Chhe koi aevi bhasha ??? - 5 books and stories free download online pdf in Gujarati

છે કોઈ એવી ભાષા ??? - (5)

"રાધા રાધા રાધા રાધા
ક્રિષ્ન ક્રિષ્ન ક્રિષ્ન
રાધા ક્રિષ્ન રાધા ક્રિષ્ન..."

સેજલ નો ફોન રણકી ઉઠે છે..આ સેજલ ના ફોન ની રીંગ ટોન છે.
હલો...વિશાલ..હલો...વિશાલ..હલો...હલો વિશાલ...

બોલ ને મારી ગાંડી...

વિશાલ તે તો મારો જીવ જ કાઢી નાખ્યો..

અરે ગાંડી હું તને જ સાંભળવા માં ખોવાઈ ગયો...

બોલ હવે આમ કેમ અચાનક ફોન કર્યો...પપ્પા જોય લે તે તો???

એમ જ કર્યો હવે,
તારો અવાજ સાંભળવા નું ખૂબ મન થયું...

મારા વાલા હવે કહી દે ને તને પણ મારી યાદ આવે છે..

હા હવે, એતો આવવાની જ ને.પણ શું કરું યાર . ..

વિશાલ હું તને જલદી મળવા આવીશ..

ના ના ગાંડી જરાય ઉતાવળ ના કરીશ..

વિશાલ ઘણો સમય થઈ ગયો છે મેં તને જોયો પણ નથી...પંદરેક દિવસ થોભી જા...હું ચોક્કસ આવીશ...આપણે જલદી મળીશું...
ચાલ, હવે ફોન મૂકું..love u jaan..

હા મારી ગાંડી હા love u...એ સેજલી...love u
હા મારા મીઠડા હા love u..કહી સેજલ ફોન મૂકી દે છે..

બંને love u love u કરતા અંદર થી દુખી પણ ચહેરો હસતો રાખી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે..

કોઈ તડપે છે તારી યાદ માં
કોઈ ઝૂરે છે તારા વિરહમાં
આવ ને શ્યામ જલદી મળવા
નહીં તો પ્રાણ જાશે મારા
પળવાર માં..

જાણું છું બધું જ
સમજું છું બધું જ
પણ હવે
હૈયું ન રહે મારા હાથમાં...

જાણું તારા હૈયા ના હાલ કાના
એ પણ દેખાય મને તારી આંખો માં...
બસ હવે તો ભળી જવું એકમેક માં...

કુંજદીપ

સેજલ ગમે એમ કરીને વિશાલ ને મળવા જવા વિચારે છે...બસ કંઈ પણ કરી ને એણે વિશાલ પાસે જવું છે.. હવે એનાથી જરાય રહેવાય એવું નથી...સામે વિશાલ પણ સેજલ ને મળ્યા વિના રહી શકતો નથી પરંતુ એ સેજલ ને મુશ્કેલી માં પણ મૂકવા નથી માગતો...

આ કેવો પ્રેમ છે યાર....
બંને મૌન છે પણ બધું જ સમજાય જાય છે...

મૌન ની ભાષા પણ અદભૂત હોય છે..
એ કયાં બધા ને સમજાતી હોય છે..
પ્રેમ માં કહી દેવું સહેલું હોય છે
પણ મૌન રહેવું કઠીન હોય છે..
મૌન ની ભાષા ને સમજનારા કયાં મળે છે
અને મળે તો એ કયાં આપણા થતાં હોય છે!!??
આથી જ તો કહું છું કે,

" મૌન પણ એક વાણી છે,
સમજાય તો ઠીક નહીં તો બધું પાણી છે"
કુંજદીપ.

વિશાલ સેજલ ને મેસેજ કરે છે...
સેજલ...હોળી આવી છે હું કંઈ તને આપી તો નથી શકતો કારણ તારા થી ખૂબ જ દૂર છું પણ હું જાણું છું કે તને હંમેશા ની જેમ જ ઉપહાર માં કવિતા જ જોઈશે...તો સાંભળ મારી ગાંડી..


અને એના રંગે તો ત્યારેજ રંગાઈ ગયા,

જયારે એના દિલથી અથડાય ગયા,

જયારે એના ચહેરો જોઈ અંજાય ગયા,

જયારે એના હોઠથી ભીંજાય ગયા,


જયારે એના સ્મિતથી અથડાય ગયા,

અને થયો સ્પર્શ જયારે એમના દિલનો,

અને ત્યારેજ..
એના રંગે રંગાઈ ગયા
વિશાલ (કુંજદીપ)


અરે વાહ.... વિશાલ સર તમે તો કમાલ કરી. આજે તો માંગ્યા વિના જ....
love u vishla મારા જીવલા....

ઉડાડ અબીલ ને ગુલાલ કાના
રંગ મને તારા રંગ માં કાના..

જોઉં પછી મારા પર તારો રંગ ચડે
કે પછી

રંગાઈશ મારા રંગે તું કાના
સેજલ (કુંજદીપ)

વિશાલ હું તને જલદી મળવા આવીશ મારા વહાલા...
Love u yaar...miss u...

આમ જોવા જઈએ તો એટલું બધું કહેવુ છે...પણ કહેવાતુ જ નથી,અને મારે તને કંઈક કહેવું છે એ કીધા વિના રહેવાતું પણ નથી...
કુંજદીપ.


કુંજદીપ .
To be continue....