથી રોકી  શકતો ? " અમોલે પોતાની  તરફદારી કરતા કહ્યું.

ગૌતમ પાસે કોઈ તર્ક નહોતું ,  અમોલ ને સમજાવા માટે  અને  અમોલ ના તર્ક પણ  ગૌતમ ને યોગ્ય નહોતા લાગી રહ્યા. બન્ને કાર માં ‌બેઠા પરંતુ  પહેલી વાર એવું બની રહ્યું હતું કે બન્ને એક બીજા સાથે વાત નહોતાં કરી રહ્યા. ઘર આવ્યું કાર પાર્ક કરી બન્ને ઘર માં પ્રવેશ્યા . બન્ને ના ચહેરા પર થી અંદાજો આવવો સરળ હતો કે કંઈક થયું છે. આકાંક્ષા એ એક વખત પૂછી પણ લીધું કે કંઈ પ્રોબ્લેમ તો નથી ને ?
 પરંતુ  જવાબ આપવો તો શું આપવો ? એટલે ' ના કાંઈ નથી થયું  '  કહી બન્ને વાત ટાળવા ની કોશિશ કરતા હતા.

અમોલ એની રુમ માં ગયો. બ્લેઝર પલંગ પર મૂકી ને બાથરુમ માં નહાવા ગયો. આકાંક્ષા રુમ માં અમોલ સાથે વાત કરવા ગઈ , બ્લેઝર ને વ્યવસ્થિત વાળી ને કબાટ માં મૂકવા  જતી જ હતી ત્યાં જ   એણે નથણી નો હુક બ્લેઝર માં ફસાયેલો જોયો. ચકાસવા લાગી ને જોયુ તો એની નથણી હતી.

' અહીં ક્યાંથી આવી હશે ? કદાચ ભૂલ થી…પણ ભૂલ થી આવી હોય તો આવી રીતે ??? '
છતાં એણે એ સમયે કંઈ પણ વિચારવા કરતાં અમોલ ને જ   પૂછવા નું યોગ્ય લાગ્યું  . બહાર ગઈ ગૌતમ એના રુમ માં હતો. દરવાજો ખટખટાવ્યો અને પછી અંદર ગઈ.

"તમે તન્વી ને મળવા જવાનાં હતાં ને?" આકાંક્ષા એ પૂછ્યું.

" હા ! પણ બહુ થાકી ગયો હતો તો વિચાર્યું  પછી જ જઈશ ." ગૌતમે પોતાની બૅગ ખાલી કરતાં કરતાં કહ્યું.

‌"નાસ્તો કરવા આવી જજો  ! પ્લેટસ કાઢુ  છું. " કહી આકાંક્ષા બહાર જતી જ હતી કે પાછી વળી  અને કહ્યું , "  મને કેમ એવું લાગે છે કે તમે મારા થી કશુંક છુપાવવા નો પ્રયત્ન કરો છો ?   "

 " કંઈ નથી બસ થાક લાગ્યો છે. !"  ગૌતમે શબ્દો પર  થોડો ભાર આપી ને કહ્યું.

આકાંક્ષા ને એમના જવાબ થી સંતોષ ના થયો પરંતુ હવે આગળ વાત કરવા નો કોઈ જ મતલબ નહોતો તેથી  વાત ને ત્યાં જ પડતી મૂકી ને રસોડા માં ગઈ. 

બધા માટે નાસ્તા ની પ્લેટ કાઢી . બધા ડાઇનિંગ   ટેબલ પર  ગોઠવાઈ ગયા હતા. અમોલ અને ગૌતમ ચૂપચાપ નાસ્તો કરી રહ્યા હતા. તેથી  આકાંક્ષા નો શક  મજબૂત થઈ રહ્યો હતો. ભરતભાઈ એ ગૌતમ ને પૂછ્યું , " તારો પ્રોજેક્ટ પત્યો કે નહીં  ? " 

"ના હજી થોડો બાકી છે ! બસ આવતા મહિને પતી જશે. " ગૌતમે ક્હ્યું. 

" સરસ ! તન્વી વિશે આગળ કાંઈ વિચાર્યું છે ? " ભરતભાઈ એ પૂછ્યું.

"ના ! ફૂઆ ! મારે અત્યારે લગ્ન નથી કરવા. " ગૌતમે વાત ઉડાવવા ની કોશિશ કરી. 

"શાંતિ થી વિચાર .  ઉતાવળિયો નિર્ણય કેમ લેવો  ? " ભરતભાઈ એ સલાહ આપતા કહ્યું..

"અમોલ !  તારા મમ્મી એ  આવતા મહિના ની ટિકિટ કરાવવા કીધું છે." ભરતભાઈ એ અમોલ ને કહ્યું. 

" મમ્મી આવી જશે ! " કૃતિ એ કહ્યું .

" હા ! અને તું જલ્દી નાસ્તો કર, બસ છુટી જશે !" ભરતભાઈ એ કૃતિ ને ટકોર કરતાં કહ્યું. 

આમ તો ભરતભાઈ ઓછું બોલનારા માણસ પરંતુ એ દિવસે એમને પણ એ શાંતિ થી ઉદ્વેગ થઈ રહ્યો હતો, તેથી વાત કરી વાતાવરણ હલકું કરવા નો પ્રયત્ન કરી રહ્યા હતા.

જેમ તેમ નાસ્તો પતાવી ને અમોલ રુમ માં ગયો . ગૌતમે  આકાંક્ષા ને એનું  બપોર નું જમણ ના ગણવા ની ભલામણ કરી. અને ઑફિસ પર જવા તૈયાર થવા ગયો. કૃતિ કૉલેજ માટે રવાના થઈ. ભરતભાઈ એમનું  સમાચાર પત્ર અને બા રામાયણ ગ્રંથ  વાંચવા બેસી ગયા. આકાંક્ષા રસોડા માં બપોર ના જમણ ની થોડી ઘણી તૈયારી કરવા લાગી. કમર માં થોડો દુખાવો થઈ રહ્યો હતો. થોડો આરામ કરવો જરૂરી થઈ ગયો હતો અને તેથી એ બૅડરુમ માં જતી હતી કે એને બૅડરુમ માં અમોલ નો અવાજ  સંભળાયો.અમોલ ફોન પર વાત કરતાં કરતાં કશુંક કહી રહ્યો હતો , 
" તન્વી તને ખબર છે ને અત્યારે હું આકાંક્ષા ને કશું નથી કહી શકતો.સમય આવે બધું કહી દઈશ . " 

આકાંક્ષા એ દરવાજો ખોલ્યો અને અમોલ એકદમ હેબતાઈ ને ‌ફોન‌  કટ કરી નાખ્યો. પરંતુ તન્વી ને થયું કે કૉલ કટ થઈ ગયો  અને તેથી તેણે કૉલ બૅક કર્યો. ફોન ની રીંગ વાગી પરંતુ અમોલ ની‌ ફોન ઉપાડવા ની હિંમત નહોતી થઈ રહી.

 " કોનો ફોન છે ?  "  . આકાંક્ષા એ પૂછ્યું.

અમોલ ધીમે થી બોલ્યો , " તન્વી નો  છે."

" તો  ઉઠાવતાં કેમ નથી. " કહી મોબાઇલ હાથ માં લીધો. અને કહ્યું  ,
 "  કેવું રહ્યું કાલ નું ફંકશન ? અને હા ! સાડી   પેટ્રોલ વૉશ કરાવજે.  મારી નથણી……!!!!  સાડી સાથે આપીશ તો પણ ચાલશે , ઉતાવળ નથી  મને !!!!."  કહી કમર પર હાથ રાખી ને પલંગ પર બેઠી. 

"  હા! ચોક્કસ ! ફંકશન સારું હતું .  અમોલ સાથે વાત કરી શકું " તન્વી નું ગળુ સુકાઈ રહ્યું હતું.

" હા કેમ નહીં ? " કહી આકાંક્ષા એ અમોલ ને ફોન આપ્યો. આકાંક્ષા ની નજર  અમોલ ને હજાર સવાલ કરી રહી હતી.   અમોલ માટે નજર  મિલાવી મુશ્કેલ થઈ રહી હતી . ફોન હાથ માં લીધો અને બોલ્યો , 
" હલો ! " 

" અમોલ ,   નથણી ક્યાંય નથી   દેખાતી ….  પ્લીઝ આકાંક્ષા ને ના કહીશ .  કદાચ નથણી  ખોવાઈ ગઈ…..!!!!!!  " 

(ક્રમશઃ)

***

Rate & Review

Sudhirbhai Patel

Sudhirbhai Patel 4 months ago

Radhi Patel

Radhi Patel 7 months ago

mili

mili 7 months ago

Rajni Dhami

Rajni Dhami 7 months ago

Bhavin

Bhavin 8 months ago