નસીબ ના ખેલ...9

 
        બેય ભાઈઓ ને રમાંડવાના, એમના કપડાં બદલવાના, છી કરે તો સાફ કરવાના, ઘોડિયામાં સુવડાવવાના, હીંચકા નાખવાના,વગેરે વગેરે... બધું ધરા ને કરવાનું..... માસી એમની સ્કૂલ ની નોકરી માં હોય અને નોકરીએથી આવે પછી એ કાંઈ કામ ન કરતા, ધરા ના મામી બિચારા બધું કરતા હતાં, ધરા ના નાનીમા હતા પણ એ ઘરડા બિચારા કાઈ કરી શકે ? 
       એટલે ધરા વાંચતી જાય અને ભાઈ ને ઘોડિયા માં હીંચકાવતી જાય.... મોટો ભાઈ બહુ મસ્તીખોર હતો ધરા ના બે ચોટલા ખેંચતો અને કહેતો "હિકા... હિકા.."   જાણે હીંચકા ખાતો ધરા ના ચોટલા જાલી ને... પણ ધરા ખુશ થતી... આ નાના નાના બાળકો પાસે જ તો હસી શકતી.... બાકી તો ઘરમાં કોઈ એની સાથે ક્યાં હસી ને વાત કરતું ???
       અને ધરાને એ વખતે ક્યાં ખબર હતી કે એના આ જ મામા ના દીકરા ભાઈઓ આગળ જતા એના સગા ભાઈ થી વિશેષ ભાઈ બનીને ઉભા રહેવાના છે... ધરા ને ક્યારે ય ભાઈ ની કમી નથી લાગવા દેવાના....
          એમ કરતા કરતા દિવાળી નું વેકેશન આવ્યું.... ધરા ને આશા હતી કે એ એના પપ્પા પાસે વડોદરા જઈ શકશે... પણ  એની આ આશા ઠગારી નીવડી.... પપ્પા એ ચોખ્ખા શબ્દો માં ના પાડી દીધી,  ધરા નિરાશ થઈ ગઈ.... પણ પછી બેસતાવર્ષ ના દિવસે તેના મમ્મીપપ્પા ત્યાં રાજકોટ પહોંચી ગયા... હકીકત માં તો ધીરુભાઈ જ નોહતા રહી શકતા ધરા વિના... પણ મજબૂર હતા એટલે ધરા ને રાજકોટ રાખી હતી... પપ્પા ને જોઈ ને ધરા ખૂબ ખુશ થઈ... 
         અને જાણે આવા જ કોઈ સમય ની રાહ જોતા હોય એમ ધરા ના સર પણ વેકેશન હોવા છતાં ધરા ના પપ્પા ને મળવા  નુતનવર્ષાભિનંદન કહેવા બહાને ધરા ના મામા ના ઘરે પહોંચ્યા.... ધરા ના સદનસીબે ધરા ના માસી ઘરે ન હતા અને મામા પણ ન હતા.... આવો જ મોકો તો જોઈતો હતો ધરા ના સર ને.... થોડીઘણી ઔપચારિક વાતો કરી ને ધરા ના સર ધીરુભાઈ ને લઈને બહાર નીકળ્યા...  કહી ને કે ચાલો અહીં નજીક માં આટો મારતા આવીએ... ત્યાં ઘરે આવી જાય ઘરના બધા....
            અને ધીરુભાઈ ને પણ આ વાત યોગ્ય લાગી એટલે એ પણ ધરાના સર સાથે બહાર જવા તૈયાર થઈ ગયા...
            ઘર થી નજીક માં જ ચા ની રેંકડી હતી ત્યાં બંને ગયા અને ચા નો ઓર્ડર આપી ને ત્યાં બાંકડે બેઠા... અને પછી ધરા ના સર એ વાત કહેવાનું શરૂ કર્યું... જે જે વાત એમણે ધરા ની સાંભળી હતી એ બધી વાત પોતાની  સમજાવવાની શૈલી માં ધીરુભાઈ પાસે રજૂ કરી..  અને બરોબર તેમના  ધાર્યા મુજબ જ ધીરુભાઈ ને વાત ની ઊંડાઈ સમજાઈ રહી હતી..  તેમના ચહેરા પર સાફ દેખાઈ રહ્યું હતું કે એમણે ધરાને સમજવામાં ભૂલ કરી છે... પણ હવે ધરા નું 10મુ ધોરણ અહીં જ પૂરું કરાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો તે પણ તે સમજી ગયા હતા...
          થોડીવાર બેસી ને ચા પી ને બન્ને ઘરે પાછા આવ્યા... અને ઘરે આવતા જ ધીરુભાઈ એ ધરા ને બોલાવી, પાસે બેસાડી, પ્રેમથી માથે હાથ ફેરવી ને પૂછ્યું.. "બેટા કેવું ચાલે છે ભણવાનું ?"  અને ધરા નો રોકી રાખેલો આંસુ નો  ધોધ વહી પડ્યો... ધરા પપ્પાને ભેટી ને રોવા લાગી... ફરી કેહવા લાગી  પપ્પા મેં કાઈ ભૂલ નથી કરી.. મને તમારી પાસે રહેવું છે, મને આમ દૂર ન કરો... અને ધીરજલાલ એને સાંત્વન આપતા કહ્યું "હા બેટા તને મારી સાથે જ રાખીશ હવે... પણ હવે આ 10મુ ધોરણ પૂરું તો કરવું  પડશે ને ??  તારી પરીક્ષા પુરી થાય એટલે તરત તને તેડી જઈશ બેટા.."
      

              પપ્પા ના આ શબ્દો સાંભળીને ધરા ના જીવ માં જીવ આવ્યો... તેને લાગ્યું હવે  બધું સરખું થઈ જશે... તેને એ પણ લાગ્યું કે આ બધું સર ના  કારણે જ શક્ય બન્યું છે... તેની નજર માં સર માટે માન પહેલા કરતા ય વધી ગયું.... હવે તે સર ની દરેક વાત માનવા લાગી..  ભણવામાં વધુ ધ્યાન આપવા લાગી.  

           અને બસ એમ હોશ માં ને હોશ માં દિવસો પસાર થવા લાગ્યા... બોર્ડ ની પરીક્ષા પણ આવી ગઈ.... ધરા ને હવે વડોદરા.. તેના મમ્મીપપ્પા બધું બહુ યાદ આવવા  લાગ્યું... એક પછી એક પેપર આપતા હવે છેલ્લો પેપર જ બાકી રહ્યો... ધરા તો પોતાની બેગ પણ ભરવા લાગી... આ જોઈ ને તેના માસી બોલ્યા "બહુ ઉતાવળ છે તને વડોદરા જવાની... પણ તારે ક્યાં ય જવાનું નથી અહીં જ રહેવાનું છે.... "

    પણ ધરા એ આ વાત પર જાજું ધ્યાન ન આપ્યું... એને એના પપ્પા ના શબ્દો  પર ભરોસો હતો... કે એના પપ્પા એને જરૂર તેડવા આવશે... અને ધરા નો ભરોસો સાચો  પડ્યો... ધરા છેલ્લું પેપર આપી ને ઘરે આવી તો ઘરે એના પપ્પા એની રાહ જોતા ઉભા હતા.... ધરા દોડી ને એમને વળગી પડી... ધીરુભાઈ એ પણ વહાલ થી  એને ગળે લગાવી... ધરા ને 5સ્ટાર ખૂબ જ ભાવતી હતી... અને ધીરજલાલ એના માટે એ લઈ ને આવ્યા હતા... એમણે ધરા ને 5 સ્ટાર આપી... ધરા તો ખુશી થી ઝૂમી ઉઠી....  આજે એને એના પપ્પા પાછા મળ્યા હતા... પપ્પા નો એ જ પ્રેમ જે એક વર્ષ પહેલા ગુમાવ્યો હતો એણે એ આજે પાછો મળ્યો હતો... 

       અને ધરા એ હવે મનોમન નક્કી કર્યું કે એ ક્યારે ક પપ્પા ને દુઃખ થાય એવું કોઈ કામ નહીં કરે...      

***

Rate & Review

Indu Talati

Indu Talati 2 months ago

Kinjal Barfiwala

Kinjal Barfiwala 7 months ago

Deboshree B. Majumdar
Rekha Patel

Rekha Patel 7 months ago

Vicky Vaswani

Vicky Vaswani 7 months ago