Aghor Aatma-14 SahShayan books and stories free download online pdf in Gujarati

અઘોર આત્મા-૧૪ સહશયન

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

(ભાગ-૧૪ : સહશયન)

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

---------------------

(ભાગ-૧૩માં આપણે જોયું કે...

તપસ્યાનાં યાદ કરતાં જ તિમિર તથા વિદેશી મિત્રો એક વાવાઝોડા સાથે ત્યાં હાજર થઈ જાય છે. એનાં ભૂતકાળમાં પ્રવેશીને મેગી એક રહસ્ય જાણી લાવે છે. તપસ્યાએ પ્રેતના સંભોગથી બચવા માટે ચૂડેલનો ચોટલો કાપી લઈને પોતાના વાળમાં લગાવવો, તેમજ એ કાળા પડછાયાની ક્ષમતા ઘટાડવા માટે તિમિર તથા મેગીએ મધુરજનીના બેડ ઉપર સહશયન કરવું અનિવાર્ય હતું...

હવે આગળ...)

--------------

‘તિમિર અને મેગી જો કાળા પડછાયાએ સજાવેલા એ બેડ ઉપર એકબીજા સાથે સહશયન કરે તો એ પ્રેતની ક્ષમતા ઘટી જાય; તપસ્યાને ભોગવી ન શકે...’ શેન ધડાકો કરી રહ્યો હતો, ‘મધરાતની થોડી ક્ષણો પહેલાં આપણે ચૂડેલનો ચોટલો કાપી લાવવો પડશે... એને તારા વાળ સાથે જોડી દઈને...’

મેં જોયું કે ચૂડેલ બેપરવા બનીને હિંચકે ઝૂલી રહી હતી. પોતાના પગની બંને આંટ મારીને તથા માથું નીચું નમાવીને એ બેઠી હતી. ધીમા અવાજે ગીત ગણગણી રહી હતી. મારા તન-બદનમાંથી એક ઠંડુ લખલખું પસાર થઈ ગયું... તિમિર અને મેગી હવાની લહેરખીઓમાં વહેતાં વહેતાં કોટેજ તરફ જઈ રહ્યાં હતાં. હું તિમિરને તાકી રહી અને વિલી મેગીને... હું વિલીની વેદનાની અનુભૂતિ કરી શકતી હતી. પોતાના પ્રિયપાત્રને અન્ય પાત્ર સાથે સહશયન કરવાની મંજૂરી આપવી એ કેટલું કઠિન હતું એનું વર્ણન કરવું મારા માટે લગભગ અશક્ય જ હતું. આમ છતાં, હું તિમિરની મજબૂરી સમજી શકતી હતી. આવી જ અનેક મજબૂરીઓને વશ થઈને મારે પણ કેટલીયે વાર અન્ય પાત્ર સાથે સહશયન કરવું જ પડ્યું હતું. સંભોગરત થવું જ પડ્યું હતું. વિલીએ પણ માત્ર અને માત્ર મારા ખાતર જ એની પ્રેયસી મેગીને સહશયન માટે તિમિરને હવાલે કરી હતી. મારો જીવ ગૂંગળાઈ ઊઠ્યો. મનમાં બળતરા થવા માંડી. અત્યારે મેગી મારા તિમિરની બાહોમાં હશે એ વિચાર માત્રથી હું તડપી ઊઠી...

‘તપસ્યા...’ વિલીના અવાજથી અચાનક મારી તંદ્રા તૂટી. હું તિમિર-મેગીમાં ખોવાઈ ગઈ હતી. વિલી બોલી રહ્યો હતો, ‘આપણે કંઈ પણ કરીને આ ચૂડેલને પીપળાના ઝાડ ઉપરથી ઉતારીને જમીન ઉપર લાવવી પડશે. તો જ એનો ચોટલો કાપવામાં આપણને સફળતા મળી શકે એમ છે.’

શેન કંઈક વિચારીને આસપાસ નજર દોડાવવા માંડ્યો. દૂર પડેલા કોઈક મૃત પ્રાણીના એક હાડકાને એ ઊઠાવી લાવ્યો. એના વડે એણે ખરબચડી જમીન ઉપર એક મોટું કુંડાળું રચ્યું. એ કુંડાળાની વચ્ચોવચ એણે મોટી ચોકડીનું નિશાન દોર્યું. પછી નજીકમાં એક ઝાડના થડની બાજુમાં આવેલા દરમાં પોતાનો હાથ ઊંડે સુધી નાખી દીધો.

હું અને વિલી એને જોય રહ્યાં હતાં. ‘શેન, તું શું કરે છે? અને એ દરમાં કેમ હાથ નાખ્યો?’ મારાથી નહિ રહેવાયું; મેં પૂછી નાખ્યું. શેને કશો પણ જવાબ આપ્યા વગર થોડી વાર સુધી કશુંક ફંફોસ્યા કર્યું. અને ઓચિંતું જ એ દરમાંથી એક કાળો અને મોટો ઉંદર ખેંચી કાઢ્યો. હું ચોંકી ગઈ. મને એ ઉંદરની લાંબી કાંટા જેવી મૂછો જોઈને ચીતરી ચઢવા માંડી. મેં અનુભવ્યું કે એ ઉંદર પોતાની ધારદાર આંખોથી મને તાકી રહ્યું હતું. એની નાનકડી પણ પાણીદાર આંખોમાં મને કંઈક સળવળાટ કરતું જણાયું. મેં ધ્યાનથી જોયું... એ ઉંદરની એક આંખમાં મને તિમિર દેખાયો અને બીજી આંખમાં મેગી...

બંને જણ કોટેજમાં પ્રવેશી ચૂક્યાં હતાં. મધરાત થવાને હવે ત્રીસેક મિનિટની વાર હતી. ત્યાં સુધીમાં બંનેએ એકબીજા સાથે શરીરસુખ માણવું જરૂરી હતું. કાળા પડછાયાએ તપસ્યા સાથેની મધુરજનીની તૈયારીરૂપે બેડને ભરપૂર સજાવ્યો હતો. મખમલની પર્પલ રંગની ચાદર... બેડની ચારે તરફ સુગંધ માટે મઘમઘતા ગુલાબ-મોગરા... શોભા વધારવા માટે ઓર્કિડ-જાસ્મીન... અને ઉપરની તરફ મધુમાલતી, રાતરાણી તથા પચરંગી વેલો પથરાયેલી હતી. તિમિરે બેડ ઉપર પોતાનું શરીર પડતું મૂક્યું. એને ઉત્તેજિત કરવા માટે મેગીએ પોતાના ટોપના ઉપલા બટન એક પછી એક ખોલવા માંડ્યાં. પછી હળવે રહીને એણે પોતાનું ટોપ તથા સ્કર્ટ કાઢીને તિમિર તરફ ઘા કર્યો. માત્ર અંતઃવસ્ત્રોમાં મેગીનું દૂધ જેવું ગોરું શરીર આકર્ષક લાગી રહ્યું હતું. એની માંસલ જાંઘ મલાઈ ચોપડીને ઉજળી બનાવી હોય એવી મુલાયમ અને ગુલાબી લાગી રહી હતી. બળજબરીથી ગોંધાયેલા મેગીના ઉરોજો એની બ્રામાંથી બહાર આવવા માટે ધમપછાડા કરી રહ્યા હતા. તિમિરને વધુ ને વધુ ઉત્તેજિત કરવા માટે મેગીએ કામુક નૃત્ય કરવા માંડ્યું. એના લાંબા અને સુંવાળા પગ જાણે કે એક સંગીતના સથવારે લયબદ્ધરીતે થીરકી રહ્યા હતા. એની પાતળી કમર મોરની જેમ થનગનાટ કરી રહી હતી. ધીરે-ધીરે એક પછી એક પોતાના અંતઃવસ્ત્રો પણ ઉતારી દઈને મેગી તિમિરને પણ નિર્વસ્ત્ર કરવા માંડી. એ સાથે જ એ બંને એકબીજાની બાહોમાં સમાઈ ગયાં. એમના ઉંહકારા મારા દિમાગને ખળભળાવી ગયા...

મેં ઉંદરની આંખોમાંથી મારી નજર હટાવી લીધી. આગળનું દ્રશ્ય હું જોઈ શકવાની સ્થિતિમાં નહોતી. મને મેગીના શરીરની, એના સોળે કળાએ ખીલી ઊઠેલા સ્તનપ્રદેશની, એની ભરાવદાર જાંઘોની તથા એની માખણ જેવી લીસી કમરની ઈર્ષ્યા થવા માંડી.

શેને બીજી જ ક્ષણે પેલા ધારદાર હાડકાની અણી વડે ઉંદરનું ગળું ચીરી નાખ્યું. એમાંથી ટપકી રહેલા રક્ત વડે એણે કુંડાળામાં વિવિધ આકારો ચીતરવા માંડ્યા. અંતે એણે ઉંદરને એક પથ્થરથી છૂંદી કાઢ્યું. એના માંસના લોચા છૂટા પડી ગયા. નાના-નાના માંસના ટુકડાઓને એ કુંડાળાની કિનારી ઉપર વેરવા લાગ્યો. આખું દ્રશ્ય મને કમકમા ઉપજાવે એવું હતું. મને ઉબકા આવવા માંડ્યા. પછી એણે કૂંડાળામાં એક નાનકડો ખાડો ખોદીને એમાં સૂકાં પાંદડાનો ઢગલો કર્યો. પછી આંખો બંધ કરીને એક લાંબી ફૂંક મારી. એ સાથે જ કુંડાળામાં અગ્નિકુંડ પ્રગટી ઊઠ્યો.

લાલ-પીળી અગનજવાળાઓએ પીપળાની ડાળે હીંચકો ઝૂલતી ચૂડેલનું ધ્યાન આકર્ષિત કર્યું. એ ધીમે-ધીમે ઉંધા પગલાં માંડતી ઝાડ ઉપરથી નીચે ઉતરવા માંડી. હું, શેન અને વિલી – અમે ત્રણેય જણ એક વિશાળ ઝાડના મહાકાય થડની પાછળ છૂપાઈ ગયાં હતાં. શેને હાથમાં પકડી રાખેલા એ હાડકાને પોતાના મજબૂત દાંતો વડે ઘસી-ઘસીને ખંજર જેવું ધારદાર બનાવી દીધું હતું.

મને ધ્રાસકો પડ્યો. મેં કહ્યું, ‘શેન... મધરાત થવાને થોડી જ મિનિટોની વાર છે. અને ગમે તે ક્ષણે પેલો કાળો પડછાયો મને ઘસડી જઈને કોટેજમાં પટકી દેશે!’ હું રડમસ ચહેરે શેનને તાકી રહી. કદરૂપા ચહેરાવાળી ચૂડેલ કુંડાળાની ફરતે ગોળ ગોળ ચક્કર લગાવી રહી હતી. એનો ચોટલો એની ઉઘાડી પીઠ ઉપર સર્પાકારે ઘૂમી રહ્યો હતો.

શેન એકાએક દોડ્યો. ચૂડેલની પાછળ જઈને એક હાથે કસોકસ એનો ચોટલો પકડી લીધો. અને ધારદાર ખંજર જેવા હાડકાવાળો બીજો હાથ હવામાં ઉગામ્યો... ત્યાં જ...

ચૂડેલ પાછળ ફરી અને શેન ઉપર ત્રાટક કર્યું. શેન દૂર ફંગોળાઈ ગયો. શેન ફરી ઊભો થયો. વિલી પણ એની નજીક પહોંચી ગયો. બંનેએ ચૂડેલ ઉપર ડાબે-જમણેથી હુમલો કરી દીધો. શેને ચૂડેલને કૂંડાળામાં આડી પાડી દીધી. વિલીએ એનો ચોટલો ખેંચીને કુંડની અગનજવાળાઓ વચ્ચે ધરી દીધો. અને બીજી જ મિનિટે ચોટલો વચ્ચેથી બળી જઈને ચૂડેલના માથાથી અલગ થઈ ગયો.

‘તપસ્યા...’ વિલીએ જોરમાં બૂમ પાડી. અને ચૂડેલનો ચોટલો મારી તરફ ઉછાળ્યો. મેં પળની પણ રાહ જોયા વગર એ ચોટલાને મારા વાળ સાથે ગૂંથી દીધો. અને બીજી જ ક્ષણે હું બેશુદ્ધિમાં સરી પડી. મધરાત થઈ ચૂકી હતી.

***

જયારે મારી આંખો ખૂલી ત્યારે હું કોટેજમાં હતી. મધુરજની માટે સજાવેલા બેડ ઉપર હું ફરી એક વાર તદ્દન નિર્વસ્ત્ર પડી હતી. અને મૃતાત્માઓની દુનિયામાંથી પધારેલો એ પ્રેતયોનીનો પ્રતિનિધિ મારી ઉપર સવાર થઈ રહ્યો હતો. પરંતુ, એ જ બેડ ઉપર પૂર્ણ થયેલા તિમિર-મેગીનાં સહશયનથી એની શારીરિક તાકાત હણાઈ ચૂકી હતી. પડછાયો તીવ્ર પ્રયાસો કરીને મને ભોગવવા માટે બેબાકળો અને ઉત્તેજિત બની રહ્યો હતો. પરંતુ, ચૂડેલ પાસેથી છીનવી લીધેલો ચોટલો જેવો મેં મારી છાતી ઉપર પાથરી દીધો કે બીજી જ ક્ષણે એ કાળો પડછાયો ધ્રૂજી ઊઠ્યો. મારાથી એકદમ જ અળગો થઈ ગયો!

‘તારી બલિ તારી માતાની મરજીથી ચઢાવાઈ હતી, મૂર્ખ...’ મેગીએ ત્રાડ પાડી.

પડછાયો હાંફી રહ્યો હતો.

‘તપસ્યાના દાદાએ એને મૃત્યુલોકમાંથી પાછી મેળવવા માટે જે સોદો કર્યો હતો, એ માટે તારી મા - કે જે તપસ્યાના ઘરે આયાનું કામ કરતી હતી - એને અઢળક રૂપિયા આપીને તારો ભોગ ચઢાવવામાં આવ્યો હતો... એમાં તપસ્યાનો શો વાંક?’ મેગીએ અવાજમાં કરડાકી લાવીને એ કાળા પડછાયાના માલિક એવા પ્રેતવિશ્વના પ્રતિનિધિને પડકાર્યો.

પ્રતિનિધિનો ઘોઘરો અવાજ એકાએક શાંત પડવા માંડ્યો.

‘તપસ્યા...’ મેગીએ મારી તરફ જોઈને કહ્યું, ‘આ એ જ રહસ્ય છે જે મેં તારા ભૂતકાળમાં સફર કરીને જાણ્યું હતું!’

‘તારી બલિ ચઢાવવામાં તપસ્યાનો કોઈ જ વાંક નથી. એનું તો અકસ્માતમાં મૃત્યુ થઈ ચૂક્યું હતું!’ મેગી બુલંદ અવાજે પડછાયાને કહી રહી હતી, ‘જો કોઈનો વાંક હોય તો એ છે – તારી મા... કે જેણે અઢળક પૈસા લઈને તારા જીવનો સોદો કર્યો, મૂર્ખ!’

‘મા... મા...’ અચાનક દાંત કચકચાવવાનો એક કર્કશ અવાજ ઊઠ્યો. કોઈક ધમપછાડા કરતું હોય એવો ખળભળાટ સંભળાયો. એક જોરદાર ગર્જના ગૂંજી. અને આસપાસના દરેક કાચનો ચૂરેચૂરો થઈ ગયો. બારીના કાચ, આયનો, ઝુમ્મર... દરેક કાચ નાની-નાની તીક્ષ્ણ કરચોમાં ફેરવાઈને વેરવિખેર થઈ ગયા. એ સાથે જ એ કાળો પડછાયો ધીમે-ધીમે કંપન અનુભવતો ઝાંખો પડવા માંડ્યો. આખરે બળતા માંસ જેવી તીખી તીખી વાસ છોડીને એ કાળા ધૂમાડામાં પરિવર્તિત થઈને વિખેરાઈ ગયો!

***

(ક્રમશઃ) દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૧૫ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------