Ruh sathe ishq return - 16 books and stories free download online pdf in Gujarati

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 16

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 16

"आ… ओ…..

तेरे संग प्यार मैं नहीं तोडना

चाहे तेरे पीछे जग पड़े छोड़ना

ओ…..

तेरे संग प्यार मैं नहीं तोडना

मांग मेरी शबनम ने मोती भरे

और नज़रों ने मेहंदी लगाई

मांग मेरी शबनम ने मोती भरे

और नज़रों ने मेहंदी लगाई

नाचे बिन ही पायलिया छलकने लगी

बिन हवा के ही चुनरी लहराई

आज दिल से हैं दिल आ जोडना

हो तेरे संग प्यार मैं नहीं तोडना"

રાતનો બીજો પહોર વીતી ગયો ત્યાં કબીરનાં કાને રાધાનાં મીઠાં અવાજમાં ગીત કાને પડ્યું..જ્યારે તમે જે વસ્તુની ઉમ્મીદ ના રાખી હોય અને એજ વસ્તુ અચાનક થઈ જાય તો તમને કેવો આનંદ થાય..બસ એવું જ કંઈક અત્યારે કબીરની સાથે થઈ રહ્યું હતું.ગઈકાલ રાતે પોતે જે રીતે રાધા ને ચુંબન કરી લીધું હતું એ પછી તો રાધા ત્યાં આવશે એવી કબીરને ધારણા જ નહોતી.પણ આ ગીત રાધાનાં ત્યાં આવનાની નિશાની હતી.

હળબળી માં કબીર પલંગ પરથી બેઠો થયો અને બારીની સમીપ ઉભો રહ્યો..બારી ખોલીને એને બહારની તરફ નજર કરી તો ત્યાં રાધા એને ઉભેલી દેખાઈ.રાધાની નજર જેવી કબીર પર પડી એવું જ એનાં ચહેરા પર સ્મિત ફરકી ઉઠ્યું..કબીર આ સ્મિતનો મતલબ સારી રીતે જાણતો હતો..જે હતો કે પોતે કાલે ચુંબન કર્યું એનો રાધાને કોઈ વાંધો નથી..એટલે કે એ પોતાની તરફ ખેંચાણ અનુભવે છે.

કબીર પાગલની જેમ દોડતો પોતાનાં રૂમમાંથી બહાર નીકળ્યો અને વુડહાઉસની પાછળની તરફ જ્યાં રાધા ઉભી હતી ત્યાં જઈ પહોંચ્યો.કબીર રાધાની જોડે પહોંચ્યો અને એની તરફ જોઈને બોલ્યો.

"મને એમ કે તું નહીં આવે.. કાલે મેં જે હરકત કરી એ પછી તું જે રીતે અહીંથી નીકળી ગઈ એ બાદ તો મને હતું કે મારી આ હરકતનાં લીધે તને ખોટું લાગ્યું છે.."

કબીર તો મનમાં આવ્યો એ બધું એકશ્વાસે બોલી ગયો હતો..પણ સામા પક્ષે રાધા એકદમ શાંત ઉભી રહીને એની તરફ જોઈ રહી હતી.રાધાનું આમ ચૂપ રહેવું પણ કબીરનાં મનમાં નવાં સવાલો પેદા કરી રહ્યો હતો.

"કોને કહ્યું કે તમારી કાલની હરકતનું મને ખોટું લાગ્યું છે..અમુક સમય જ એવો હોય છે જ્યારે તમે શું કરી બેસો એની ખબર જ નથી રહેતી..કાલે પણ તમે લાગણીમાં એવાં તણાઈ ગયાં હતાં કે તમારાંથી એ હરકત થઈ ગઈ.."મૃદુતાથી રાધાએ કહ્યું.

"એનો મતલબ એમ કે તમે મને મારી એ ભૂલ બદલ માફ કરી દીધો..?"કબીરે રાધાની વાત સાંભળી પ્રશ્ન કર્યો.

"માફી તો ત્યારે આપું જ્યારે તમારી કોઈ વાતનું મને ખોટું લાગ્યું હોય.. ઉપરથી તમે જે કર્યું એ તો હું પણ.."આટલું બોલી રાધા અટકી ગઈ..એનાં ચહેરાની લાલિમા પરથી લાગી રહ્યું હતું કે એ ઘણી શરમાઈ રહી હતી.એની આંખો જમીન તરફ ઢળી ગઈ હતી.

કબીરે રાધાનો નીચે ઝુકેલો ચહેરો પોતાનાં હાથનો સ્પર્શ કરાવી ઊંચો કર્યો અને એની આંખોમાં આંખો પરોવીને બોલ્યો.

"રાધા..જ્યારથી મેં તને જોઈ છે ત્યારથી એવું લાગે છે કે હું ઘણાં જન્મારા થી તને ઓળખું છું..હૃદયની જમીન પર તારું નામ વર્ષોથી અંકિત કરેલું હોય એવું મને મહેસુસ થઈ રહ્યું છે..આ લાગણી ને તું જે ઈચ્છે એ નામ આપી શકે છે..પણ મારાં મતે આ લાગણી ફક્ત અને ફક્ત પ્રેમ છે.."

કબીરની વાતનો શું જવાબ આપવો એ રાધાને સૂઝ્યું નહીં એટલે એ કંઈપણ વિચાર્યા વગર કબીરને ભેટી પડી..કબીરનાં શરીરની ગરમી અને ફૌલાદી બાહોંની અંદર ભીંસાતી રાધા ને અત્યારે એક અપ્રિતમ હૂંફ મળી રહી હતી..જે એનાં ચહેરાની ચમક પરથી સ્પષ્ટ સમજાઈ શકાતું હતું.

કબીર પણ પોતે પરણિત છે અને એને એક પ્રેમાળ પત્ની છે એ ભૂલીને પોતાનાં બાહુપાશમાં રાધાને વધુ ને વધુ જકડી રહ્યો હતો.આ સમય પૂરતું તો કબીરને સાચેમાં એ વાતનું ભાન નહોતું કે એનાં અને રાધાનાં સંબંધ નો અંજામ શું આવશે..?એ તો બસ આ ક્ષણ ને મનભરીને જીવી લેવાં માંગતો હતો.

પાંચેક મિનિટ સુધી તો કબીર અને રાધા એકમેકની બાહોંમાં એમન લપાઈને ઉભાં રહ્યાં.થોડાં સમય બાદ કબીરને કંઈક વિચાર આવતાં એ બોલ્યો.

"રાધા,ચાલ આપણે અંદર જઈએ..અહીં વધુ સમય ઉભું રહેવું યોગ્ય નથી.."

કબીરની વાત સાંભળી રાધા પણ ઉત્સાહમાં આવીને બોલી.

"અરે હું પણ તો એજ કહેવાની હતી.."

રાધાનું વાક્ય જ્યાં પૂર્ણ થયું એ સાથે કબીરે રાધાની તરફ જોયું..એની આંખોમાં અત્યારે કંઈક પ્રસ્તાવ હતો..એ પ્રસ્તાવ સમજી કબીરે રાધાનો હાથ પકડ્યો અને એની સાથે વુડહાઉસ તરફ ચાલવા લાગ્યો.વુડહાઉસ માં પ્રવેશી કબીર રાધાને લઈને પોતાનાં રૂમમાં આવ્યો.

રૂમમાં આવ્યાં બાદ કબીર અને રાધા વચ્ચે લગભગ બે કલાક જેટલો વાર્તાલાપ ચાલુ રહ્યો..સવારનાં પાંચ વાગવાં આવ્યાં એટલે રાધાએ ત્યાંથી જવાની અનુમતિ માંગી..કબીરે રાધાને ત્યાંથી જવાની સહમતી આપી દીધી..રાધાની આંખોમાં સ્પષ્ટ પ્રેમ ચેષ્ઠા નો પ્રસ્તાવ દેખાઈ રહ્યો હોવાં છતાં આ વખતે કબીરે પોતાની જાત પર ઘણો સંયમ રાખ્યો હતો.

આજે કબીરે તો પોતાની જાત પર કાબુ રાખી લીધો પણ રાધાએ જતાં જતાં કબીરનાં અધરો પર પોતાનાં અધર મૂકીને એક દીર્ઘ ચુંબન આપી દીધું..કબીરે પણ રાધાનો ચુંબનમાં પૂરતો સાથ આપ્યો.આખરે બંને એકબીજાથી જુદાં પડ્યાં અને રાધા કબીરનાં હાથમાંથી પોતાનો હાથ છોડાવી ત્યાંથી ચાલી નીકળી..રાધાને ત્યાંથી જતી જોઈ કબીરને લાગી રહ્યું હતું કે એની જીંદગી એનાંથી દૂર જઈ રહી છે.પણ આ વખતે કબીર વધુ દુઃખી નહોતો કેમકે કાલે રાધા આવશે એવો એને પૂર્ણ વિશ્વાસ હતો.

******

સવાર સુધી જાગતો હોવાનાં લીધે કબીરની આંખ છેક બપોરે ખુલી..કબીર જ્યારે ફ્રેશ થઈને નીચે આવ્યો અને જીવાકાકા એ પીરસેલી થાળીમાંથી જમવાનું જમતો હતો ત્યારે જીવાકાકા એ કબીરને ઉદ્દેશીને પૂછ્યું.

"સાહેબ..કાલે રાતે તમે ક્યાંય બહાર નીકળ્યા હતાં..?"

પોતે બહાર ગયો હતો એની જીવાકાકા ને કેમ કરીને ખબર પડી ગઈ એ વાતનું કબીરને પારાવાર આશ્ચર્ય થઈ રહ્યું હતું.પોતાને આશ્ચર્ય થયું છે એ વાત છુપાવવાની એક્ટિંગ કરતાં કબીર બોલ્યો.

"હા હું રાતે લખતાં લખતાં કંટાળી ગયો હતો..તો થોડો ખુલ્લી હવામાં શ્વાસ લેવાં બહાર નીકળ્યો હતો..પણ એ વાતની તમને કઈ રીતે ખબર..?"

"એતો હું સવારે આવ્યો ત્યારે મેં જોયું કે રસોડાનો દરવાજો આડો કરેલો હતો પણ અંદરથી બંધ નહોતો.."

જીવાકાકા ની વાત સાંભળી કબીરને યાદ આવ્યું કે કાલે રાધાનાં ગયાં પછી પોતે નીચે આવીને દરવાજો અંદરથી બંધ કરવાનો ભૂલી ગયો હતો.આ વિશે મનોમંથન કરતાં કબીરે કહ્યું.

"હા..કાકા કાલે ઉતાવળમાં દરવાજો ખુલ્લો જ રહી ગયો હશે..હવે આવું નહીં થાય.."

બપોરે જમીને થોડું લખવું અને પછી સાંજે શિવગઢ ગાડી લઈને ફરવા જવું એ કબીરની દિનચર્યા નો નવો ભાગ બની ગયું હતું.રાધા સાથે પોતાનો પ્રેમ-સંબંધ એક યોગ્ય ટ્રેક પર હતો જેની ખુશી હવે કબીરનાં વર્તન પરથી સરળતાથી સમજી શકાતી હતી.

રાતનું વાળું પૂર્ણ કરી કબીર જીવાકાકાનાં ત્યાંથી જતાં જ પોતાની અધૂરી નોવેલનું નવું પ્રકરણ લખવા બેઠો..એક નવી તાજગી સાથે કબીર હવે નોવેલનાં નવાં પ્રકરણને લખી રહ્યો હતો.આ તાજગીનું કારણ રાધા હતી એ કબીર જાણતો હતો.આમ પણ તમે કોઈ વસ્તુની ઝંખના કરો અને એ વસ્તુ મળી જાય તો તમારી કામ કરવાની શક્તિમાં એક નવી ગતિ જોવાં મળે છે..તમને જીવવાની અને કામ કરવાની મજા આવવાં લાવે છે..આવો જ સુંદર અહેસાસ અત્યારે કબીરનાં રોમરોમ માં પ્રસરી ગયો હતો.

રાતનાં બે વાગ્યાં સુધીમાં તો કબીર નોવેલનું નવું પ્રકરણ એકદમ યોગ્ય રીતે લખી ચુક્યો હતો..કબીરે ફરીવાર એ પ્રકરણ વાંચી જોયું તો એને એ માર્ક કર્યું કે એનું લેખન એની અપેક્ષા કરતાં પણ વધુ સારું હતું.રાધાનાં આવવાનો સમય થઈ ગયો હતો એટલે હવે પછીનો અડધો કલાક પોતે એની રાહ જોવામાં જ પસાર કરશે એમ વિચારી કબીરે લેપટોપ બંધ કર્યું અને પોતાનાં મોબાઈલમાં એક મસ્ત ગીત ચાલુ કર્યું.

"लो आ गयी उनकी याद, वो नहीं आये

दिल में गये हैं, ग़म के सिंगार कर के

आँखें भी थक गयी हैं, अब इंतज़ार कर के

इक आस रह गयी है, वो भी न टूट जाये

लो आ गयी उनकी याद ..."

કબીર મોબાઈલમાં વાગતાં ગીતની સાથે સાથે એ ગીતની કડીઓ ગુનગુનાવતો હતો ત્યાં બહારથી રાધાનો અવાજ એનાં કાને પડ્યો.

"કબીર..કબીર.."

આજે રાધાએ પોતાની આવવાની સાથે જ પોતાને અવાજ આપ્યો હતો..જેનો મતલબ હતો કે એ પોતે પણ પોતાને મળવા અધિરી બની હતી..એવું વિચારી કબીર ફટાફટ બારીની નજીક આવ્યો અને બારી ખોલીને બોલ્યો.

"રાધા તું અંદર આવી જા..હું દરવાજો ખોલું છું.."

કબીરની વાત સાંભળી રાધા રસોડાની જોડે રહેલાં દરવાજા જોડે આવીને ઉભી રહી ગઈ.કબીરનાં દરવાજો ખોલતાં જ રાધા એ અંદર પ્રવેશ કર્યો.રાધાનાં આગમનને કબીરે એને એક ઝપ્પી આપીને વધાવી લીધું.

ત્યારબાદ કબીર અને રાધા દાદરો ચડીને કબીરનાં રૂમમાં આવ્યો..કબીર અને રાધા વચ્ચે ફરીવાર મોડે સુધી વાતો નો દૌર યથાવત રહ્યો.બે નવાં નવાં પ્રેમી પંખીડા એકબીજાની સાથે જે પ્રકારની વાતો કરે એવી વાતોનાં વડા મોડો સમય સુધી કબીર અને રાધા કરતાં રહ્યાં.સવારે પાંચ વાગ્યાં એટલે રાધા ત્યાંથી ચાલી નીકળી..જતાં જતાં ફરીથી રાધાએ સામે ચાલીને કબીરને એક દીર્ઘ ચુંબન આપ્યું.

બસ આ કબીર અને રાધાનો નિત્યક્રમ બની ચુક્યો હતો..સળંગ પાંચ દિવસ સુધી બંને આમ જ વુડહાઉસમાં મળતાં રહ્યાં.ધીરે-ધીરે એમનો પ્રેમ અને સંબંધ ચુંબનથી આગળ વધી ચુક્યો હતો.કબીર અને રાધા દુનિયાની ફિકર કર્યાં વગર એકબીજાનાં અંદર સમાઈ ચુક્યાં હતાં. કબીર તો અત્યારે પોતે પરણિત છે એ વાત પણ ભૂલી ચુક્યો હતો.રાધાની સાથે કબીર અપ્રિતમ સુખ અને પરમ આનંદની અનુભૂતિ કરી રહ્યો હતો.રાધા સાથે વિતાવેલી દરેક પળ પોતાની જીંદગીની સૌથી વધુ રોમાંચકારી પળ હતી એ બાબતે કબીર ચોક્કસ હતો.

કબીર હવે તો દુનિયાની ચિંતા કર્યા વગર પોતાની ધુનમાં જીવવા લાગ્યો હતો..એનાંમાં આવેલું આ પરિવર્તન જીવાકાકાનાં ધ્યાનમાં આવ્યાં વગર ના રહ્યું.જીવાકાકા મનોમન કબીર નાં બદલાયેલાં વ્યવહાર નું કારણ કંઈક તો છે એ બાબતે ઘણાંખરાં ચોક્કસ હતાં. ઉપરથી કબીર રોજ બપોરે ઉઠતો હતો એ વાત પણ એમની શંકામાં વધારો કરી રહી હતી.

આ બધાં ની વચ્ચે જીવાકાકા ને એક કઠિયારા એ કહ્યું કે વુડહાઉસની થોડે દૂર એક વરુની લાશ એને થોડાં દિવસ પહેલાં જોઈ હતી..જેની ગોળી મારી હત્યા કરાઈ હોય એવું લાગી રહ્યું હતું.કબીર જોડે પણ રિવોલ્વર હતી એ બાબત વિશે જાણતાં જીવાકાકા જાતજાતની શંકા-કુશંકા સેવી રહયાં હતાં.

કબીરને દરવાજો ખુલ્લો રહી ગયો હોવાની વાત કરી હોવાં છતાં બીજી બે વખત પોતે વુફહાઉસનો દરવાજો ખુલ્લો જોયો હતો..આ વાત એમને કબીરને તો ના કરી પણ પોતે એક વાત નક્કી કરી ચુક્યાં હતાં..જે વાતનો અમલ કરવાથી શાયદ રાધા અને કબીરનાં આ પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જવાની ભીતિ હતી..જીવાકાકા એ એક દિવસ નક્કી કર્યું કે.

"આજે તો રાતે ઘરે જઈને બાર વાગ્યાં આજુબાજુ પાછો આવીને ચેક કરીશ કે આખરે અહીં શું ખીચડી રંધાઈ રહી છે.."

★★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ