Chhe koi aevi bhasha ???? - 9 books and stories free download online pdf in Gujarati

છે કોઈ એવી ભાષા??? (9)

બેઠી છું દરિયા કિનારે
ફરી યાદ તાજી થાય છે તારી..
યાદ આવે છે પણ તું નથી આવતો
એજ ફરિયાદ છે મારી..
આવે છે અને જાય છે લહેરો દરિયા માં
તારી યાદો લાવે છે તુફાન મારા હૈયા માં..
પણ તારી યાદોમાં હું જીંદગી કાઢીશ મારી...
કાના વગર રાધા હંમેશા રહેશે અધૂરી..

કુંજદીપ.


દરિયા નો ઠંડો પવન સેજલ ના આતમ ને ટાઢક આપી રહયો છે. જયારે પણ એને વિશાલ ની ખૂબ યાદ આવતી એ દરિયા ની પાસે જઈને બેસી જતી અને શાંતિ થી એકીટશે દરિયા ને નિહાળ્યા કરતી. વિશાળ દરિયો પોતાના માં સમાવી લેવા મથતી હોય એવું લાગતું. બસ એ વિશાલ વિશાલ કર્યા કરે છે અને દરિયા ને જાણે કહેતી ન હોય કે મને મારા વિશાલ પાસે લઈ જા.એ પ્રકૃતિ ના દરેક તત્વ ને જાણે કહે છે કે મને મારા વિશાલ પાસે લઈ જા ,મને મારા વિશાલ પાસે લઈ જા ...

દરિયા પરથી પસાર થતા પારેવડા ને કહે છે કે,

રે પારેવડા મને પણ સાથે લઇ ને ઊડ
મારા વાલમ ની આવે યાદ
મને પણ લઈજા મારા વાલમ ની કોર..

દરિયા ના પવન ને કહે છે કે,

મારા વાલમ ને કરવો પ્રેમાળ સ્પર્શ
ભૂલાવી ને ભાન ફકત એનાં માં જ સમાવવુ..
લઈ ઉડ મને પણ જવું વાલમ ની ઓર...

દરિયા પરથી ઊડતા વાદળો ને કહે છે કે,

કહે જો મારા પિયુ ને તમારી યાદો માં કોઈ ઝૂરે છે,
વરસ જે ઓ વાદળી એના પર
ને તરબોળ કરજે એને મારા પ્રેમ માં
અને કહે જે તમારી રાહ કોઈ જુએ છે..

પોતાના પ્રેમ ને મળવા હવે એ કાલાવાલા કરતી દેખાય છે જાણે પ્રેમ ની પરાકાષ્ઠા સર્જાય છે.



સેજલ ને હવે હદયના ખૂણે થી એવું લાગી રહ્યું છે કે હવે એ અને વિશાલ કોઈ દિવસ ના મળશે. વિશાલ નો હાથ જાણે કે ધીમે ધીમે છૂટી રહ્યો હોય એવું લાગે છે . જયારે જયારે એ લોકો મળવા નો પ્લાનિંગ કરે કોઈ ને કોઈ અડચણ આવી જ જાય. કોઈ વાર સેજલ ને ફાવતું ન હોય તો કોઈ વાર વિશાલ ને ન ફાવતું હોય. ઘણી વાર બંને ને ફાવતું હોય તો સેજલ વિશાલ નું ભણવાનું બગડશે એમ વિચારી મળવા જવાનું ટાળે. પણ હવે તો સેજલ કંઈપણ વિચારવા કે સાંભળવા નથી માંગતી. બસ હવે એણે ગમે એમ કરીને વિશાલ ને મળવું છે. એને મન ભરીને જોવો છે. એકદમ ફીટ હાથ પકડીને બેસવું છે. જાણે કે એ હાથ દ્વારા જ એનામાં સમાય જવા માંગતી હોય. બસ ગમે તે ભોગે વિશાલ પાસે જવા માગે છે .હવે એની તડપ જાણે કે એને બાળી ને રાખ કરશે.


અસહ્ય પીડા એના હૈયાને કોરે છે. એ કોઈ ને કંઈ કહી પણ નથી શકતી અને હવે તો સહન પણ નથી કરી શકતી.
કૃષ્ણ એમના પ્રેમ ની બરોબર પરીક્ષા લે છે. પણ બંને આમ હારે એમ નથી.


બીજી બાજુ વિશાલ ની હાલત તો સેજલ કરતાં વધારે ખરાબ છે,કારણ એ એના મનની વાત કોઈ ને જ કરતો નથી. એકલો જ પીડા અને બળતરા સહન કર્યા કરે છે. સેજલ ને પણ કંઈ જ નથી કહેતો કારણ એ એને દુખી કરવા નથી માંગતો. એથી સેજલ ન સમજે એવું થોડું બને.. એ પણ સેજલ વિના અધૂરો છે અને અને મળવા અધીરવો બન્યો છે પણ શું થાય,
પરિસ્થતિ આગળ કંઈ ચાલતું નથી અને હવે તો એની સામે ઝૂકાતુ પણ નથી.
બંને બરાબર વિરહ ની આગમાં બળે છે.

બળુ છું હું કે પછી
મારું દિલ બળે છે..
કંઈ સમજાતું નથી..
મરું છું હું કે પછી
મારું મન મરે છે..
કંઈ સમજાતું નથી..
આંખો માં આંસુ છે
તો ચોકકસ કંઈ બળે છે
જેનો ધૂમાડાથી આંખ
બળે છે..
હવે સમજાયું..
માધવ ની યાદ માં રાધા બળે છે...
જાણે રાધા,
માધવ પણ બળતો જ હશે..
પણ આંખો માં ન દેખાવા દેતો અશ્રુઓથી
હૈયા ની વરાળ ઓલવતો હશે..
કુંજદીપ.

વિશાલ હંમેશા સેજલ ને કહેતો હોય છે, મને તો તુ મારી સાથે હોય એવું જ લાગ્યા કરે છે, કાચમાં જોઉં તો વાળ સરખા કર, કોલર સરખો કર, પાણી પી, ખાય લે જે, બધું તું મારી બાજુમાં બેસી ને જ બોલતી હોય એવું લાગે છે. આમ કહી ને એ પોતાનું અને સેજલ નું મન મનાવવા પ્રયત્ન કરતો રહે છે.

બંને એકબીજાને જ સાંચવ્યા કરે છે. બંને પોતપોતાની લાગણીઓને છૂપાવી પોતાના પ્રેમ ને ખુબ ખુશ રાખવા મથ્યા કરે છે.
બંને ના હદય માં એક જ આશા છે, જલદી જ મળશું,એકવાર તો મળશું.
ભગવાન એમની મનોકામના જલદી પૂર્ણ કરે.

કુંજદીપ.
To be continue...