Chhe koi aevi bhasha ??? - 10 books and stories free download online pdf in Gujarati

છે કોઈ એવી ભાષા??? (10)

કાના, તારું એક સ્મિત જોવા
આ રાધા તડપે છે...

તને મળવા મારું મન તલસે છે,
હવે આ રાધા તડપે છે..

આમ તો મારાથી તારી પાસે
આવી ન શકાશે,
અને આ તડપ જીરવી ન શકાશે..
પણ હવે આ તારી રાધા તડપે છે..

હવે તો એક જ ઉપાય..
મૃત્યુ.
મારા મૃત્યુ પછી મને કોણ રોકે
તારી પાસે આવતા???
પણ હવે આ રાધા તડપે છે..

કાના હું મારી તડપન તને કહીશ નહીં કે
તારી પાસે મારા પ્રેમ ની ભીખ માંગીશ નહીં ..

તારે પ્રેમ કરવો હોય તો કર,
પણ મારાથી તને પ્રેમ કર્યા વિના જીવાશે નહીં,
બસ આમ જ તારી રાહ જોતી
આ રાધા તડપે છે..

કુંજદીપ.


વિશાલ કોઈ કારણસર બહાર ગયો હોય છે. ત્રણ દિવસ થી એની સાથે વાત નથી થઈ. અરે મેસેજ પણ નામના જ અને એને જોયા ને તો યુગો વિતી ગયા હોય એવું લાગે છે.

એની સાથે વાત ન થઈ એનુ દુખ નથી સેજલ ને પણ વિશાલ અને સેજલ ની love anniversary છે, સેજલ બે વાર wish કરે છે love u કહે છે અને વિશાલ એને એકવાર પણ wish નથી કરતો કે love u કહેતો. સેજલ એટલે રીસાય છે.

કાના,રીસાઈ છું હું તારા થી,
નહીં જ બોલું હું હવે.
પણ પછી યાદ આવ્યું,
તું મારો અવાજ સાંભળ્યા વિના
શ્વસી જ નહીં શકશે.

કુંજદીપ.

મને નથી યાદ મેં તને કયારે જોયો! સેજલ મનમાં વિશાલ સાથે વાત કરે છે. અને વાત એ નથી થતી. વિશાલ મારું માથું દુખે છે સૂઈ જાઉં. આવતો રે મારો વાલો એમ કરી એના ઓશિકા ને વિશાલ સમજી વહાલ કરે છે. મસ્ત એની બાહો માં સૂતી હોય અને વિશાલ એને હાથ ફેરવીને સૂવડાવતો હોય એવા એહસાસ સાથે એ ઉંઘવાની કોશિશ કરે છે. અને એ ગાઢનિદ્રામાં હોય છે

ત્યાં અચાનક જ સેજલ નો જીવ ખૂબ બળવા માંડે છે, આંખો માં આંસુ . એ મનોમન બોલે છે, કંઈ સમજાતું નથી મને શું થાય છે? મને વિશાલે દુખી રહેવાની ના પાડી છે. એટલે હંમેશા ખુશ જ રહું છું પછી આ શું થાય છે.???

ચોક્કસ વિશાલ મને યાદ કરે છે તો જ આવું થાય. યાર આ કેવો પ્રેમ છે અમારો. એકબીજાને કહી પણ નથી શકતા કે ખૂબ યાદ આવે છે, તને જોયા વિના નથી રહેવાતું, મળવું છે... આવા વાકયો તો અમારા પ્રેમ માં આવી જ ના શકે. બંને એકબીજા ને ખુશ રાખવા પોતાની લાગણી ઓ મારે છે.

ત્યાં દિલ મા એક અવાજ સંભળાય છે,"ગાંડી". હા વિશાલ..હું આંખ ખોલી ને આમતેમ ગોતુ છું. મને થયું ભ્રમ છે. થોડી વાર રહી ને પાછો એ જ અવાજ "ગાંડી.. love u "મને થયું ચોક્કસ વિશાલ મને મળવા આવ્યો.

વિશાલ... વિશાલ... વિશાલ.... કરતી સેજલ દોડે છે. એ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતી કારણ સામે જ વિશાલ હાથ ફેલાવીને ઊભો છે. સેજલ વિશાલ ને દોડી ને વળગી પડે છે અને નાના છોકરા ની જેમ રડી પડે છે. વિશાલ ના આંખો માં પણ આંસુ છે. બંને ને નથી ખબર કે કયાં સુધી આમ રડતાં રડતાં વળગી ને ઊભા રહે છે.

વિશાલ થોડો સ્વસ્થ થઈ ને, સેજલ .. મારી જાન આમ જો.. હવે બસ કર અને મારી સાથે વાત કર, હમણાં સમય થઈ જશે. વિશાલ મારે આમજ વળગી ને રેવુ છે. સારુ ચાલ આવ અહીં બેસી જઈએ. સેજલ વિશાલ નો હાથ પકડીને વળગી ને બેસે છે.
વિશાલ તું મને મળવા આવ્યો હવે જીવમાં જીવ આવ્યો કહેતી સેજલ વિશાલ ને ગાઢ ચુંબન આપે છે. બંને પ્રેમ માં ઓતપ્રોત થઈ જાય છે, બંને એકબીજા માં સમાય જવા આતુર થઈ જાય છે. હવે ફક્ત એમનો પ્રેમ બોલે છે.

સેજલ સાંભળ, આપણો પ્રેમ આવો જ છે. આપણે જીવન માં તો સાથે નથી રહી શકવાના પણ આમ પણ છએક મહિને એકાદ વાર મળ્યાતો ઠીક નહીં તો કંઇ જ નહીં. તારે બહું દુખી ના થવાનું. પણ સેજલ આ વખતે મારાથી જ ના રહેવાયું તારા વગર.

સેજલ મારા મેરેજ પછી આપણે જુદા જ થવાનું છે. કેમ રહેવાશે તારા થી??? હમણાં સુધી હું તને કહેતો હતો, હવે મારાથી જ તારા વગર ના રહેવાશે એવું લાગે છે.

વિશાલ હું જીવી જઈશ તારા વગર , તું મારી ચિંતા ના કર. તું પણ જીવી જ જશે ખુશી ખુશી. તારી લાઈફમાં આવનાર છોકરી ને દગો ન થાય એ જોજે. અને હું મરી જ ગઈ છું એમ માંની ને એની સાથે નવી જીંદગી શરું કરજે. પછી હું તારા જીવનમાં ડોકિયું કરવા પણ ન આવીશ.

સારું તો સેજલ હું જાઉં હવે. હા જા પણ જલદી મળું એવું કે, વિશાલ. ના સેજલ હવે હું જાઉં. સેજલ ના મનમાં ધ્રાસકો પડે છે કે વિશાલ એને કાયમ માટે છોડી ને જાય છે. એ કંઈ જ બોલતી નથી.અને ફક્ત વિશાલ ને જ જોયા કરે છે. સામે વિશાલ પણ કંઈ જ બોલતો નથી અને સેજલ ને એકીટશે જોયા કરે છે.

કુંજદીપ.
To be continue...