Nasib na Khel - 6 books and stories free download online pdf in Gujarati

નસીબ ના ખેલ... 6

મસ્તી કરતી હસતી રહેતી ધરા ઉદાસ રહેવા લાગી હતી.... પપ્પા સામે નોર્મલ રહેતી પણ બાકી ......     
   
        અને ધરા જ્યાં રહેતી હતી ત્યાં શેરી માં એક છોકરો પણ આ નોટિસ કરતો હતો ..... ધરા માં આવેલું આ પરિવર્તન એની નજર માં આવી ગયું હતું,.... એણે ધરા ને પૂછ્યું કે શુ થયું ????  કેમ આમ રહે છે મને કહી શકે છે તું.... કાઈ પ્રૉબ્લેમ હોય તો કહે એનો રસ્તો કાઢશું આપણે...... અને ભોળી ધરા ઘર ની વાત એને લખી ને કહી બેઠી..... એ પણ ન વિચાર્યું કે એ  કેમ પૂછે છે ??   એને શુ લેવાદેવા મારી કોઈ પણ વાત થી.... 

 પેલો છોકરો  વિશ્વાસુ ન હતો.... એણે ધરા ની એ ચિઠ્ઠી જેમાં ધરા એ એના મમ્મી એ જે કાઈ કીધું એ લખ્યું હતું એ ધરા  અને એના મમ્મી પપ્પા જે ભાડા ના મકાન માં રહેતા હતા એના મકાનમાલિક કે જે ધરા ના ઘર ની ઉપર જ રહેતા હતા એને   વંચાવી....    અને પાછું એમ પણ  કીધું કે ધરા એને પ્રેમ કરે છે અને એટલે એના ઘરની વાત મને કરે છે, ........ વાત આખી શેરી માં ફરતી ફરતી ધીરુભાઈ પાસે પહોંચી..... ધીરુભાઈ ગુસ્સા થી લાલચોળ થઈ ગયા..... એમણે એ છોકરા ને  પોતાની દુકાને બોલાવ્યો..... એની પાસે થી ધરા ને  ચિઠ્ઠી માંગી..... થોડી આનાકાની બાદ પેલા એ ચિઠ્ઠી આપી દીધી.... અને ધીરુભાઈ એ કડક શબ્દો માં સૂચના આપી ધરા થી દૂર રહેવાની....

ઘરે આવી ને પહેલીવાર ધીરુભાઈ એ ધરા પર હાથ ઉપાડ્યો.... ખૂબ મારી ધરા ને.... મા-બાપ ના પ્રેમ માં શુ કમી રહી ગઈ કે તું એ આવારા છોકરા ને પ્રેમ કરવા લાગી ???  ત્યારે ધરા એ  કીધું કે એ તો એ છોકરા ને પ્રેમ કરતી જ નથી.... સાંભળી ને ધીરુભાઈ નો ગુસ્સો વધી ગયો.... પ્રેમ નથી કરતી તો પ્રેમપત્ર કેમ લખ્યો છે ???   તું એને છાનીમાંની મળે છે... ???   હકીકત મા આ બધું  પેલા છોકરા એ કીધું હતું. કે એ અને ધરા બહાર મળતાં હતા,   સ્કૂલ ના બહાને ધરા એને મળવા જતી હતી.....  ધરા કહેતી રહી કે એ કોઈ ને મળવા બહાર ગઈ જ નથી.... એ કોઈ ને પ્રેમ કરતી નથી...  પણ ધરા ની વાત સાંભળવા વાળું કોઈ ન હતું.... મમ્મી પહેલે થી ધરા થી દૂર હતા આજે પપ્પા પણ જાણે દૂર થઈ ગયા હતા..... 


અને પછી એક નિર્ણય લેવાયો.... ધરા ને એના મોસાળ મોકલવાનો..... 9મુ જેમતેમ પાસ કરી ને ધરા ને મામા ના ઘરે 10મુ ધોરણ ભણવા બેસાડવામાં આવે એવો નિર્ણય લેવાય ગયો..... ધરા ના અહીં કરેલા ( હકીકત માં ન કરેલા)  પરાક્રમ ની જાણ એના મામા ના ઘરે પણ કરવામાં આવી અને ધરા પર ચાંપતી નજર રાખવાની સૂચના પણ અપાઈ ગઈ...

ધરા ના નસીબે પોતાનો ખેલ શરૂ કરી દીધો હતો......

            ધરા મામા ના ઘરે આવી ગઈ.... અહીં એના માસી કે જેમણે લગ્ન નોહતા કર્યા, કુંવારા જ હતા..એ એક પ્રાથમિક શાળામાં શિક્ષક હતા,   એટલે એમની ઓળખાણ થી.. ઘર ની નજીક ની એક શાળા માં ધરા ને બેસાડી...  અને 10મુ  ધોરણ હતું એટલે એક ટ્યૂશન કલાસ માં પણ બેસાડી.... આ ટ્યૂશન કલાસ માં જે સર ભણાવતા હતા તે ધરાની માસી ની સ્કૂલ માં પણ ભણાવવા જતા હતા, તેમની ઓળખાણ અને સલાહ થી જ ધરા ને એ કલાસ માં બેસાડી હતી, અને એ  જમાના માં  ટાઈપકલાસ હતા.... ધરા ને એ પણ શરૂ કરાવ્યા.... 

              ધરા સવારે 6:30 વાગે  ટ્યૂશન કલાસ માં જતી.... ત્યાંથી 10:30 વાગે આવી ને, તૈયાર થઈ થોડું જેવુંતેવું જમી ને  11:30 એ સ્કૂલે જતી.... ત્યાંથી 5 વાગે ઘરે આવતી... યુનિફોર્મ બદલી ને તરત 5:45 એ ટાઈપકલાસ માં જતી, અને ત્યાંથી 7:30 વાગે ઘરે આવતી.....  આખા દિવસ ની આ દોડધામ માં એ ખૂબ થાકી જતી.... આ બધી જગ્યા એ ચાલી ને જ જતી....  ઘરે આવી ને એ સીધી ટ્યૂશન નું હોમવર્ક કરવા બેસતી.... પછી જમવા ઉભી થતી..... જમી ને પછી સ્કૂલ નું હોમવર્ક.... 10 વાગતા સુધી માં તો એ લોથપોથ થઈ જતી...  પણ એ સુઈ ન શકતી..... એના માસી અને એના એક મામા એને extra વાંચવા બેસાડતા.... 12 તો રોજ વાગતા.... પછી એને સુવા મળતું..