નસીબ ના ખેલ ....- 7

    સવારે પાછું વહેલું ઉઠવાનું... 6:30વાગે તો પહોંચી જવાનું હોય ટ્યૂશન માં....  સ્કૂલ માં એ વખતે બે ચોટલા ફરજિયાત હતા અને ધરા ને એ આવડતા ન હતા.... એના માસી એને રાતે જમી લીધા પછી માથું ઓળી આપતા... બે ચોટલા લઈ આપતા.... પછી સવારે તો એના માસીને પણ એમની શિક્ષક ની નોકરી માં જવાનું હોય.... ભલે એ 7 વાગે નીકળતા ઘરે થી... પણ સવારે ધરા જાય ત્યારે તો એ રાત ના  લીધેલા બે ચોટલા ને ઉપર ઉપર થી થોડા સરખા કરી ને જ જતી હતી...

         આખા  દિવસની આ દોડાદોડી માં ધરા ખૂબ થાકી જતી.... ઉપર થી આ થાક ને કારણે  થોડી  ધીમી ચાલે અને 5 મિનિટ પણ મોડી પહોંચે ઘરે તો તો એનું આવી જ બનતું.... મહેણાં ટોણા નો વરસાદ શરૂ થતો એના પર... જે ભૂલ એણે કરી જ નોહતી એના વિશે એને ખૂબ સંભળાવવામાં આવતું હતું... 10:30 થઈ 11 ની વચ્ચે જે થોડુંક જમી હોય એજ..... સ્કૂલ માં મમરાનો ડબ્બો ક્યારે ક આપવામાં આવતો એને.... બાકી જો આ રીતે મોડી પડી હોય તો રાત નું જમવાનું  કેન્સલ કરવામાં આવતું એનું....  અને ધરા બિચારી એના પપ્પા-મમ્મી ને યાદ કરતી રોતી રોતી સુઈ જતી.....

          ઘર માં tv તો હતું પણ ધરા ને એ જોવાની મંજૂરી ન હતી.... એ જમાનામાં tv એક શટર સાથે ના બોક્સમાં આવતું.... ધરા ના મામા એ શટર બંધ કરી ત્યાં અત્યારે ફ્રિજના દરવાજા માં આવે છે એવું લોક એમાં પણ આવતું હતું એ લોક મારી ને ચાવી સાથે લઇ ને પોતાની દુકાને જતા.....  રાતે એ જ્યારે આવે ત્યારે ધરા ને રસોડા માં વાંચવા બેસાડવામાં આવતી અને ઘરના બાકી ના બધા tv જોતા હતા......  એક જેલ થી કમ નોહતું આ વાતાવરણ.... અને ધરા જાણે કે એક કેદી હતી જે વગર કોઈ વાંકે સજા ભોગવી રહી હતી....
          આ બધા માં ધરા નું મન ભણવામાં ક્યાંથી લાગે ???? એમાં એને ખબર પડી કે એની સ્કૂલ માં ટેબલટેનિસ શીખવાડે છે...  જાણી ને થોડી ખુશી થઈ એને.... અને એ પણ ટેબલટેનિસ શીખવા પહોંચી..... વ્યાયામ ના તાસ માં એ ટેબલટેનિસ શીખતી.... પહેલેથી જ એને આવી ઇતર પ્રવૃત્તિ ગમતી જ હતી... થોડા જ સમય માં એને ખૂબ સરસ ટેબલટેનિસ રમતા આવડી ગયું....  હવે તો એ બીજી દરેક વિદ્યાર્થીની ને હરાવી દેતી હતી.... તેની આ આવડત જોઈ ને એના સર એની સામે રમતા.... ધરા હવે એમની સામે પણ જીતવા લાગી.... સર એને શાબાશી આપતા.... અને પછી નક્કી કર્યું સ્કૂલ ના પ્રિન્સિપાલ અને ટેબલટેનિસ ના સર એ કે ધરા ને ઇન્ટરસ્કૂલ ટેબલટેનિસ ચેમ્પિયનશિપમાં મોકલવી.... આ સમાચાર ધરા માટે ખૂબ ખુશી ના હતા.... ઝૂમી ઉઠી મન માં તો ધરા.....
         પણ તેની ખુશી ઝાઝી ન ટકી..... સ્કૂલમાંથી આ બાબત ની જાણ તેના વાલી તરીકે તેની માસી ને કરવામાં આવી અને ઘરમાં જાણે ધરતીકંપ આવ્યો....
       મામા અને માસી વરસી પડ્યા ધરા પર, ન જાણે કાઈ કેટલુંય સંભળાવ્યું ધરા ને, "ટેબલટેનિસ રમવા જવાના  બહાને તારો પેલા આવારા છોકરા સાથે ભાગી જવાનો પ્લાન છે..  બાપ ની આબરૂના ધજાગરા કરવા નીકળી છે, આના કરતા તો બેન (હંસાગૌરી) વાંઝણી હોત તો સારું થાત..... વગેરે વગેરે " કાઈ કેટલાય વ્યંગબાણ છૂટ્યા ધરા પર..  અને ફરી ધરા હિબકે ને હિબકે રોતી રહી કરગરતી રહી કે એને કોઈ છોકરા સાથે કાંઈ જ સંબંધ નથી ... પણ અહીં પણ એનું સાંભળનાર કોઈ જ નોહતું....... 

(ક્રમશઃ)

***