પ્રણય સપ્તરંગી પ્રકરણ - 15

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 15

              સાગરે સીમાને ઇશારાથી પૂછ્યું "કેમ આવી છે આ અત્યારે સીમાએ ઇશારામાંજ કીધું નથી ખબર અને એનાં ચેહરાનાં હાવભાવ બદલાઇ ગયાં. સંયુક્તાને મનમાં થયું કે આ લોકોને મારું આગમન નથી ગમ્યું. સાગરે વાતાવરણમાં હળવાશ લાવવા. કહ્યું "તમે બંન્ને બહેનપણી વાતો કરો હું આવું છું.  સંયુક્તાએ કહ્યું "કેમ તમે ક્યાં જાવ છો ? હું તમને લોકોને મળવા આવી છું. સાગરે કડવાશ ગળીને કહ્યું " જસ્ટ આવ્યો ત્યાં સુધી તમે લોકો વાતો કરો એમ કહી જવાબની પરવા કર્યા વિના જ રૂમમાંથી સડસડાટ બહાર નીકળી સીધો નીચે માં પાસે પહોંચ્યો.

       સાગરે માં ને કહ્યું માં તમે સંયુક્તાને કેમ સીધી જ ઉપર મોકલી ? એણે અહીં અચાનક આવીને મારો મૂડજ બગાડયો. મને પહેલાં જણાવવું જોઇએ ને રામુકાકા દ્વારા કહેવડાવીને ? કૌશલ્યાબહેન નારાજ સાગરને જોઇ રહ્યાં "દીકરા મને શું ખબર કે એ આમ તમારાં બોલાવ્યા વિના અચાનક જ આવી છે. મને એમ કે તમે લોકો બધાં ભેગા થઇને કાર્યક્રમની કોઇ ચર્ચા કરવા ભેગા થવાનાં હશો. મને તો ખબર જ ના હોઈને કે તમારે વાત થઇ છે કે નહી ? રાજકુમારી છે એટલે થોડુક એનું માન જાળવ્યું એટલે સીધીજ ઉપર મોકલી. મને શું  ખબર કે તમે લોકો ડિસ્ટર્બ થશો. તમે નથી બોલાવી ? ફરીવાર હું ધ્યાન રાખીશ કોઇને પણ એમજ તારાં રૂમમાં નહીં મોકલી દઊં કોઇપણ કેમ ના હોય ?

       માંની વાત સાંભળીને સાગરનો ગુસ્સો શાંત થઇ ગયો એણે વિચાર્યું માંની વાત સાચી છે એને થોડી ખબર હતી કે અમે એને બોલાવી છે કે નહીં ? એણે માં ને કહ્યું " સોરી માં ભૂલ મારી પણ છે તને પૂછી તારી પાસેથી જાણ્યા વિના મારાથી ગુસ્સો થયો.

       કૌશલ્યા બહેન કહે... મને હવે યાદ આવે છે કે આ તારી ખાસ... સીમા તારી મિત્ર પહેલીવાર ઘરે આવી ત્યારે તમારે વાત થઇ હશે મને ખબર નહીં. તમારે તો પ્રેમ છે અને સમય આવ્યે લગ્ન પણ કરશો . અહીં બેલ વાગ્યો મેં જ દરવાજો ખોલેલો એણે કેટલી વિનમ્રતાથી પૂછેલું "આંટી સાગર છે ? હું તો એને ઓળખતી પણ નહોતી જેટલી આજે જાણું છું. તે ઓળખાણ કરાવેલ પછી મારી સાથે ફંકશનમાં. એનાં માતાપિતા, બ્હેન બધાને મળી હતી. પ્રથમ વાર એ પછી એકલી તને મળવા આવેલી. મેં એને કીધું બેટા જા સાગર ઉપરજ છે. એં રૂમમાં. તો પણ એ તરત ઉપર નાંજ આવી મારે તને બુમ પાડી નીચે બોલાવવો પડેલો પછી કેટલીયે મારી સાથે વાતો કરીને તમે લોકો ઉપર ગયાં હતાં. તમારાં કોફી અને નાસ્તો પણ એ આવીને લઇ ગયેલી. સાગર તારી પસંદ મને ખૂબ ગમી છે. આજે એ આવી ત્યારે મેં સીધા જ ઉપર જવા કીધેલું. અને પછી તમારાં ગીતો હું નીચેથી સાંભળી રહી હતી. તમને લોકોને આટલાં આનંદમાં જોઇને હુ ખૂબ ખુશ થઇ ગઇ હતી. મને શું ખબર દીકરા નહીંતર આ હડ્ડીને ઉપરજ ના આવવા દેત.

       સાગરે હસતાં હસતાં માંને વ્હાલથી વળગીને કહ્યું માં સીમા અહીં જમવાની છે. આપણે બધાં સાથે જમીશું પણ એ પહેલાં આ હડ્ડીને કોઇ કારણ કાઢીને હટાવવી પડશે. એને વ્હેમ પણ ના આવે એ રીતે માં એ પૂછ્યું "એવું તું શું કરીશ ? સાગરે આંખો નચાવતા કહ્યું" મારાં પર છોડને માં... તારો છોકરો છું ને ? કહી હસતા હસતા પાછો ઉપર ગયો અને કહેતો ગયો પેલી હડ્ડી માટે કોફી નાસ્તો રામુકાકા પાસે મોકલી દે જે અમારાં ખાલી થયેલાં કપ અને ડીશો હજી એમજ પડી છે. માં એ કહ્યું સારું તું જા હું મોકલાવીશ.

       સાગર ફટાફટ પાછો ઉપર આવી ગયો. એણે જોયું સીમા અને સંયુક્તા બંન્ને બાલ્કનીમાં સોફા પર બેઠાં બેઠાં વાતો કરે છે. સાગર મનમાં કાંઇક વિચારીને એ લોકો પાસે ગયો અને સીમાની લગોલગ થઇને બેઠો સંયુક્તા સામે બેઠી હતી. સીમા તો ખુશ થઇ ગઇ. સીમાએ ખોટો ખોટો છણકો કરતાં કહ્યું "કેમ ક્યાં ગૂમ થઇ ગયો હતો ? સાગરે કહ્યું" અરે માંને કહેવા ગયો હતો કે મહેમાન માટે કોફી અને નાસ્તો મોકલે.

       સંયુક્તા એ કહ્યું "મહેમાન ? અરે સાગર હું ક્યારથી મહેમાન થઇ ગઇ ? સાગરે કહ્યું ભાઇ તમે તો રાજકુમારી છો એટલે તમારી આગતા સ્વાગતા કરવી પડે ને. સંયુક્તાએ કહ્યું " હું સાવ નોર્મલ છોકરીજ છું એ રાજા રજવાડા ક્યારનાં ગયાં હું તારી ફ્રેન્ડ છું એટલે વચ્ચે આટલો મોટો અવરોધ ના મૂકીશ. સાગરે કહ્યું "ઓકે પણ તમે આવવાનાં હતાં કાંઇ ફોન નહીં કંઇ નહીં અને એકદમ? બધું ઓકે છે ને ?

       સંયુક્તાએ કહ્યું "તમે તમે શું કરે છે ? સાગર હું પણ તમે નહીં કહું આમ મિત્રો વચ્ચે કોઇ ફોર્માલીટી નાજ હોવી જોઇએ શું કહે છે ? સીમા ?

       સંયુક્તાને આમ સાગર સાથે નીકટતાં કેળવતાં જોઇ સીમાને થોડું આશ્ચર્ય થયું પણ બોલી "સાચી વાત છે મિત્રોમાં ફોર્માલીટી શું ? સીમાને થયું સંયુક્તા સામે રહીને મિત્રતા વધુ કેળવી રહી છે. એ નિર્દોષ ભાવ છે કે કંઇ બીજું ? પણ એણે ઉદાર વિચાર રાખી ત્યાં એની અને સંયુક્તાની મિત્રતાને ધ્યાનમાં રાખીને એણે કહ્યું "સાગર ચલો આપણાં ત્રણેયમાં વધુ નિકટતા આવી. અને ગીત-સંગીતનાં કાર્યક્રમ અંગે આપણી વાત પણ થઇ જશે . સીમાએ વાત આગળ વધારતા કહ્યું "સંયુક્તા આજે અમે થોડાં ગીતો...... સીમા વાક્ય પુરુ કરે એ પહેલાં સાગરે કહ્યું "હાં હાં એતો આપણે સિલેક્ટ કરી લઈશું. પણ સંયુક્તાને એતો પૂછ અચાનક કેમ આવવાનું થયું ? કંઇ ખાસ બન્યું છે કે કોઇ ફેરફાર છે ?

       સંયુક્તાએ કહ્યું "અરે નારે કાંઇ ખાસ નથી આ તો હું સવારે સીમા તારે ત્યાં પહોંચી અમી પણ નહોતી પછી તારાં માટે પૂછ્યું તો કહ્યું "સીમા તો સવારથી સાગરને ત્યાં ગઇ છે એટલે હું અહીંજ આવવા નીકળી એટલે તને ફોન ના કર્યો થયું સીધી અહીંયા પ્હોચીનેજ સરપ્રાઇઝ આપું અને કોઇ ગીત નક્કી કર્યા કે નહીં કેટલી તૈયારી છે એ જાણી લઊં.

       સાગરે કહ્યું "ઓહ ઓકે" કંઇ નહીં સારુંજ કર્યું. સાગરે મનમાં વિચાર્યું હવે મારે કંઇક એવું કરવું પડશે કે આ અહીં ટકેજ નહીં સાગરે કહ્યું "અરે હાં મેં સવારથી જ સીમાને બોલાવી લીધેલી કે ઘણાં સમયથી શાંતિથી મળ્યા નથી એટલે એને કહ્યું " બધીજ નવરાશમાં વાતો કરીશું અને પ્રોગ્રામની ચર્ચા થશે ગીતો નક્કી કરી લઇએ અને થોડો રોમાન્સ થઇ જાય. અમારે મધ્યમ વર્ગનાં માણસોને પ્રેમ અને રોમાન્સ એક આભૂષણ જેવાં છે અને પાછાં આ આભૂષણ તરતજ પ્રાપ્ત થઇ જાય છે બસ થોડો સમય ગોઠવવો પડે શું કહે છે સીમા ?

       સીમા થોડી શરમાઇ ગઇ પછી બોલી શું તું પણ આમ બોલે છે ? સંયુક્તાએ કહ્યું "સાગર તારી વાત સાચી છે મેં જોયું જ કે સીમાએ તારું ટીશર્ટ પહેરયું છે અને એની કુર્તા અહીં અગાશીમાં સુકાય છે એ લોકો જ બોલે છે કે તમે રોમાન્સનાં મૂડમાં છો. બાય ધ વે સોરી ફોર ડિસ્ટર્બન્સ. સંયુક્તાએ કહ્યું " હું તો કાર્યક્રમનાં અનુસંધાનમાં જ જાણવા આવી હતી. અને ગીતો ક્યા તૈયાર કર્યા. એટલામાં રામુકાકા કોફી નાસ્તો લઇ આવી ગયાં. સંયુક્તાને સીમા અને સાગરનો મૂડ જોઇને હવે થોડો સંકોચ થઇ રહેલો સાગરે સ્પષ્ટ જ મોઢે જ મૂડ કહી દીધો.

       સાગરે સંયુક્તાને ભગાડવા વધુ કહેતાં બોલ્યો "અરે આતો પાઇપથી પાણી અચાનક ચાલુ થઇ ગયું. પછી જોડે જોડે પાણીથી મસ્તી કરી લીધી. એની કુર્તીતો સાવ પલળી ગઇ બસ થોડી એ ઓછી ભીની થઇ આખી પલાળવી હતી અને એ મારાં હાથમાંતી છટકી ગઇ નહીંતર આજે તો વગર ભાંગનાં નશે  "રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે નો ઇરાદો હતો કંઇ નહીં હજી આખો દિવસ મારાં હાથમાં જ છે એમ કહીને લૂચુ હસ્યો સીમાએ સાગર સામે આંખો કાઢી પણ સાગરતો એનાં બોલવાનાં મૂડમાં જ હતો.

       સંયુક્તા બધું સમજી રહી હતી અંદરથી એને આ લોકોની જોડીની ખૂબ જ ઇર્ષ્યા આવી રહી હતી એને થયું આ સીમા કેટલી નસીબદાર છે કે એને સાગર જેવો પ્રેમી મળ્યો કેવો સરસ છે બધી જ રીતે સ્માર્ટ અને પાછો કેટલો રોમેન્ટીક કાશ સાગર મારો હોત... એને ખોવાયેલી જોઇ સીમાએ કહ્યું અરે સંયુક્તા ક્યાં ખોવાઇ ગઇ ?

       સંયુક્તાએ કહ્યું "અરે કંઇ નહીં મને કોઇ કામ યાદ આવી ગયું છે હું એ નીપટાવી લઊં પછી શાંતિથી પાછા મળીશું હું જાઊં. સાગરે કહ્યું "એમ થોડું જવાય તારી કોફીને નાસ્તો આવ્યા છે. એમ કહી ઇશારો કર્યો. સીમાએ સંયુક્તાને કોફી આપી. સંયુક્તા કોફી પીતા પાછી વિચારમાં પડી ગઇ એણે સામે ટ્રેમાં ખાલી કપ જોયા અને આ લોકોએ કેવી રીતે કોફી પીધી હશે એ મનમાં વિચારવા લાગી.

       સાગર જાણે સમજી ગયો હોય એમ સંયુક્તાની તરફ જોઇ બોલ્યો. અમે હમણાં થોડીવાર પહેલાંજ પીધી છે સીમા એ કોફી સાથે એનો પ્રેમ ભર્યો સ્વાદ ભેળવ્યો અને મેં એને વ્હાલ કરવાનો પછી તો હોટ કોફી હોટેસ્ટ બની ગઇ અને કોફી પીતાં જાણે વરસો વીત્યાં એવો સમય લાગ્યો કોફીની ચુસ્કી લેવી કે હોઠ પર.... સીમાએ સાગરને અટકાવીને કહ્યું "એય બસ હવે બહુના બોલને. તને તો કંઇ શરમ જ નથી. સાગરે કહ્યું "અહીં બીજું કોણ છે હું તું અને તારી ખાસ મિત્ર પછી શું વાંધો છે ?

       સંયુક્તા કોફી પીતાં વિચારવા માંડી કે હું હવે અહીંથી જઊં સાગર ભલે ખાસ મિત્ર સમજી નિર્દોષતાથી બધુ બોલી રહ્યો છે પણ મારાથી સહેવાતુ નથી. એણે કોફી પીને કપ મૂકતાં કહ્યું થેક્સ ડીયર. પણ એક વાત માનવી પડશે. સીમા... તે તારો પ્રિયતમ જોરદાર શોધ્યો છે. અંદરથી એનાં જીવમાં એટલી બળતરા થતી હતી છતાં હસતું મોઢું રાખીને બોલી રહી હતી. એણે કહ્યું ચાલો તમે તમારો મૂડ ફરી ઓન રાખો હું જઊં ફરીથી બીજા પ્રોગ્રામમાં મૂડમાં મળીશું.

       સાગરે કહ્યું "અરે અમે ક્યાં ગીતો નક્કી કર્યા છે એતો જાણતી જા એવી શું ઉતાવળ છે ? કોઇ ખાસ કામ હોય તો જઇ શકે છે વાંધો નહીં બાકી 5-10 મીનીટ આમ તેમ નહીં ચાલે ? સંયુક્તાને થયું અહીંથી જવું જ છે પણ જાણી લેવા દે ને આ પ્રણય બેલડી કેવા ગીત ગાવાની છે ? મને મારી તૈયારી... સીમા કહે પાછી શું વિચારમાં પડી ગઇ ? વારે વારે શેનાં વિચારોમાં પડી જાય છે. લાગે તારે કોઇ ખાસ અગત્યનાં કામે જવાનું છે. કંઇ નહીં ડાર્લીગ ફરીવાર મળીએ ત્યારે વાત કરીશું.

       સંયુક્તાએ બાજી હાથથી સરકતાં જોઇને કહ્યું " નારે ચાર ગીત જાણીને પછી જ જઊ. એમ કહી ઊભી થયેલી પાછી બેસી ગઇ એની અતુરતા જોઇને સીમાએ સાગર સામે જોઇ કહ્યું "સાગર તું જ જણાવી દે તો.

       સાગરે પ્રેમભર્યા લ્હેકામાં કહ્યું "ઓકે ડાર્લીંગ જેવો હુકુમ એણે ગીતોની જાણે અંતાક્ષરી ચાલુ કરી....

       સાગરે સીમા તરફ હાથ કરીને કહ્યું "બહોતે પ્યાર કરતે હે તુમકો સનમ... તેરી ઉમ્મિદ તેરાં ઇન્તજાર કરતે હૈ... એ સનમ હમ તો તુમસે પ્યાર કરતે હૈ... યે દીલ તુમ બીન કહીં લગતા નહીં હમ ક્યા કરે ..... સાગરે કહ્યું આ ગીત કદાચ કેન્સલ થશે ઉદાસ છે એમ કહી ચહેરો ઉદાસ કરી બતાવ્યો... ત્રણે જણાં એક સાથે હસી પડ્યાં. પછી એણે ગાયું. જો વાદા કીયા વો નિભાના પડેગા મુઝે રાત દીન બસ મુજે ચાહતી હો. કહો ના કહો મુઝકો સબકુછ પતા હે... આ ગીત ગાતાં ગાતાં સાગર અને સીમા બંન્ને ઇમોશન થઇ ગયાં. સાગરે વિના સંકોચે સીમા પાસે જઇને કપાળ ચૂમી લીધું. સંયુક્તા ફાટી આંખે જોઇ જ રહી. પછી સાગરે સૂર લ્હેરાવ્યો. આપકે હસીન રૂખ પે આજ નયા નૂર હૈ... મેરા દીલ મચલ ગયા તો મેરા ક્યાં કૂસૂર હૈ... સીમા કહે મારાં ગાયક ગુલે ગુલજાર થઇ ગયાં. મૂડમાંથી હવે બહાર નીકળો. સંયુક્તા બોર થશે. સાગર કહ્યું ઓકે એણે સંયુક્તાને કહ્યું બસ આટલી તૈયારી છે પણ લીસ્ટ જ છે પ્રેક્ટીસ બાકી છે.

       સંયુક્તાએ કહ્યું "વાહ ખૂબ સુંદર પસંદ કર્યા છે બધાંજ મીઠાં અને રોમેન્ટીક છે ખૂબ ગમશે બધાંને અને સાગરનો અવાજ તો વાહ માશાહ અલ્લાહ કહેવું પડે કાનમાં શબ્દો રેલાઈ છે અને દીલ સુધી પહોંચે છે. સાગરે કહ્યું "તો તો ધ્યાન રાખવું પડશે બધાનાં દીલમાં પહોંચે તો લોકો… એવી મજાક કરીને જોરથી હસી પડ્યો. બધાં જ એક સાથે હસી પડયાં.

       સંયુક્તા મનમાં ને મનમાં કંઇક વિચારીને પછી ઉભી થઇ ગઇ અને કહ્યું "ચાલ સીમા સાગર હું જઊં પછી ફરીથી મળીશું પૂરી તૈયારી સાથે. સાગરે કહ્યું "શેની તૈયારી ? સંયુક્તાએ ગર્ભિત રીતે કહ્યું ગીત અને બધી જ તૈયારી સાથે એમ કહીને હસતી હસતી એ જવા લાગી. સીમા અને સાગર બંન્ને એને મૂકવા નીચે સુધી ગયાં . સીમાએ જતાં પહેલાં ઝડપથી સૂકાયેલી કુર્તા પહેરી લીધી અને ટીશર્ટ સાગરનાં બેડ પર નાખ્યું સંયુક્તાએ એ જોયું અને નીચે ઉતરવા લાગી.

       સંયુક્તાએ કૌશલ્યા બ્હેનને બાય કહેવા બુમ પાડી આંટી હું જાઉં છું ફરી મળીશું કહીને એ બહાર નીકળી ગઇ. કૌશલ્યા બ્હેન એ ક્યું ઓકે બાય તારી મંમીને યાદ આપજે અને પાછા અંદર જતાં રહ્યાં. સીમા અને સાગર સંયુક્તા ગાડી રીવર્સ કરી બહાર નીકળી ગઇ ત્યાં સુધી ત્યાં ઉભા રહ્યાં પછી અંદર આવ્યા.

       સીમાએ કીચનમાં જઇને કૌશલ્યાં બ્હેનને કહ્યું "આન્ટી કંઇ કામ હોય તો કહેજો. કૌશલ્યા બ્હેને કહ્યું કંઇ કામ નથી તમે  કામ પતાવો જાવ હવે માંડ ત્રણ ચાર દિવસ રહ્યાં છે. જાવ. સાગરે કહ્યું " માં આતો મસ્કા મારે છે કંઇ કામ પૂછવા નથી આવી બહું જબરી છે. સીમાએ કહ્યું "ના ના આંટી જુઓને મને ક્યારનો ચીઢવે છે. કૌશલ્યા બ્હેન હસતાં હસતાં કહ્યું "જાવ તમે બન્ને ઉપર કામ પતાવો હું તમને બંન્ને ને સારી રીતે ઓળખું છું.

       સીમા સાગર બંન્ને ફરીથી ઉપર રૂમમાં આવ્યા. સાગરે સીમાને રૂમમાં લઇ લીધી પછી દરવાજો બંધ કરીને સ્ટોપર મારી દીધી. સીમાએ ખોટો ગુસ્સો કરતાં કહ્યું બહુ લૂચ્ચો છે સ્ટોપર મારવાની શું જરૂર હતી ? સાગરે એકદમ લુચ્ચું હસ્તાં કહ્યું "આ મારો ઇલાકો છે. એમાં હું જે કરું જે કહુ એજ ચાલશે. સાગર સમ્રાટ અહીં  મારું આજ ચાલે છે. હાજી એમ કહી સીમાને ગાલે બાઇટ ભર્યું. સીમાએ જોરથી ચીસ પાડતાં કહ્યું "એય વાંદરા દુઃખે છે. સાગરે તરતજ સમ્રાટમાંથી બીકણ બની કહ્યું "વાંદરી ચીસ શા માટે પાડી નીચે મારી માં સાંભળી જશે. સીમાએ હસતાં હસતાં કહ્યું આમ અચાનક બચકું ભરે તો શું કરું ?

       સાગરે એને કહ્યું એમ... એવી વાત છે કહીને સીમાને બેડ પર ધક્કો મારી ને સુવાડી દીધા પછી આખો એનાં પર ચઢીને એને ખૂબ ગલીપચી કરતો પ્રેમ કરવા માંડ્યો. સીમાએ કહ્યું "આવું ના કરતો સવારે પણ મારી લદુડી કાઢી છે ના હસાવને આટલું મને ખૂબ ડર લાગે છે. સાગરે એને આખી વળગાવીને પાછો પ્રેમ કરવા લાગ્યો.

       સીમાએ સાગરની આંખમાં આંખ પરોવીને કહ્યું અને સીમા નીચે અને સાગર એની ઉપર સૂઇ રહેલો બંન્નેની આંખો એક મેકમાં પરોવાયેલી હતી સીમા બોલી એય મારા વ્હાલા રાજા આમ એકદિવસમાં એટલુ વ્હાલ કે પ્રેમના કરી દે હજી આખી જીંદગી તારે ખૂબ પ્રેમ કરવાનો છે સાગર કહે "આખી જીંદગી ખૂબ કરીશ તું મારો પ્રેમ વધાવી  લેજે કાચી ના પડતી. આ કંઇ કોઇ જનરલ સ્ટોર્સ નથી માલ વેચાય ખાલી થયા પછી કંઇ ના મળે આ તો મારો પ્રેમ છે અફાટ સાગર અને તારાં સાગરનો એનો સ્ટોક ક્યારેય ખાલી નહીં થાય બલ્કે રોજ રોજ વધતો જ જશે અને ખૂબ પ્રેમ કરતો રહીશ.

       સીમા સાગરને વળગી પડી. સાગરે સીમાની ડોકમાં પોતાનો ચેહરો છૂપાવી ચૂંમીઓ ભરી લીધી. સીમાં સાગરને વળગી રહી. સીમાની આંખોમાં આનંદ અને પ્રેમની વરસા વરસી રહી એ એકદમ ઇમોશ્નલ થઇ ગઇ એણે સાગરને કહ્યું આપણને કોઇની નજર ના લાગે બસ માંબાબા આપણી રક્ષા કરે આપણે એમનેજ સર્મિપત સાગરે કહ્યું " એમ કંઇ થોડી કોઇની નજર લગાડી દઇશ ? હું છું ને ? સીમા કહે  "તું છે એટલેજ બીક લાગે છે. તું એવો પ્રેમાળ સાગર છું કે તારાં પ્રેમની છાંવમાં હું તો દીવાની થઇ ગઇ છું પણ તેં કેમ પેલી સંયુક્તાની સામે મને પ્રેમ કર્યો જણાવ્યો કોઇ એવાની નજર લાગી જશે તો ? ના સાગર આવું ના કરીશ ક્યારેક મને ડર લાગી જાય છે.

       સાગરે કહ્યું "તને ખબર છે મારાં એવા આઇડીઆ થીજ એ વ્હેલી ભાગી ગઇ નહીંતર ઉઠવાનું નામ ના લેત અને આપણાં દિવસની તો ...... કહી અટકી ગયો. સીમા કહે "તુ બહુ લુચ્ચો છે. પણ ખબર નહીં સાગર મને સંયુક્તાનાં વર્તનથી થોડો ડર લાગી ગયેલો ઠીક છે આપણે બંન્ને એકમદ મજબૂત પછી કોઈથી શું થવાનું.

       સાગરે કહ્યું "જેને જે વિચારવું હોય એ વિચારવા દે આપણે આપણામાં ખૂબ ખુશ છીએ આનંદમાં છીએ એમ કહે બંન્ને જણાં બેડ પર વળગીને સૂઇ રહ્યા. એટલામાં કૌશલ્યા બ્હેનની બૂમ પડી. સાગર જમવાનું તૈયાર છે નીચે આવી જજે. સાગર સમજી ગયો. માં સમજીને રામુકાકાને ઉપર નથી મોકલતી.

       માંની બૂમ સાંભળીને સીમા એકદમ બેઠી થઇ ગઇ એણે વાળ ચહેરો સરખો કરતાં કહ્યું "ચલ સમ્રાટ મંમી બૂમો પાડે છે આપણે તરત જઇએ વાર નથી કરવી પ્લીઝ શું વિચારશે ? સાગરે કહ્યું "સવારથી તું અહીં છું. આપણે રૂમમાં જ છીએ મસ્તી કરીએ છીએ તું ચીસો પાડે છે ? ત્યાં સુધી વિચાર ના આવ્યો લૂચ્ચી ચલ હું ફ્રેશ થઇ જાઊં અને પહેલાં સુસુ કરી આવું. એમ કહી સાગર બાથરૂમમાં પેઠો. સીમા માથું ઓળી સ્વસ્થ થઇ સાગર નીકળ્યો અને બંન્ને જણાં સાથે નીચે ગયા.

       નીચે આવતાં જોઇને કૌશલ્યા બ્હેને કહ્યું "સાગર ડાઇનીંગ ટેબલ પર જ બેસો હું પણ ત્યાં આવું છું. સાગર ચેર પર બેસી ગયો પણ સીમા કીચનમાં ગઇ અને એની અને સાગરની થાળી લઇ આવી રામુકાકા કૌશલ્યા બ્હેનની થાળી લઇ આવ્યા. સાગરે માં ને જોઇને પૂછ્યું "પાપા જમવા આવવાનાં છે કે ટીફીન મોકલ્યું ? કૌશલ્યા બ્હેને કહ્યું "ના નથી આવવાના એ કોઇ ખાસ કામે ઓફીસથી સીધા નવસારી જવાનાં હતાં આવતાં લેટ થશે એમ કહ્યું છે. સાગરે પૂછ્યું "નવસારી ? કૌશલ્યા બ્હેને કહ્યું "હાં કોઇ કામ છે ખાસ કંઇ કીધું નથી. સાગરે કહ્યું "ઓકે ઠીક છે પછી હું વાત કરી લઇશ.

       સીમા કૌશલ્યા બ્હેનની બાજુમાં બેઠી હતી અને સાગર ટેબલની મુખ્ય એક ખુરશી પર બેઠો જમવા. રામકુકા આવીને પીરસી જતા હતાં. સીમાએ દરેકમાં ના પાડી. કૌશલ્યા બ્હેન કહે "કેમ શરમાય છે દીકરા ? તારું જ ઘર છે ને ? કેમ તને પુરણપોળી નથી ભાવતી ? સાગરને ખૂબ જ ભાવે છે. એની જ ફરમાઇશ હતી એટલે બનાવી. સીમાએ કહ્યું "ના આન્ટી ખૂબ જ ભાવે છે આતો વધુ ખાઇ લઇશ તો રીયાઝ નહીં ફાવે. કૌશલ્યા બ્હેને ટીખળ કરતાં કહ્યું "શેનાં" ? સીમા તો સાંભળી રહી અને કૌશલ્યા બ્હેન અને સાગર જોરથી એક સાથે હસી પડ્યાં. સીમા પણ પછી ટ્યુબલાઇટ થઇને હસી પડી. અરે આંટી શું તમે પણ ? સાચે જ મારે રીયાઝ કરવા છે ગીતોનાં….

       સાગર કહે મને તો ભર પેટ ખાધા પછી જ રીયાઝ ફાવે છે. એ પણ મહેનતનું કામ છે બસ ગળુ ખરાબ થાય એવું કંઇ ના ખઊં પણ આતો અસલ ચોખ્ખુ દેશી ઘીમાં તરબોળેલીં  ગરમ ગરમ પુરણપોળી છે એ થોડી છોડાય ? જોને રામુકાકા ગરમા ગરમ લાવીને ખવરાવે છે. સીમાએ ત્રાંસી નજરે આંખો કરતાં ઇશારો કરી ચૂપ રહેવા કહ્યું સાગર હસતો હસતો સીમાને જમતી જોઇ રહ્યો. કેવી રીતે ટૂકડા કરે છે. ... કેવી રીતે કોળીયો ભરે છે ? કેવી રીતે ચાવે છે ? આ નિરીક્ષણ સાગર અને કૌશલ્યા બ્હેન બંન્ને કરી રહેલાં. સીમાને સમજાઇ ગયું થોડી સંકોચાઈ ગઇ ધીમે ધીમે ખાવા લાગી.

       સાગરે જોરથી હસી પડતાં કહ્યું "સીમા શાંતિથી જમ કોઇ નહીં આ ટીખળ મંમીએ શરૃ કરેલી. મંમી તું પણ સીમાને જમવા દેને. કૌશલ્યા બ્હેન કહે તમે લોકો મજાક કરો તો ચાલે હું કરું તો ના ચાલે ? પછી સીમા તરફ જોઇને બોલ્યાં" મજાક કરી બધી શાંતિથી જમી લે દીકરાં. આ બધું મને સાગર નીચે આવ્યો ત્યારે શીંખવી ગયેલો અને કરવા કીધેલું.

       સાગરે માં સામે જોઇને કહ્યું બસ માં આટલુ જૂઠું બોલવાનું યાર મેં કાંઇ કીધું. નથી મંમીએ જાતે જ બધું નક્કી કરેલું. સીમા કહે બંન્ને જણને ઓળખી ગઇ છું ના બોલશો મારો પણ વારો આવશે. કૌશલ્યા બ્હેને હસતાં હસતાં કહ્યું વાહ. ધીશ ઇઝ ધ સ્પિરિટ… વાહ વહુ બેટા હવે તું અહીંની કુટુંબમાં ભળી ગઇ જણાય છે.      સાગરે કહ્યું "વાહ માં વહુ બેટા ? એકદમ જ સંબંધ નક્કી કરી લીધો ? મને પૂછ તો ખરા કે મને મંજૂર છે કે નહીં ? મને પરણવાનાં માટે યોગ્ય લાગે છે કે નહીં ? આપણે કુટુંબમાં ભળશે કે નહીં ?

       કૌશલ્યા બહેને છણકઈને  કીધું. તું તો અત્યાર સુધી એનાં માપ દંડ કાઢતો હતો ? ચાંપલા ને મને કહે છે. મને પૂછ્યા વિના નક્કી તો કરી લીધી.  ઘરે બોલાવીને ગીતો ગાવા માંડ્યા હવે સાથે જમી લીધું. પછી મને પૂછે છે કેમ નક્કી કર્યું ? બહુ જબરો તું તો તારા બાપથી ચઢે એવોજ છે. એટલામાં જ સાગરના ફોનમાં કંદર્પરાયનો ફોન આવ્યો. સાગરે ફોન ઉપાડતાં કહ્યું. જુઓ પાપા મંમી તમને યાદ જ કરતી હતી અને તમારો ફોન આવ્યો.

       કંદર્પરાયે કહ્યું "ઓહ એટલે મને હેડકી આવતી હતી હવે સમજ્યો કૌશલ્યા યાદ કરે છે. સાગરે કહ્યું "અરે તમે તો સાચેજ મારાં ગુરુ છો ચાલતી ગાડીએ ચઢી ગયાં. એ તમને એક વાતમા યાદ કરતી હતી કે તું તારા બાપથી ચઢે એવો છે. એટલામાં કંદર્પરાયે હસ્તાં હસ્તાં કહ્યું " એ તો સારું ને ગુરુ કરતા ચેલા હંમેશા સવાયા જ હોય. બાય ધ વે તારી માં ને ફોન આપને એનો ફોન નથી લાગતો. સાગરે કહ્યું આપું પાપા સાગરે કૌશલ્યા બ્હેનને ફોન આપ્યો. કંદર્પરાયે કહ્યું ક્યારનો તને ફોન કરું છું નથી લાગતો. કૌશલ્યા બ્હેન કહ્યું " એને ચાર્જીમાં મૂકવા ભૂલી છું અને આ છોકરાઓ સાથે જમવામા હતા. એની દોડધામમાં ભૂલી છું. કંદર્પરાયે કહ્યું "ઓહો આજે સીમા દીકરી આવી છે ચલો સરસ પણ હું જમવાનું મીસ કરીશ. કૌશલ્યા બ્હેને કહ્યું લો આપું ફોન કહીને સીમાને આપ્યો. સીમાએ કહ્યું નમસ્કાર અંકલ કંદર્પરાયે કહ્યું ખુશ રહો બેટા. મંમી પાપા મજામાં છેને કાર્યક્રમની તૈયારી ચાલે છે ? સીમાએ થોડાં સંકોચ સાથે કહ્યું હા અને કૌશલ્યા બ્હેનને એણે ફોન આપ્યો એ લોકોએ વાત કરી અને ફોન મૂક્યો.

પ્રકરણ -15 સમાપ્ત.

       સંયુક્તા સાગરનાં ઘરેથી નીકળી તો ખરી પણ એનું મગજ ઠૈકાણે નહોતું એણે પેલેસ આવતાં રસ્તે હાંકી લીધી રિસોર્ટ તરફ હંકારી એનાં મનમાં કશુંક ચાલી રહેલું સાગરને કેવી રીતે પામી જશે ?"""

***

Rate & Review

Deepali Trivedi 3 days ago

Latapatel 1 week ago

Swati Kothari 3 weeks ago

Asha Parmar 3 weeks ago

Yashvi Nayani 4 weeks ago