નસીબ ના ખેલ - 2

 મોટાભાઈ એ ઘર માંથી ચાલ્યા જવાનું કહી દેતા ધીરુભાઈ બિચાર બેઘટ થઈ ગયા...... પણ હિમ્મત ન હાર્યા... ભાઈ પાસે  અઠવાડિયામાં ઘર ખાલી કરવાનો સમય માંગ્યો .... અને મકાન શોધવા લાગ્યા...  અને ફકત 5 જ દિવસ માં મકાન મળી પણ ગયું... 150 રૂપિયા ભાડા માં એક લાંબો રૂમ મળ્યો..  રસોડું  પણ  એમાં જ આવી જાય... સંડાસ બાથરૂમ બહાર ઓસરી પડે એમાં હતા..  બે જણા માટે   ઘણું કહેવાય આ તો... 

તરત મોટાભાઈ ના ઘરે થી નીકળવાનું નક્કી કરી પોતાનો  સામાન ભરવા લાગ્યા,  નાનકડી ધરા પણ પોતાના રમકડાં લેવા લાગી... એક રેડિયો હતો નાનકડો જે ધરા ને  ખૂબ ગમતો હતો... એમા એ ગીત પણ સાંભળતી હતી... એ રેડિયો એક કાચ ના દરવાજા વાળા  શૉકેસ માં હતો... ધરા એ લેવા ગઈ... એના થી પહોંચતું ન હતું એટલે એ શૉકેસ ના પહેલા ખાના પર પગ મૂકી ને ઊંચી થઈ ને લેવા ગઈ... અને શૉકેસ ધરા બાજુ નમ્યો... અને ધરા પડી..... આખો શૉકેસ એના ઉપર પડ્યો.... કાચ ના દરવાજા અને શૉકેસ માં રાખેલી બીજી ઘણી વસ્તુઓ પણ ધરા માથે... ધરા નો એક પગ જ બહાર દેખાતો હતો... જોરદાર અવાજ થતા બધા એ રૂમ માં આવ્યા જ્યાં આ  શૉકેસ પડ્યો....

ધીરુભાઈ અને હંસાગૌરી એક ધબકારો ચુકી ગયા.... બધાં ધરા ને કેમ બહાર કાઢવી એ અવઢવ માં હતાં,  ધીરુભાઈ ને જલારામબાપા માં અતૂટ શ્રદ્ધા... એ જલાબાપા નું નામ રટવા લાગ્યા હતાં.. અને અચાનક એમને શુ સુજ્યું.... એમણે જય જલારામબાપા બોલી ને ધરા નો પગ દેખાતો હતો  તે પગ પકડીને ધરા ને ખેંચી બહાર..... 

નાનપણ માં પાનની  પિચકારી ને પણ લોહી સમજી ને ડરતી ધરા ખુદ આજે  લોહીલુહાણ હતી... પળ નો ય વિલંબ કર્યા વગર ધરા ને દવાખાને લઇ જવા રીતસર   ધીરુભાઈ  દોડ્યા....

ધીરુભાઈ ની શ્રદ્ધા ફળી.... કાચ ને કારણે શરીર પર ઘસરકા, એકાદ બે  જગ્યા એ કાચ ની કણી શરીર માં ઘુસી ગઈ, અને આ નાની નાની ઈજાઓ સિવાય કોઈ મોટી ગંભીર ઇજા ધરા ને નોહતી થઈ,  ડોક્ટર ની આ વાત સાંભળી ને ધીરુભાઈ ના જીવ માં જીવ આવ્યો, 

પણ બીજી બાજુ ઘરે હંસાગૌરી હજી ઉચાટ જીવે હતાં, સાત વર્ષ બાદ મા બન્યા હતા અને આજે પોતાની પુત્રી ને આ હાલત માં જોતા જ એ   હતપ્રભ થઈ ગયા હતાં,  ઘર ના મંદિર માં દીવો કરી એ પણ જલાબાપા ને પ્રાથના કરવા લાગ્યા હતા,
  
ઘા પર પટાપિંડી કરી, ઇન્જેક્શન આપી ને ધરા ને રજા આપી ડૉક્ટર એ....  અને દવા અને જમવામાં રાખવાની પરેજી ની સૂચના લઈ ને ધીરુભાઈ ધરા ને લઈ ને ઘરે આવ્યા....  ધરા ને  હેમખેમ જોઈ ને હંસાગૌરી પણ બાપા ને પગે લાગી ધરા ને તેડી ને વ્હાલ કરવા લાગ્યા, 

ધરા ની પરિસ્થિતિ જોતા શાંતિલાલે આજનો દિવસ રોકાય જવાનું કીધું ... અને ધીરુભાઈ પણ એ વાત માની ને તે દિવસ રોકાય ગયા, બીજે દિવસે તેમણે સામાન ફેરવવાનું શરૂ કર્યું.... સામાન આમ તો ખાસ કાઈ ક્યાં હતો જ... જૂનાગઢ થી લાવેલા 2 નાના અનાજ ભરવાના ટીપડા અને 2 પેટી કપડાં અને ગોદડાં ની બસ,અને એક થેલી માં ધરા ના  રમકડાં અને કપડાં.... અને હા પેલો રેડીઓ પણ ખરો......


આવી તો ગયા નવા મકાન માં.... પણ કામ તો કાઈ હતું નહિ ધીરુભાઈ પાસે... મકાન નું ભાડું, ઘર ખર્ચ, ધરાની દવા પણ કરવાની હતી.... અને આવક માં મીંડું..... કેમ થશે આ બધું ???? 

***

Rate & Review

Rekha Patel 3 weeks ago

Kaushik Kahar 3 weeks ago

Shailesh Parsaniya 3 weeks ago

Vimal Balbhadra 3 weeks ago