Chhe koi aevi bhasha - 4 books and stories free download online pdf in Gujarati

છે કોઈ એવી ભાષા???(4)

પ્રેમ શું છે? મને નથી ખબર,
પણ એટલું જાણું કે ..

જે વ્યક્તિ તમારી આંખ બંધ કરતાંની સાથે જ ઝબકી ઉઠે,

જે વ્યક્તિને તમે ફક્ત એક વાર જુવો અને દિલમાં હાસકારો અનુભવાય,

જે વ્યક્તિના એક એક શબ્દ એ અંતરમાં ધબકાર વધારે, શ્વાસે શ્વાસે બસ એ વ્યક્તિ જ અનુભવાય,

જેનો હાથ પકડતાની સાથે જ થાય કે દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ કેમ ના આવે લડી લઈશું,

જે વ્યક્તિ સાથેનું એક આલિંગનએ હજારો દુઃખોને પિગાળી નાખે,

જે વ્યક્તિની આંખમાં જોતાની સાથે જ આપણે એની લાગણીથી સ્નાન કરી લઈએ એવું લાગે,

જે વ્યક્તિનું હાસ્યએ તમારા દિલને ટાઢક પોહચાડે,

જે વ્યક્તિ સાથે તમારા અવારનવાર ઝઘડા થાય એ પણ એકબીજાની ચિંતા કરતા હોય એ વિષય પર,

જે વ્યક્તિ સાથે રોજ જીવવાની ઈચ્છા થાય,

જે વ્યક્તિ સાથે ના હોય તો પણ એની લાગણી કપરા સમયમાં હિંમત આપે ના કે દુઃખી કરે,

જે વ્યક્તિના ખભા પર માથું મુકતા જ બધુજ ભૂલાય જાય,

જે વ્યક્તિ તમને આગળ વધારવા વાતેવાતે કુરબાની આપતી હોય,

જે વ્યક્તિ માટે આપણે બધું જ ન્યોછાવર કરીએ તો પણ બધું જ મળી જાય તો કદાચ તમને પ્રેમ હશે એવું મારુ માનવું છે.

-વિશાલ (કુંજદીપ)


શું કહું યાર હવે હું તને..!!???

કોઇ શબ્દો જ નથી જડતાં

બસ અંતરમાં આનંદ ને આંખે આંસુ છલકાય..
બસ માંગુ હું પ્રભુ પાસે એટલું

કે,,
હે પરવરદિગાર!!!! મારા પ્રેમ થકી તું એને અમર બનાવ ને અમારો પ્રેમ અમર બનાવ...

બીજું બધું તો ઠીક, એના બધા જ સપના પૂરા કરાવ..
લડી લેશે એ બધે એકલે હાથે..
બસ તું એને શકિતશાળી બનાવ..

કોઈ જ દુખ નથી જીવન માં એને પામ્યા પછી બસ મારી તો હવે એક જ આશ ,,
એને વિજય તું બનાવ..

ચઢવો છે હિમાલય એણે..
ઉપર ઊભો રહી ફકત સાદ જ એને આપ...

નીચે હું ઊભી રહીશ એનો ટેકો બની..
બસ તું હાથ તારો લંબાવ..

-સેજલ ( કુંજદીપ. )

અરે વાહ ગાંડી...મારી સેજલી....
આજે તો મઝા આવી ગઈ...
આજ તો જીવન છે વિશાલ..દૂર રહી ને પણ એકબીજાને પ્રેમ માં ઝબકોળીયા રાખીએ....

સેજલ...મારે મળવુ છે તને...
મારે પણ વિશાલ..હવે નથી રહેવાતું...
હા સેજલ...મારાથી પણ ચાલ ને મળીએ.. કેટલાં મહિનાઓ થઈ ગયા નથી મળ્યા...
મારી exam પતે પછી મળીશ વિશાલ...
હા સેજલ તારી પરીક્ષા પતે એજ દિવસે હું તને મળવા આવીશ..
હા મારા વાલા...મારા વિશલા..મારા જીવલા...આવી જજે...

બંને પોતપોતાના કામને સંપૂર્ણ ન્યાય આપે છે. હૈયે હામ રાખી ને પ્રેમ ને ઉજવાતા રહે છે...

? જયારે આજના હું છીછરા પ્રેમ જોઉં છું ત્યારે મને એટલું દુખ થાય છે અને દયા પણ આવે છે કે આ લોકો કેટલા કમભાગી છે કે એ લોકો ને સાચો પ્રેમ મળવાનો જ નથી..એ લોકો કેટલા અજાણ છે.આજનો પ્રેમ ફકત ને ફકત માગણીઓ કરે છે,જયારે સાચા પ્રેમ માં તો ફક્ત આપવાનું જ આવે છે..અને જે આપીયે એમાં જ બધુ જ મળી જાય.

? પ્રેમ શું છે??? ?
કદાચ પૂર્ણ પણે કોઈ એ જાણ્યો જ નથી...
મળવું, સાથે હરવુ-ફરવુ, ભેટ આપવી...
આમાં પ્રેમ પતી જાય છે???

ના આ બધું તો પ્રેમ માં ગૌણ છે.
શરીર નહી પરંતુ આત્મા નું મિલન, આખા દિવસમાં જે કંઈ પણ કરી એ બધા માં જ એનો એહસાસ,એ પાસે ન હોય છતાં એના માટે ગીત ગાવું, એની સાથે વાતો કરવી, એન હોય છતાં એની સાથે ઝઘડો કરવો...બધા માં જ એના સાથે હોવા નો એહસાસ..એટલે પ્રેમ...?


તારા નયન માં હું ડુબી જાઉં

શું એ પ્રેમ છે???

તારી વાતો માં હું મશગુલ થઈ જાઉં

શું એ પ્રેમ છે???

મારા હદય ના ધબકારા લે છે તારું નામ

શું એ પ્રેમ છે???

રજની થાય ને અંધારા આભ માં હું તારી ઝલક શોધું

શું એ પ્રેમ છે???


ખૂબસુરત મધુર ગીતોના શબ્દોમાં હું તને જોડું

શું એ પ્રેમ છે???


નૃત્ય ના દરેક ડગલાં માં તારા સાથ નો એહસાસ

શું એ પ્રેમ છે???

તારા એક સ્મિત થી મારું હૈયું મલકાઈ ઉઠે

શું એ પ્રેમ છે???
-મીત પંડ્યા?

વિશાલ મને નથી લાગતું કે આ વખતે આપણાંથી મળાય. ઘણા કામ છે.પપ્પા ને કામમાં મદદ કરવાની છે.વાડી માં ઘણું કામ છે.
કેરીની મૌસમ આવે છે ને!!

કંઈ વાંધો નહીં સેજલ..પહેલા જે મહત્વનું હોય એ કરવાનું.
વિશાલ તું પણ મારા માટે ખૂબ જ ખાસ છે.. પણ હમણાં આ સમયે પપ્પા ને મારી જરૂર છે...અને કામ પણ ખૂબ જ છે. છતાં જોઉં કંઈ થાય તો.

અરે ગાંડી તું બહું ના વિચાર. હમણાં એ પતાવી લે બીજી કોઈ વાર મળશુ, આખી જિંદગી પડી છે.

બંને ના રુડિયા માં ન મળી શકવાની પારાવાર વેદના છે પણ બંને એકબીજાને બતાવવા નથી. પોતાના પ્રેમ ને મહત્વ ન આપતા એકબીજાને support કરે છે. પરંતુ સેજલ ના મનમાં કંઈક તો ચાલે છે.એ વિશાલ ને દુખી કરવા નથી માંગતી..અને સામે વિશાલ ને પણ વિશ્વાસ છે કે સેજલ ગમે એમ કરીને આવશે જ...

? What is LOVE????

Love is very beautiful..
We just feel it,can't explain in words.
We feel our love in different different way like..with friends, with boy friend or girlfriend, with father or mother, with brother or sister, with husband or wife etc..
So just feel it n enjoy a every moment of yr life with yr buddy in love..
Don't take the love easily it's very precious..
Love give strength to make a life smooth ..

- Praharsh Pandya?

         છે કોઈ એવી ભાષા???
           જો તમાારી પાસે હોય એવી ભાષા તો કહો મને...



કુંજદીપ
To be continue...